લખપતિ બની ગયું આગણું રે લોલ…કાવ્ય


લખપતિ બની ગયું આગણું રે લોલ…કાવ્ય

=============================================

મિત્રો આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ ) ના બ્લોગ પર

 

લાખ મુલાકતીઓનું આગમન થયું . અને શ્રીરમેશભાઈ લખપતિ

 

બની ગયા આ જોઈ મને એક વિચાર આવ્યો કે ચાલો તેમને

 

કાવ્યમય અભિનંદન આપીએ.

 

==============================================

આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)ને હાર્દિક અભિનંદન

તેમનાં સ્પંદન ઉપાસના અને ત્રિપથગા એમ ત્રણ પુસ્તકો

પ્રગટ થયાં છે.

વાંચકો ફૂલ ( અભિનંદન) બરસાઓ આકાશદીપ આયા હે !

==============================================

 

મંગલ પ્રસંગ વર્તાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

મોઘા મહેમાન પધાર્યા મહામુલી ભેટ લાવ્યા

 

આગણું પાવન કીધું પ્રતિભાવનું નજરાણું દીધું

 

હૈયું  હરખથી  ઉભરાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

ગીત ગઝલ સોને મઢયાં કવિતાને હિરલે જડયાં

 

સમાચારને કાવ્યમાં ગુંથ્યા ભજનતો ભાવે રચ્યાં

 

અલંકાર લેતું અંગડાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

નામ રૂડું “આકાશદીપ” ધર્યું સાહિત્ય ક્ષેત્રે ડગલું ભર્યું

 

છંદ પણ ક્યારેક છલકાય વાંચી વાચકનું  મન મોહાય

 

પુસ્તકો તો પ્રગટ થાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

==============================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

Advertisements

12 thoughts on “લખપતિ બની ગયું આગણું રે લોલ…કાવ્ય

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  શ્રીમાન. રમેશભાઈ

  સુંદર રચનાઓ સંગાતે લોકો મન હરિ લઈ

  એક લખપતિ ગયા તે આનંદની વાત,

  હજુ તો એમના હાથેથી વધુ સર્જન થવાનું બાકી છે.

  શ્રી. ગોવિંદભાઈ યોગ્યસમયે યોગ્ય વ્યક્તિની કદર કરી

  તે બદલ તમને પણ દિલથી અભિનંદન.

  Like

  1. આદરણીય શ્રી કિશોરભાઈ

   હેતની હેલી વરસાવી આશીર્વાદ રૂપી સંદેશ પાઠવ્યો તે બદલ ખુબ આભાર

   લખપતિ બનવાના ટાણે જેમની ખુમારી ભરી કલમ સુંદર રચનાઓ પીરસે છે

   તેમની કદર કરવી આપની ફરજ છે તે મેં બજાવી છે

   Like

 2. આભાર ….શ્રી ગોવિંદભાઈ
  ‘ સ્વપ્ન’ અમારું લખપતિને વાટે હાલ્યું ને ‘સ્વપ્ન’ દ્વારા આટલી મધુરી વધામણી.
  આજે મંગલ પ્રભાત આપના કાવ્યથી ખીલ્યું. રચના પણ સુંદર અને આપના
  હૈયાના ભાવ અતિઉત્તમ. આપના જીવનમાં સદા ખુશાલી રમતી રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s