Monthly Archives: જુલાઇ 2011

ધરતીકંપની તાકાત !….


ધરતીકંપ ની તાકાત !………
============================================================
 
૨૦૦૧ ના ૨૬ જાન્યુઆરીના રોજ કચ્છ ગુજરાતમાં આવેલા વિનાશક
 
ભૂકંપને જોઈ જાણી કોઈ લેખકના દિલમાં અનુભવાયેલી વેદનાને
 
કલમના કરિશ્માએ  કાગળ પર આલેખી છે. ચાલો માણીએ….
 
 
=========================================================
 
 
                   ચિત્ર માટે ગુગલનો આભાર.
 
=========================================================
 
ધરતીકંપની તાકાત
 
જેવી તેવી નથી હોતી.
 
એ કોમવાદને પિગાળી શકે,
 
કટ્ટરતાને ઓગળી શકે,
 
મોહ ને  ઢીલોઢસ કરી શકે,
 
લોભ ને બકરી બેં  બનાવી શકે,
 
દ્વેષ ને ઠંડોગાર કરી નાખી શકે,
 
ભેદભાવ ને ભગાડી શકે,
 
ઈર્ષા ને ડીપ ફ્રીજમાં મૂકી શકે.
 
અને………..
 
વૈરાગ્ય ને જગાડી શકે.
 
ધરતીકંપ આપણી ચેતનાને ઢંઢોળી શકે છે.
 
કદાચ એવું પણ બને
 
કે,
 
એક માણસ બીજા માણસને
 
કેવળ “માણસ”  તરીકે જોતો થઇ જાય.
 
ચમત્કારો આજે પણ બને છે !
 
=====================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

મુક્તકો…


            મુક્તકો…..
================================
 
આંટો દીધો મંદિર ભણી તો મહાદેવ મળ્યા 
 
ને મસ્જીદમાં બંદગી કરતાં તો  ખુદા મળ્યા 
 
માનવતાના મહેલમાં લટાર જ મારી સ્વપ્ને,
 
સ્વાર્થી લુચ્ચા એવા માનવ જુદા જુદા મળ્યા.
 
=================================
 
મંદિરોમાં ભરેલા ખજાનાના પટારા  મળ્યા
 
ખોલી જોયા રાજવીઓના જ  ઠઠારા મળ્યા
 
કૈક રાજવીઓ પ્રજા વત્સલ હતા જ ભલા,
   
આજે તો શાસકો પણ કેવા નઠારા  મળ્યા.
 
=================================
 
ભ્રષ્ટાચારની ભૂગોળ છે એવી અટપટી
 
શાસકો કરે છે તપાસમાં કેવી ખટપટી
 
બીલના મુસદામાં કાઢે  એવા વાંધાવચકા,
 
સજાનાં સમીકરણો  રચે કે થાય ચપટી.
 
================================
 
ચપટીનો અર્થ નજીવી જ સજા થાય તેમ…..
 
=================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

એક હતો ઓસામા …કટાક્ષ કાવ્ય


 

 

એક હતો ઓસામા…. ટાક્ષ કાવ્ય
==============================
 
 
 

 

એક હતો ઓસામા…. ટાક્ષ કાવ્ય
==============================
 
મિત્રો શ્રી અશ્વિનભાઈ પટેલ ( ઈસરામા) તરફથી એક મેઈલ મળ્યો.
 
તેને જરા વ્યવસ્થિત કરીને આ રચના મુકેલ છે.
 
===============================================
 
એક હતો “ઓસામા”
 
પડયો મોટા “લોચામાં”
પાડયા ટાવર “અમેરીકા” માં
પછી ભાગ્યો “ગુફા” માં
બોમ પડયા ગુફા માં
તોય બચી ગયો ઓસામા
 
પાકિસ્તાન કહે આવતો રહે ને અહિ રે “મોજ” માં
કોઇ નહી આવે અહિ તારી “ખોજ” માં
ત્યાં  આવિયો “ઓબામા”
અક્ક્લ હતી  એ “ડોબા” માં
ગોતી લીધો  ઓસામા
 
ગોળી મારી  દીધી  “માથા” માં
અને નાખી દીધો  “દરીયા” માં
મરી ગયો ઓસામા
રાજી થયો ઓબામા
 
બધાયે જોયુ “ટી.વી” માં
 
લાઈટ બીલ ચડયું  “નફા” માં
 
બાકી તમે કેમ છો??? “મજામા””?!!
 
===============================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
 
 
 
 

 

 
 
 

સબંધોનું વાવેતર….કાવ્ય


સબંધોનું વાવેતર…….કાવ્ય
 
========================================
 
સબંધોના વાવેતરમાં ક્યારેક કેવો પાક થાય છે તેને
 
દર્શાવતું એક કાવ્ય …
========================================
===========================================
 
ઉબડ ખાબડ  જમીન પર વાવ્યાં હતાં સપનાં
 
કૈક આખાં ઉગ્યાં કૈક અડધાં પડધાં જ ઉગ્યાં
 
સબંધોના ખેતરમાં વાવ્યાં પ્રેમ કેરાં  બીજ
 
કૈક સુગંધિત  ફૂલ  તો કૈક ફક્ત ઠુંઠા  ઉગ્યાં
 
અરમાનોના ઓટલે  વળ્યો સ્વાર્થનો કચરો
 
જોયું તો નકામાં રદ્દી કાગળ  પુંઠા નીકળ્યાં
 
“સ્વપ્ન” હજુ કાયમ છે  પ્રેમના સબંધો પર
 
પત્થર જેવા મજબુત તો કૈક  બોદા નીકળ્યા
 
===================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

બોમ્બ – બે ક્યાં છે ? …..કાવ્ય


બોમ્બ- બે ક્યાં છે……(કાવ્ય)
=====================================
 
હમણાં મુબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા. મુંબઈનું પહેલાં નામ બોમ્બે હતું.
 
બોમ્બ— બે હતા કે કેટલા? અને બ્લાસ્ટ કોઈ દિવસ લાસ્ટ થયો નથી.
 
છેલ્લી છ પંક્તિમાં  નેતાઓના મનની વાત જણાવી છે. ખાસ..ખાસ
 
 
======================================================
 
 
 
   ચિત્ર માટે ગુગલનો આભાર.
===================================================
 
બોમ્બ- બે ક્યાં છે  આ તો છે   રોજની વણજાર ?
 
બ્લાસ્ટ- લાસ્ટ ક્યાં છે હરદમ છે માનવ સંહાર  ?
 
કોઈનો લાડકવાયો ગયો શાળા કે ગયો  બજાર 
 
ના મળે પતો  કોઈનો માબાપના આંસુ અપાર
 
કોઈના માબાપ ને  સોહાગણનું ખોવાયું સિંદુર
 
આતંકવાદના આખલા છે છુટા કરે નરસંહાર
 
કેવી વિટંબણા વલખતી પ્રજાની બધે હાહાકાર ?
 
નેતાઓ કેમ બચી જાય  ના લાગે ઘાવનો માર ?
 
શું કર્યો છે એમણે આવો અરસ પરસનો વ્યવહાર ?
 
મારું કામ તમે પતાવો તમારા કામ માટે હું  તૈયાર !
 
શાંત્વના શબ્દોનું નિવેદન કરી તમને આપીશ ફટકાર
 
ગુરુ દક્ષિણામાં ગણી એને કરજો સત્તાનો તખતો તૈયાર
 
ફરી સતામાં આવતાની સાથે ચાલુ રહેશે આપણો વેપાર
 
મારે મન સતા મહત્વની,ના પ્રજા  સુખ સંપતિની દરકાર.
 
===========================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

ભારતમાં મહાભારત….કાવ્ય


ભારતમાં મહાભારત…..કાવ્ય
=====================================================
 
હમણાં આસામમાં રેલ્વે અકસ્માત થયો. રાજ્ય કક્ષના રેલ્વે રાજ્ય મંત્રી
 
શ્રી મુકુલ રોયને વડા પ્રધાને અકસ્માત સ્થળની મુલાકાત લેવા જણાવ્યું 
 
તો તેકહે હું તો રાજ્ય કક્ષાનો રેલ મંત્રી છે. એટલે નહિ જાઉં. લ્યો હેડ માસ્તરનું
 
સહાયક શિક્ષક ના માને તેવી આપના વડા પ્રધાનની દશા.
 
=========================================================
 
 
                     ચિત્ર માટે ગુગલનો આભાર.
===========================================================
 
 
 
રોજ રોજ નવું કૌતુક દેખાય ભાઈ ભારતમાં મહાભારત રચાય 
 
વર્ષો પુરાણી આ મહા કથા ભાઈ આજના યુગમાં પણ  ચર્ચાય  
 
રાજ્યસત્તા માટે લડતા દીકરા મા-બાપને લગીર ના સમજાય 
 
ઘાયલ પ્રજા કરતાંય પદ મહત્વનું એ શીખ ત્યાંથી લેવાય
 
રાજવીનું  ના માને વજીરો એતો  કેવી કરમ કથની કહેવાય
 
ઘાયલની ખબર લેવાનું કહેણ  પ્રધાનપદ લાલચે ઠુકરાવાય
 
આ મુકુલ રોય માનવ છે કે દાનવ એથી  માનવતા લજવાય
 
પ્રજાના અરમાનોનું રોજ થાય ચીરહરણ સરકાર બેફીકર થાય
 
જુઓ પેલા દિગ્વિજયને રોજ ભાથામાંથી નિવેદન તીર છોડાય
 
ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારીના વહીવટે કરુણાનિધિ કનીમોઝી  કમાય
 
સાળો બનેવી, પિતા પુત્ર ,પતિ પત્ની, જુદા જુદા પક્ષે  જોડાય
 
આ બાજુ નહિ તો તે બાજુ એમ બે હાથે પોતે ઘર ભરતા જાય
 
કરુણતા ભારતની જુઓ ભ્રષ્ટાચાર માટે આંદોલન અનેરાં થાય
 
પોતે કરવો તપાસ પણ પોતાની અને ન્યાય પોતા થકી તોળાય
==================================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

મારી ગાડી તારા હાથે…કાવ્ય..ભજન


 

મારી ગાડી તારા હાથે…કાવ્ય..ભજન
================================
પરમ કૃપાળુ પ્રભુએ કાયા રૂપી ગાડી (કાર) બનાવી છે તેના
 
જુદા જુદા પાર્ટ્સ કેવા પેટ્રોલ ઓઈલથી ચાલે છે .
 
આ વિષે એક ભજન..કાવ્ય…
 
==============================================
 
 
પ્રભુ મારી ગાડી હંકારો મારી ગાડી તારા હાથે 
 
દેહ રૂપી ગાડીમાં સુખ દુખ હમેશાં મારી સાથે
 
કાયાના એન્જીનની કઠણાઈ ચાલતું ને  બગડતું
 
લોભ લાલચના પેટ્રોલથી એ પુરપાટ જ દોડતું 
 
રગોના રેડિયેટરમાં સ્વાર્થ વેરઝેર મારા માથે  ….પ્રભુ .
 
કામ ક્રોધ મોહ ને  માયાના ચાર પૈડે એ ફરતું
 
મન મંદિરના એક્સીલેટરને ના કદીયે  ગણતું
 
પાપ પુણ્યની બ્રેકને એ કદીય ના પણ ગાંઠે ….પ્રભુ.
 
અરમાનોના  ઓઈલ સાથે કર્મનું કુન્લટ રેડતું
 
સ્નેહના સ્ટેરીંગને કદી આમ  તેમ રહે ધુમાવતું  
 
સ્ટીરીયોમાં ભજન નહી પોપ સંગીત વાગે  …..પ્રભુ.
 
અક્કલમઠ્ઠાને અક્કલ કયાંથી આવે ના સમજાતું
 
ગાડી બનાવેલી પ્રભુજીએ પણ અહંકારે અથડાતું
 
સ્વપ્ન કહે જીવનમાં ઉદ્ધાર  ભક્તિ કેરા ભાથે …પ્રભુ. 
 
======================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

કોણ અકળલીલાને બદલાવી શકે ? કાવ્ય


  

કોણ અકળલીલાને બદલાવી શકે ? કાવ્ય  
 
============================================
મિત્રો કુદરતના નિયમોને પલટાવવાની અનન્ય શક્તિ ફક્ત
 
એવા જ માનવીઓમાં છે કે જેઓ……….
==============================================
 
કોણ છે એવા કે જે કુદરતના નિયમોને પલટાવી શકે ?
 
કોણ છે એવા પ્રભુની અકળ લીલાને બદલાવી  શકે ?
 
શાંત સરોવર કે દરિયામાં મોજાઓને ઉછાળી શકે 
 
ઉજ્જડ બનેલ પહાડોને પણ હરિયાળા બનાવી શકે 
 
નથી તાકાત એવી નેતાઓ કે અભિનેતાઓમાં
 
એવા તો ભાષણો ને સંવાદોના ટોપલા જ ભરી શકે 
 
ના કરી શકે આવું કાર્ય અર્થશાસ્ત્રી કે સમાજ શાસ્ત્રી
 
એવા તો વેપાર વણજ કે સેવાના ભાવો  ભરી શકે
 
આવું અનોખું કાર્ય કરી શકે છે  લેખકો ને કવિઓ
 
ભર ઉનાળે  કલ્પનાઓ થકી વરસાદ વરસાવી શકે
 
શાંત જળમાં વમળો જગાવી  હિમશીલા ઓગળી શકે
 
કુદરતના કરિશ્માને શબ્દો અલંકારોથી વધાવી શકે
 
=========================================
નોધ== આ અંગે વધુ સ્પષ્ટતાથી સમજવા  બીજી કૃતિમાં
ઉદાહરણો રજુ કરીશ………રાહ જોશો…
===========================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

વ્હાણું વાયુ વરસનું..કાવ્ય ( બ્લોગ જગતમાં વર્ષ)


 

વ્હાણું વાયું  વરસનું…. કાવ્ય ( બ્લોગ જગતમાં વર્ષ )
 
===================================================================
 
પરમ સ્નેહી એવા વડીલ મહાનુભાવો, મિત્રો, ભાઈઓ અને બહેનો ગત વર્ષે
 
ત્રીજી જુલાઈ ૨૦૧૦ ના  રોજ” પરાર્થે સમર્પણ “ બ્લોગે પ્રથમ પગથિયું  ચડી
 
બ્લોગ જગતમાં પ્રવેશ કર્યો . આજે ૩ જુલાઈ ૨૦૧૧ ના રોજ પ્રથમ વર્ષ પૂર્ણ
 
કરી દ્વિતીય વર્ષમાં પ્રવેશ  કરે છે . વીતેલા વર્ષના સરવૈયા રૂપે એક કાવ્ય રચના
 
આપના પાવન ચરણ કમળમાં ધરું છું…..આપનો આભાર વશ…સ્વપ્ન જેસરવાકર.
 
 
બ્લોગ જગતમાં પ્રવેશની પ્રેરણા આપવા બદલ આદરણીય શ્રી ભરત સુચકનો ખુબ
 
જ દિલથી આભાર. આશીર્વાદ રૂપી સંદેશ આપી મને પ્રોત્સાહિત કરનાર મહાનુભાવો
 
એવા વડીલ માર્ગદર્શકો,પરમ મિત્રો ,નામી અનામિ એવા અસંખ્ય વાચક   મિત્રોનો
 
આભાર……વંદન…નમસ્કાર…સલામ…..સાથે  દિલથી………. પ્રણામ  
 
=========================================================================
 
વ્હાણું વાયું વરસનું  દ્વિતીયના દ્વારમાં જ  પેઠો 
 
સરવૈયું માંડી હિસાબ કિતાબ કરવાને હું  બેઠો
 
સરવાળાના અંક  મનને હરખ ભરી હરખાવે
 
શું કર્યું? શું નહિ? ભાવથી  સિલક રે મલકાવે
 
આવડ્યું તેવું ગાડું ઘેલું મનમાં આવ્યું તે લખ્યું
 
આપ સહુના સુવર્ણ થાળમાં મેં  બધું એ પીરસ્યું
 
બસો પાંત્રીસ કૃતિઓ  મહાનુભાવો સમક્ષ પીરસી
 
એક્વીસો જેટલા શુભ સંદેશ દ્વારા આશિષ વરસી
 
હર્ષે ઝીલ્યા ને પ્રતિસાદોના મંગલ નાદો ગુંજ્યા
 
એકાણું હજાર ‘પરાર્થે’ આંગણે પ્રેમે ભરીપધાર્યા
 
માનું છું આભાર મિત્રો વડીલો ભાઈ બહેનોનો
 
ઠપકો આપી કહેજો ખરો ઉતર્યો છું  કેટલો ? 
 
આપ સહુના શુભ સંદેશ થકી  કર્યું પાર એક વરસ
 
ભાંખોડિયા ભરતા બાળને શિખામણ આપજો સરસ
 
=========================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)