ભારતમાં મહાભારત….કાવ્ય


ભારતમાં મહાભારત…..કાવ્ય
=====================================================
 
હમણાં આસામમાં રેલ્વે અકસ્માત થયો. રાજ્ય કક્ષના રેલ્વે રાજ્ય મંત્રી
 
શ્રી મુકુલ રોયને વડા પ્રધાને અકસ્માત સ્થળની મુલાકાત લેવા જણાવ્યું 
 
તો તેકહે હું તો રાજ્ય કક્ષાનો રેલ મંત્રી છે. એટલે નહિ જાઉં. લ્યો હેડ માસ્તરનું
 
સહાયક શિક્ષક ના માને તેવી આપના વડા પ્રધાનની દશા.
 
=========================================================
 
 
                     ચિત્ર માટે ગુગલનો આભાર.
===========================================================
 
 
 
રોજ રોજ નવું કૌતુક દેખાય ભાઈ ભારતમાં મહાભારત રચાય 
 
વર્ષો પુરાણી આ મહા કથા ભાઈ આજના યુગમાં પણ  ચર્ચાય  
 
રાજ્યસત્તા માટે લડતા દીકરા મા-બાપને લગીર ના સમજાય 
 
ઘાયલ પ્રજા કરતાંય પદ મહત્વનું એ શીખ ત્યાંથી લેવાય
 
રાજવીનું  ના માને વજીરો એતો  કેવી કરમ કથની કહેવાય
 
ઘાયલની ખબર લેવાનું કહેણ  પ્રધાનપદ લાલચે ઠુકરાવાય
 
આ મુકુલ રોય માનવ છે કે દાનવ એથી  માનવતા લજવાય
 
પ્રજાના અરમાનોનું રોજ થાય ચીરહરણ સરકાર બેફીકર થાય
 
જુઓ પેલા દિગ્વિજયને રોજ ભાથામાંથી નિવેદન તીર છોડાય
 
ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારીના વહીવટે કરુણાનિધિ કનીમોઝી  કમાય
 
સાળો બનેવી, પિતા પુત્ર ,પતિ પત્ની, જુદા જુદા પક્ષે  જોડાય
 
આ બાજુ નહિ તો તે બાજુ એમ બે હાથે પોતે ઘર ભરતા જાય
 
કરુણતા ભારતની જુઓ ભ્રષ્ટાચાર માટે આંદોલન અનેરાં થાય
 
પોતે કરવો તપાસ પણ પોતાની અને ન્યાય પોતા થકી તોળાય
==================================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
Advertisements

12 thoughts on “ભારતમાં મહાભારત….કાવ્ય

 1. શ્રી ગોવિંદ રાજા

  વાહ રે વાહ હેડ .માસ્ટરી કરેલી એટલે સહાયકના કામ બાબતે સજાગ રહેતા.

  ઠપકો આપતા ગમ્મત કરાવતા. એ સાભળેલું જોયેલું છે.

  આતો ખાલી હેડ માસ્તર છે. મુખ્ય તો બીજું કોઈક છે.

  Like

 2. શ્રીમાન. ગોવિ6દભાઈ

  આજનો માણસ બે હાથે કમાણી કરે છે,

  પરંતુ એક્પણ હાથે તે દાન કરતો નથી.

  આ બધુ માનવ આપણાં નેતાઓને જોઈને શીખે છે,

  ચાલવા દઈએ ભગવાન ભરોસે.

  જયશ્રી રામ સૌનું ભલુ કરે

  Like

 3. ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારીના વહીવટે કરુણાનિધિ કનીમોઝી કમાય

  સાળો બનેવી, પિતા પુત્ર ,પતિ પત્ની, જુદા જુદા પક્ષે જોડાય

  આ બાજુ નહિ તો તે બાજુ એમ બે હાથે પોતે ઘર ભરતા જાય

  કરુણતા ભારતની જુઓ ભ્રષ્ટાચાર માટે આંદોલન અનેરાં થાય

  પોતે કરવો તપાસ પણ પોતાની અને ન્યાય પોતા થકી તોળાય

  dhanyvaad , best , ,

  Like

 4. સહાયક શિક્ષકો પણ સમજે છે, આ હેડમાસ્તર હંગામી છે !
  દશ,જનપથમાં બેઠેલા, શિક્ષણાધિકારી જ પ્રભાવી છે !

  શ્રી. ગોવિંદભાઇ, આ અંતિમ કડી ’પોતે કરવો તપાસ પણ પોતાની અને ન્યાય પોતા થકી તોળાય ’ વાંચી આપણી એક કહેવત યાદ આવી;
  “મોસાળે જમણ અને માં પીરસનાર” !!! આભાર.

  Like

 5. રોજ રોજ નવું કૌતુક દેખાય ભાઈ ભારતમાં મહાભારત રચાય

  વર્ષો પુરાણી આ મહા કથા ભાઈ આજના યુગમાં પણ ચર્ચાય
  Mahabharat Yudhdha was in the Past…..Your Kavya reminds all of the Mahabharat Yudhdha in this Yug !
  હમણાં આસામમાં રેલ્વે અકસ્માત થયો…..રાજ્ય કક્ષના રેલ્વે રાજ્ય મંત્રી

  શ્રી મુકુલ રોયને …..
  This story is knitted into your Rachana nicely !
  Enjoyed it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Chandrapukar Par !

  Like

  1. આદરણીય ડો.શ્રી.ચંદ્રવદનભાઈ,
   અનન્ય આશીર્વાદ સમો સંદેશ ચંદ્ર પુકારથી આવે
   સંદેશના શમણે સ્વપ્ન સમર્પણનું આગણું મલકાવે
   આપના આશીર્વાદ બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s