બોમ્બ – બે ક્યાં છે ? …..કાવ્ય


બોમ્બ- બે ક્યાં છે……(કાવ્ય)
=====================================
 
હમણાં મુબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા. મુંબઈનું પહેલાં નામ બોમ્બે હતું.
 
બોમ્બ— બે હતા કે કેટલા? અને બ્લાસ્ટ કોઈ દિવસ લાસ્ટ થયો નથી.
 
છેલ્લી છ પંક્તિમાં  નેતાઓના મનની વાત જણાવી છે. ખાસ..ખાસ
 
 
======================================================
 
 
 
   ચિત્ર માટે ગુગલનો આભાર.
===================================================
 
બોમ્બ- બે ક્યાં છે  આ તો છે   રોજની વણજાર ?
 
બ્લાસ્ટ- લાસ્ટ ક્યાં છે હરદમ છે માનવ સંહાર  ?
 
કોઈનો લાડકવાયો ગયો શાળા કે ગયો  બજાર 
 
ના મળે પતો  કોઈનો માબાપના આંસુ અપાર
 
કોઈના માબાપ ને  સોહાગણનું ખોવાયું સિંદુર
 
આતંકવાદના આખલા છે છુટા કરે નરસંહાર
 
કેવી વિટંબણા વલખતી પ્રજાની બધે હાહાકાર ?
 
નેતાઓ કેમ બચી જાય  ના લાગે ઘાવનો માર ?
 
શું કર્યો છે એમણે આવો અરસ પરસનો વ્યવહાર ?
 
મારું કામ તમે પતાવો તમારા કામ માટે હું  તૈયાર !
 
શાંત્વના શબ્દોનું નિવેદન કરી તમને આપીશ ફટકાર
 
ગુરુ દક્ષિણામાં ગણી એને કરજો સત્તાનો તખતો તૈયાર
 
ફરી સતામાં આવતાની સાથે ચાલુ રહેશે આપણો વેપાર
 
મારે મન સતા મહત્વની,ના પ્રજા  સુખ સંપતિની દરકાર.
 
===========================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)
Advertisements

12 thoughts on “બોમ્બ – બે ક્યાં છે ? …..કાવ્ય

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  હવે તો સવારે ભગવાન જગાડે તો જ નવો દિવસ જોવા

  મળે એવું આ દેશમાં થઈ ગયું.

  આપણાં સૌની ” કથા ” ની ” વ્યથા ” કોને કહેવી.

  ભગવાન સૌનું ભલુ કરે.

  Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  વરહ પૂરું થયું એની ખબરેય નો પડી .ભાઈ ખુબ હારું લખો સો.

  હો વરહના થાવ ને હારું લખો હો કે . બવ ખોટું થય સે ગરીબની

  કુણ ખબરું લ્યે. સરકાર હારી બેરી સે.પણ હાચું લખો સો. હો કોઈ

  મુતો મનહ માર્તુય નથ

  Like

  1. શ્રી બેનામભાઈ,

   નામ લખ્યું હોત તો સંબોધન સૂચક થાત..

   સાચી વાત ગરીબનું કોઈ સાંભળતું નથી અને બોમ્બમાં મોટા

   માણસો મારતાય નથી.

   આપના લાગણી ભર્યા વિચાર પ્રગટ કર્યા તે બદલ ખુબ આભાર.

   Like

 3. શ્રી ગોવિંદ રાજા

  વાહ રે વાહ કલ્પનાના પુજારી શાબાશ ઉડી કલ્પના કરી છે.

  શ્રી રમેશભાઈની વાત સાથે સમત છું

  બોબ-બે – બોમ્બે…… બ્લાસ્ટ- લાસ્ટ વાહ ભાઈ વાહ.

  Like

 4. વાહ! એક એક શબ્દ પ્રજાની વ્યથા ઉજાગર કરે છે. બોમ્બે ને બોમ્બકાંડની આપની તુલના
  આપની વિચાર કૌશલ્યને એક ઉંચી સીમા પર લઈ જાય છે.
  ખૂબ જ વ્યથા જ્યાં નિર્દોષ જનનાં લોહી વહે. હ્ર્દયથી શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ (આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   આપશ્રીએ આવા પ્રેમ સભર શબ્દો વરસાવી એક અનેરો ઉત્સાહ પ્રેર્યો છે.

   આશીર્વાદના હિલોળા લેતા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 5. શ્રી ગોવિંદકાકા,
  સત્ય હકીકતની વાચા કાવ્યમાં ગુથી પ્રજાના સ્વપ્નોનો સાક્ષાત્કાર કરવી જનતાના મનમાં ઉઠતા સવાલો સુદ્ર વર્ણવ્યા છે.
  અભિનંદન. સલામ છે આપની નિર્ભીકતા ભરી કલમને.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s