એક હતો ઓસામા …કટાક્ષ કાવ્ય


 

 

એક હતો ઓસામા…. ટાક્ષ કાવ્ય
==============================
 
 
 

 

એક હતો ઓસામા…. ટાક્ષ કાવ્ય
==============================
 
મિત્રો શ્રી અશ્વિનભાઈ પટેલ ( ઈસરામા) તરફથી એક મેઈલ મળ્યો.
 
તેને જરા વ્યવસ્થિત કરીને આ રચના મુકેલ છે.
 
===============================================
 
એક હતો “ઓસામા”
 
પડયો મોટા “લોચામાં”
પાડયા ટાવર “અમેરીકા” માં
પછી ભાગ્યો “ગુફા” માં
બોમ પડયા ગુફા માં
તોય બચી ગયો ઓસામા
 
પાકિસ્તાન કહે આવતો રહે ને અહિ રે “મોજ” માં
કોઇ નહી આવે અહિ તારી “ખોજ” માં
ત્યાં  આવિયો “ઓબામા”
અક્ક્લ હતી  એ “ડોબા” માં
ગોતી લીધો  ઓસામા
 
ગોળી મારી  દીધી  “માથા” માં
અને નાખી દીધો  “દરીયા” માં
મરી ગયો ઓસામા
રાજી થયો ઓબામા
 
બધાયે જોયુ “ટી.વી” માં
 
લાઈટ બીલ ચડયું  “નફા” માં
 
બાકી તમે કેમ છો??? “મજામા””?!!
 
===============================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
 
 
 
 

 

 
 
 

16 thoughts on “એક હતો ઓસામા …કટાક્ષ કાવ્ય

    1. આદરણીય શ્રી. ગીરીશભાઈ

      અમ આગણે આપના પાવન પગલા થયા. આગણે સોળ કળાએ ખીલી ઉઠ્યું.

      હવે રોજ આપના બ્લોગ પર પ્રતિભાવો જોઈ ઉતર આપતો રહીશ.

      આપના પ્રેમમય આશીર્વાદ બદલ ખુબ આભાર

      Like

      1. એણે ક્યાં પ્રતિભાવ આપ્યો તમારા કાવ્ય વિશે?? બધાને આ સ્ટેન્ડર્ડ ઇ મેલ મોકલી છે.
        હું કશું ના કહું પણ મારા વિશે બોલો આને વ્ય્વહાર ના કહેવાય સ્વાર્થ કહેવાય.વેબ જગત તો હું તને પીરસુ તું મને પીરસ જે એ make believe અમેરિકન જીવનપધ્ધતિ છે-ગિરીશ પરીખ.

        Like

  1. હો !!! હો !! હો ! 🙂
    શ્રી. ગોવિંદભાઇ, મજા પાડી દીધી. જો કે ઓસામાના કરમ ફૂટ્યા કે તેને મારી પાસેથી ’મફત’ સલાહ લેવાનું ના સુઝ્યું !! બાકી હું કહેત કે, બચ્ચા પાકિસ્તાનનો ભરોસો તો ભગવાન પણ ના કરે ! એથી તો ભારત આવતો રહે !! ભગવાનેય તારો વાળ વાંકો નહીં કરી શકે ! ઓબામા તો વળી કઈ વાડીનો મુળો ?! પણ શું થાય ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ !!

    આશા રાખીએ બહુ જલ્દી અમને ’એક હતો “અફઝલ”’ કે ’એક હતો “કસાબ”’ જેવું કાવ્ય પણ વાંચવા મળે !! આભાર.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.