ધરતીકંપની તાકાત !….


ધરતીકંપ ની તાકાત !………
============================================================
 
૨૦૦૧ ના ૨૬ જાન્યુઆરીના રોજ કચ્છ ગુજરાતમાં આવેલા વિનાશક
 
ભૂકંપને જોઈ જાણી કોઈ લેખકના દિલમાં અનુભવાયેલી વેદનાને
 
કલમના કરિશ્માએ  કાગળ પર આલેખી છે. ચાલો માણીએ….
 
 
=========================================================
 
 
                   ચિત્ર માટે ગુગલનો આભાર.
 
=========================================================
 
ધરતીકંપની તાકાત
 
જેવી તેવી નથી હોતી.
 
એ કોમવાદને પિગાળી શકે,
 
કટ્ટરતાને ઓગળી શકે,
 
મોહ ને  ઢીલોઢસ કરી શકે,
 
લોભ ને બકરી બેં  બનાવી શકે,
 
દ્વેષ ને ઠંડોગાર કરી નાખી શકે,
 
ભેદભાવ ને ભગાડી શકે,
 
ઈર્ષા ને ડીપ ફ્રીજમાં મૂકી શકે.
 
અને………..
 
વૈરાગ્ય ને જગાડી શકે.
 
ધરતીકંપ આપણી ચેતનાને ઢંઢોળી શકે છે.
 
કદાચ એવું પણ બને
 
કે,
 
એક માણસ બીજા માણસને
 
કેવળ “માણસ”  તરીકે જોતો થઇ જાય.
 
ચમત્કારો આજે પણ બને છે !
 
=====================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
Advertisements

8 thoughts on “ધરતીકંપની તાકાત !….

  1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    ધરતીકંપની તાકાતની રચના

    ખુબજ સરસ છે,

    ભગવાન ની મનુષ્ય જાતને

    સુધારવા માટેનો હવે આ એક જ રસ્તો બાકી રહ્યો છે,

    ” આપે આ રચના દ્વારા મનુષ્ય જાતને માટે

    ખુબજ સરસ સંદેશો આપેલ છે. આપના જણાવ્યા મુજબ લોકો

    આ સમયે ભગવાનથી ડરીને, પોતાનો જીવ બચાવવા માટે

    આદર્શવાદ તરફ વળે છે, સાચી વાત ભાઈ ”

    આપને ખુબ ખુબ અભિનંદન સરસ મેસેજ સમાજને આપવા બદલ

    કિશોરભાઈ

    Like

  2. માનવ સંવેદનાની એક અનુભવાયેલી સત્ય વાત , ધરતી કંપ પછી ગામે ગામ ,શહેર અને
    અનેક બહેનોએ તથા સંસ્થાઓએ ટ્ર્કો ભરી , બનાવેલા ફૂડ પેકેટો અને સહાય ની તવારિખ
    આપણે જાતે જ જૉઈ છે અને થોડા સહભાગી બનવાનો મોકો મળ્યો છે. સરસ નિરુપણ વિષયનું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

      ધરતીકંપની વ્યથા ને વેદના અનુભવી આપે ખુબ જ માણસાઈ ભર્યા કામમાં સહભાગી થયા તે બદલ આપને ધન્યવાદ.

      આપના આશીર્વાદ સમા સંદેશ બદલ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s