Monthly Archives: ઓગસ્ટ 2011

હાય પૈસો હાય પૈસો….કાવ્ય


 

હાય પૈસો હાય પૈસો….કાવ્ય
=============================================== 
 
============================================================
 
 
 
========================================================================
 
 
હાય પૈસો હાય પૈસો કરતા એ પૈસાની કમાલ છે  
 
જીવનભર દોડતા રહ્યા એતો  પૈસાની ધમાલ છે……હાય પૈસો.  
 
અહીંથી લુંટ્યું ત્યાંથી લુંટ્યું ને ભેગું કર્યું છે ધન
 
ચારે દિશાએથી લુંટ્યું  જળ જમીન અને ગગન
 
દેશની મિલકત લુંટાવી જાણે કે બાપનો માલ છે…….હાય પૈસો.
 
સાહિત્યની સેવા કરવા નીકળ્યા છે કૈક જન જન  
 
સેવા કરતા કરતા મેવા મળ્યા મીઠું મળ્યું ધન
 
સેવાની તો એસી તેસી ફક્ત પૈસાનો સવાલ છે……હાય પૈસો. 
 
લક્ષ્મી સાથે પધારે નારાયણ તો રહે  સનાતન
 
ક્યાંક મંદીરમાં લક્ષ્મી એકલા કયાંક જ ભગવન
 
જુઓ આજે મંદિરો ને મહંતો કેવા માલામાલ છે…..હાય પૈસો
 
હાટડીયો ખોલી છે શિક્ષણ કેરી ભરીને મન મન
 
ફીનો ના પાર પુસ્તક વેપાર ને લેવાય ડોનેશન
 
શિક્ષણના નામે મીડું વાળી શિક્ષણના બેહાલ છે……હાય પૈસો  
 
મા બાપને વંશવેલો  વ્હાલો દીકરાને કહેતા સન
 
બાળપણે  પ્રેમથી રમાડી ને ખવડાવી મોધેરું અન્ન
 
વૃદ્ધાશ્રમે વળાવીને  માબાપના કેવા કર્યા હાલ છે…….હાય પૈસો  
 
“સ્વપ્ન” કહે આજે સાંભળજો ઓ મારા સજ્જન
 
પૈસાના લોભ લાલચમાં ના લાગે રૂડું પ્રભુ ભજન
 
ખુદને વિચારી જુઓ કેવા થયા સિકન્દરના હાલ છે……હાય પૈસો  
 
===============================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

આ ગભરાટ શાનો છે ? …કાવ્ય


આ ગભરાટ શાનો છે ?……કાવ્ય
 
=====================================
 
આજ કાલ દેશમાં લોક જુવાળ જાગૃત થયો છે ત્યારે નેતાઓ દ્વારા બે
 
જવાબદાર નિવેદનો થાય છે . અને કોઈ કૈક બોલે તો તેને સાંસદોનું
 
અપમાન કહે છે. તે કેટલું ઘટિત કહેવાય.
 
મિત્રો આ કાવ્ય ૨૩ ઓગસ્ટના રોજ લખ્યું હતું. પણ સમયના અભાવે એને
પ્રસ્તુત કરી શક્યો નહોતો.
 
===========================================================
                           ચિત્ર માટે ગુગલનો આભાર
==========================================================
 
આમ થશે કે તેમ થશે એમ હવાતિયાં મારે
 
થવાનું હશે તે થશે પણ આ ગભરાટ શાનો છે ?
 
રોજ બરોજ કરો છો શાણી શાણી વાતો
 
ચોખ્ખા છો આપ નિવેદનોમાં બફાટ શાનો છે ? 
 
ફૂટપાથ પર ફરતા હતા એ નિર્ધન લોકો
 
જનતા જુએ  નેતાઓનો ચળકાટ શાનો છે ?
 
અમને કંઈ ના પુછાય અમે તો સરકારમાં
 
ના પૂછી શકાય તો લોકશાહીનો ઘાટ શાનો છે ?
 
લુંટી દેશને ખોખલો કરી દીધો ને ઘર ભર્યું
 
જનતા આપશે જવાબ કે આ પછડાટ શાનો છે ?
 
=====================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

નેતાઓની જમાત છે……કાવ્ય


નેતાઓની જમાત છે….કાવ્ય
 
=========================================================
 
 
 
ચિત્ર માટે ગુગલનો આભાર…..
 
==========================================================
 
યાદ છે અમને  દિવસ ને યાદ એ રાત છે
 
એ એપ્રિલ હતો આ ઓગસ્ટની વાત છે
 
વાયદા ને વચનો એમનાં સાચાં છે ખરાં 
 
વચનોમાં ફરી જતી નેતાઓની જમાત છે
 
વિશ્વાસ કર્યો જનતાએ  કેવી હતી ઘડી
 
વિશ્વાસ કરવો કેવો  આ નફફટ જાત છે
 
ભાડાં ભથ્થાં પાંચ મીનીટમાં પસાર થાય
 
જન લોકપાલમાં વાંધા કેવી કમજાત છે
 
લોકોની વેદનાને અન્નાએ જગાવી જાણી
 
નવ દિવસના ઉપવાસ ને  નવ રાત છે
 
ટેકો જાહેર કરે અન્નાજીને વાહ એ ઝીલે 
 
સંસદમાં એ જ કરતા હોય અલગ  વાત છે
 
સર્વ દલીય બેઠકમાં કર્યું બધાએ નાટક
 
ચુંટણીમાં જોજો જનતાની કેવી લાત છે
 
નથી રહ્યો હવે વિશ્વાસ એમની વાત પર
 
અભિનયમાં કોઈ ના પહોંચે એવા પ્રખ્યાત છે
 
===================================
સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

કન્હૈયા કરો અબ રણટંકાર…… કાવ્ય


 

કન્હૈયા કરો અબ  રણટંકાર…….કાવ્ય 
 
========================================================== 
 
 
જન્માષ્ટમીના પાવન પર્વે સર્વે વાંચક મિત્રોને શુભ કામના …….
 
 
જેમ મહાભારતના યુધ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણે અનિષ્ટ તત્વો સામે
 
પંચજન્ય શંખનાદ કરેલોતેવો એક શંખનાદ ભ્રષ્ટાચાર સામે
 
શ્રી અન્ના હજારેએ શંખનાદ કરી રણ ટંકાર કરેલો છે .
 
 
બ્લફ માસ્ટર ફિલ્મમાં સ્વ. શમ્મી કપૂર પર ચિત્રાંકન કરેલા ગીત
 
 ” ગોવિંદા આલારે આલા “પરથી એક અત્યારની પરિસ્થિતિ ને 
 
અનુરૂપ કાવ્ય રચ્યું છે આશા છે કે આપને ગમશે ? 
 
================================================
 
 
 
 
ચિત્ર માટે ગુગલનો આભાર
============================================
( રાગ= ગોવિંદા આલા રે આલા….(ફિલ્મ== બ્લફ માસ્ટર)
==========================================
 
કન્હૈયા આલા રે આલા ઝૂમ ઉઠે દેશકે યુવા બાલા
 
રાલેગાંવ સિદ્ધિ વાલા સે મિલે જો ગોકુલ વાલા….કન્હૈયા
 
જનતાકે લિયે ભરી મનમેં એસી ઉમંગ
 
દેને સમર્થન ચલ પડ સારા દેશ સંગ
 
લહેર એસી તો ચલી દેખે દુનિયા સારી મનચલી……કન્હૈયા
 
એક દો તીન ચાર નહી સાથ  હે પૂરે હજાર
 
કોઈ ઇનસે ના ભીડે ,નહી તો હોંગે  બેકાર
 
લેકે આઈ જન લોકપાલ બીલ, સરકાર બની  મુશ્કિલ….કન્હૈયા… 
 
લો આઈ અન્ના કે સહાયકોકી સેના 
 
કપિલ સંઘવી મનીષ બચકે રેહના
 
અગર આઈ જો ખોટી  બાત, તો મારેગી એસી લાત….કન્હૈયા ..
 
સરકાર કે સામને આયી હે  આંધી
 
નિકલ પડે   અબ તો દુસરે ગાંધી
 
પહેનકે ગાંધી ટોપી, યુવાકે દિલમે રાષ્ટ્રીયતા  રોપી…..કન્હૈયા..
 
ગભરા કે જાગી મનમોહન સરકાર
 
સંદેશવાહક કે લિયે હુઈ હે તૈયાર
 
ભ્રષ્ટાચારકો હટાનેકા વાર, કન્હૈયા અબ કરો રણટંકાર…..કન્હૈયા  
 
========================================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

મૂષક પરિષદ….વ્યંગ બાણ..કાવ્ય


 
 
 મૂષક પરિષદ ….વ્યંગ બાણ… કાવ્ય
 
==============================================
 
 
 
=================================================
 
 
=====================================================
==================================================
 
 
     ચિત્રો માટે ગુગલનો આભાર…..
 
 
================================================
 
ભરત ખંડે દાદ  અરણ્યે ખોખલા પર્વતે  મૂષક પરિષદ 
 
ભેગા થઈ અસંખ્ય મુષકોએ ઝડી લગાવી કરી ફરિયાદ
 
હે મૂષક રાજા આપ તો કહેવાઓ વાહન ગણ નાયક
 
ખાઉધરા ને ફોલી ખાનારા કહી વગોવે કવિ ને  લેખક
 
બહુ તો અમે અનાજ ખાઈએ કદી કપડાંનો વારો આવે  
 
અમારા કરતા નેતાઓ ,અમલદારો વધુ ફોલી ખાવે
 
ક્યાંક રેલ્વેનાં વેગન ખાયે ક્યાંક જમીનો ને હડપાવે 
 
ટેલીકોમ ને સોસાયટી ખાય  રાષ્ટ્ર ખેલમાં  રમકાવે
 
જી ટુ સ્પેક્ટ્રમ હોય કે જવાનોના કોફીનને ઓડકાવે  
 
લોખંડ,ખાતર,સિમેન્ટ,ઘાસચારાનો ઓડકાર  ના આવે
 
પગાર ભથ્થાં ઓછા પડે હજુ લુંટવા લાલ લાઈટ માંગે
 
દેશમાં ટોલ ટેક્સ ભર્યા વિના રખડવાના પરવાના માંગે
 
અમલદારો ફાઈલો ખાય ને  અમને ઉંદરને  દોષ અપાવે
 
નેતા અમલદારોની કાતર આગળ અમારો શો ભાવ આવે ? 
 
આ “સ્વપ્ન” ને આવે સપના જાતજાતનાં બધાને વગોવે 
 
 ગઈ કાલે વાંદરાને લીધા હડફટે  હવે અમને ભેખડે  ભરાવે.
 
============================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

હાં હમ તુમકો ભૂલા ના પાયેંગે …કાવ્ય (શમ્મીકપૂરજીને શ્રદ્ધાંજલિ)


હાં હમ તુમકો ભૂલા ના પાયેંગે …કાવ્ય
(શમ્મીકપૂરજીને શ્રદ્ધાંજલિ)
 
=====================================
 
 
===================================
 
મિત્રો હમણાં જેમણે ફિલ્મી જગતને ગીતોમાં એક નવા નૃત્ય દ્વારા
 
નવી દિશા બક્ષી ને જેમણે ગીતના નૃત્યમાં ક્યારેય કોરિયોગ્રાફરનો
 
સહારો લીધા સિવાય ગીત સંગીતને અનેરી ઉચાઇ અપાવી તેવા જૂની 
 
પેઢીના અદાકાર શમ્મીકપૂરજીએ આ દુનિયા છોડી અનંત યાત્રાની વાટ
 
લીધી પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે 
 
 
આવો તેમના ચલચિત્રો અને ગીતો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ. અને
 
કહીએ કે…………..હાં હમ તુમકો ભૂલા ના પાયેંગે…. 
 
=====================================
 
 
=========================
 
હતા એક   જંગલી બદતમીઝ ને જાનવર
 
નાયક પ્રિન્સ બનીને થઈ ગયા રાજકુમાર 
 
ચાઈના ટાઉનથી ગયા તીસરી મંઝીલ પર
 
દિલ દેકે દેખા તો ચલે  બ્રહ્મચારી રાહ પર
 
લાટ સાહબ બનકર થઈ ગયા એ  પ્રોફેસર
 
એન ઇવનીગ પેરીસ જઈ બન્યા બ્લફ માસ્ટર
 
જીવન જ્યોતિ બની છવાયા હતા પડદા પર
 
પ્રેક્ષકોના મન  જામ્યા દિલ તેરા દીવાના પર
 
નીલાદેવી ને બાળકો છોડી વિધાતા ધામ પર
 
ગોવિંદા આલા રે ધૂમ મચે કદમ ઝૂમે શમ્મીકપૂર
 
યાહુ  અદાઓ કહેતી જાને વાલે જરા હોંશીયાર
 
હાં તુમ મુઝે ભૂલા ના પાઓગે કોઈ જ રાહ પર
 
====================================
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

ત્રણમાંથી ત્રણ હજાર થયા વાંદરા….કાવ્ય


ત્રણમાંથી ત્રણ હજાર થયા વાંદરા….કાવ્ય

======================================================== 

=================================================

બાપુ આપે તો  કરી હતી રામરાજ્ય કેરી કલ્પના

શું કરે છે જુઓ આ શિષ્યો જે બન્યા  છે  આપના

આપ તો ત્રણ વાંદરા કેરી શિખામણ મૂકતા ગયા

એ ત્રણમાંથી વધીને ત્રણ હજાર વાંદરા થઇ ગયા

નથી બોલતા નથી જોતા અને નથી એ  સાંભળતા

હાજી મેડમ કહીને નફ્ફટાઈથી એ  સલામ બજાવતા

પ્રજાની ક્યાં પડી છે એમને એ ભ્રષ્ટાચાર ચલાવતા

સંસદ સર્વોપરી છે  કહે પણ સંસદને ના ગણકારતા

કમળો થાય એને બધે જ પીળું દેખાય પણ  નકારતા

અન્ના ભ્રષ્ટાચારી ને શીલા,રાજા,કલમાડી બન્યા સતા

આંદોલન તોડવા કરતા ને ખેલતા અવનવા પેંતરા

ધરપકડ કરી અન્નાજીની સંભાળજો બની આવ્યા ખતરા

================================================

સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોનાં નામ ફ્લેગ અને રાજધાની


સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય  દેશોનાં  નામ  ફ્લેગ અને રાજધાની

================================================================================

આજે ૧૫ મી ઓગસ્ટ હજારો લાખો આઝાદીના દીવાનાઓની શહાદત દ્વારા મળેલ આઝાદીના

અવસરને વધાવીસ્વચ્છ, દેશદાઝથી ભરપુર  અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ

કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશોનું સંચાલન કરીદુનિયાને કુરબાની, શાંતિ પ્રિયતા અને પર્યાવરણનો

 સંદેશ દઈ પ્રગતિના ચક્રને સદાય ફરતું રાખીએ.

====================================================================================

જેમ આપની આન બાન અને શાન સમો ત્રિરંગો આપનું પ્રતિક છે તેમ દુનિયાના બીજા દેશોના

નામ પ્રતિક અનેરાજધાનીના શહેર વિષે માહિતી માણીએ.

====================================================================================

આ માહિતી દેશના પ્રતિક સાથે રાજધાનીનું નામ ગુજરાતીમાં કરવાનું અદભૂત કાર્ય “વાંચન યાત્રા “

બ્લોગના આદરણીય શ્રી. અશોકભાઈ મોઢવાડિયાજીએ કર્યું છે.જે બદલ હું તેમનો આભારી છું .

ગુજરાતી બ્લોગ જગતના મિત્રો પણ તેમના આ શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થી જગતને મદદરૂપ

માહિતી બદલ વધાવશે એવી અપેક્ષા સહ……. જય હિન્દ…..ભારતમાતાકી જય.

સ્વાતંત્ર્ય દિનની શુભ કામના………વંદે માતરમ……જય ભારત ..જય જવાન ..જય કિશાન

========================================================================

 

અમારી આન બાન શાન સમો મુગટ પ્યારો ત્રિરંગો સદા લહેરાતો રહે. 

============================================

સયુંકત રાષ્ટ્ર સંઘના પ્રતિક સમો ધ્વજ

=========================================================================================

=============================================================================================

સંકલન– સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

આઝાદ દિનના અવસરે શત સલામ…


 

આઝાદ દિનના અવસરે શત સલામ…
 
====================================================================
મહાત્મા ગાંધી બાપુ…
====================================
 
જુઓં ગાંધી બાપુ  પાસે  સત્યાગ્રહ કેરું  હથિયાર  છે
 
તેની આગળ  અંગ્રેજ  સલ્તનત કેવી   લાચાર છે
 
નથી  પાછો  પડતો કોઈ વાતે ને વિચારે  એ
 
ખરેખર એ  તો  ભારતની  આઝાદીનો  પહેરેદાર  છે.
 
===========================================================================
 
    સરદાર વલ્લભભાઈ પટેલ …
 
==========================================================================
 
 
 મુજ નાવ પર દરિયાના કેટલા બધા ઘાવ છે
 
તોફાનો  સાથે લડવાનો મારો   સ્વભાવ   છે
 
નથી દુનિયાના વૈધો પાસે મારા દર્દની દવા
 
મારા શર પર  એકતા અખંડીતતાનો તાવ  છે.
 
========================================================================
 
   સુભાષચન્દ્ર બોઝ
 
=======================================================================
 
સુભાષ તારું નામ ને કામ સૌને  યાદ  છે
 
પરભોમથી લલકાર કર્યો એ  નિર્વિવાદ છે
 
કદાપિ ભુલાશે નહિ તું  હિન્દ તણી ભૂમિ પર
 
આઝાદ હિન્દ ફોજના નામથી જિંદાબાદ છે.
 
=======================================================================
 
જવાહરલાલ નહેરુ…
 
=======================================================================
 
જવાહર તું  અનમોલ  ઝવેરાત હીર  છે
 
શાંતિના પ્રતિક તણું  લાજવાબ તીર છે
 
દુનિયાના નેતાઓ સાથે કરી મિત્રતા
 
પંચશીલ સિધ્ધાંત તણો  ખરો વીર  છે.
 
======================================================================
 
લાલ બહાદુર શાસ્ત્રી
 
=====================================================
 
 
વામન તો  રૂપ તારું પણ વિરાટ છે વિચારો
 
દુશ્મનોને ઈંટનો  જવાબ પત્થરથી આપનારો
 
લોક હદયમાં વસ્યું છે  સાદગી ભર્યું  જીવન 
 
આપ્યો છે  “જય જવાન જય કિશાન”  નારો .
 
==================================================
 
   રાષ્ટ્ર ધ્વજ ……
 
=======================================================================
 
વિશાળ ગગને એ  લહેરાતો અમારી જાન  છે
 
તારા  રક્ષણ કાજે તો  હજારો  જીવ કુરબાન  છે
 
છે ત્રિરંગા સાથે  અશોકચક્ર  એ  બેમિશાલ
 
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.
 
======================================================================
 
  શહીદોને  સલામ….
 
=====================================================================
 
 
 
બળવંતા અને બળુકા એ  શહીદોને  સો સલામ છે
 
શહીદોની શહાદતથી  આજે આઝાદીનો આરામ છે
 
ટાઢ , તાપ ને વરસાદમાં  સરહદના સીમાડે
 
દેશરક્ષા માટે  ઝઝુમતા  વીરોને દેશના પ્રણામ છે.
 
===================================================================
 
“સ્વપ્ન” જેસરવાકર   (( ગોવિંદ પટેલ

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત અને નિયમો


 Rajesh Patel10:31pm Aug 10
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત અને નિયમો
====================================================================
 
વહાલા વાચક મિત્રો ” આર. એ. શેઠ  કન્યાશાળા . રાણપુર “ ના શિક્ષક મિત્ર શ્રી રાજેશભાઈ પટેલ
 
તરફથી એક મેઈલ મળ્યો તે અત્રે  રજુ કરું છું=======
 
આપનો ખુબ આભાર શ્રી રાજેશભાઈ.
 
 
 
ચિત્ર માટે ગુગલનો ખુબ આભાર.
 
 
૨૬મી જાન્યુઆરીએ અને પંદરમી ઓગસ્ટે  રાષ્ટ્રધ્વજ ઉમંગથી ફરકાવાય છે. ત્યારે તે અંગે પાળવાના
 
 નિયમોની સમજ અહીં આપી છે.
 
રાષ્ટ્રધ્વજ ત્રિરંગી છે અને તેમાં સૌથી મથાળે કેસરી, વચ્ચે સફેદ અને નીચેના ભાગમાં ઘેરો લીલો એમ
 
 ત્રણ એક સરખા પટ્ટા છે.
 
તેની લંબાઈ-પહોળાઈ ૩થી ૨ના પ્રમાણમાં છે. ધ્વજ પરની સંજ્ઞા સારનાથના અશોક સ્થંભની આબેહૂબ
 
પ્રતિકૃતિ છે અને સફેદ પટ્ટા જેટલીપહોળી છે. સંજ્ઞાનો રંગ ઘેરો વાદળી છે અને ચક્રને ૨૪ (ચોવીસ)
 
આરા છે.
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
 
ગૃહ અને સંરક્ષણ ખાતાના વડા મથકોએ રાષ્ટ્રધ્વજના સમૂચિત ઉપયોગ માટે નિયમો પણ ઘડયા છે.
 
રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકી શકાતા નથી. બીજા
 
ધ્વજરાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ મૂકાયછે. જ્યારે બીજા બધા ધ્વજ સહિત ઊંચો કરવો હોય ત્યારે તે
 
સૌથી પહેલો ઊંચો કરવામાં આવે છે અને સૌથી છેલ્લો નીચે લાવવામાંઆવે છે.
જ્યારે રાષ્ટ્રધ્વજ બીજા ધ્વજોની સાથે લહેરાવવાનો હોય ત્યારે તે સૌથી મથાળે ફરકાવવો જોઈએ.
 
તેનેસીધા કે આડા ન ઊંચકતા હંમેશાંઊંચો જ રાખવો જોઈએ. જ્યારે સરઘસમાં તેને લઈ જવાતો
 
હોય ત્યારેતેને જમણા ખભા પર ઊંચો અને પ્રદર્શનના મોખરે રાખવોજોઈએ.
 
જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કેકાઠેરામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ
 
 આવવો જોઈએ.
 
સરકારી મકાન અને રાષ્ટ્રધ્વજ
 

સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અગત્યના મકાનો જેવાં કે વરિષ્ઠ અદાલતો,

 
સચિવાલયો,કલેક્ટરોની કચેરીઓ પરફરકાવવામાં આવે છે. ભારત પ્રજાસત્તાકના પ્રમુખ અને
 
રાજ્યોના ગવર્નરોને તેમનાપોતાના અંગત ધ્વજ હોય છે.
ખાસ કરીને સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતી અને રાષ્ટ્રીય ઉત્સવ જેવા કેટલાક
 
ખાસ પર્વોએ તેનો છૂટથી ઉપયોગ કરવામાંઆવે છે અને રાષ્ટ્રધ્વજ સવારથી સાંજ સુધી
 
ફરકાવવામાં આવે છે.

 
(રાત્રીના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ)
 
 
.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
 

વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ

 
કરવાની સાચી રીત કઈ તે સમજાવવામાટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના
 
 નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.
સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ
 
ઇન્સ્ટિટયૂશનદ્વારા રાષ્ટ્રધ્વજ માટેઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો  ઉપયોગ
 
કરવો, બીજાપ્રસંગોએપણયોગ્યકદનારાષ્ટ્રધ્વજફરકાવવા ઇચ્છનીય છે.
 
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
 
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ
 
દેખાઈ આવે તેરીતે ગોઠવાયેલો હોવોજોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો
 
સમેત બધા જ દિવસો સમેત બધા જદિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે
 
પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસપ્રસંગોએ રાત્રે પણ
 
 રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે
 
વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાનાસરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ
 
 ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવીજોઈએ એટલે કે
 
તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના
 
અગ્ર ભાગમાં ફરકાવવામાંઆવનાર હોયત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી
 
 પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય
 
ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપરરહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે
 
રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય
 
ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ
 
 રહે તે રીતે ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ.
 
તેમ જો થઈ શકે તેમ ન હોય તોતો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
 
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ
 
 દેખાયતે રીતે અને જુદો તરીઆવે તેમ રાખવો જોઈએ.
નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં
 
 આવેલાસળિયા પર તે ફરકાવવોજોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ
 
રહેવો જોઈએ અથવા બીજાધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.
 

 

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત
 

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં.

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.
(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએએની
 
 ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જજેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો,હારતોરા
 
અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે
 
પણ ઉપયોગ કરી શકાશે નહીં.તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન
 
કાપડનાટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશેનહીં.
 
(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં
 
વાપરી શકાશે નહીં.
(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો
 
રાખી શકાશે નહીં.
 
(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.
રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ
(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત
 
તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે
 
 ઉપયોગ કરી શકાશે નહીં.
(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજને નુકશાન  પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી
 
દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશકરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને
 
 કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવોજોઈએ.
(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.
(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં.
 
તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશેનહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને
 
છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ
 
કરી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.
(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી
 
રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈજાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.
 
(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ
 
એક સાધન તરીકે કરી શકાશે નહીં.
 
રાષ્ટ્રધ્વજનું કદ
 

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ
૭ ફૂટ બાય ૬ ફૂટ
૬ ફૂટ બાય ૪ ફૂટ
૩ ફૂટ બાય ૨ ફૂટ
૭ ઇંચ બાય ૬ ઇંચ
આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.
કેન્દ્ર સરકારની પરવાનગી વગર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અગર તો એના રંગનું અનુકરણ
 
કોઈ પણ વ્યાપાર,ધંધા, રોજગાર અથવા કોઈવસ્તુના ‘પેટન્ટ’ અથવા ચિહ્ન તરીકે અથવા
 
 ‘ટ્રેડમાર્ક’ અથવા ડિઝાઈન તરીકે કરવામાં આવશે  તો તે ગુનાને પાત્ર ઠરશે.

R.A.Sheth kanya sala,Ranpar
રાજુભાઈ

=====================================================================================================================

 
સંકલન=== સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )