ત્રણમાંથી ત્રણ હજાર થયા વાંદરા….કાવ્ય


ત્રણમાંથી ત્રણ હજાર થયા વાંદરા….કાવ્ય

======================================================== 

=================================================

બાપુ આપે તો  કરી હતી રામરાજ્ય કેરી કલ્પના

શું કરે છે જુઓ આ શિષ્યો જે બન્યા  છે  આપના

આપ તો ત્રણ વાંદરા કેરી શિખામણ મૂકતા ગયા

એ ત્રણમાંથી વધીને ત્રણ હજાર વાંદરા થઇ ગયા

નથી બોલતા નથી જોતા અને નથી એ  સાંભળતા

હાજી મેડમ કહીને નફ્ફટાઈથી એ  સલામ બજાવતા

પ્રજાની ક્યાં પડી છે એમને એ ભ્રષ્ટાચાર ચલાવતા

સંસદ સર્વોપરી છે  કહે પણ સંસદને ના ગણકારતા

કમળો થાય એને બધે જ પીળું દેખાય પણ  નકારતા

અન્ના ભ્રષ્ટાચારી ને શીલા,રાજા,કલમાડી બન્યા સતા

આંદોલન તોડવા કરતા ને ખેલતા અવનવા પેંતરા

ધરપકડ કરી અન્નાજીની સંભાળજો બની આવ્યા ખતરા

================================================

સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

Advertisements

8 thoughts on “ત્રણમાંથી ત્રણ હજાર થયા વાંદરા….કાવ્ય

 1. ગોવિંદ રાજા,

  વાહ રાજા વાહ . શું કલ્પના કરી છે.?

  બાપુના ત્રણમાંથી ત્રણ હજાર ખો છો પણ આદરણીય સુરેશ કાકાની વાત સાચી છે.

  જમાત ફળતી અને વધતી જાય છે . સગાં વહાલાં ઉમેરતા જાય છે.

  Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   આપની વાત સાચી ને યોગ્ય છે.
   મેતો લોકસભા,રાજ્યસભા,વિધાનસભા વિધાનગૃહ એવા
   જેમને ઘરનો વહીવટ ના ફાવે તેવા ઉછાળકુદ કરતા
   વાદ્રનો ઉલ્લેખ કર્યો છે.
   આપના આશીર્વાદથી ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 2. વાહ ગોવિંદભાઈ,
  જો કે એક જોખમ થયું છે !!! ’એ ત્રણમાંથી વધીને ત્રણ હજાર વાંદરા થઇ ગયા’—- આજે ગીરનારના વાંદરાઓએ સભા ભરીને આપની પર બદનક્ષીનો દાવો માંડવાનો ઠરાવ કર્યો છે !! 🙂
  એ કહે છે કે અમે કંઈ સાવ આટલા ગયાગુજરેલા તો નથી જ !! અમારો એકે વાંદરો ભ્રષ્ટાચારી હોય તો બતાવો ? (આ તો જરા હળવાશે કહ્યું)

  કાર્ટૂનના માધ્યમે કાર્ટૂનિસ્ટે જબ્બર કટાક્ષ કર્યો છે, ’આંખ બંધ રાખશો તો આનંદ અનૂભવશો !!’ પણ આ ગોવિંદભાઈના કાવ્યો અમારી આંખો ખોલી નાંખે છે તેનું શું ?

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s