મૂષક પરિષદ….વ્યંગ બાણ..કાવ્ય


 
 
 મૂષક પરિષદ ….વ્યંગ બાણ… કાવ્ય
 
==============================================
 
 
 
=================================================
 
 
=====================================================
==================================================
 
 
     ચિત્રો માટે ગુગલનો આભાર…..
 
 
================================================
 
ભરત ખંડે દાદ  અરણ્યે ખોખલા પર્વતે  મૂષક પરિષદ 
 
ભેગા થઈ અસંખ્ય મુષકોએ ઝડી લગાવી કરી ફરિયાદ
 
હે મૂષક રાજા આપ તો કહેવાઓ વાહન ગણ નાયક
 
ખાઉધરા ને ફોલી ખાનારા કહી વગોવે કવિ ને  લેખક
 
બહુ તો અમે અનાજ ખાઈએ કદી કપડાંનો વારો આવે  
 
અમારા કરતા નેતાઓ ,અમલદારો વધુ ફોલી ખાવે
 
ક્યાંક રેલ્વેનાં વેગન ખાયે ક્યાંક જમીનો ને હડપાવે 
 
ટેલીકોમ ને સોસાયટી ખાય  રાષ્ટ્ર ખેલમાં  રમકાવે
 
જી ટુ સ્પેક્ટ્રમ હોય કે જવાનોના કોફીનને ઓડકાવે  
 
લોખંડ,ખાતર,સિમેન્ટ,ઘાસચારાનો ઓડકાર  ના આવે
 
પગાર ભથ્થાં ઓછા પડે હજુ લુંટવા લાલ લાઈટ માંગે
 
દેશમાં ટોલ ટેક્સ ભર્યા વિના રખડવાના પરવાના માંગે
 
અમલદારો ફાઈલો ખાય ને  અમને ઉંદરને  દોષ અપાવે
 
નેતા અમલદારોની કાતર આગળ અમારો શો ભાવ આવે ? 
 
આ “સ્વપ્ન” ને આવે સપના જાતજાતનાં બધાને વગોવે 
 
 ગઈ કાલે વાંદરાને લીધા હડફટે  હવે અમને ભેખડે  ભરાવે.
 
============================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
Advertisements

8 thoughts on “મૂષક પરિષદ….વ્યંગ બાણ..કાવ્ય

 1. આ “સ્વપ્ન” ને આવે સપના જાતજાતનાં બધાને વગોવે

  ગઈ કાલે વાંદરાને લીધા હડફટે હવે અમને ભેખડે ભરાવે.
  ….શ્રી. ગોવિંદભાઈ
  વાત સાચી ને ..સુંદર
  Ramesh Patel(Aakashdep)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s