નેતાઓની જમાત છે……કાવ્ય


નેતાઓની જમાત છે….કાવ્ય
 
=========================================================
 
 
 
ચિત્ર માટે ગુગલનો આભાર…..
 
==========================================================
 
યાદ છે અમને  દિવસ ને યાદ એ રાત છે
 
એ એપ્રિલ હતો આ ઓગસ્ટની વાત છે
 
વાયદા ને વચનો એમનાં સાચાં છે ખરાં 
 
વચનોમાં ફરી જતી નેતાઓની જમાત છે
 
વિશ્વાસ કર્યો જનતાએ  કેવી હતી ઘડી
 
વિશ્વાસ કરવો કેવો  આ નફફટ જાત છે
 
ભાડાં ભથ્થાં પાંચ મીનીટમાં પસાર થાય
 
જન લોકપાલમાં વાંધા કેવી કમજાત છે
 
લોકોની વેદનાને અન્નાએ જગાવી જાણી
 
નવ દિવસના ઉપવાસ ને  નવ રાત છે
 
ટેકો જાહેર કરે અન્નાજીને વાહ એ ઝીલે 
 
સંસદમાં એ જ કરતા હોય અલગ  વાત છે
 
સર્વ દલીય બેઠકમાં કર્યું બધાએ નાટક
 
ચુંટણીમાં જોજો જનતાની કેવી લાત છે
 
નથી રહ્યો હવે વિશ્વાસ એમની વાત પર
 
અભિનયમાં કોઈ ના પહોંચે એવા પ્રખ્યાત છે
 
===================================
સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)
Advertisements

6 thoughts on “નેતાઓની જમાત છે……કાવ્ય

 1. શ્રી ગોવિંદભાઈ
  આખું વિશ્વ રાજકારણની લઘુતા આ અન્નાજીના ઉપવાસની શક્તિ સામે
  વિસ્મયથી જોઈ રહી છે. અહિંસાની તાકાત સામે બર્બરતા ઝૂકી છે.
  આપની આ કવિતાએ આ પ્રસંગને આબેહૂબ ઝીલ્યો છે. સરસ વાસ્તવિકતાને
  મઢતા કાવ્ય માટે ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. નવ દિવસના ઉપવાસ ને નવ રાત છે

  ટેકો જાહેર કરે અન્નાજીને વાહ એ ઝીલે

  સંસદમાં એ જ કરતા હોય અલગ વાત છે

  સર્વ દલીય બેઠકમાં કર્યું બધાએ નાટક

  ચુંટણીમાં જોજો જનતાની કેવી લાત છે

  Govindbhai…
  Nice “eye opening”Rachana of the current event.
  Hope the Public of India keeps this Jagruti alive & make India Corruption Free !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar for the New Post !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

   વાતોના વડાં કરતા પક્ષો બધા એક જ વાડીના મૂળા છે.

   જો જનતા આ બધું યાદ રાખી મતદાનમાં જવાબ આપે તોજ આ સમજે.

   આપના સુંદર પ્રેમથી ભરપુર આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   .

   Like

 3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  ખુઅબ જ સરસ રચના

  મજા પડી ગઈ સાહેબ

  સુંદર પંક્તિઓ સાથે

  ” સંસદમાં એ જ કરતા હોય અલગ વાત છે

  સર્વ દલીય બેઠકમાં કર્યું બધાએ નાટક

  ચુંટણીમાં જોજો જનતાની કેવી લાત છે

  નથી રહ્યો હવે વિશ્વાસ એમની વાત પર

  અભિનયમાં કોઈ ના પહોંચે એવા પ્રખ્યાત છે.”

  કિશોર પટેલ

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s