હાય પૈસો હાય પૈસો….કાવ્ય


 

હાય પૈસો હાય પૈસો….કાવ્ય
=============================================== 
 
============================================================
 
 
 
========================================================================
 
 
હાય પૈસો હાય પૈસો કરતા એ પૈસાની કમાલ છે  
 
જીવનભર દોડતા રહ્યા એતો  પૈસાની ધમાલ છે……હાય પૈસો.  
 
અહીંથી લુંટ્યું ત્યાંથી લુંટ્યું ને ભેગું કર્યું છે ધન
 
ચારે દિશાએથી લુંટ્યું  જળ જમીન અને ગગન
 
દેશની મિલકત લુંટાવી જાણે કે બાપનો માલ છે…….હાય પૈસો.
 
સાહિત્યની સેવા કરવા નીકળ્યા છે કૈક જન જન  
 
સેવા કરતા કરતા મેવા મળ્યા મીઠું મળ્યું ધન
 
સેવાની તો એસી તેસી ફક્ત પૈસાનો સવાલ છે……હાય પૈસો. 
 
લક્ષ્મી સાથે પધારે નારાયણ તો રહે  સનાતન
 
ક્યાંક મંદીરમાં લક્ષ્મી એકલા કયાંક જ ભગવન
 
જુઓ આજે મંદિરો ને મહંતો કેવા માલામાલ છે…..હાય પૈસો
 
હાટડીયો ખોલી છે શિક્ષણ કેરી ભરીને મન મન
 
ફીનો ના પાર પુસ્તક વેપાર ને લેવાય ડોનેશન
 
શિક્ષણના નામે મીડું વાળી શિક્ષણના બેહાલ છે……હાય પૈસો  
 
મા બાપને વંશવેલો  વ્હાલો દીકરાને કહેતા સન
 
બાળપણે  પ્રેમથી રમાડી ને ખવડાવી મોધેરું અન્ન
 
વૃદ્ધાશ્રમે વળાવીને  માબાપના કેવા કર્યા હાલ છે…….હાય પૈસો  
 
“સ્વપ્ન” કહે આજે સાંભળજો ઓ મારા સજ્જન
 
પૈસાના લોભ લાલચમાં ના લાગે રૂડું પ્રભુ ભજન
 
ખુદને વિચારી જુઓ કેવા થયા સિકન્દરના હાલ છે……હાય પૈસો  
 
===============================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)
Advertisements

12 thoughts on “હાય પૈસો હાય પૈસો….કાવ્ય

 1. શ્રી ગોવિંદભાઈ
  સુંદર કવિતા ગહન વિચારોથી દીપી ઊઠી છે. આપે વાસ્તવિકતાને
  મનનીય રીતે મઢી છે. કવિતામાંથી ઊઠતા તરંગો ફરી ફરી વાંચવા
  લલચાવે છે.
  અભિનંદન..સુંદર કવિતા માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
   હમેશની માફક આપનો પ્રેમ ભર્યો સંદેશ મનમોહિત છે.
   આપના દ્વારા સારો સાથ અને સહકાર કેમેય ભૂલાય તેમ નથી..
   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 2. સ્વપ્ન” કહે આજે સાંભળજો ઓ મારા સજ્જન

  પૈસાના લોભ લાલચમાં ના લાગે રૂડું પ્રભુ ભજન

  ખુદને વિચારી જુઓ કેવા થયા સિકન્દરના હાલ છે……હાય પૈસો very true..sundar(beautiful) rachna…keep it up my friends and be a proud of gujarati language & literature..

  Like

  1. આદરણીય શ્રીવિશ્વદીપભાઈ,
   હમેશની માફક આપનો પ્રેમ ભર્યો સંદેશ મનમોહિત છે.
   આપના વાર્તા સંગ્રહ માંથી પણ લખવાની પ્રેરણા મળે તેવા મુદ્દા મળે છે.
   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   હમેશની માફક આપનો પ્રેમ ભર્યો સંદેશ મનમોહિત છે.
   આપના આશીર્વાદ થકી આવી પ્રેરણા મળે છે.
   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. વાહ ! ગોવિંદભાઈ,
  આપણા એક લોકસાહિત્યકારે કહેલું ને કે;
  માણસ સંપતિ માટે સ્વાસ્થ્યનો ભોગ આપે છે પછી સ્વાસ્થ્ય માટે સંપતિનો, અંતે તો નથી સ્વાસ્થ્ય રહેતું નથી સંપતિ રહેતી.

  અને છતાં લોકો કરે રાખે છે; ’હાય પૈસો, હાય પૈસો !’ જો કે કહે છે કે પૈસો (સમૃદ્ધિ) શ્વાન જેવો છે ! તેની પાછળ દોડીએ એટલે તે આગળ દોડશે અને તેનાથી દૂર ભાગશે તેની પાછળ દોડશે. (આ જુઓને ત્યાગી-વૈરાગીઓની પાછળ સમૃદ્ધિ નથી દોટ મુકતી !!)

  સ_રસ કાવ્ય. આભાર.

  Like

 4. સાહિત્યની સેવા કરવા નીકળ્યા છે કૈક જન જન
  સેવા કરતા કરતા મેવા મળ્યા મીઠું મળ્યું ધન
  સેવાની તો એસી તેસી ફક્ત પૈસાનો સવાલ છે……હાય પૈસો.

  ગોવિંદભાઈ..બધા જ ક્ષેત્રોમાં ભ્રષ્ટ્તા વ્યાપી ગઈ છે..અર્થ પ્રધાનતા થઈ ગઈ છે..આપે સાચું કહ્યુ અને કહેવું જ જોઈએ..
  સાહિત્યક્ષેત્રે ગુર્જરી નું નામ લઈ મોટાઈ અને પૈસા ઉચાપત શરમ નથી અનુભવતા….
  કવિતા અને કવિનાં જીવનમાં ખુબ જ તફાવત હોય છે.આપની રચના ખુબ જ પ્રેરક છે

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s