Monthly Archives: સપ્ટેમ્બર 2011

ગોદડીયો ચોરો….. ….કમાલનો કોદાળો


 
 
ગોદડીયો ચોરો….. ….કમાલનો  કોદાળો
 
===================================================================

 
આવતા શુક્રવારે  સ્વપ્ન કથાના ગોદડીયા ચોરામાં  વાંચો ” સોરઠીયો શામળો”
 
===================================================================

ભાદરવો ભરપુર વરસ્યો . નેવાના પાણી મોભે ચડાવે એમ ગાજી નાચીને વરસ્યો .
 
વાતાવરણમાંઠંડક  પ્રસરી ગઈ . ભગવાન , નારદજી અને ભદો ભૂત રાજકોટમાં હતા  
 
એમને ત્યાં આરામ કરવા દઈએ. આપણે આજે ગોદડીયા ચોરે રંગત જમાંવીએ.
 
ગોદડીયા ચોરામાં ધીમે ધીમે માહોલ જામતો હતા. ગોદડી જરા હવાટ મારી ગંધાઈ
 
રહી અવનવી સુગંધ વેરી રહી હતી .
 
ચોરામાં હું ગોદડીયો,  નારણ શંખ , શાંતિ ધ્રુતરાષ્ટ્ર એમ  ત્રણ ત્રેખડ બેઠા  હતા.
 
વર્ષા રાણીએ વિદાય લઇ લીધી હતા. શ્રાદ્ધ પર્વ પૂરું થઇ ગયું. નવરાત્રીના નગારાં
 
વાગવાની શરૂઆત થઇ ચુકી હતી. યુવાધન અને મોટેરાઓ માતાજીના દર્શનનો
 
લ્હાવો લઇ અવનવી માંગણીઓ મુકતા હતા.
 
ભાઈ ભાઈ ગુજરાતની વાત જ અનોખી છે. ગુજરાતના ગરબા અને ઢોલ સાત સમન્દર
 
પાર   દેશ દેશાવરમાં ગાજી રહ્યા હતાં.
 
ગુજરાતના આ ચાર તાલ મળે ત્યારે જ ગૌરવવંતુ  ગર્વીલું ગુજરાત બને.
 
 
 
(૧)નરસિહ મહેતાની કરતાલ….(૨) સ્વામીનારાયણનું વડતાલ
 
(૩) ગાંધીજીની હડતાલ ………..(૪) નવરાત્રિના તાલીના તાલ .
 
 
એટલામાં કનું કચોલા સાથે એક નવતર પદાર્થનું આગમન થયું. હવે કનું કચોલું
 
શિક્ષકની જેમ પ્રસ્તાવના આપવા બેસી ગયું. ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા  કચોલા સીધું
 
કહે ને આ નવતર પ્રાણી કોણ છે.?
 
કનું કહે આ ભાઈ વાતમાં વચ્ચે અંગ્રેજીના થોડા શબ્દો  ગુજરાતી હિન્દી ને સંસ્કૃત
 
એમ  વર્ણશંકર ભાષી છે.
 
ત્યાં પેલા ભાઈ કહે  મારું નેમ   કોદરભાઈ દામોદર રાવણીયા. એટલે પહેલો અક્ષર
 
લઇ  કોદારા  એટલે કોદાળા.
 
મહમદ તઘલખ  રાજધાની દિલ્હીથી દોલતાબાદ ટ્રાન્સફર કરી વો ટેમ કા હુવા
 
યુ ડોન્ટ નો
 
મહમદ સોચનેકો બેઠા વચમાં પહાડો આવિંગ તો હમ કેસે દુસરી તરફ દેખીંગ.
 
ગુજરાતમ તરફ્મ દેખીંગ તો બીચમે વિન્ધ્યાચલ આવે. . એટલે મહમદ બોલિંગ
 
પહાડકો તોડ ડાલો. સીધા દીખ શકે.
 
તે વખતે મશીનરી નથીંગ. એટલે માય બડા દાદાને કોદાળા જથ્થાબંધ બનાવીગ.
 
ધ્રુતરાષ્ટ્ર કહે આ પહાડો  તોડવાનું ત્યારથી ચાલુ થયું અને હજુ પણ ચાલ્યા જ કરે છે
 
સીધું જોવા માટે. પહાડો તોડવાના ને માલમલીદા ખાવાના !
 
આમાં ચોરો , કરચોરો , અમલદારો અને સરકારો સંપીને પહાડો તોડી માઈન્સ રૂપી
 
મલાઈ ખાય છે.
 
કોદાળાભાઈ કહે કોદાળા પુરા પાડવા સાથે માણસો પણ અમે જ પુરા પાડેલા.
 
ત્યારથી અમે રેલીઓ અને સરઘસોમાં અમે માણસો પુરા પાડીએ છીએ.
 
હમણાં સદભાવના અને પ્રતિ ઉપવાસ ચાલ્યા એમાં બંને પાર્ટીના નેતાઓ અમારી
 
પાસે માણસોનો કોટા નક્કી કરવા આવિંગ  . અમે પણ બડા લાભ લઇ લીધિંગ  .
 
ભાજપા  કહે  બપોરે  બે વાગ્યા પહેલાં મોદી સાહેબને અમારા ટેકેદારો બતાવવા છે.
 
કોદાળો કહે  કઈ વાંધો નહિ કોંગ્રેસવાળાને સાંજના એના એજ માણસો આપી દેવિંગ.
 
કનું કચોલું કહે અલ્યા  એમ કેમ ? સવાર ને સાંજમાં  શો ફેર ?
 
કોદાળો કહે યુ નો ભાજપમાં લંચ છે.દિવસની ગરમીમાં એર કન્ડીશન હોલ છે, ચેર  છે.
 
પેલા કોગ્રેસવાળા પાસે જઈને ઓન્લી  મંજીરા જ વગાડવાના છે. નો ટી વોટર .કંઈ નથી
 
ને ફૂટપાથે બેસવાનું . સાબરમતીની ઠંડી હવા જ ખાવાની ને પીવાની .
 
હવે કોદાળો  કહે ને અમારે સાંભળવાનું હતું …………..
 
વી આર  તો ઉપડીંગ  અને હર “નમો નમઃ”,  “હર નમો નમઃ” , કરતા હડેડાટ
 
અમદાવાદ ગોઇંગ. નો કોઈ રોકિંગ નો પોલીસ કુછ કહીંગ. નો ચેકિંગ  
 
હવે અહી તો એક જાપ હર નમો નમઃ” નો જાપ જ જપાય ને બોલાય ગવાય
 
બીજા જાપ પ્રતિબંધિત  કહેવાય.
 
ત્યાં પહોચ્યા પોલીસે  ઉપ ડાઉન  આડે અવળે ઉભા આડા પહોળા બધી રીતે
 
ચેકિંગ કરીંગ.  
 
પછી અમારા નેતાની પાછળ હકડેઠઠ ભીડમાં ભળી ગયા. ઓર્ડર  આવિંગ  તમારા
 
પચ્ચીસ લઈને ગો  અપ . આમાં માય  નંબર લાગીંગ  . હવે બન્યું એવું કે અમારા નેતા
 
 નરેન્દ્રભાઈને શુભેચ્છા આપી નીકળી ગયા . હું છેલ્લો હતો ત્યાં અડવાણીજી કોઈ સાથે
 
 ફોન પર ટોકિંગ કરતા  બોલ્યા કમ દિલ્હી મને લાગ્યું કે મને કહ્યું એટલે મેં હાથ મિલાવી
 
નમસ્તે કર્યું. હવે નરેન્દ્રભાઈને કોઈએ આપેલ ફૂલ પડી ગયેલું
 
મેં નીચા નામિંગ  ઉપાડી એમને ગીવીંગ  તો એ મને હગ કિયા  અને વાત કરી ખભો થાબ્ડીંગ . 
 
ધીસ સીન  અમારાનેતાએ જોયું . નીચે આવ્યો તો મને પૂછતા  કહતા હતા . શું પૂછ્યું ?.
 
અડવાણીજી શું કહેતા હતા.?
 
જાણે રાતોરાત માય પ્રેસ્ટીઝ ભાવ બઢ ગયા . કોદાળાની વેલ્યુ  અપ . કોદાળો મોટો નેતા
 
થઇ ગયો. ઘણા બધા નેતાઓ ને ધારાસભ્યો મને ઘેરી વળી  મને રીસ્પેકેટથી  બોલાવિંગ.
 
 મે  કહી દીધું જોયું ધીસ ઈઝ……………..  કોદાળાકા  કમાલ …………………………………
 
નરેન્દ્ર  મિલનનો ચમત્કાર હે  .
 
જો નરેન્દ્રભાઈ વડા પ્રધાનની લાઈનમેં  ખડા  રહે તો પછી કદાચ આ દગડુ ડોસા
 
 લાલજી  આડ-વાણી ના નાખે તો સારું !
 
બીકોઝ  કે એ લાલજીકો  હણકારા ઉપડતા હે  ને જાત જાતકે  સપના  આવતે હેંગે  .
 
મેં તાલ જોઇને કહ્યું મને ઓન્લી  મળવા દિલ્હી બોલાવ્યા હે અને નરેન્દ્રભાઈએ
 
મળવા કહીંગ .નેતાને લાગ્યું કે ચોક્કસ મારા વિરુદ્ધ રજૂઆત કરશે મારો વાલો
 
આ તો પહોચેલો નીકળ્યો.
 
 
એમણે મેરેકુ  ડબલ ભાડા દિયા  અને માણસોના ડબલ પૈસા આપવાનું કહ્યું.
 
 
કોદાળો પહોચેલી માયા હતી તે કહે મેંને  નરેન્દ્રભાઈકો રોકડા પરખાયા કી  આજે
 
તમે સબકો મીલીંગ એમ બધાને કાયમ મળતા રહીંગ તો બાત બનીંગ .
 
નહિતર અમારા જેવા કાયર કર્તાઓને મારા વા’લા નેતાઓ રોજ હવા પુરતે  હે. 
 
આમ કરીશ ઉપર કહીશ .ને સસ્પેન્ડ કરવાની ધમકીઓ દેતે હે . એની  ડે પાસે
 
 બેસાડી ચા પીવડાવી પણ નથી.
 
હવે તો અમે રોજ ગાઈએ છીએ કે………………

 
“અને……………………………..”તમને સમય નથી ને અમારો સમય નથી “
 
જબ  તમારી  પ્રવાસ યાત્રા  યોજાય ત્યારે નેતાઓ હમ  જેવાકુ  પાસે ફરકવા દેતા
 
નથી પોલીસ દુર રોકી રાખે છે. આમ કાયમ બધાને  નજીકથી મળતા રહો ભળતા
 
રહો તો કોઈ વાત બને.
  
હમકો ભી  અમારા નેતા નજદીક છે વાત સાભળે છે એવું કૈક લાગે.
 
બપોરે સ્વાદિષ્ટ ભોજન લઇ થોડો આરામ કરી અમે ચાર વાગે પાછા બસમાં
 
ગોઠવાયા.હવે સુર બદલાઈ ગયો અને બધા ભજનની જેમ ગાવા લાગ્યા.
 
“ઓમ શંકરાય  નમઃ,”   “ઓમ શક્તિએ  નમઃ”, “ઓમ નરહારાય નમઃ” ,
 
 “ઓમ અર્જુનાય નમઃ”, “ઓમ ફૂટપથાય નમઃ”, “ઓમ સાબર માતાય નમઃ”,
 
” ઓમ ગાંધી આશ્રમાય નમઃ,”
 
બસ આવી ધૂન બોલાવતા એના એજ માણસો કોંગ્રેસ ઉપવાસ છાવણી પહોચ્યા .
 
અમે જોયું તો મારા બેટા ઘણાય સવારે ત્યાં હતાં તે સાજે અહી અડીંગો જમાવી
 
બેઠા હતા.આવું ઘણીવાર બબ્બે જગ્યાએ મારા બેટા લાભ લેતા હોય છે.
 
ચૂંટણી વખતે આવા કેટલાય બબે જગ્યાએ ચા નાસ્તો કરી આવતા હોય છે !
 
 
હાટકો:==== લાલુજીએ કહ્યું  નરેન્દ્રભાઈ,  માયાવતીજી,  જય લલીતાજી,  શક્તિસિંહ  
 
                    રાહુલ ગાંધી  પ્રજા સાથે જોડાયેલા નથી.
 
                    કેમ કે…………. તેમને પ્રજા જ નથી.
 
==========================================================================
 
સ્વપ્ન જેસરવાકર 
 

ભ્રષ્ટાચારની ભૂંગળો….કટાક્ષ કાવ્ય


 

ભ્રષ્ટાચારની ભૂંગળો…….
================================
રાગ:==   સનેડો સનેડો લાલ સનેડો
================================
 
ભૂંગળો ભૂંગળો ભૂંગળો વાગી છે ભાઈ    ભૂંગળો  
 
સાંભળજો ને સમજજો ભાઈ ભ્રષ્ટાચારની ભૂંગળો……..ભાઈ ભૂંગળો  
 
મનમોહનજી ગાદીએ બેઠા ને ચલાવે દિલ્હી દરબાર
 
નાના ભાઈઓ સાંભળે નહિ એતો રોજ કરે તકરાર રે…..ભાઈ ભૂંગળો
 
ચિદમ્બરમ રમે ચલક ચલાણું ને પ્રણવ કરે પોકાર
 
બંને જણા બાખડ્યા કરે  એતો કરતા કાગળ કેરા વાર રે….ભાઈ ભૂંગળો 
 
રાજા કેરું  રજવાડું ગયું  ને દયાનિધિ પણ થયા છે ડુલ
 
કલમાડી કહે હતો હું એકલો ને તિહાડ હવે થશે  ફૂલ રે……ભાઈ ભૂંગળો
 
સોનિયાજી બેઠાં સોગઠાં રમે ને દશ જનપથ દરબાર
 
દિગ્વિજય નિવેદનો કરે ને સજવા રાહુલને રાજકુમાર રે…..ભાઈ ભૂંગળો
 
કૈંક ગયા ને કૈંક જાવાના સુપ્રીમ કોર્ટ કરશે ફટકાર
 
ટુ જી ટુ જી કરતા રહ્યા ને  હવે  જનતા કરશે લલકાર રે…….ભાઈ ભૂંગળો
 
જનતા ને બનાવતા રહ્યા ને કર્યો ભ્રષ્ટાચાર ભારોભાર 
 
કોર્ટ કરશે મોઢું   કાળું ને  મારશે મરણતોલ માર રે ……ભાઈ ભૂંગળો
 
ગાય શીખે ને સાંભળે આ ભ્રષ્ટાચાર ભુંગળોની ભરમાર 
 
ભારત માતનો એ સાચો ભક્ત ‘સ્વપ્ન’ થશે સાકાર રે……ભાઈ ભૂંગળો. 
 
===================================================
 
સ્વપ્ન જેસરવાકર

એમ કદી થતું નથી…….કાવ્ય


 

એમ કદી થતું નથી…….કાવ્ય  

 
================================== 
માનવી  ઈચ્છે  જીવનમાં ઘણું  બધું,
 
પણ ઈચ્છે તેમ કદી જીદગીમાં થતું  જ નથી.
 
આશા અને મહેચ્છાના મિનારા ચણે,
 
એ સપનાના મહેલના પાયા કોઈ ચણતું નથી.
 
કરે છે  વાતો  એ પાપ અને પુણ્યની,
 
પણ પાપ પુણ્ય  એ કંઈ રસ્તે  વેચાતું  નથી.  
 
કરવી બે ચાર દિવસ દેશપ્રેમની વાતો,
 
એથી કંઈ પુરા દેશ ભક્ત  થઈ જવાતું નથી.
 
ભૂખ્યા રહીને ખાય છે ફળ ને ફરાળી,
 
એથી ઉપવાસી ટાણું કંઈ ટાણું  કહેવાતું નથી.
 
લખું છું ટુચકા ને ઢંગધડા વિનાની વાતો,
 
પણ એમ  કંઈ બેઠે બેઠે  જ  કવિ થવાતું નથી.
 
નથી સમાજ સાસરીમાં ‘સ્વપ્ન’ના  માનપાન,
 
ગામમાં ઘર, સીમમાં ખેતર કે બેંકમાં ખાતું નથી.
 
======================================= 
 
‘સ્વપ્ન’ જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

 

ગોદડીયો ચોરો”..રણછોડ રાજકોટમાં


 
 
સ્વપ્ન કથાના “ગોદડીયા ચોરા”માં કલ્પનાના રંગ બેરંગી પતંગો ઉડે છે એટલે કોઈએ આ

 મારો પતંગ છે એમ સમજી લુંટ ના ચલાવવી એટલે કે બંઘ બેસતી પાઘડી ના પહેરવી..

 હવે પછીના શુક્રવારે “ગોદડીયા ચોરા” માં   “કમાલનો કોદાળો”  રજુ થશે.

 

==================================================

 

 

“ગોદડીયો ચોરો”..રણછોડ રાજકોટમાં

 

 ===========================================
 
કૃષ્ણ નારદજી અને ભદાની ત્રિપુટી આગળ વધી. હવે તો ભૂખ પણ લાગી હતી.
 
વરસાદ પડવાથી રસ્તાની હાલત પણ અમરસિંહના નવા રચાયેલ મોરચા જેવી
 
થઈગઈ હતી. શરીરના  સાંધા  આંચકા ખાઈને ઢીલા થઇ ગયા હતા. 
 
એવામાં રાજકોટ આવ્યું.
 
નારદજીએ પૂછ્યું અલ્યા ભદા  આનું નામ રાજકોટ કેમ? ભદો  કહે રાજાએ કોટ
 
બનાવેલો એટલે એવું  કૈક યાદ છે. આજકાલ રાજકોટવાળા બધાયને કોટ પહેરાવે છે.
 
યાદ કરો પેલા નીરા રાડીયાજી ને !
 
નારદજી કહે અલ્યા ભદા અહી ક્યાં રાજાએ આ કોટ બંધાવેલો .
 
ભદો કહે લાખાજી રાવ બાપુએ બંધાવેલો.  લાખોને રાજી કરી શકે એવા હતા.
 
લાખાજીરાવ.એમના વંશજ મનોહરસિંહજી જાડેજા. એતો વિધાનસભામાં પોઈન્ટ ઓફ
 
ઓર્ડર માટે જાણીતા.
 
એમને હાળા કોંગ્રેસીઓએ મનોહરસિંહમાંથી નિવૃતસિંહ કરી દીધા છે.એમના દીકરાને
 
હવે તો આજકાલ ભાજપવાળાએ  બથમા  લીધો છે. વાયદા કરે છે પણ પદ કે ટીકીટ
 
આપતા જ નથી.
 
એનું નામ માંધાતાસિંહ છે . લોકો હવે કટાક્ષમાં નધણીયાતાસિંહ કહેવા લાગ્યા છે.
 
રાજકોટમાં એ રાજકુંવર નથી છતાયે કુંવર કહેવાય  અને ઝાડ નહોવા છતાંયે બાવળિયા 
 
કહેવાય એવા કુંવરજી  બાવળિયા કોગ્રેસથી  જીતી દિલ્લી ગયા છે .
 
એટલામાં એક એક મોઘી કારમાં એક અપટુડેટ   જોડું ફરવા કે લટાર મારવા નીકળ્યું .
 
કૃષ્ણ કહે  ભદાભાઇ આ મહાશય કોણ છે જે મોટરમાં જઈ રહ્યા છે એક્ટર જેવા લાગે છે.
 
ભદો  કહે એ ધનસુખ ભંડેરી છે.એમના ભાગ્યમાં ધન- સુખ લખાયેલું  છે. કામ કઢાવીને
 
એ ભાઈ કૈકને રાજકારણમાં ભંડારી દે છે. ( એટલે નિષ્ક્રિય કે નિવૃત કરાવી દે છે)
 
ભદો કહે પ્રભુ બી. આર ચોપરાની મહાભારત સીરીયલમાં આપનું પાત્ર એક ભારદ્વાજ ભાઈ
 
ભજવેલું એવા એક ભારદ્વાજ અહી છે . એમનું નામ નીતિન છે એ એકથી રાજી ના થતાં 
 
ત્રણ ગણા  પૈસા માંગે છે. પક્ષના કામમાં ભાર આવે ત્યારે વાજ આવી જઈને બીજા 
 
કાર્યકરોને તારાજ કરી નાખે છે.
 
પ્રભુ કહે  એક વડીલ પ્રવીણભાઈ મણિયાર   હતા તે શું કરે છે ?
 
ભદો કહે એમણે સંઘ અને જનસંઘ ને ભા.જ.પ માટે મણિયારો ખુબ ગાયો ને તળીયેથી
 
પક્ષને ટોચે લાવ્યા એટલે એમને અને બીજા વડીલ કેશુબાપાને આ ભંડેરી ભારદ્વાજ ને
 
રૂપાણીની ટોળકીએ નિવૃત કરી દઈને તેમની સલાહ સૂચન કે વાતને ગણકારતા  નથી.
 
આ રૂપાણીમાં રૂપ નથી કે  વાણી નથી. ખાલી બકવાસ રાજકોટ આકાશવાણી છે.
 
એટલે આ રાજકોટ ભભારુ કહેવાય છે………. ભંડેરી -ભારદ્વાજ-રૂપાણી
 
 
પ્રભુ  કહે મારે સ્વર્ગ લોકમાં ફોન કરવો છે ભદા. ભદો કહે ચાલો  દુર સંચાર જવું પડશે.
 
પ્રભુ કહે અલ્યા ભદા આ દુર સંચાર કૌતુક વળી શું છે ?
 
ભદો કહે પ્રભુ આ લોકો દુર બેસીને સંચાર કરે છે કે લાઈન નાખવા, સમારકામ,બીલમાં
 
થાય તેટલો  મોટો સંચાર કરી લેવો ને સેવાના સહકારમાં ખપાવવો.
 
જેસરવાના હરિદાસ ભગતનો નીતિન સંચારી ભેટી ગયો તે કામ અર્થે રાજકોટમાં આવ્યો
 
હતો. નીતિન દુર સંચારનો કર્મચારી હતો અને વાસ્તવમાં દુર બેસીને સંચાર કરવાના
 
ગુણો ખુબ જ સારી રીતે એણે  કેળવેલા છે અને પચાવેલા છે.
 
કાયમ સારા વસ્ત્રોમાં સજ્જ રહેતો ને દરેક વાતે બીજાને સંચાર કરતો રહેતો હતો  એટલે બધા 
 
એને  નીતિન સંચારી કહેતા.
 
ભદાને ઓળખતો હોઈ કામ પૂછ્યું તો ભદાએ ફોનની વાત કરી.નીતિને ફોન જોડી આપ્યો
 
ને કહ્યું પ્રભુ લ્યો વાત કરો બને તો થોડી  કૃપા કરો. કૈક સ્વર્ગની  ઈમ્પોર્ટેડ આઈટમ આપજો
.
 
 
પ્રભુએ પ્રથમ તો આ દુર સંચારની સમસ્યા મીટાવવા મહાભારતના દિવ્ય દ્રષ્ટા સંજયને
 
 
ફોન કર્યો અને પૃથ્વી પર આવવા જણાવ્યું. જેથી સ્વર્ગ અને પૃથ્વી બન્ને હાલ જાણી શકાય.
 
 
સંજય કહે પ્રભુ હાલ બે બે સંજય બન્ને જગ્યાએ છે.  હવે બે સંજયમાં હું આવું તો ગુચવાડો
 
થાય.
 
જુઓને ભા.જ.પે. સંજય જોશીને દ્રષ્ટા  તરીકે ઉતર ભારતની જવાબદારી સોપી છે. એ ત્યાં 
 
રહ્યે ગુજરાત ને બીજા રાજ્યોમાં જે કાયર થઇ ફરતા થયા છે એમની પર ખાસ નજર રાખે છે. 
 
 
 
જયારે કોંગ્રેસે સંજય નિરુપમને શિવસેનામાંથી તોડી મહારાષ્ટ્ર ને દિલ્હીમાં કામ સોપ્યું છે.
 
 
 
પ્રભુએ  લક્ષ્મીજી ને પ્રેમ સંદેશ આપી કુશળતાના સમાચાર પૂછ્યા. ને કહ્યું આપ અહી  પધારો.
 
લક્ષ્મીજી કહે પ્રભુ મેં વારંવાર મારી બેઠકની વેદના આપને જણાવી છે. આપ પણ વારે વારે
 
પૃથ્વી પરના રાજકારણીઓની મુલાકાત લઇ તેમના જેવા ખોટા વાયદા કરતા થઇ ગયા છો.
 
પ્રભુ જનસંઘ વખતે મારા વા’લા દીવો લઇ ગયા અને અહી અંઘારુ કરી નાખ્યું. ને હવે એ
 
મારું બેઠકનું સ્થાન કમળ પેલા ભા.જ.પ વાળા લઇ ગયા છે તે પાછુ ક્યારે અપાવો છો ?
 
પ્રભુ  કહે દેવી આમ તમારું સ્થાન ગયું પણ વચ્ચે જનતા પક્ષ વખતે મારું સુદર્શન ચક્ર પણ
 
લઇ ગયા છે.
 
હવે આ  મજપાવાળો ગોરધન હજુ મારા પંચજન્ય શંખ પર નજર જમાવીને બેઠો છે.
 
બીજો ફોન પ્રભુએ બ્રહ્માજીને લગાવી પોતાની સાથે પૃથ્વી પર આવવા જણાવ્યું.
 
બ્રહ્મા કહે પ્રભુ કાયમ હાથ વડે આશીર્વચન માટે ઉઠતા હાથનો પંજો કોગ્રેસવાળા લઇ ગયા છે.
 
શંકરજીને ફોન કરી સહકાર માટે કહ્યું આવો અહીના વિષે કૈક જાણીએ.
 
શંકર કહે પ્રભુ મારું ત્રિશુળ પેલા વિશ્વ હિંદુ પરિષદવાળા હાઇજેક કરી ગયા છે.
 
છેવટે પ્રભુ કૃષ્ણએ મર્યાદા પુરષોતમ રામચન્દ્રજીને વિનંતી કરી .
 
તો રામજી કહે મારું ધનુષ્ય બાણ પેલા શિવસેનાવાળા લઈને બેઠા છે.
 
પ્રભુ  કહે જનસંઘ વખતે  અમારો દીવો લઇ ગયા તો અમે ફાનસથી કામ ચલાવા માંડ્યું
 
ત્યાં  પેલો લાલુ ફાનસ લઇ ગયો  છે. અંધારું દુર કરવાને બદલે ફાનસના અજવાળે
 
પોતે ને રબડી લોકોને અંધારામાં રાખી લુટે છે.
 
પેલા મુલાયમને ગાદી જોઈએ છીએ પણ માયાવતીના હાથી સુધી સાયકલ પર બેસી પહોચાતું  નથી.
 
ભદો કહે પ્રભુ આ માર્ક્સવાદીઓ  ઘણ ને દાતરડું લઈને બેઠા છે તેઓ ઘણથી જનતાને કચડે છે અને
 
દાતરડાથી વાઢે છે.
 
નારદજી વચ્ચે મણકો મુકતા કહે પ્રભુ હવે તો આકાશ પણ ખાલી થવા બેઠું છે . જુઓને વચ્ચે સ્વતંત્ર
 
પક્ષ આવ્યો એ તારો લઇ ગયા. કોઈક દેશો તો સૂર્ય પણ લઈને બેઠા છે.
 
અમેરિકાવાળા તો મહા ઉસ્તાદ ભઇ  હો કે મારા બેટા બાવન તારા લઇને આકાશનો ખૂણો ખાલી કરી
 
નાખ્યો છે અને અંતરીક્ષ યાનો મોકલી હવે શું બાકી રહી ગયું તેની યાદી તૈયાર કરે છે.
 
ભદો કહે દેવર્ષિ એક ખાસ વાત ભૂલી ગયા..પેલા પાકિસ્તાનવાળા ચાંદ ને તારો બેઉ લઇ ગયા.
 
પ્રભુ નારદજીને કહે હવે દીવો, તારો, ચક્ર ,ગાય વાછરડું, બે બળદ નકામા થઇ ગયા છે મેં પાછાં
 
માગ્યા તો ચુંટણી પંચવાળા કહે છે એતો પાછાં ના મળે.
 
 
પ્રભુ  કહે છે કે ભારતીય જનો સૂણો તમે હરરોજ અમને પુકારો છો ને કહો છો કે…………
 
પ્રભુ પધારો ને  આ રાવણ કંસ શિશુપાલ જરાસંઘો રૂપી નેતાઓને  હણો પણ શું કરીએ……………..
 
અમારા આયુધો લઈને બેઠા છે તે પક્ષોના ચિન્હો પર તમે સિક્કા મારો છો અને એજ 
 
તમને કનડે છે…………………..  અમે આયુધ વગરના થઇ ગયા છીએ………………………
 
 
 
  

 શ્રી ભગવાન બોલ્યા ………….
 
“મારો સિક્કો અમારાં આયુદ્ધ પર ને આપો છો એમને મત 
 
કનડવા લાગે  એવડા આપને ત્યારે લખો છો મને ખત”
 
 
પ્રભુએ કાઠીયાવાડી  ભોજન લેવા પ્રયાણ કર્યું. હવે સર્કીટ હાઉસ જઈને વિશ્રામ કરશે ને મીઠી
 
 
નિંદર માણશે કાલે પાછુ ગોંડલ વીરપુર રહી જુનાગઢ નરસૈયાને મળી સોમનાથ સિધાવશે.
 
 
 
 
હાટકો: જુઓ હવે ધુરીબહેન ભારત  પાછાં ફરવાના છે……એક સમાચાર…
 
 
           હા એકલા નથી આવવાનાં…સાથે મા પણ આવવાના છે….સમજ્યા
 
 
                હા…હા…હા…માધુરી દીક્ષિત
====================================================
 
સ્વપ્ન જેસરવાકર

 

 
 
 
 
 
  
 

ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની


 

 

  

ગોદડીયા ડોટ કોમ – જયકાંત જાની

================================

આદરણીય શ્રી જયકાંતભાઈ જાની (ન્યુજર્સી ) દ્વારા રચાયેલ

આ રચના આપ શું સમક્ષ રજુ કરું છું.

રચના દ્વારા ગોદડીયા ચોરામાં ભાતભાતના રંગ ભરવા બદલ

 હું તેમજ ચોરાનાં  દરેક પાત્રો તેમના કાયમ ઋણી  રહેશે. ચોરાનાં

પાત્રો મારાં અંગત મિત્રો છે.

=================================

 

Godadio.com – Jaykant Jani

 

 

સાતે કામ પડતા મેલી ખાવ હવે પોરો

હસો અને ફ્રેશ થાઓ વાંચી ગોદડિયો ચોરો

મૌજે દરિયાની શાહી કલમે ભરી લખે છે

હસવાની મોસમમા કોઇ રહે ના કોરો .

ગોવિંદની કલમમાં જાદુ એવો છે કે

શબ્દોની પીછીંએ કાળીયો કાન ચીતરે ગોરો.

ગોવિંદ ગોદડા પાથરી બેસી ગયો છે હવે

અહી કોઇ ફરકતુ નથી એવુ કહે લોટીયો ઢોરો.

હાસ્યના આકાશમા ચગવે પંતગ પછી

કોઇ કાપી ન શકે તેની પાસે એવો જેસરવાકર દોરો

 

 

 

 સંકલન: ગોવિંદ પટેલ

ગોદડીયો ચોરો….ઉપવાસ


ગોદડીયા ચોરો….ઉપવાસ…

===========================================

મિત્રો હવેથી સ્વપ્ન કથામાં ” ગોદડીયો ચોરો “ દર શુક્રવારે જરૂર વાંચવા મળશે.

=============================================

આમેય ભદો ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજી સાથે દ્વારકાના પ્રવાસે નીકળ્યો હતો.

 

હમણાં વરસાદની સીઝન બરાબરની જામી હતી. હવે ચોરાની જગ્યા ભીની થઇ ગઈ હતી.

 

આજુ બાજુ કુતરા અને ગાયોના મળમૂત્ર દ્વારા ફેલાયેલી સુગંધના સુસવાટા  નાકને ઉધાડ

 

વાસ કરવા મજબુર કરતા હતા. અમે પણ રાહી હોટલના ઓટલે સંકોડાઈને ચાની મીઠી

 

ચૂસકી લેતા હતા.આજે ચોરામાં હું ધ્રુતરાષ્ટ્ર અને નારણ શંખ હતા. એમનું આખું નામ

 

નારણભાઈ શંકરભાઈ પટેલ હતું. પણ સહી કરે ત્યારે  ના.શં લખી પટેલ એવી રીતે લખાતું

 

કે   ખ વંચાય એટલે અને તેમને નારણ શંખ કહેતા. ત્યાં  કનું કચોલું ની સાયકલ આવી . 

 

કનુભાઈના પત્નીનું નામ તારા હતું એટલે ધ્રુતરાષ્ટ્ર કાયમ કહે ” જો કનું તારા દેખાય છે”.

 

એમ કનું કચોલાને ખીજવે.  કનું નીચેથી ભુંગળી જેવો અને ઉપરથી જાડો એટલે અમે કનું

 

કચોલું કહેતા. અમ અમારો  ગોદડીયા ચોરો  ગામ ગપાટે જામતો. ને મલક મલકની વાતોના

 

વડાંના ઘાણ ઉતારતો હતો.

 

એટલામાં નારણ શંખ કહે અલ્યા પેપરમાં તો મારી બેટી ઉપવાસની મોસમ જામી હોય

 

એવા સમાચાર છે.

 

મેં કહ્યું હવામાન ખાતાની  જેમ કોણ આવશે ક્યારે આવશે કેટલા આવશે ? એમ વર્તારા ચાલુ

 

થઇ ગયા છે.

 

એવામાં મેં કહ્યું અલ્યા ઉપવાસ ખરા પણ ત્રણ જ દિવસના કેમ?

 

કનું કચોલું કહે વધુ દિવસના ઉપવાસ કરે તો કદાચ પાછો   “ઉપર વાસ”  પણ થઇ જાય ને !

 

એટલે નારણ શંખ કહે પછી શ્રાદ્ધમાં કોઈકને  ઉપર-વાસ  નાખવી ના  પડે એટલા માટે થોડા

 

દિવસના ઉપવાસ  કરવા સારા.

 

મેં  પૂછ્યું  પણ અલ્યા આ ઉપવાસ નો ઉદેશ્ય ને  હેતુ  શું  છે ?

 

ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા સાવ  ગોદડીયો  જ રહ્યો ને ગોદડી જેવી વાતો કરે છે. જો સાંભળ

 

આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના નાથ છે એમને ભારતના નાથ બની ઉપર વાસ કરવો છે.

 

એટલે કે વડા પ્રધાન થવું છે. એમની સાથે બેસનારાને ગુજરાતમાં મુખ્ય પ્રધાન  કે પ્રધાન 

 

પદમાં ઉપરવાસ મળે માટે બધા હળીમળી ને જોડાવાના.

 

કનું કચોલું તરત કુદીને કહે તો  શંકર  શક્તિ  અર્જુન  નરહરિ  ગુજરાતમાં સત્તા વાસ મળે

 

એવી આશા છે .

 

ધ્રુતરાષ્ટ્ર કહે પેલો નરહરિ નાયબ મુખ્ય પ્રધાન બની ચુક્યો છે એટલે મુખ્ય પ્રધાન બનવા

 

માટે તૈયાર  આ નરોનેઆ નર પાછો પાછળથી  હરીયો કરે છે એટલે જ એનું નામ “નર – હરી” છે.

 

મેં કહ્યું  અલ્યા  ધ્રુતરાષ્ટ્ર આ શંકર બાપુ તો સાબરમતી આશ્રમ પાસે ફૂટપાથ પર ઉપવાસે

 

ઉતરવાના છે.

 

ધ્રુતરાષ્ટ્ર કહે છેલ્લા પંદર વર્ષથી એમની દુકાન ભાજપે તોડી નાખી છે ત્યારથી એ લોકો

 

ફૂટપાથ પર જ છે.

 

મેં કહ્યું આ શંકર  બાપુ મને ફરિયાદ કરેલી આ નરેન્દ્ર અને ઇન્દ્રને ખાસ ભાઈબંધી છે.

 

જો મોબાઈલથી વરસાદનો સંદેશો પાઠવી દે તો અમે તો સાબરમતીના કિનારે ખુલ્લામાં

 

પુર આવે અગર ઉપરવાસના દરવાજા ખોલી નખાવે તો અમારી તો ઉપવાસમાંથી 

 

ઉપર વાસ કરવાની નોબત આવે. અને “સત્તાવાસ” કરવાનાસ્વપ્ન અધૂરા રહે.

 

કનું કચોલું કહે અલ્યા  આ પેપરમાં શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન એ બધું શું છે ?

 

નારણ શંખ કહે અલ્યા બળદીયા એટલી ખબર નથી તો માસ્તર કેમનો થયો?

 

જો આ કોગ્રેસ પાસે શક્તિસિંહ છે એટલે પેલા દીવાર ફિલ્મના સંવાદ મુજબ ગુજરાત

 

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાજી   ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ

 

ફળદુ ને પૂછે છે.

 

“”હમારે પાસ શક્તિ હે ફળદુ તુમ્હારે પાસ ક્યા હે””?

 

અટેલે રણછોડભાઈ અને બધા ભેગા  મળી નક્કી કર્યું છે કે રાજ્યમાંથી કાર્યકરોને બોલાવી શક્તિ

 

પ્રદર્શન કરવું.

 

હે પ્રભુ ભારતની  જનતાને સદબુદ્ધિ આપજો કે અમને ઉપરવાસ જરૂર કરાવે !

 

========================================================================

સ્વપ્ન જેસરવાકર

“‘ ગોદડીયો ચોરો “‘ ( પાછળ પડ્યા છે ! ) “સ્વપ્ન કથા”


       

 

 

 ””’  ગોદડીયો ચોરો  ””’  …. (પાછળ પડ્યા છે !)
======================================================================
 
નવાબી નગરી ખંભાત સોળે કળાએ ખીલી ઉઠી છે. નગરમાં મેવા મીઠાઈ, કટલરી અનાજ
 
તેલના વેપારીઓનો ઠેર ઠેર ખડકલો જામ્યો છે. ચા શરબતની લારીઓ સાથે પાણીપુરી ભજીયાને
 
દાબડાના સ્ટોલ ખુલ્યા  છે.દર પચાસ ડગલે મંદિર મસ્જીદ દેરાસર હોઈ ભક્તિ રસ ઉછાળા
 
લઇ રહ્યો છે .
 
આ માદળા  તળાવ  વિકસતું હતું .આમેય લોકો તેમાં ગોદલા ને ગાભા નાખતા હોઈ તેને અમે
 
ગોદલા  તળાવ કહેતા. સાજે શાળા છુટે પછી તેના પાસે ત્રિકોણીયામાં બધા ભેગા થઈને ગામ
 
ગપાટા  મારતા. જાતજાતની  ભાતભાતની બધી કથાઓ એમાં વણાઈ જતી જાણે કે આબધા
 
અહીંથી રાજ્ય શહેર દેશ ને દુનિયાનો વહીવટ ચલાવતા હોય. જાણે બોતેર ગામના ઘણી .
 
 
મોટે ભાગે એમાં માસ્તરો ભેગા થતા હતા. આમેય અંગ્રેજીમાં ટીચર કહેવાય એને અનુરૂપ તેઓ
 
વર્તતા. ટી એટલે ચા . આ બધા ટી ચરીને ચરીને (મફતની) વકરેલા. શાળામાં દાખલ થનાર બાળકના
 
વાલીની કે પ્રસગો ઉભા કરી વાલીઓને તેડાવી મફત ચા નાસ્તાની જયાફત ઉડાવતા  અને માસ્તરની
 
નોકરી એટલે ” ખુંટીએ પોતિયાં ને ભેંતે નામાં” બધું જ સરકારનું  ટેબલ ખુરશી ચાક ને કાગળ શાહી
 
અને  છોકરાંય  પાછાં  લોકોના એમના ઘરનું કશુય નહિ.  એ પોતે જ ઘરના એકલા.
 
 
“પાથરી પથારી ને હું બેઠો છું એકલો 
 
 મિત્રો મને મળવાને જરૂરથી  આવશે
 
 નહિ આવે કોઈ જો પણ કદાચ તો 
 
 મુજને સ્મશાને તો  વળાવા આવશે “
 
 
હવે આ બધાનો  ગાદલા તળાવે ગોદડીયા ચોતરો જામે. કારણ કે પથ્થર પર બેસવાનું એટલે હું એક
 
ફાટેલી જૂની ગાભા રંગ બેરંગી  જેવી ગોદડી લઇ ગયેલો એટલે બધા રંગ એ ગોદડી જેમ જામે.એમાં
 
નવ ગ્રહ  નવ નંગ ને નવ લપોડશંખ જેવી જોડી જામે
 
શાંતિલાલ દરજીને  આંખોના નંબર વધારે હોવાથી  જાડાં ચશ્માં પહેરે એટલે અમે મજાકમાં ધૃતરાષ્ટ્ર
 
કહેતા તો એ મને કહે ગોવિન્દીયા તારે ને મારે ના ફાવે કેમકે કૃષ્ણ ધ્રુતરાષ્ટ્રની વિરુદ્ધ હતા એટલે હું
 
તને ગોવિંદ ગોદડીયા  કહેવાનો મેં કહ્યું ચાલશે પણ તું ધ્રુતરાષ્ટ્ર છે એમ તે સ્વીકાર્યું એટલે બસ.
 
આમ ચર્ચા ચાલી અમે બે હતા ત્યાં ભદો ભૂત આવી ચડ્યો .જો કે ભદાનું સામાન્ય  જ્ઞાન અને ટીખળ
 
ખુબ તેજ હતા ને ભૂતની જેમ ગમે તેને વળગી પડતો એટલે તેને અમે ભદો ભૂત કહેતા.
 
 
તેવામાં બે તેજસ્વી ચહેરા વાળા બે મહાનુભાવો પધાર્યા. એક ને માથે ચોટલી હતી બીજા તેજનો અંબાર.
 
પેલા તેજસ્વી ભાઈ કહે હું કૃષ્ણ  અને આ નારદજી છે .મારે મારી રાજધાનીના હાલ જાણવા છે . એટલે
 
તે કહે ભાઈ અમારે દ્વારકા જવું છે અમે તો મુંબાઈથી અહી આવી ચડ્યા છીએ. પેલા ઝવેરી કાન્તિલાલ
 
અમને મોટરમાં અહી સુધી લાવ્યા છે.હવે કહે છે મારું ગામ આવી ગયું . હું ઘેર જાઉં છું.
 
 
હવે ડાબડા ખાઈ અહી  કોઈએ કહ્યું કે ગોદડીયા ચોતરે જાવ  એટલે અહી આવ્યા છીએ. અમે ભદાને કહ્યું તું
 
આમની સાથે દ્વારકા જ. જો કે ભદાને આમેય ઘેર ખાવું ને ઝેર ખાવું બરાબર હતું.  એ તૈયાર થઇ ગયો.
 
ભદો  કહે ચાલો ખટારો પકડી લઇ રાજકોટ જઈએ .
 
પેલા તેજસ્વી ચહેરાવાળા  કૃષ્ણ બોલ્યા   ભાઈ ખટારામાં જ   કેમ?   રથમાં  શા માટે નહિ.?
 
ભદો  કહે ભગવન ચણા મોઘા છે કોઈ ઘોડા રાખતું નથી . તમે દેવી દેવતાએ સ્થળો ટેકરે પસંદ કર્યા છે
 
કે ઘોડા થાકી જાય છે તમારા સોરઠમાં પણ હવે રથ રહ્યા જ નથી. કારણ રસ્તો ખાડા ટેકરાવાળો છે.
 
એમ કહી ખટારામાં ત્રણેય બેસી ગયા. આગળ જતા ઘણા લોકો જતા હતા રંગબેરંગી પોશાકમાં .
 
 
પભુ કહે ભાઈ ભદા આ બધા ક્યા જાય છે . ભદો કહે પ્રભુ એ બધા તરણેતરના મેળે જાય છે
 
પ્રભુ કહે લ્યો ત્યારે ચાલો  મેળો પણ મહાલી લઈએ.  ભદો  કહે તો ચાલો .
 
જ્યાં તરણેતર પહોચ્યા ત્યાં એક મોટો મોટરોનો કાફલો આવી પહોચ્યો પોલીસની દશ બાર મોટરો
 
સાયરન વગાડતી આગળ વચ્ચે બોલેરો કાર અને બીજી કારો પાછળ પોલીસની બીજી દશ બાર કારો
 
પોલીસે બધો ટ્રાફિક અટકાવી દીધો કોઈને જવા દેવામાં આવતા નહોતા.
 
પ્રભુ ભદાને પૂછવા લાગ્યા આ દાઢી વાળા મહાશય કોણ છે અને આટલી બધી પોલીસ તેમની પાછળ
 
કેમ પડી છે ?
 
ભદો કહે પ્રભુ એ તો ગુજરાતના નાથ છે અને એમનું નામ નરેન્દ્ર છે પોલીસ એમની પાછળ નથી પડી
 
એ જ બધાની  પાછળ પડે તેવા સક્ષમ ને પાવરફુલ છે . એમણે ઘણાને પાછળ કાઢ્યા છે. 
 
 
 પ્રભુ આજ કાલ આપના અતિ પ્રિય એવા નામો વાળા પાત્રો એમની પાછળ પડ્યા છે.
 
 
પ્રભુ  એમની પાછળ આજ કાલ ……………………………………………………………………………………………….
 
.
  
 ” શંકર”   ” શક્તિ” “મલા”   “ગોરધન”  અને  “અર્જુન”   પડ્યા છે .  
 
 

 

નારદ ખડખડાટ હસી પડે છે ને કહે નારાયણ…નારાયણ વાહ પ્રભુ આપની લીલા.
 
આપનું નામ ધરાવતા ઘણાય હવે પૃથ્વી પર  કમાલ કરતા દેખાય છે……………………..
 
એમ કહી કહ્યું ચાલો પ્રભુ હજુ દ્વારકા ના ધક્કા બાકી છે………….
 
========================================================================
 
=========================================================================
 
સ્વપ્ન જેસરવાકર
 
 

                                                                              

 
 

અલ્યા હજુ માનો તો સારું……કાવ્ય


અલ્યા હજુ માનો તો સારું……કાવ્ય

============================ 

હજુ માનો તો સારું  ઓ માનવી હજુ માનો તો બહુ સારું

જુઓ અલ્યા આવી ચડ્યું છે આ જન લોકપાલ કેરું જાળું……હજુ માનો  

સત્તામાં  કાળા કામો કર્યા ના કોઈ પૂછવા વાળું

ઘર ને તિજોરીઓ ઉભરાઈ ગઈ ભેગું કર્યું  નાણું

જાગી છે જનતા   હિસાબ માગી કરશે મોં કાળું ……હજુ માનો.

સાયકલ લઇ તમે જ ફરતા ક્યાંથી આવી મોટરું

ઇતિહાસના પાને જરૂર લખાશે છો તમે એક લુટારુ

જેલો બધી ઓછી પડશે  ત્યાં કરવું પડશે વાળું ….હજુ માનો.

કોર્ટમાં  નહિ ચાલે આગોતરા જામીનનું ભોપાળું

કરેલા કર્મોનો હિસાબ માગશે કાયદા કલમ વાળું

સજા થશે તમને ત્યારે કોઈ નહિ મળે રડવાવાળું ….હજુ માનો.

==================================

સ્વપ્ન જેસરવાકર

સાર-વાર…… સ્વપ્ન – કથા


 ગોદડીયો ચોરો…સાર-વાર…… વાર્તા કથન 

========================================
 
મિત્રો  વાર્તા કથનનો આ મારો પ્રથમ પ્રયાસ છે 
આપના સૂચનો જરૂર જણાવજોફરી બીજો એપિસોડ લખું કે નહિ….
આપના સુચનોની અપેક્ષા સહ……. 
 
=======================================
 
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ધમાચકડીનું વાતાવરણ હતું .
સિક્યુરીટીવાળા બધાને જડબેસલાક ચેક કરી રહ્યા હતા.એરપોર્ટ મેનેજર
અને બીજો સ્ટાફ વ્યવસ્થિત ગોઠવણીમાં પડ્યો હતો. સામાન્ય રીતેઆવું
ના બનતું હોઈ અન્ય મુસાફરો અચંબામાં પડી ગયા હતા . શું  થઇ રહ્યું છે
તેમને સમજાતું જ નહોતું.
 
એક ભૂરી પાઘડીવાળા કાકા હારતોરા લઈને કોઈને આવકારવા તૈયાર હતા .
સાથે ઘણા ધોળા  ઝભ્ભામાં સુસજ્જ જાતજાતનાં અને ભાતભાતનાં સૂત્રોનાં 
પાટિયાંઅને રંગબેરંગી બુફે લઇ ઉભા હતા. ઘણા એકબીજાને કેમ કાપવા અને 
નીચા દેખાડવા  તે માટે ગ્રુપ મિટીગમાં ચર્ચાના ચકડોળે ચઢ્યા હતા.
 
આ બધાની વચ્ચેએક બાબો લેંઘો  અને ઝબ્ભો પહેરી તેની ઉમરના છોકરડાઓ
સાથે મરક મરક મરકી રહી બધાને ઝીણવટથી નિહાળતો હતો.
 
પેલા પાઘડીવાળા કાકાનું નામ મનમાં ખુરશીનો  મોહ એવું કૈક હતું. સાથમાં 
દિગી દેગડા,કોપિલ કાગડો,પા-લોટ,માનિસ મવાલી,ભેદી ભરમ્મ, બિકા હોનારન,
દપ દહીંક્ષિત,, સોંઘ્વી,જન -સવાલ ,બોધ વગરની સહાય ,મુખરાજી,ખુરશી-રદ,
ક્ષીંડે,વાહ-લાશ રાવ,ખીસના , ખોયલી, એમ ઘણા ચહેરા હતા.
 
એવામાં વિમાનની ઘરેરાટી સંભળાઈ ને જાહેરાત થઇ  ઇટાલીયન્સ એરલાઈન
આઈ.ટી ૦૪૨૦ લેન્ડથવા જઈરહી છે.બસ પછી તો આ ખબુચિયા દેકારો બોલાવી
જે બોલાવવા મંડી પડ્યા. પ્રવાસીઓકહે અલ્યા ખમો ખમો કોઈ હજુ બહાર આવ્યું
નથી ને શાનો દેકારોમચાવો છો ?. અલ્યા ઓગસ્ટમાંદીવેલ પીધા જેવા મોઢા દેખાતાં
હતાંને આજે શું ખોળ ખાધો છે ? કોણ આવવાનું છે તે આ બધા ફૂલો ને પાટિયાં લઈને
ઝૂમો છો.? 
 
અલ્યા તમને ખબર છે ખરી કે દિલ્હી બ્લાસ્ટમાં કે આપતિ વેળા જનતાને સહાનુભુતિ
બતાવવા પાટિયા કે બીજીસામગ્રી લઈનેઆટલા બધા ડફોળો ભેગા થઈને ગયા છે ખરા?
 
કોઈક વાર તો માનવ બનીને માનવતા માટે વિચારો!
 
એટલામાં નવા યોરકથી પીયેરમાં ઇટાલી  મુલાકાત લઇ સીલ્વીનીયા સાંધી બહાર આવ્યા.
બસ આ કુદકા મારતા લસણીયા ફટાફટ ફૂટવા માંડ્યા. બસ જયકારો, બુકે અને હારમાળા
સાથે સાષ્ટાંગ પ્રણામનું તુત ચાલવા લાગ્યું.બધા પૂછવા લાગ્યા મેડમ  તબિયત કેવી છે ?
મેડમ  સારવાર કેવી રહી ? હવે કેવું લાગે છે?
 
આ ટાણે ટી.આર.પી વધારવાના શોખીન ચેનલોવાળા હાજર હતા……
આજ તક …………આજે ટકે તો ઠીક…
સહારા સમય…… જેનો  સમય  સારો નથી  તે
ટીવી-૯ ……….. …ટીવી જોઈ  નહાઈ નાખવાનું
હેડ  લાઈન-………. માથાની લાઈન   ખસેડી દે તે
  
બાબો અને બેબી એક બાજુ ઉભા રહી મનમાં ને મનમાં હસતા હતા.
જોયું મારા બેટા ખુરશી માટે શું શું કરે છે ?
 
એટલામાં મેડમે ધડાકો કર્યો  અલ્યા સારવાર કેવી ને વાત કેવી ?
 હું તો વેકેશન માણવા ને પિયેર જવા ગઈ હતીત્યાં બેઠી હું તમો બધા શું
કરો છો ને પ્રશ્નો કેવા ઉકેલો છો તે રોજ ટી.વી પર જોતી હતી.
 
હવે મેં સાર મેળવી લીધો છે ને વાર કરવા આવી છું સમજ્યા ?
..આનું નામ જ…….સાર– વાર
===================================================
આ દિલ્હી ઇન્દિરા ગાંઘી ઇન્ટર નેશનલ એરપોર્ટનો એપિસોડ કાલ્પનિક છે. કોઈએ બંધ બેસતી
પાઘડી પહેરવી નહિ.જોકે બધા જ પક્ષોમાં આવું છે ફરી કોઈક વાર……
==================================================
 
સ્વપ્ન જેસરવાકર

ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” …… કવિતા


ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” …… કવિતા
 

===================================================

 

=======================================================

 

મિત્રો હમણાં “ગુજરાત ગૌરવ ગાથા” નામની એક સાઈટ

 

બે ત્રણ દિવસ પહેલા ચાલુ થઇ છે .તેને વધાવવા આ કવિતા

 

રચેલ છે. જો આપને અનુકુળ હોય ત્યારે “ગુજરાત ગૌરવ ગાથા”

 

જગ આકાશે પ્રસરે એ માટે આપ જેવા સન્માનીય લેખક મિત્રો

 

સહકાર આપી કૃતિ રજુ કરે તેવી આશા અને અપેક્ષા સહ…

 

=======================================================

 

ઉઠો જાગો ગરવા ગુજરાતીઓ પડકાર કરો

 

તમે  છો ગરવા ગીરના સાવજ ડણકાર કરો

 

તમે છો ભાગ્ય વિધાતા હવે તો લલકાર કરો

 

તમ પહેલથી રાષ્ટ્ર જાગે એવો રણકાર કરો

 

તમોએ કૈક વાર ભારત કેરું  ભાગ્ય પલટાવ્યું છે

 

નવ નિર્માણ – કટોકટીમાં કૈકને ઘર બતાવ્યું છે

 

ગુજરાતે  ચિંધ્યા  છે હમેશા કેટલાય નવીન રાહો

 

દેશની જનતા ઈચ્છે તમારો સાથ ફેલાવી ને બાંહો

 

ગુજરાતે આપ્યા છે હિન્દુસ્તાનને ગાંધી ને સરદાર

 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને  ખબરદાર

 

“સ્વપ્ન”  અડગ હિમાલય જેવું કેરો  અડગ નિર્ધાર

 

ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” એવા  સજો   શણગાર.

 

======================================

સ્વપ્ન જેસરવાકર