ગજાનન અને ગોટાળાજન….. કટાક્ષ કવન


ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..  

================================

 
 ===============================================================================
 
ગજાનન ગણપતિ દાદા  ,  તમે પધારો જરૂર  હરેક  વરસે,  
 
અમારા પ્રતિનિધિઓ  પણ ,  પધારે   જરૂર  પાંચેક   વરસે .
 
તમે તો  અમારા  આરાધ્યદેવ,  અને  છો  આપ  વિઘ્નહર્તા ,
 
આ તો  બની બેઠા  અમારા માલિકો, અને કાયમ દુઃખ દેતા.
 
 
=========================================================================
 
આપ કદીયે ના માગો કશુંયે,  માનવ યથા શક્તિ ભોગ ધરતા,
 
અમારા  આખલાઓ  રોજ ખાતા, ને કોઈક વાર તો માગી લેતા.
 
આપને લાડુના  ભોગ ધરાવીએ તો,  પ્રસાદી  ભોગથી ખુશ થાતા,
 
આ  વિચક્ષણ પ્રાણીઓ  તો, નાણાં પ્રસાદ વગર સહેજ ના ધરાતા.
 
===========================================================================
 
આપ ના દર્શન બહાને તેઓ , પંડાલમાં  રોજ  આંટા  જરૂર   મારશે,
 
આવે  એ  આરતી પ્રસાદ ટાણે, માઈક લઈને પાછા ભાષણ ભરડશે.
 
તમારા સેવા  ગુણો તો બાજુ પર, પક્ષની વાહના ચમકારા ચમકાવશે,
 
પોતાની કે નેતાની  પ્રસંશા  કરતા સુત્રો  શોધી એમના બોર્ડ જ મુકાવશે.
 
 
===========================================================================================
 
આપની શોભા યાત્રામાં, ભક્ત જનો ઢોલ ત્રાંસા દુંદુભી વગાડી નાચે,
 
આમની મુલાકાત યાત્રામાં નાચે  ચમચાઓ, અને પ્રજાને પણ  નચાવે.
 
આપને  ધૂપ દીપ અબીલ ગુલાલ , ચઢે ને  ભક્ત જનો હાર  પહેરાવે,
 
આતો હાર ખરીદી લે ને પાછા,ચમચાઓ  થકી  પ્રજા  દ્વારા  પોતે પહેરે.
 
==============================================================================
 
હે ગજાનન ગણપતી દાદા,સહુ નું રૂડું કરતા ને વિઘ્ન સૌ  હરતા,
 
આ સગવડિયા લોકો  જન સેવા,એવા રૂપાળા નામે ખિસ્સાં ભરતા.
 
આપને દર્શને આવી શાંતિ મળે,  આપ હર સમયે  જરૂરથી  મળતા.
 
કોઠા વીંધીએ પત્ની ,પટાવાળો,અને પી.એ પછી જ પ્રધાન  મળતા.
 
=============================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
Advertisements

12 thoughts on “ગજાનન અને ગોટાળાજન….. કટાક્ષ કવન

 1. હે ગજાનન ગણપતી દાદા,સહુ નું રૂડું કરતા ને વિઘ્ન સૌ હરતા,

  આ સગવડિયા લોકો જન સેવા,એવા રૂપાળા નામે ખિસ્સાં ભરતા.
  Govindbhai KatakshMa Tame Kavyerupe Je kahyu Te SatyaNa Darshan Karave Chhe !
  Post Gami !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

   શ્રી અશીક્ભાઈ મોઢવાડિયાજીએ કહેલ કે……. વિઘ્ન હર્તા…… અને….. વિઘ્નકર્તા

   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s