ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” …… કવિતા


ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” …… કવિતા
 

===================================================

 

=======================================================

 

મિત્રો હમણાં “ગુજરાત ગૌરવ ગાથા” નામની એક સાઈટ

 

બે ત્રણ દિવસ પહેલા ચાલુ થઇ છે .તેને વધાવવા આ કવિતા

 

રચેલ છે. જો આપને અનુકુળ હોય ત્યારે “ગુજરાત ગૌરવ ગાથા”

 

જગ આકાશે પ્રસરે એ માટે આપ જેવા સન્માનીય લેખક મિત્રો

 

સહકાર આપી કૃતિ રજુ કરે તેવી આશા અને અપેક્ષા સહ…

 

=======================================================

 

ઉઠો જાગો ગરવા ગુજરાતીઓ પડકાર કરો

 

તમે  છો ગરવા ગીરના સાવજ ડણકાર કરો

 

તમે છો ભાગ્ય વિધાતા હવે તો લલકાર કરો

 

તમ પહેલથી રાષ્ટ્ર જાગે એવો રણકાર કરો

 

તમોએ કૈક વાર ભારત કેરું  ભાગ્ય પલટાવ્યું છે

 

નવ નિર્માણ – કટોકટીમાં કૈકને ઘર બતાવ્યું છે

 

ગુજરાતે  ચિંધ્યા  છે હમેશા કેટલાય નવીન રાહો

 

દેશની જનતા ઈચ્છે તમારો સાથ ફેલાવી ને બાંહો

 

ગુજરાતે આપ્યા છે હિન્દુસ્તાનને ગાંધી ને સરદાર

 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને  ખબરદાર

 

“સ્વપ્ન”  અડગ હિમાલય જેવું કેરો  અડગ નિર્ધાર

 

ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” એવા  સજો   શણગાર.

 

======================================

સ્વપ્ન જેસરવાકર

14 thoughts on “ગાજે “ગુજરાત ગૌરવ ગાથા” …… કવિતા

 1. શ્રી. ગોવિંદભાઈ

  ગુજરાત ગૌરવ ગાથાને ખુબ ખુબ અભિનંદન

  ખુબ ખુબ પ્રગતિ કરો, ગુજરાતનું અને ગુજરાતીઓનુ

  ગૌરવ વધારો.

  હાર્દિક શુભકામનાઓ

  કિશોરભાઈ પટેલ

  Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  વાહ રાષ્ટ્ર પ્રેમ, વતન પ્રેમ, શિક્ષણ પ્રેમ , ભાષા પ્રેમ અને સમર્પણ પ્રેમની માળા ગુથી

  ધૂણી ધખાવી છે. વાહ રે વાહ ” ગુજરાત ગૌરવ ગાથા” . અમે પણ સાદ પુરાવીશું.

  Like

 3. “ગુજરાત ગૌરવ ગાથા” ને હાર્દિક શુભકામનાઓ.

  ઉઠો જાગો ગરવા ગુજરાતીઓ પડકાર કરો
  તમે છો ગરવા ગીરના સાવજ ડણકાર કરો
  તમે છો ભાગ્ય વિધાતા હવે તો લલકાર કરો
  તમ પહેલથી રાષ્ટ્ર જાગે એવો રણકાર કરો

  વાહ ! ચાલો પહોંચીએ “ગુજરાત ગૌરવ ગાથા”એ રણકાર કરવા. આભાર.

  Like

  1. આદરણીય. શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   આપનો પ્રેમથી છલકતો સંદેશ આશીર્વાદના પુષ્પોથી વધાવે છે.

   ગૌરવ સમા છીએ આપણે બધા ચમકાવીશું ગાથા સદા.

   આપના આવા સુન્દર સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 4. ગુજરાતે આપ્યા છે હિન્દુસ્તાનને ગાંધી ને સરદાર

  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને ખબરદાર

  Govindbhai,
  Remembering Gandhi, Sardar..and Meghani Khabardar…
  And talking of the GUJARAT GAUARAV via your Rachana..Enjoyed !
  JAY JAY GUJARAT !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 5. ગોવિંદ રાજા,
  “ગુજરાત ગૌરવ ગાથા” કેવું રૂડું અને રૂપાળું નામ છે.
  આ ગાથા ખુબ વિકસે અને દેશ પરદેશમાં સાહિત્યના ડંકા વગાડી ગગન ગજવે તેવી શુભ કામના.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s