ગોદડીયો ચોરો….ઉપવાસ


ગોદડીયા ચોરો….ઉપવાસ…

===========================================

મિત્રો હવેથી સ્વપ્ન કથામાં ” ગોદડીયો ચોરો “ દર શુક્રવારે જરૂર વાંચવા મળશે.

=============================================

આમેય ભદો ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજી સાથે દ્વારકાના પ્રવાસે નીકળ્યો હતો.

 

હમણાં વરસાદની સીઝન બરાબરની જામી હતી. હવે ચોરાની જગ્યા ભીની થઇ ગઈ હતી.

 

આજુ બાજુ કુતરા અને ગાયોના મળમૂત્ર દ્વારા ફેલાયેલી સુગંધના સુસવાટા  નાકને ઉધાડ

 

વાસ કરવા મજબુર કરતા હતા. અમે પણ રાહી હોટલના ઓટલે સંકોડાઈને ચાની મીઠી

 

ચૂસકી લેતા હતા.આજે ચોરામાં હું ધ્રુતરાષ્ટ્ર અને નારણ શંખ હતા. એમનું આખું નામ

 

નારણભાઈ શંકરભાઈ પટેલ હતું. પણ સહી કરે ત્યારે  ના.શં લખી પટેલ એવી રીતે લખાતું

 

કે   ખ વંચાય એટલે અને તેમને નારણ શંખ કહેતા. ત્યાં  કનું કચોલું ની સાયકલ આવી . 

 

કનુભાઈના પત્નીનું નામ તારા હતું એટલે ધ્રુતરાષ્ટ્ર કાયમ કહે ” જો કનું તારા દેખાય છે”.

 

એમ કનું કચોલાને ખીજવે.  કનું નીચેથી ભુંગળી જેવો અને ઉપરથી જાડો એટલે અમે કનું

 

કચોલું કહેતા. અમ અમારો  ગોદડીયા ચોરો  ગામ ગપાટે જામતો. ને મલક મલકની વાતોના

 

વડાંના ઘાણ ઉતારતો હતો.

 

એટલામાં નારણ શંખ કહે અલ્યા પેપરમાં તો મારી બેટી ઉપવાસની મોસમ જામી હોય

 

એવા સમાચાર છે.

 

મેં કહ્યું હવામાન ખાતાની  જેમ કોણ આવશે ક્યારે આવશે કેટલા આવશે ? એમ વર્તારા ચાલુ

 

થઇ ગયા છે.

 

એવામાં મેં કહ્યું અલ્યા ઉપવાસ ખરા પણ ત્રણ જ દિવસના કેમ?

 

કનું કચોલું કહે વધુ દિવસના ઉપવાસ કરે તો કદાચ પાછો   “ઉપર વાસ”  પણ થઇ જાય ને !

 

એટલે નારણ શંખ કહે પછી શ્રાદ્ધમાં કોઈકને  ઉપર-વાસ  નાખવી ના  પડે એટલા માટે થોડા

 

દિવસના ઉપવાસ  કરવા સારા.

 

મેં  પૂછ્યું  પણ અલ્યા આ ઉપવાસ નો ઉદેશ્ય ને  હેતુ  શું  છે ?

 

ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા સાવ  ગોદડીયો  જ રહ્યો ને ગોદડી જેવી વાતો કરે છે. જો સાંભળ

 

આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના નાથ છે એમને ભારતના નાથ બની ઉપર વાસ કરવો છે.

 

એટલે કે વડા પ્રધાન થવું છે. એમની સાથે બેસનારાને ગુજરાતમાં મુખ્ય પ્રધાન  કે પ્રધાન 

 

પદમાં ઉપરવાસ મળે માટે બધા હળીમળી ને જોડાવાના.

 

કનું કચોલું તરત કુદીને કહે તો  શંકર  શક્તિ  અર્જુન  નરહરિ  ગુજરાતમાં સત્તા વાસ મળે

 

એવી આશા છે .

 

ધ્રુતરાષ્ટ્ર કહે પેલો નરહરિ નાયબ મુખ્ય પ્રધાન બની ચુક્યો છે એટલે મુખ્ય પ્રધાન બનવા

 

માટે તૈયાર  આ નરોનેઆ નર પાછો પાછળથી  હરીયો કરે છે એટલે જ એનું નામ “નર – હરી” છે.

 

મેં કહ્યું  અલ્યા  ધ્રુતરાષ્ટ્ર આ શંકર બાપુ તો સાબરમતી આશ્રમ પાસે ફૂટપાથ પર ઉપવાસે

 

ઉતરવાના છે.

 

ધ્રુતરાષ્ટ્ર કહે છેલ્લા પંદર વર્ષથી એમની દુકાન ભાજપે તોડી નાખી છે ત્યારથી એ લોકો

 

ફૂટપાથ પર જ છે.

 

મેં કહ્યું આ શંકર  બાપુ મને ફરિયાદ કરેલી આ નરેન્દ્ર અને ઇન્દ્રને ખાસ ભાઈબંધી છે.

 

જો મોબાઈલથી વરસાદનો સંદેશો પાઠવી દે તો અમે તો સાબરમતીના કિનારે ખુલ્લામાં

 

પુર આવે અગર ઉપરવાસના દરવાજા ખોલી નખાવે તો અમારી તો ઉપવાસમાંથી 

 

ઉપર વાસ કરવાની નોબત આવે. અને “સત્તાવાસ” કરવાનાસ્વપ્ન અધૂરા રહે.

 

કનું કચોલું કહે અલ્યા  આ પેપરમાં શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન એ બધું શું છે ?

 

નારણ શંખ કહે અલ્યા બળદીયા એટલી ખબર નથી તો માસ્તર કેમનો થયો?

 

જો આ કોગ્રેસ પાસે શક્તિસિંહ છે એટલે પેલા દીવાર ફિલ્મના સંવાદ મુજબ ગુજરાત

 

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાજી   ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ

 

ફળદુ ને પૂછે છે.

 

“”હમારે પાસ શક્તિ હે ફળદુ તુમ્હારે પાસ ક્યા હે””?

 

અટેલે રણછોડભાઈ અને બધા ભેગા  મળી નક્કી કર્યું છે કે રાજ્યમાંથી કાર્યકરોને બોલાવી શક્તિ

 

પ્રદર્શન કરવું.

 

હે પ્રભુ ભારતની  જનતાને સદબુદ્ધિ આપજો કે અમને ઉપરવાસ જરૂર કરાવે !

 

========================================================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

10 thoughts on “ગોદડીયો ચોરો….ઉપવાસ

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  તમારા પાત્રોના નામ ચટાકેદાર છે,

  પરંતુ હું તો નીચે જણાવેલ નામ જ વાંચીશ.

  ભદો ઉર્ફે…….ભદુ

  કનુ કચોલુ ઉર્ફે………કનુ કચલુ

  ” ઉપવાસ ” ચાલુ રાખો

  Like

 2. Re: ગોદડીયા ચોરો….ઉપવાસ…

  1 recipients
  CC: recipientsYou More
  Show Details
  FROM:
  pkdavda
  TO:
  Govind Patel
  Message flagged
  Friday, September 16, 2011 6:34 PM
  Message body
  
  આપની આ શૃંખલા ધારદાર છે. અગાઉ હું જ્યોતિન્દ્ર દવેના બધા લેખ અખંડ આનંદમાં વાંચતો.
  -દાવડા

  Like

  1. આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબ,

   આપે મેઈલ દ્વારા શૃંખલા વિષે ભાવ વિભોર સંદેશ રૂપી આશીર્વાદ પાઠવ્યા તે બદલ ઋણી

   બની આપના પ્રત્યે મન અને સન્માન સહીત આભાર વ્યક્ત કરી વંદન કરું છું

   Like

 3. શ્રી ગોવિંદભાઈ,
  મને લાગે છે કે નરેન્દ્ર મોદીજી ના ’ઉપર-વાસ’માં તેના લોકો કરતાંએ વધુ રસ કૉંગ્રેસના લોકોને હોય તો ના નહીં ! કેમ કે તો તેઓને ભાગે ગુજરાતમાં ’સત્તાવાસ’નો યોગ બને !! સરવાળે પ્રજા માટે તો આખો મામલો “વાસ”નો જ છે ! મોદીજીને વ.પ્ર. પદે મોકલવા ભાજપ કરતાં કોંગીઓ વધુ તલપાપડ બન્યા હોઈ શકે ! આ ’શક્તિ પ્રદર્શન’નું રહસ્ય હવે કંઈક કંઈક સમજાયું ! 🙂 મજાની કટાક્ષિકા. આભાર.

  Like

  1. આદરણીય શ્રી અશોકભાઈ,

   આ ઉપર-વાસના ઉપવાસ આપે જણાવ્યું તેમ બન્ને પક્ષના છે. ઘણા સત્તા મેળવવા તો ઘણા બઢતી મેળવવા સહભાગી બન્યા છે.

   આપના અમુલ્ય સહકાર અને સૂચનો દ્વારા ” ગોદડીયા ચોરા ” નું ઘડતર થાય છે તેને ક્યારેય ભૂલી શકીશ નહિ.

   બસ આપનો પ્રેમ અને સહકાર રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 4. ગોદડીયા ચોરાની ચટપટી વાતો ,ખટપટીયા પાત્રોથી ચટેકાદાર લાગી.
  આજના પ્રવાહોને આપની કલમ સાચે જ ન્યાય આપે છે. મોંઘવારીથી
  લાચાર પ્રજાને ઉપવાસ રાખતા મનમોહન સરકાર જરુર કરી દેશે અને
  એટલે તેમના ચેલાઓ પણ નાટક કરવા માંડ્યા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   આ બધાના ખરા હક્કદાર આપ છો કે જેમણે મને એક ઊંડા સૂચન અને શિખામણ આપી

   આવા એક સુંદર ચોરાને પ્રગટ કરી લખવા માટે પ્રેરણા આપી .

   આપના આવા ઉત્સાહ પ્રેરિત સલાહ અને સૂચનને ક્યારેય નહિ ભૂલી શકું.

   બસ આવો અનહદ પ્રેમ વરસાવવા બદલ આપનો ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s