એમ કદી થતું નથી…….કાવ્ય


 

એમ કદી થતું નથી…….કાવ્ય  

 
================================== 
માનવી  ઈચ્છે  જીવનમાં ઘણું  બધું,
 
પણ ઈચ્છે તેમ કદી જીદગીમાં થતું  જ નથી.
 
આશા અને મહેચ્છાના મિનારા ચણે,
 
એ સપનાના મહેલના પાયા કોઈ ચણતું નથી.
 
કરે છે  વાતો  એ પાપ અને પુણ્યની,
 
પણ પાપ પુણ્ય  એ કંઈ રસ્તે  વેચાતું  નથી.  
 
કરવી બે ચાર દિવસ દેશપ્રેમની વાતો,
 
એથી કંઈ પુરા દેશ ભક્ત  થઈ જવાતું નથી.
 
ભૂખ્યા રહીને ખાય છે ફળ ને ફરાળી,
 
એથી ઉપવાસી ટાણું કંઈ ટાણું  કહેવાતું નથી.
 
લખું છું ટુચકા ને ઢંગધડા વિનાની વાતો,
 
પણ એમ  કંઈ બેઠે બેઠે  જ  કવિ થવાતું નથી.
 
નથી સમાજ સાસરીમાં ‘સ્વપ્ન’ના  માનપાન,
 
ગામમાં ઘર, સીમમાં ખેતર કે બેંકમાં ખાતું નથી.
 
======================================= 
 
‘સ્વપ્ન’ જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

 

Advertisements

6 thoughts on “એમ કદી થતું નથી…….કાવ્ય

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  શુ પંક્તિઓ છે, ભાઈ

  હું મોડો પડ્યો લાગે છે,

  પણ મારી સવાર સુધરી ગઈ

  ” એ સપનાના મહેલના પાયા કોઈ ચણતું નથી.

  કરે છે વાતો એ પાપ અને પુણ્યની,

  પણ પાપ પુણ્ય એ કંઈ રસ્તે વેચાતું નથી. ”

  કિશોરિયો

  Like

 2. માનવી ઈચ્છે જીવનમાં ઘણું બધું,

  પણ ઈચ્છે તેમ કદી જીદગીમાં થતું જ નથી.
  These are your Words for the Kavya Post.
  Many wish for so many things but only a few get what they wished for…& to get what you desire it can NEVER happen if only in words..one has to ACT PERSIST..& then even the DREAMS become the REALITIES !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s