Monthly Archives: ઓક્ટોબર 2011

સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન “


 
સરદાર સોરઠો….. ” એકતા અખંડિતતા દિન  “
===================================
 
મિત્રો આવતી કાલે  ૩૧ ઓક્ટોબર સરદારશ્રીનો જન્મ દિવસ
 
ચાલો  ત્યારે સહુ સાથે મળીને  ઉજવીએ   ……………….
 
    ” એકતા અખંડિતતા દિન  “
 
 
 
 
” મુઝ નાવ પર દરિયાના કેટલા બધા ઘાવ છે
 
  તોફાનો સામે લડવાનો મારો  એજ સ્વભાવ છે
 
  નથી મારા દર્દની દુનિયાના હકીમો પાસે દવા
 
  મારા શર પર એકતા  અખંડિતતાનો તાવ  છે ” 
       
===================================
 
હે કરમસદ ગામ  જ  છે અનેરું ને  રૂડું  
 
આવ્યું છે ભાઈ એતો આણંદથી ઢુંકડું
 
ઝવેરભાઈ ઘેર એમણે જન્મ  ધરિયો
 
વિઠ્ઠલભાઈ જેવો ભાઈ એમને મળીયો
 
બેઉ નામ સરખાં એ કુદરતી કહાણી
 
ભણવા દોટ મૂકી વિલાયત જ ભણી
 
બેરિસ્ટર થઈને વકીલાતને અજમાવી
 
પત્ની મૃત્યુ કેરો સંદેશ દિલમાં છુપાવી
 
ગાંધીજી  હાંકે વકીલાત દીધી છે મૂકી
 
દેશસેવા સાદાઈ કેરા પંથે ગયા છે ઝુકી 
 
બારડોલી સત્યાગ્રહે બ્રિટીશરોને નમાવી
 
ખેડૂતો કેરી અણનમ સરદારીને નિભાવી
 
આઝાદી ટાણે રજવાડાંને એક જ કરાવી 
 
ભવ્ય ભારતની  મોતીની માળા બનાવી
 
એકત્રીસમી ઓકટોબર કદી ના ભૂલાય
 
સરદાર નિર્ણય થકી પ્રજાતંત્ર જ સોહાય
 
========================
સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો…ચગડોળનો ચકરાવો


 
ગોદડીયો ચોરો…ચગડોળનો ચકરાવો
 
 
 
 ===============================================================
 
દિવાળીના દિવસો દરમ્યાન ખંભાત મેતપુર રોડ પર આવેલા ચકડોળ ગ્રાઉન્ડમાં
 
મેળો   ભરાય છે . પંદર  દિવસ સુધી શહેરજનો  અને આજુબાજુના ગ્રામ્યજનો મેળામાં
 
મહાલતા રંગત જમાવે છે. આસો વદ  તેરશ એટલે કે ધનતેરશના દિવસથી કારતક
 
સુદ દશમ સુધી મેળો  જામે છે.
 
ગોદડીયા ચોરામાં બધાં પાત્રોનો જમાવડો જામ્યો હતો.
 
હું ગોદડીયો, નારણ શંખ , શાંતિ ધ્રુતરાષ્ટ્ર , કનું કચોલું , કોદાળો, અઠા બઠાની જોડી
 
 ને  ભદો ભૂત સાથે  અલકમલકની વાતોનાં વડાં તળાતાં હતાં.
 
એટલામાં ક્ચોલું કહે અલ્યા મેળામાં આપણે બધા જુદી જુદી દુકાનો કરીએ તો સમય
 
જાયઅને થોડી ઘણી  આવક પણ થાય તો  નવ વર્ષમાં  ઘરમાં કશુંક  વસવાય.  બધા
 
મંજુર થયા.
 
હવે નર્કપાલિકામાં જઈને પ્લોટ નક્કી કરી તે મુજબની ફોર્મ ભરી ડીપોઝીટ ભરી દીધી.
 
હવે કઈ જાતની દુકાનો કરવી એની ચર્ચા કરી તૈયારીમાં લાગી ગયા.
 
અઠા બઠાએ કોંગ્રેસ  કટલરી સ્ટોર કર્યો જેમાં જાત જાતની વસ્તુઓ મળે.જાત જાતની
 
છરીઓ કાપવા ચીરવાની મળે જેથી કોને ક્યારે કાપવો તે નક્કી થાય .જાત જાતની
 
છીણીઓ મળે.જેથી કોને ક્યારે છીણવો એ કામમાં આવે. જાત જાતની  કુહાડીઓ પણ મળે
 
ક્યારે કોનું થડ કાપવું કામમાં આવે. દિગ્ગી છરી, સલમાન છીણી , કપિલ કુહાડી વિગેરે.
 
ધૃતરાષ્ટ્રે ભાજપ ભજીયા હાઉસનો સ્ટોલ કર્યો. જેમાં જાત જાતના ભજીયાં મળે.ડુંગળીના
 
ગુંચળીયાં રથી ભજીયાં મળે તો ક્યાંક બટાકાનાં લીસ્સાં સદભાવના ભજીયાં મળે.
 
ક્યાંક વાણી કે જીભ તીખી કરવા મરચાનાં કટ્ટર નિવેદનીયાં   ભજીયાં પણ મળે .
 
નારણ શંખે પવાર ઘડિયાળ હાઉસ બનાવ્યું . જેમાં જાત જાતનાં ઘડિયાળો મળી રહે.
 
એક ઘડિયાળ તો દેશ વિદેશના સમય બતાવે જેથી ક્યા દેશમાં કઈ ક્રિકેટ મેચ રમાય છે.
 
તેનો ક્યાસ કાઢી શકાય. ઘણી ઘડિયાળ પાવરથી છે તો કેટલીક ચાવી ભરવાથી ચાલે.
 
બીજાને કેમ ચાવી ચઢાવવી તે પણ આ ઘડિયાળ હાઉસ શીખવશે.
 
ભદા ભૂતે માયા મૂર્તિ ભંડાર નામનો સ્ટોર ચાલુ કર્યો . જેમાં ઢીંગલી, મોટર, બતક, સિંહ
 
અને હાથી જેવી મૂર્તિઓ હતી. સ્ટોરના ચારેય ખૂણે મોટા મોટા હાથીની મૂર્તિઓ મૂકી હતી.
 
ભદો કહે હાથી જેવું શરીર હોય તો ખાવું  હોય તેટલું ખવાય અને હાથી તો બેફીકર બને
 
તો ગામના ગામ ઉજાડે  અને જનતાનું ખાઈ જાય લોકબોલીની પરવા જ નહિ.
 
કનું કચોલાએ જય લલિતા સેન્ડલ ભંડાર ચાલુ કર્યો. જેમાં જાત જાતનાં પાંચસો જાતનાં
 
ચંપલ સેન્ડલ, સ્લીપર  અને જોડાં મળે.  હલકા ભારે એમ કોઈકને મારવા કે સભામાં ફેંકવા
 
ચાલે એવાં રંગ બેરંગી ચંપલો સેન્ડલો અને જૂતાં મળતા હતાં.
 
કોદાળાજીએ લાલુ મુલાયમ ફાનસ સાયકલ ભંડાર બનાવેલો જેમાં જાત જાતનાં ફાનસ વધુ
 
અને ઓછી રોશની આપે જેથી અંધારે  વીણી ખવાય અને જરૂર પડે તો સાયકલ પર ભાગી જવાય.
 
મેં ગોદડીયાએ એક બુક સ્ટોર ચાલુ કર્યો .સ્ટોરમાં  ઘણા ગુજરાતી  બ્લોગરોની અગમ નિગમની
 
વાતો,કવિતાઓ ,ગઝલો , કટાક્ષિકા ,હાસ્ય દરબાર. જોક્સ અને લેખોનાં  પુસ્તકો હતાં.
 
ઘણા પુસ્તકો કમાલના પણ હતાં જેમકે ભ્રષ્ટાચાર કરવાના રસ્તા, નિયમો,છટકબારીઓ.
 
જેલમાં જવાથી કેમ બચવું, અગર જવું પડે તો ત્યાં ફોન અને સગવડો કેમ મેળવાય  સાથે
 
બીજાને ફસાવવાના કારસા, વચનો આપવાની કળા,ભાષણ કરવાની કળા, બીજાને સંબોધી
 
બોલવાનાં કટુ વચનો, સંસદ વિધાનગૃહોમાં ધમાલ કેમમચાવવી,  ખુરશી ફેંકવાની કળા,
 
માઈકો કેવી રીતે તોડવાં , ફાઈલો કેમ ફેંકવી , અધ્યક્ષને કઈ રીતે પજવવા આમ ઘણી
 
કળાઓ શીખવતા પુસ્તકો કળાયેલ લેખકની કલમે લખાયા છે એવા બેનમુન પુસ્તકો
 
મેળવવાનું એક માત્ર સ્થળ એટલે ગોદડીયા બુક સ્ટોર .
 
એક જગ્યાએ કોન બનેગા કરોડપતિની જેમ કોન બનેગા પ્રધાનમંત્રીનો ખેલ ચાલતો  હતો.
 
રંગ બેરંગી તંબુની બહાર એક સરસ રંગીન ખુરશી મુકવામાં આવી હતી.
 
એ તંબુની બહાર એક બાબો એની બહેન સાથે સફેદ લેઘા ઝભ્ભામાં સજ્જ થઈ ઉભો હતો.
 
જે હમણાં  જ કોઈક ગામડાની મુલાકાત લઈને આવેલો હોઈ ઝભ્ભો મેલો થયો હતો.
 
બીજા એક વયોવૃદ્ધ કાકા કે જે વર્ષોથી વેઈટીંગની લાઈનમાં છે તે રથ છોડી આવી ગયા હતા.
 
બીજા એક ફેંચ કટ દાઢીવાળા સજ્જન  સદભાવના સાથે અનંત આશાએ પધાર્યા  હતા.
 
બીજા એક મો ફૂલેલા ભાઈ  નવ બચ્ચાંના બાપા નીતીશવા નહિ કભી નહિ કરતા સાધના કટ
 
વાળ ઓળી ઉભા હતા.
  
બીજા ધોતીવાળા નામથી મુલાયમ પણ પહેલવાન હતા. એમની સાયકલમાં  વારંવાર કોઈક
 
અમરસિંહ નામનો માણસ પંક્ચર પડતો હોઈ ગિન્નાયેલા ઉભા હતા.
 
એક બહેન હાથી  ઉપર સવારી કરીને આવ્યા હતા તે કોંગ્રેસ, ભાજપ અને મુલાયમને ભાંડતા
 
દલિતોની દુહાઈ દેતા ઉભા હતા એમનો રસાલો ખુબ મોટો ને અનોખો હતો.
 
બીજા એક બહેન સેકડો સેન્ડલો અને સાડીઓના ઢગલાબંધ સ્ટોક સાથે કદાચ એકાદ અઠવાડિયું
 
અહી ગાળવું પડે તેવા આશયથી સોએક મોટરોના કાફલા સાથે આવ્યા હતાં.
 
બીજી બાજુ જોર શોરથી બ્યુગલો ઢોલના અવાજ સાથે પીપૂડા વાગતા તો ક્યાંક  ઇધરરરર..રરરર..
 
ખેલ શુરુ હોનેવાલા હે . ચકડોળ ચલનેવાલા છે. જલ્દીદીદીદી…. ઇધરરર…  ચાલતું હતું.
 
ચકડોળમાં પણ અન્ના ફાળકો, કલમાડી ફાળકો, ચવાણ ફાળકો, રાજા ફાળકો, કનીમોઝી ફાળકો
 
મમતા ફાળકો. શીલા ફાળકો, બાદલ  ફાળકો , હુડ્ડા ફાળકો, શિવરાજ ફાળકો, ડો રમણ ફાળકો
 
યેદુરપ્પા ફાળકો, મોદી ફાળકો, ગેહલોત ફાળકો  એવા જુદા જુદા ફાળકા ફરતા હતા.
 
આ બધા ફાળકા એક બીજાને પકડવા મથતા હતા  આમ તો ફાળકો ઉપરથી નીચે આવે પણ
 
આ ચકડોળ નીચેથી ઉપર જતો હતો . બધાને નવાઈ લગતી હતી કે આમ કેમ ?
 
તો ચકડોળવાળા ભાઈ કહે આ બધા નીચેથી ઉપર ગયેલા છે અને બધાય કરતા કઈક
 
નવું કરવાની ખેવનાવાળા હોઈ જેમ આંધળી ચાકરણ બન્ને બાજુ ચાલે તેમ બન્ને બાજુ
 
ચાલનારા છે. જેથી સપડાવાનાં સમયે બીજી  બાજુ ફરી શકાય કે નિવેદન ફેરવી શકાય
 
 
હાટકો = બોલો એવું શું છે કે જે આપણે પહેરી શકીએ અને પત્ની પાડે તે ?
 
                                    રાડો  (ઘડિયાળ)
=====================================================================
 
સ્વપ્ન જેસરવાકર

દિવાળી આવી દિવાળી આવી…..કવિતા


 
દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
 
=========================================================
 
ગુજરાતી બ્લોગ જગતના આધાર સ્તંભ એવા  આદરણીય વડીલો
 
વહાલાં બહેનો પ્રિય મિત્રો અને વ્હાલા વાંચકો સાથે ભવ્યાતિભવ્ય
 
દેશના ભારતીયજનોને દીપાવલીની………………………………….
 
                                         શુભ કામના
 
 
                    ચિત્ર માટે ગુગલનો આભાર
 
============================================================
 
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 
સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 
દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 
વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 
મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 
નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 
ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 
સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 
ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 
કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 
મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 
નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
=====================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો… લોકપાલની લહેરખી…


       
 
ગોદડીયો ચોરો… લોકપાલની લહેરખી…
 
 
 
આવતા શુક્રવારે ગોદડીયા ચોરામાં વાંચો… ” ચકડોળનો ચકરાવો” 

============================================================================
શરદના સુસવાટા વાજતે ગાજતે આવી ચઢ્યા હતા. દિવાળી આવું આવું કરતી ડોકિયા
 
કરી રહી હતી .
લેવડ દેવડના હિસાબી ચોપડા ચિતરાઈ રહ્યા હતા. બજારમાં દિવાળીના  આગમનને
વધાવતી ખરીદી કરવાની જબરી  ભીડ જામી રહી હતી.
ગોદડીયા ચોરે હું ગોદડીયો, નારણ શંખ, ને શાંતિ ધ્રુતરાષ્ટ્રની ત્રિપુટી જામી હતી. 
બીજા પાત્રો રાહ જોતા અમે ચર્ચાના ચકડોળે ચઢ્યા હતા. ભદા ભૂતનો અતો પતો નથી.
એવામાં કનું કચોલું . કોદાળો  અને અઠા બઠાની બે બળદની જોડી રુમઝુમ કરતી
આવી પહોચી.
આજે  ચોરામાં બધા ગયા વખતે પોલીસ દ્વારા મળેલ પ્રસાદની ચર્ચામાં જોડાયા. કોદાળો
 
કહે ભાઈ મારી તો પનોતી બેસી ગઈ. મેં મારી  હનીને બેક સાઈડે  આઈસ ઘસવાનું કહ્યું
 
તો એ તો બી. એ  પાસ એટલે આઈસથી બીએ. યુનો  એ શાકભાજી બાય કરવા જાઈન્ગ
 
તો ટામેટા ડાઉન  મૂકી ટોપ પર  ફ્લાવર કે બટાકા મુકીંગ . એટલે  સ્પીકિંગ  જોરસે ઓર
 
મગજ ધીરેસે ચલાવતી હેન્ગી .
હવે નાના  મગજ  જ  બરાબર નોટ ફીટીંગ એટલે એણે સવાઈ ડોક્ટર હોય એમ બામ  લગાડી
 
એટલે એક  તો વાંહો પેલા રેડભાઈએ લાલઘુમ કરી નાખેલો ને ત્યાં બામ બરાબરની  ચચરી
 
એટલે વાંદરા કુદકા મારે એમ આઈ એમ ઠેકડા મારીંગ એન્ડ સારી સોસાયટી દેખીંગ એન્ડ હસીંગ 
 
 મેં સરકસ વાલા બંદર હું  એમ સમજકર માય ઈન્સલ્ટ કરીંગ સબ મજાક ઉડાવિંગ.
ધ્રુતરાષ્ટ્ર કહે હવે હખાણો  મરીંગ વરના હમ સબ ફિર લાલ કરીંગ માર માર કે સમજા  બબડુંક .
એટલામાં કનું કચોલું ભજીયા લઈને આવ્યો ને ચાનો ઓડર પણ આપતો આવ્યો.
અમે બધા ભજીયાંના ભડાકા વેરતા ને ચાની ચૂસકી લેતા હતા
ત્યાં ક્ચોલું કહે અલ્યા આ લોકપાલ નામનું  વળી કયું પ્રાણી અવની પર અવતર્યું છે ?
પેપરોવાળા આ ટી.વી.  ચેનલોવાળા હવાર હાંજ એની મેથી માર્યા કરે છે મારા વા’લા !
 
નારણ શંખ કહે અલ્યા આઝાદીની લડતમાં લાલ, બાલ,,અને પાલ વિષે સાભળેલું.
 
ત્યાજ પેલા અઠો બઠો કહે અમે તો વસ્તુપાલ, તેજપાલે આબુના દેરા બનાવેલાં એ સાભળેલું.
 
ત્યાં મેં કહ્યું ભાઈ આ લાલ, બાલ, પાલ અને વસ્તુપાલ તેજપાલ એ તો જૂની વાતો છે પણ
 
હમણાં યશપાલ, જશપાલ ,રાજપાલ , ધર્મપાલ, ને સુરેન્દ્ર્પાલ તાજા નમુના છે
  .
ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા ગોદડીયા આ બધા નમુના પાછો ક્યાંથી વીણી લાયો છું. વિગતવાર કહે.
મેં કહ્યું જો આ યશપાલ ક્રિકેટર છે. જશપાલ વડોદરાના પોલીસ કમિશ્નર હતા ને ભૂતપૂર્વ મંત્રી છે.
આ રાજપાલ ,ધર્મપાલ, અને સુરેન્દ્ર્પાલ સિનેમાના એકટરો છે.
 
નારણ શંખ કહે આ રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી બધું ખાઈ જાય છે તેની તપાસ કરવા માટે
 
અન્ના સાહેબ અને તેમની મંડળી જન લોકપાલ બિલનો કાયદો લાવવાનું કહે છે.
ક્ચોલું કહે ત્યારે એમ કહોને કોઈ જનસિંહ લોક્સિંહ પાલ નામના રાજાના નામમાંથી સિંહ શબ્દો
 
કાઢી નાખી આ જન લોકપાલ નામ બનાવ્યું લાગે છે. ખરું કહેવાય હો !
 
ત્યાં જ કોદાળો કહે દેખા આ નેતા લોગ કો એ બીલ પરવડતા નથીંગ. દેખને કે વાસ્તે  અન્નાકો સપોર્ટ
 
કરતે હેંગે ઓર મનમેં ધીસ બીલ નો કમિંગ એસા   સોચતે હેંગે. વો સાલે બડે એકટર હેંગે.
જબ ગોવિંદા સંસદમે ગયા તબ વો અપનેકો એક મઝા હુઆ બડા એકટર માનતા થા.
સંસદમેં ડ્રામા દેખા તો દંગ રહ ગયા વો ખુદ કહને લગા એ લોગ હમસે ભી બડે એકટર હે !
આ અન્નાજીની મંડળી બધા પક્ષોની હવા કાઢી નાખી કોંગ્રેસની ખુરશી હલાવવા બેઠી છે.
ત્યાં જ  અઠા બઠાની જોડી રંગમાં આવી ગઈ ને જોરથી ગાવા લાગી.
 
કોણ હલાવે ખુરશી ને કોણ લાવે ચબરખી

 
અન્નાને જનતા વ્હાલી અન્નાજી હલાવે ખુરશી…..કોણ.

 
ચિદમ્બરમને વ્હાલી ચેર પ્રણવને વ્હાલા પાયા
 
 કે- જરીવાલને વહાલા કાયદા એ હલાવે ખુરશી….કોણ.
 
ભારતને  ભૂષણ વ્હાલું  પ્ર- શાંત ના રહે  શાંત
 
 કિરણ કહે હવે બે-દિ  રહો હાલી જશે  ખુરશી…….કોણ.
 
 સિસોદિયા કહે શીદ દિયા વાદા  પુરા ના કિયા
 
 દેશની જનતા જાગી ને યુવાનો હલાવે ખુરશી…….કોણ.
 
 ભાજપ હલાવે મુળીયાં ને સામ્યવાદી હલાવે થડીયાં
 
લાલુનાં લખ્ખણ નિરાળાં બેઠો ચડાવે ચાવી……કોણ.
 
હિસ્સારમાં કહે હિસ્સો ને કોઈ ના  કોંગ્રેસમાં જીતે
 
ભાષણોથી ભ્રષ્ટાચારના હઠે નક્કર કાયદે ચડો…કોણ.
 
માયા મુકાવે મૂર્તિઓ ને કોઈ રથે ચડે મહારથી
 
જાગી છે જનતા સારી ને અન્નાજી  હલાવે ખુરશી…..કોણ.
 
 
ત્યાં કનું કચોલું કહે અલ્યા હું એક ખાનગી માહિતી લાવ્યો છું. આપને બધાએ ચેતવા
 
જેવું છે. આમ મને છીકણી સુધવાની આદત એટલે બૈરાં સાથે વાતો કરવાનું મળે.
આપણા બધાયના ઘરવાળાંએ નરેન્દ્રભાઈને કાગળ લખ્યો છે. કાગળ આમ છે.
 
ભાઈ શ્રી નરેન્દ્રભાઈ,
ક્ષેમ કુશળ હશો. દિવાળીના તહેવારો આવે છે. તેલનો ખેલ સસ્તો કરજો આપે કહેલું

 
કે તમારો ભાઈ ગાંધીનગરે બેઠો છે કામકાજે પત્ર લખજો એટલે પત્ર લખીએ છીએ.
આપ જલ્દીથી પેલા લોકપાલ કે લોકાયુક્ત નીમી દો તો સારું.
 
 હમણાં નવરાત્રી ગઈ ત્યાર બાદ પેલા કાપડીયા ભાઈ મળેલા તે કહેતા હતા કે બહેન
 
 કેવો લાગ્યો નવી ડીઝાઇનનો  ચોળી ચણિયો . વજનમાં  અને પૈસામાં ભારે કિંમતી હતો.
મેં કહ્યું ભાઈ મને તો મળ્યો જ નથી. તમારી ભૂલ થઇ લાગે છે. કાપડીયો કહે સાહેબ તો

 
તમારું નામ દઈને લઇ ગયેલા ક્યાંક પધરાવી આવ્યા લાગે છે ?. તો એ તપાસ કરે.
 
બીજા બહેને લખ્યું કે હમણાં સોનીને ત્યાંથી હીરાનો હાર  ખરીદીને કોકને પધરાવીઆવ્યા છે ? .
હવે તમે જલ્દીથી નીમી દો કેમ કે સવારે વહેલા નીકળી રાત્રે મોડા આવે છે ઘેર  જમતા પણ

 
નથી તો આ ક્યાં ફરે છે તેની તપાસ લોકાયુક્ત કરે ને ?
ત્રીજા બહેન કહે સાહેબ તમે તો હિન્દુસ્તાનના ઘેર ઘેર તમારી વાત પહોંચે એવી વાત કરો છો ?

 
તો જરા લોકાયુક્ત આવે તો આપણી ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં કેમ હારી ? કેવી રીતે હારી ?
 
એ બધી તપાસ કરે ને !
 
 ચોથા બહેન કહે સાહેબ આપને તો આટલું બધું ખાવા મળે છે તોય તમે તો ઉપવાસ કરો છો ?
 
પણ મોઘવારીમાં અને ભ્રષ્ટાચારમાં આવક બચતી નથી એટલે અમારે ઉપવાસ કરવા પડે છે.
પાંચમાં બહેન કહે સાહેબ આપ પાકિસ્તાનીઓને અજમેરના વિઝા મળે એવી દલીલ કરો તો
માન સરોવર જવા ચીનના વિઝા જોઈએ એ કેમ ભૂલી જાવ છો ? કે પછી મુસ્લીમોના મત
 
જોઈએ એટલે ? ચીનાઓ  ક્યાં મત આપવા આવવાના છે?
 
 
વાહ સાહેબ કમાલના જ મુદ્દા ઉઠાવો છે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
બધી બહેનોએ સમૂહમાં લખ્યું કે સાહેબ આ વાયબ્રન્ટ નવરાત્રીને બદલે સદાય શુભરાત્રિ રહે તેવું
 
કાંઈક કરો રોજ અમારા અછોડા દોરા ને મંગલ સુત્રો લુંટાય છે .રોજ નારીઓની લાજ લુંટાય છે
 
આપ અમારી વેદના જરાક સમજો તો સારી સદભાવના કહેવાય !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  
 બધા બોલ્યા હવે તો ચેતવા જેવું ખરું…..હો કે.!!!!!!!!!!!!!!!!!!!!!!!
 
જો લોકાયુક્ત આવશે તો સરકારનું અને  આપણું બધાનું  પોલ ખુલ્લું પડી જશે.!!!!!!!!!!!!!!!!!
 
હાટકો=  ==== દિવાળી કાંઈ   દિ – વાળતી નથી
 
                       પણ દાટ  વાળે છે. આ મોઘવારીમાં
 
=======================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રભુ હવે પાવતી આપજે…કાવ્ય


 
પ્રભુ હવે પાવતી આપજે…કાવ્ય
 
============================================
  
 ================================================================
 
દીધેલા દાન કેરી પાવતી પ્રભુ તું હવે આપજે 
 
તારાથી  ના લખાય તો એક વચેટીયો રાખજે 
 
એમની પોલ ખુલી  છે એ જ તું  યાદ રાખજે
 
બરોબર વહીવટનો ખ્યાલ ભલા તું  આપજે
 
વહીવટકર્તાઓના અગણિત ખાતાં  તપાસજે
 
દીધેલા દાનના ગોટાળા પર નજર નાખજે
 
મહામુલો ધંધો છોડી તારા વહીવટમાં આવતા
 
સર્ટીફીકેટની તારે ત્યાં ક્યાં  જરૂર એ  મલકાતા       
 
ના સમાજ કે  ગામમાં ઈજ્જત એવા ટ્રસ્ટી બનતા
 
મસાલા ચાવી મદિરા પાનમાં આખો દિવસ મલકતાં 
 
આપે રૂપિયો કે  લાખો એજ હિસાબ ના જોઈ શકે
 
ફક્ત મળતિયા સભ્યો  જ વહીવટ એનો કરી શકે
 
લાખો કરોડોનો વહીવટ પણ કેવો અજબ ગજબ છે
 
અમારે ત્યાં  વહીવટદારોનો જામ્યો કેવો કસબ છે
 
પહેલા  ટ્રસ્ટીઓ જ ખાતા અને વહીવટ જમાવતા
 
હવે ચેરીટી કમિશ્નર ભાગ માગવા  આવશે  દોડતા
 
======================================
 સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો.. રાસલીલાનું રમખાણ…..


 

 
ગોદડીયો ચોરો..   રાસલીલાનું રમખાણ…..
 
 
================================================================
 
આવતા શુક્રવારે સ્વપ્ન કથાના ગોદડીયા ચોરામાં ” લોકપાલની લહેરખી” રજુ થશે.
 
 
=====================================================================
 
હમણાં જ નવરાત્રીનું નવલું પર્વ પૂરું થયું. ખેલૈયાઓ રૂમીઝુમી નવ દિવસ ખુબ ખેલ્યા.
 
ક્યાંક મોડીરાત્રી સુધી ગરબા રમવાના ઉત્સાહમાં પોલીસ ખાતા જોડે અથડામણમાં આવી
 
 
ગયા. દશેરાનો વિજયદિવસ ઉજવી ફાફડા જલેબીની રંગત જામી નવા  વાહનોની ખરીદી
 
અને અસ્ત્ર શસ્ત્ર ને વાહન પૂજા થઈ.
 

 

પ્રભુ શરદોત્સવના રાસ  રમવા ને દીપાવલીમાં ભક્તો પુકારે તો લક્ષ્મીજી સાથે રહેવું પડે

 
એટલે પોતાના સ્વર્ગ ધામે સંચર્યા. ભદો ભૂત પણ સોમનાથ દાદાના ચરણ સ્પર્શ કરી પરત
 
 
 આવ્યો હતો.
 

 
નવાબી નગરી ખંભાતમાં ગરબાની રમઝટ પૂરી થઇ ગઈ હતી. વાળંદવાડામાં ખાડાવાળી
 

 
ખોડિયારનું  એક અનેરું મહત્વ છે. આસો સુદ પડવાના દિવસે ખાડામાંથી  મા ખોડિયારનું
 
 
ઉથાપન કરવામાં આવે છે .પડવાથી પુનમ સુધી ગરબાની રમઝટ જામે અને આસો વદ
 
 
પડવાને દિવસે વાજતે ગાજતે માને  પોઢાડી દેવામાં આવે છે ત્યાં શરદના ગરબા પુરા
 
થયા હતા.
 
 
ગોદડીયા ચોરામાં હું ગોદડીયો, શાંતિ ધ્રુતરાષ્ટ્ર, નારણ શંખ , કનું કચોલું, કોદાળો એમ
 
ચોરો જામ્યો હતો.  હમ પાંચ ……..

 
ત્યાં  અઠા  બઠાની જોડી આવી પહોચી . અબુલાલ  ઠાકોરલાલ  અને બળવંત ઠાકોરલાલ .
 
 
આમ તો  બન્ને સગા ભાઈ નથી પણ ભાઈબંધી એવી કે રોજ બે ચાર કલાક ના મળે તો
 
એમનો ગરાસ લુટાઈ જાય .
 
બન્ને ચાર ફૂટિયા. ધોતિયું કાછડી વાળી  હોય એમ પહેરે. ઉપર ઓપન શર્ટ પહેરે. માટે ટોપી
 
તો હોય જ .પગમાં મોજડી જેવા ચંપલ ને હાથમાં છત્રી પણ હાથના કાંડે ભેરવી  હોય.
 
 શિયાળો ઉનાળો કે ચોમાસું હોય પણ બારેમાસ આજ વસ્ત્ર પરિધાનમાં આ જોડી જોવા મળે.
 
 બસ ચાલ ચાલ કરવાનું ને વાતોના વડાં.
 
ઘણા એમને અઠા બઠાની જોડી કહેતા પણ અમે એમને પેલું  ૧૯૬૯ પહેલાનું કોંગ્રેસનું
 
નિશાન બે બળદની જોડી  કહેતા . એ દિવસમાં આખા શહેરના ત્રણ ચાર ચક્કર લગાવતા .
 
 જો આ બે ને ખેતરમાં હળે (સાંતી) એ જોડવામાં આવે તો સાજ સુધીમાં બે થી ત્રણ વીઘાં

 
ખેતર ખેડી નાખે એટલું રોજ ચાલતા. અમે એમને ચોરામાં સામેલ કર્યા તો કહે અલ્યા
 
આપણે ગોદડીએ  ચોરે ગરબા કરીએ તો કેવી મઝા પડી જાય હાલ શહેરમાં ક્યાંય ગરબા
 
 નથી એટલે વસ્તી પણ સારી થશે અને રંગ રહી જશે. 

 
 
ધ્રુતરાષ્ટ્રએ ફરમાન જારી કર્યું કાલે રાસ ગરબા . કાલે  મારે ઘેર દૂધ પૌઆની રમઝટ છે
 
બધા પધારજો  ત્યાંથી ગોદડીયા ચોરે જઈશું. 
 
બીજે દિવસે અમે ઘેરથી  કુટુંબ સાથે ધ્રુતરાષ્ટ્રને ઘેર ગયા. બધો  નારી સમૂહ મહારાણી ગાંધારી
 
દેવીના નેતૃત્વમાં જામી  ગયો હતો. અમે દાંડિયાની માંગણી કરી તો ઘરના બૈરાં કહે હવે તમે
 
 બધા છો જ દાંડિયા જેવા રણકતા ને ખખડતા તો પછી દાંડિયાની શી જરૂર છે. જાવ આ વેલણ
 
 
લઇ જાવ. સાંજે  અમે બધા તો ગોદડીયે   ચોરે આવી ગયા.

 
ભદો પરત આવ્યો પણ પ્રભુએ સોમરસ આપ્યો એવું બહાનું બતાવી ચાર પાંચ દેશીની પોટલીઓ
 
લાવ્યો.ધ્રુતરાષ્ટ્ર, કોદાળો અને બે બળદની જોડીએ વહેલા આવીને પેલો સોમરસવાળો પોગ્રામ 
 
પતાવી ટાઈટ થયેલા.
 
 

 

ત્યાં એક ભાઈએ ઢોલની અને બે ત્રણ કાંસી જોડીની  વ્યવસ્થા કરી દીધી હતી ને ગરબો જામ્યો.
 
  
 હે ગરબો જામ્યો રે ગોદડીયાને દ્વારે 
 
 
ભાઈ ગોદડીયાને દ્વારે ગાદલા તલાવે ……..ગરબો
 
 
ગોટાવાળી  ખડકીથી રોકડિયા આવતા
 
 
ખનખનીયા પાડેથી આવે લસણીયા રે…….ગરબો
 
ગુંદરીયા  ખડકીથી ધાબાવાળા આવતા
 
 
છોલણીયા શેરીવાળા નારખાં છોલતા રે…..ગરબો
 
 
વાયના પાડેથી  બાજરીયા આવતા
 
 
જીરાખાઉં ખડકીથી માલપાણી આવતા રે….ગરબો
 
 
પાધરિયામાંથી તો પાદેલાજી પધારતા 
 
 
ગંઠોડા શેરીએથી દાળભાતિયા આવતા રે…ગરબો
 
 
ઢોકળકુઈથી ભાઈ  ચઈડ જ ચાલતા
 
 
દેવની પોળમાં તો દાનવો જ વસતા રે…. ગરબો
 
 
મોંઘવારી  માતાનો ગરબો જ ગવાતો
 
 
ભષ્ટાચાર દેવતા તો ભરખી  જાતો રે…….ગરબો
 
 
દૂધ  છે દોહ્યલું ને પૌઆ પોચા પડતા
 
 
દુધ પૌઆ ભાઈ  અદ્રશ્ય થઈ ગયા રે……ગરબો
 
 
તેલમાં પડ્યો  તડકો ને માનવી કડકો
 
 
મોંઘવારીએ મેલ્યો છે  કેવો ભડકો રે……….ગરબો 
 
  
લોકપાલનાં લાખેણાં ગાણાં જ ગવાતાં
 
 
સરકારનો તો સનેડો ભાઈ જામતો રે ……ગરબો
 
 
મનમોહનની મોરલીયો જ વાગતી
 

પ્રણવનો પાવો ને ચીદમ્બરની ચકલી રે…..ગરબો

 
લોકાયુક્તનાં લહેરીયાં ચર્ચાએ ચડતાં
 
 
કોર્ટ કચેરીમાં દલીલો  દાખવતા રે ………ગરબો
 
 
સદભાવનાના ચારેકોર સુસવાટા વાગતા
 
 
રથયાત્રાનાં વાગે છે ભાઈ નગારાં રે…….ગરબો
 
 
 ગોદડીયા ચોરાનાં  પાત્રો ગરબે ઘૂમતાં
 
 
રાસ ને રંગલો જામ્યો છે ઠેરે ઠેર રે …..ગરબો

 

ત્યાંજ પેલા બે બળદ અઠા બઠા ધ્રુતરાષ્ટ્ર  અને કોદાળા ભાઈને માતા ચડી હોય તેમ
 

લવારા કરી ને ગાળાગાળી  કરવા લાગ્યા જનતાનું જોર હતું. ગૃહિણીઓ ઘણી ગરબા


 
 જોવા આવી હતી. અપ શબ્દો સાંભળી તે ભાગવા લાગી તે જોઈ ત્યાં બે  જમાદાર
 
હતા  તે ડંડો પછાડતા આવી ગયા . મેં પૂછ્યું ભાઈ આપ કોણ ? નામ શું છે.?
 
બસ રુવાબમાં બધાને બે ચાર  ડંડાનો પ્રસાદ પધરાવીને પીરસી  દીધો.
 
 
હવે ગરબા પછી આરતી અને પ્રસાદ તો હોય જ એટલે ડંડા પ્રસાદ  મળ્યો
 
 
પોલીસ એવી જગ્યાએ ડંડા મારે છે કે કહેવાય નહિ અને સહેવાય નહિ..
 
 
બેસાય પણ નહિ અને સુવાય પણ નહિ.
 
 
એટલામાં તો બંને જમાદાર બોલવા લાગ્યા.
 
 
એક  કહે આઈ એમ “રેડભાઈ” એટલે કે લાલભાઈ . હું રેડ પાડવા પાવરધો છું
 
બીજો કહે હું  “એફ. આઈ. આર” છું. એટલે કે    “ફસ્ટ ઇન્કમ રીકવર”
 

 

માય નેમ ઇઝા  ફુલાભાઈ ઈશ્વરભાઈ રુમઝૂમવાળા છે. હમને જો નોકરી કે વાસ્તે દિયા હે
 
 
ઉસકો પેલે રીકવર કરનેકા હે.
 
.
બોલો તુમને બબાલ કયું કિયા . એ લોગોને શરાબ પિયા હે તો પીતે વખત હમકુ બોલના
 
 
ચાહીએ ને થોડા  હમકુ દેતે તો બાંટકર પીતે. વૈસે બી પુલિસ જનતા કાં  મીતર હે. તો હમકુ
 
 
ભી પીનેકા ખાનેકા મોકા મિલના ચાહીએ. ચલો સબ મિલાકર દશ હાજર નિકાલો તો કેસ
 
 
નહિ બનેગા. હમકો ભી ઉપર તક દેના પડતા હે . સબ બાંટકર ખાતે છે .
 
કનું કચોલું કહે પણ મોટા  સાહેબ તો કહે છે ખાતો નથી ને ખાવા દેતો નથી 

 
એફ. આઈ આર કહે ગલત જો નહિ ખાતા  તો દશ સાલસે જિન્દા કેસે હે ?
 

 

વો તો કહને કા………..ભાષણ ભરડનેકા …….સબ  ખુરશીકી  ગોલમાલ હે  !!!!!!!!!!!!!!!!!!!!!
 
 
હાટકો=
ધ્રુતરાષ્ટ્ર સિનેમા જોઇને આવ્યો એટલે કચોલાએ પૂછ્યું અલ્યા હિરોઈનમાં કોણ છે?
 
                ધ્રુતરાષ્ટ્ર કહે હેમામાલીનીને રાખી છે.

 
                 સાંભળી મહારાણી ગાંધારી બોલ્યા જોયું હજુ તો હેમામાલિનીને રાખી છે…..
 
 
               નહિ સુધરે આ અંધજન………..હા….હા….હા..

( નોધ==આ પાદેલાવાળાની પચાસ જેટલી શાળો ( કાપડ વણવાની ) ચાલતી હતી.
આ ચઈડ વાળા નિર્લોન કંપનીના  ભાગીદાર છે . દાળભાતીયા પણ વેપારી છે
ખંભાતમાં આ બધી અટકો છે ઘણી શેરીના નામ પણ ગરબામાં સમાવ્યા છે.)
 
 
===============================================================
 
સ્વપ્ન જેસરવાકર

વ્યથા વિષ્ણુની…..કાવ્ય


વ્યથા વિષ્ણુની…..કાવ્ય
 
========================================================
 
 હે માનવ શું થયું તને આરસના પથ્થરમાંથી કોતરી ને  જ કીધો  
 
કૈક રંગોથી રંગાવી દીધો મંદિર ચણી રાત દિવસ ઉભો કરી  દીધો
 
આવો દર્શન કરવા ત્યારે નમતા આજ તેમ જોતા સાષ્ટાંગ  કરતા
 
મારે તો ફક્ત સામે જ જોવાનું ના મસ્તક  નયન આમતેમ ફરતાં
 
નોટ ને ફળ ક્યારેક ચરણમાં ધરો છો કયારેક પાવલી છુટી ફેકોં છો
 
મને કહો છો કે હું તો ભાઈ ભાવનો ભૂખ્યો મને ધરેલું કેમ લુંટો છો ?
 
કેવા ભક્તો મારા દર્શને આવતા સદગ્રહસ્થ  મદિરા પ્રેમી પધારતા
 
બેનામી ધંધાવાળા ટ્રસ્ટી બની જતા ને ભક્ત ભેટથી મોજો ઉડાવતા
 
મંદિર ને ઈશ્વર સાથે છે એમને છેટું આરતી ટાણે દોડી હાજરી પુરાવતા 
 
“સ્વપ્ન” પૂછે પ્રભુને મારી વાત નથી ખોટી મંદિરે આવા નફફટ દેખાતા 
 
====================================================
સ્વપ્ન જેસરવાકર

સનેડો હો લાલ સનેડો…. કટાક્ષ કાવ્ય


 
સનેડો હો લાલ સનેડો….
કટાક્ષ કાવ્ય
 
==========================================

 
મિત્રો નવલી નવરાત્રીમા રૂમીઝુમીને ગરબે મહાલ્યા.
 
હવે શરદ પૂર્ણિમા આવશે તો ચાલો શરદના રાસ રમવા 
 
એક નવતર પ્રકારનો સનેડો માણીએ….
 
=========================================
 
સનેડો સનેડો સનેડો  હો લાલ સનેડો
 
સમજી વિચારીને હાંભળજો રાજ લાલ સનેડો………………..હો રાજ સનેડો
 
ગુણલા ગાવો  બાપુના ને ગાંધીજીએ એ રાખી લાજ
 
અંગ્રેજોને હચમચાવ્યા ને, એમણે આંચકી લીધાં છે રાજ…….હો  રાજ સનેડો
 
ભાઈ ઓ ભાઈ બરાક ને તમે સાંભળો ને વાત જરાક
 
મંદીનો માર ઝીલાય  નહિ,  હવે   મિશેલ કહે ઓ-ભામા………હો રાજ સનેડો
 
ઝરદારી તો ઝકડાઈ ગયા ને પડ્યો છે બે બાજુનો માર
 
સેના આઈ.એસ.આઈ ગાંઠે નહિ, હવે  ગાદી ખોવાનો સાર………હો રાજ સનેડો
 
કેમરૂન તો ક્રોધે ભરાયા ને બ્રિટન બની ગયું છે  બેહાલ
 
સૂર્ય હવે આથમી ગયો   છે, હવે એતો  આજે  તૂટે કે કાલ ……..હો રાજ સનેડો
 
બાંગ્લા દેશમાં બહુ થયું ને સાંભળો શેખ હસીના
 
માગ્યું તે આપ્યું છે અમે, હવે તમે ના બનશો કમીના………….હો રાજ સનેડો
 
ગદાફી તો ગાંડો થયો ને ખુબ કર્યો છે નર સંહાર
 
આંતર વિગ્રહ ફાટી નીકળ્યો, એણે હવે છોડ્યા ઘરબાર ……….હો  રાજ સનેડો
 
નેપાળમાં પાળ બંધાઈ  ને પ્રગટ્યું છે માઓ રાજ
 
રાજાશાહી ખતમ થઇ ,જોજો તમે  પ્રજા થાશે તારાજ …………હો રાજ સનેડો
 
દિવાળી તો ડોકિયા કરતી ને ના મળતું  ટીપું  તેલ
 
પ્રજા વલખાં મારે,  આતો વેપારી ને સરકારનો ખેલ ……………હો રાજ સનેડો.
 
સરદાર ને કેમ વિસરીએ એ છે ભારતના  ભડવીર
 
દેશને તો  એક જ કર્યો , એમણે રાજાઓનાં  નમાવ્યા શિર……….હો રાજ સનેડો
 
જવાહરલાલજી  જબરા એમને વહાલું ગુલાબનું ફૂલ
 
શાંતિ દૂત ભલે  થયા ,પણ કાશ્મીરમાં કરી છે ભૂલ……………..હો રાજ સનેડો
 
ગાય શીખે ને સાભળે આ અનોખો સનેડો આજ
 
નર નારી હરખે ભર્યા, ગુણ ગાયે ગોવિંદ રાજ ………………હો રાજ સનેડો.
 
==================================================
 
નોધ-= કોઈ વ્યક્તિ પાસે પૈસા ના હોય અગર કોઈ મહેમાન આવે
 
ત્યારે ઘરમાં ખાંડ કે ચા અગર દૂધ ના હોય ત્યારે ઘરના મહિલા
 
વાત કરતા કહે કે ”  હું તો વસ્તુ વિના ઓભાતી હતી
 
આ  ઓભાવું  શબ્દ ચરોતરમાં ખાસ વપરાય છે. એટલે ફસ્ટ લેડી મિશેલ 
 
ઓબામા ને કહે છે….ઓ- ભામા  એટલે કે ઓભાઈશ  નહિ. 
 
===============================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો…… “સોરઠિયો શામળો” ..


 
ગોદડીયો ચોરો…… “સોરઠિયો શામળો” ..
 
 
=============================================================
 
 
 શરદની રઢિયાળી રાતોમાં  પ્રભુ રાસ રમવા જવાના હોઈ સોમનાથના દર્શન બાદ પ્રભુ 
 
પોતાના સ્વર્ગ ધામે પરત ફરશે. દિવાળી બાદ કોઈક સમયે  દ્વારિકાની મુલાકાતે  આવશે.
 
સ્વપ્ન કથાના “ગોદડીયા ચોરા”માં  આવતા  શુક્રવારે “રાસલીલાનું રમખાણ” રજુ થશે.
 
 
===============================================================
 
 
રાજકોટના અવનવા રંગો નિહાળી પ્રભુ અતિ આનંદ પામ્યા. નારદજીને પણ રંગીલું
 
રાજકોટ મનમાં મરકાવી ગયું. નારદજી ધરતીના પ્રસંગોની મનમાં ગાંઠવાળી સ્વર્ગમાં
 
 દેવોને ભાજપ- કોગ્રેસની જેમ કેમ લડાવવા એનો તખતો તૈયાર કરી મનમાં એપિસોડ
 
અને સંવાદોની  ગૂંથણી  કરી રહ્યા હતા.
 
પ્રભુએ કહ્યું ભદા હવે આપને હવે આગળ પ્રયાણ કરીએ મને મારી રાજધાની જોવાની
 
ભારે તાલાવેલી લાગી છે. હવે મારી દ્વારિકાની કેવી  દશા છે તે અંગે જાણવું છે ?.
 
ભદો કહે ભગવન હવે બહાર નીકળીને છકડો પકડી લઈએ ને ગોંડલ પહોંચી  જઈએ.
 
જ્યાં ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા તો કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર નાનાં ઝુંપડા 
 
અને મકાનો તોડી પાડી રસ્તો પહોળો કરવાનું કામ ચાલતું હતું. વચ્ચે રોડ પર ખાડા
 
ખોદવામાં આવતા હતા તો ક્યાંક પુરતા હતા.
 
પ્રભુ કહે ભદા આ તોડવાનું ખોદવાનું અને પાછા પુરવાનું બધું શું ચાલે છે ?
 
નારદજી કહે ખાડા ખોદવાના પૈસા અને ખાડા પુરવાના પૈસા  એમ બેય બાજુથી પૈસા
 
તોડી ખાવાના.  અરે પ્રભુ આ લોકો વૃક્ષ રોપણ કરે ને અઠવાડીયા  પછી ત્યાં છોડ જ
 
ના હોય .
 
બોલો આ કાર્ય પદ્ધતિ આપણે સ્વર્ગમાં અપનાવવા જેવી ખરી કે નહિ  કેમ કે નાણાંખાતું  
 
તોઆપના ઘરમાં જ છે. 
 
પ્રભુ કહે મારું વાળું ખરું હો આ………….. તોડપાણી તો તોડ ને પાણી જ છે !
 
ભદો કહે પ્રભુ આ બધા  તોડના ધંધા માટે તોડે છે ને પાણી મળે એટલે પૂરે છે .
 
અમારા ભારતમાં આમ જ પોલીસો ,પટાવાળા,  પક્ષો,  પ્રધાનો ને અમલદારો  
 
પબ્લીકને અને પત્નીઓ પતિને  પીસી પીસી ને  પૈસાનું  તોડ પાણી કરે છે.
 
થોડા આગળ ગયા ત્યાં  બસો અને લકઝરી બસો થોકબંધ ઉભી હતી .
 
ભદાએ પૂછ્યું  આ બસ સોમનાથ જુનાગઢ  જશે ખરી બાપલિયા.
 
બસના ડ્રાઈવરો  કહે  ના આતો સદભાવના ઉપવાસ  મિશન એટલે પ્રજાના પૈસે વાહ
 
વાહ અને દિલ્હીમાં વડા પ્રધાન માટે ઉમેદવારી  કરવા માટેની તૈયારીમાં જવાની છે.
   
 જયારે બીજી કોંગ્રેસને રાજ્યમાં   સતા વાપસી   માટેના  મિશનમાં જવાની છે.
 
નારદજી કહે અલ્યા ભૂત આ થોડા ટોપીઓવાળા ને થોડા પાઘડીઓવાળા જુદી જુદી
 
 બસોમાં કેમ બેસે છે ?
 
ભદો કહે દેવર્ષિ આ કોગ્રેસવાળા બધાને ટોપીઓ પહેરાવે છે ને ભાજપવાળા પાઘડીયો
 
પહેરાવે છે એટલે.પ્રજાના પાસે લાંચના માગી ટોપીમાં અને પાઘડીમાં મૂકી દેવાના અને
 
લોકોને લાગે આવડા તો પાઘડી અને ટોપીઓ સરખી કરે છે .
 
પેલી ટોપીનું   ઊંધું લખો  તો પીટો થાય એટલે કે પ્રજાને પીટો.
 
આ પાઘડી વાળા કહે હવે પા-ઘડી તો ખાવા  દ્યો.
 
આવડા ટોપી વાળા પંચાવન સાઈઠ વરસથી ખાય છે.
 
 અમારો વખત હજુ પંદર વર્ષથી આવ્યો છે  એટલે ….. પા…ઘડી……. તો ખાવા  દ્યો.
 
છકડા  બેસી ચાલ્યા તો ગોંડલ  આવ્યું .ભદો કહે પ્રભુ પ્રજાના ચાહક એવા સર
 
ભગવતસિંહજીનું આ રાજ્ય જેમણે    ” ભગવદ ગોમંડલ “ રચી ભારતને એક નવીન
 
ગ્રંથ  આપ્યો.
 
ત્યાંથી આગળ જલાબાપાનું વીરપુર આવ્યું. વીરપુર એટલે જલા  ભગતનું ગામ .
 
નારદજી કહે  આ જલારામબાપાએ ભૂખ્યાને જમાડ્યા સેવાચાકરી કરી સમાજને સેવાનો
 
 મંત્ર આપ્યો.દુનિયા પૈસા મોટર બાગ વાડી છોકરા બધું આપી દે પણ આમણે આજ
 
પ્રભુને સેવા કાજે પત્ની સોપી દીધી. બોલો આ જગતમાં બીજો એવો કોઈ મહાપુરુષ
 
પાક્યો નહિ હોય.
 
ભદો કહે નારદજી  અમારા  દેશમાં લોકો તો ઠીક પણ આ નેતાઓ બીજાની બાયડીઓ
 
લઇ જાય છે
 
જુઓ અમરમણી ત્રિપાઠી મધુમિતાને લઇ ગયા. રાજસ્થાનના પ્રધાન કોઈ ભંવરી દેવીને
 
ગુમ કરી ગયા. નારાયણ દત  તિવારી કોઈની પાછળ પડેલા. પેલા યેદુરપ્પાની કોઈ ગર્લફ્રેન્ડ
 
હતી  અમારા ભાજપના સંસદસભ્ય બાબુ કટારા કોકની બૈરીને પરદેશ લઇ જતા  હતા
 
 તે કબુતર બાજીમાં પકડાયેલા.
 
 બોલો કેવી કમાલ છે નેતાઓની !

 
પરભુ ભદો અને નારદની ત્રિપુટી હવે “સોરઠીયા શામળા” ના સોરઠના દરવાજે પહોચી.
 
ભદો કહે પ્રભુ આ ધરા એટલે ભગવાનને પણ મહેમાનગતિનું આમંત્રણ દે એવો   છે
 
અને એની વાત જ શી કરવી બાપલિયા.
 
આના માટે એક   સોહામણો સોરઠો છે…..
 
“સોરઠ  ધરા  સોહામણી,  જુનો  ગઢ   ગીરનાર
 
સાવજડાં સેજલ પીવે ,જેનાં નમણાં નર ને નાર ”
 
ભદો  કહે પ્રભુ સાંભળો વાલીડા આ તમારો ભાવ ભર્યો ને માયાળુ સોરઠ આવી ગયો
 
” સંત, શુરા  અને સાવજ તો સોરઠના ” .
 
…………………અને વધુમાં……..
 
“સોરઠ સુરોના સરજીયો ને ના ચઢ્યો ગઢ ગીરનાર
 
  ના નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો  અવતાર ”
 
 
ભગવાન કહે મારા પ્રિય ભક્ત નરસૈયાનું  ગામ આવી ગયું . હવે બીજો કોઈ
 
નરસૈયા જેવો છે ખરો ?
 
ભદો કહે હા પ્રભુ જુનાગઢના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ એવા જ સેવાભાવના
 
ગુણો ધરાવે છે.
 
ભગવન કહે કામમાં, સેવામાં અને ભાવનામાં મશરૂમ જેવા મશરૂ પ્રજાને અને
 
 મને અતિપ્રિય છે.
 
પ્રભુ પ્રેમથી મહેન્દ્રભાઈને મળ્યા ને કહ્યું આપ તો મહા ઇન્દ્ર છો . ઘણું જીવો ને
 
પ્રજાપ્રેમ પામો .
પ્રભુએ જોયું તો દામોદર કુંડ, નરસિહ મહેતાનો ચોરો, ઉપરકોટ, ગરવા ગિરનારની
 
દુર્દશા  ઝુંપડપટ્ટી  અને ગંદવાડ જોઈ દુખી થયા. ગરવા ગિરનારની પ્રતિષ્ઠાને ઝાંખપ
 
લગાડે તેવું સરકારનું આ વર્તન બેહદ શરમજનક છે.
 
આવા પવિત્ર યાત્રાધામો અને ભક્તજનોની જગ્યાની જે સરકાર દુર્લક્ષ સેવે એવી
 
 સરકાર ગમે તેવી લોકપ્રિય હોય  તો પણ શા કામની ?
 
અને જેના વડા પાછા નરોમાં ઇન્દ્ર હોય .તેમના રાજમાં ધાર્મિક સ્થળોની આવી દુર્દશા.
 
જુનાગઢમાં આદિ કવિ ભક્ત નરસૈયાની  પ્રતિમાની કરતાલ દર વર્ષે ચોરાઈ જાય
 
તે આપણી  પ્રજાની મનોભાવના અને સંસ્કાર સાથે ફક્ત દેખાવ પુરતી  ભક્તિનું
 
ઉદાહરણ છે.
 
પ્રભુ યાત્રા ત્યાંથી સોમનાથ તરફ પ્રયાણ કરે છે.
 
સમુદ્ર કિનારે અફાટ સાગરને સોમનાથ દાદાના ચરણ પખાળતાં  મોજાંઓ અને 
 
ભવ્યાતિત ભવ્ય સોમનાથદાદાનું  મંદિર અને શિખરે સુસવાટા લેતી ધજા નિહાળી
 
પ્રભુ સાથે નારદજી અને ભદો ખુબ ખુશ થયા.
 
પ્રભુએ  પોતાના ઇષ્ટદેવ દેવાધિદેવ ભગવાન શંકરને મનોમન વંદન કર્યા.
 
પભુએ પ્રાર્થના કરતા કહ્યું હે દેવાધિદેવ ભવ્ય ભારતના દ્રષ્ટા સરદાર પટેલે આપના
 
દેવસ્થાનનો જીર્ણોધ્ધારકરી એમને લીધેલ સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એથી મન ઘણું
પ્રફુલ્લિત થયું.
 
નારદજી ટીખળ કરતા બોલ્યા પ્રભુ આપ કાળા કાન કે કાળા કૃષ્ણ કહેવાઓ  છો પણ
 
આ પૃથ્વી પર કોઈ લાલ કૃષ્ણ નામનો  માનવી  છે તેમને  આ રથયાત્રાઓ કાઢવાનો
 
એક અનેરો શોખ છે. એ એકાદ વર્ષ થાય ને કોઈને કોઈ બહાને રથયાત્રા કાઢે છે
 
મનેતો લાગે છે કે જો બહુઅતિરેક થશે તો લોકોને આપની અષાઢી બીજે નીકળતી
 
રથયાત્રાને લોકો ભૂલી જશે. એણે  તમારી અને મર્યાદા પુરષોત્તમની રથયાત્રાઓ
 
કાઢી  જનતાને હિલ્લોળે ચડાવી મત ઉઘરાવી સત્તાસ્થાને ચડી બેઠા અને આપને  
 
 ભૂલી જ ગયા છે મારા વાલાઓ !.
 
 નારદજી  વદ્યા  વાણીને   કહેવા લાગ્યા કે પ્રભુ આપ ગાવો ……………………….
 
“મારા બનાવેલા તો મુજને બનાવતા  ,
 
  ગર્ભમાં દીધેલા કોલને ભુલાવતા ”
 
પણ વખત આવ્યે હું કોઈને છોડતો નથી રે…..હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે…
 
પ્રભુ આ ભજન અનુસાર આપે કૈક કરવું જોઈએ તોજ આપનું અને આપની યાત્રાનું
 
મહત્વ જળવાશે.
 
સોમનાથ ટ્રસ્ટના  પ્રમુખ માજી મુખ્ય મંત્રી  શ્રી કેશુભાઈ પટેલ ત્યાં હાજર હતા .
 
એટલે પ્રભુ કેશુભાઈને મળ્યા અને જાણકારી મેળવી. ત્યાં  સંસદ  સભ્ય દીનું ભાઈ
 
 
સોલંકી આવી પહોચ્યા.અને વિચારમાં પડ્યા આતો ધર્મ સંકટ શું કરવું ??????
 
 
 
 
સાટકો:=  
કૃષ્ણ  કેશવ દોનો ખડે કિસકો લાગુ પાય.

                 જપું નમો નમઃ તો  ટીકીટ કદી ના કપાય “
 
==============================================================
 
સ્વપ્ન જેસરવાકર

ખોડિયાર બાવની ……


 

      

ખોડિયાર બાવની…. 

 

============================================

 

આજે માં જગત જનનીની પૂજા અર્ચના માટેનું આઠમું

 

નોરતું એટલે કે આઠમ ચાલો સહુ સાથે મળી

 

માં ખોડિયારના ગુણ ગાન ગાઈએ.

 

===========================================

 

 

 

=================================

 

 

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.

 

હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

 

તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.

 

ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.

 

નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.

 

મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.

 

માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .

 

મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.

 

આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

 

સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.

 

અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.

 

દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .

 

આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.

 

નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .

 

જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.

 

દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .

 

માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .

 

વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .

 

ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .

 

માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.

 

મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.

 

માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.

 

મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.

 

માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .

 

બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .

 

દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.

 

નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.

 

ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.

 

તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.

 

જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ.

 

મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.

 

સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.

 

અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.

 

મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.

 

સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.

 

ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.

 

માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.

 

જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.

 

ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.

 

ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .

 

આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.

 

નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .

 

અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .

 

મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.

 

હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .

 

ખોડલ તારું નામ છે એક, તોય  તારાં સ્થાન  અનેક.

 

ખમકારી  તું માં ખોડીયાર,  સુખ  શાંતિ સૌને  દેનાર.

 

સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.

 

તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.

 

મનનું  માગ્યું  આપે  માત,  ના  કરતી  કોઈને  નિરાશ.

 

અધમ તણો  કરતી ઉદ્ધાર,   વરસાવે   અમૃતની  ધાર.

 

“બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.

 

===================================== 

 રચયિતા :  શ્રી  બિંદુ ભગત

 

સંકલન :   સ્વપ્ન જેસરવાકર