ગાંધી ક્યારે અવતરશો ફરી ? કાવ્ય


 
ગાંધી ક્યારે અવતરશો ફરી ? કાવ્ય
===========================
 
આજે બીજી ઓક્ટોમ્બર એટલે ગાંધી જયંતિ
 
અને વિશ્વ શાંતિ દિન ……………………………
 
ચાલો યાદ કરીએ એ મહાત્માને જેમણે આપણને
 
આઝાદીના અમોલા અવસરનાં દર્શન કરાવ્યાં.
 
==========================
 
===========================
 
ગાંધી કેરી હાકલે ઉઠી હતી એક આંધી
 
દુનિયામાં આશ્ચર્ય કેવી લડત સાંધી
 
બ્રિટીશરો  ને ભગાડવા  જનતા જાગી
 
ફકીરના શબ્દે કેવી રાષ્ટ્રીયતા  રાગી
 
ત્રણ અક્ષરનો એક જ શબ્દ  આઝાદી
 
અહિંસાના મંત્રે  બ્રિટીશરોની બરબાદી
 
ના અસ્ત્ર શસ્ત્ર જગ આકાશે ચર્ચા ભારી
 
વાહ ગાંધી તારી અડગતા ભાઈ ન્યારી
 
વિશ્વશાંતિનો સંદેશ છે  જગને આભારી
 
જગ જુએ વાટ ક્યારે અવતરશો ફરી ?
 
========================
“સ્વપ્ન” જેસરવાકર
Advertisements

10 thoughts on “ગાંધી ક્યારે અવતરશો ફરી ? કાવ્ય

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  વિશ્વ વિભૂતિ પૂજ્ય મહાત્મા ગાંધીને કોટિ કોટિ વંદન

  ખુબ જ સરસ રચના.

  ” કવિનર્મદ, સરદાર અને ગાંધી,

  આવી એમની સામે અનેક આંધી………….! ”

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

 2. અવસરનાં સુંદર દર્શન
  શ્રી સુરેશભાઈએ કહ્યું તેમ એમને હવે હૈયે ઉતારી દેશદાઝ ભર્યા જોમે રમતા
  જુવાન થકી જ નવું પ્રભાત ખીલશે.

  શ્રી ગોવિંદભાઈની સુંદર દર્શન કરાવતી કૃતિ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. ગાંધી અવતરીને ચાલ્યા ગયા. વિવેકાનંદ, બુદ્ધ, મહાવીર પણ ગયા. ફરી કોક અવતરશે તો પણ શું?
  આપણી અંદર જ આપણે આ બધાને અવતારવા પડે. અને એ ક્ષમતા આપણામાં છે જ. માત્ર બેભાનતામાંથી સભાન બનવાનું છે.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s