ખોડિયાર બાવની ……


 

      

ખોડિયાર બાવની…. 

 

============================================

 

આજે માં જગત જનનીની પૂજા અર્ચના માટેનું આઠમું

 

નોરતું એટલે કે આઠમ ચાલો સહુ સાથે મળી

 

માં ખોડિયારના ગુણ ગાન ગાઈએ.

 

===========================================

 

 

 

=================================

 

 

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.

 

હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

 

તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.

 

ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.

 

નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.

 

મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.

 

માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .

 

મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.

 

આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

 

સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.

 

અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.

 

દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .

 

આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.

 

નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .

 

જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.

 

દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .

 

માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .

 

વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .

 

ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .

 

માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.

 

મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.

 

માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.

 

મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.

 

માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .

 

બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .

 

દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.

 

નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.

 

ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.

 

તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.

 

જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ.

 

મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.

 

સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.

 

અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.

 

મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.

 

સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.

 

ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.

 

માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.

 

જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.

 

ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.

 

ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .

 

આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.

 

નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .

 

અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .

 

મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.

 

હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .

 

ખોડલ તારું નામ છે એક, તોય  તારાં સ્થાન  અનેક.

 

ખમકારી  તું માં ખોડીયાર,  સુખ  શાંતિ સૌને  દેનાર.

 

સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.

 

તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.

 

મનનું  માગ્યું  આપે  માત,  ના  કરતી  કોઈને  નિરાશ.

 

અધમ તણો  કરતી ઉદ્ધાર,   વરસાવે   અમૃતની  ધાર.

 

“બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.

 

===================================== 

 રચયિતા :  શ્રી  બિંદુ ભગત

 

સંકલન :   સ્વપ્ન જેસરવાકર  

Advertisements

10 thoughts on “ખોડિયાર બાવની ……

 1. મનનું માગ્યું આપે માત, ના કરતી કોઈને નિરાશ.

  અધમ તણો કરતી ઉદ્ધાર, વરસાવે અમૃતની ધાર.

  “બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.
  Govindbhai,
  Khodiyar Mata is our Kuldevi….I had seen her in the small Mandir at the end of our Falia. I had seen her in the newly constructed Mandir at the Falia Site.
  Kavi Bindu’s words in the Geet as ” Mata Na kare Koyne Nirash” are the backbones of her Faith.
  May her Blessing be showered on all those pray her.
  Happy Navratri to All !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai Inviting you to READ the VARTA on my Blog.
  Avjo !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s