દિવાળી આવી દિવાળી આવી…..કવિતા


 
દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
 
=========================================================
 
ગુજરાતી બ્લોગ જગતના આધાર સ્તંભ એવા  આદરણીય વડીલો
 
વહાલાં બહેનો પ્રિય મિત્રો અને વ્હાલા વાંચકો સાથે ભવ્યાતિભવ્ય
 
દેશના ભારતીયજનોને દીપાવલીની………………………………….
 
                                         શુભ કામના
 
 
                    ચિત્ર માટે ગુગલનો આભાર
 
============================================================
 
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 
સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 
દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 
વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 
મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 
નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 
ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 
સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 
ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 
કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 
મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 
નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
=====================================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

22 thoughts on “દિવાળી આવી દિવાળી આવી…..કવિતા

 1. Where am I ?
  I thought I visited & posted my Comment.
  Well I did for this Rachana on Pragnaben’s Blog.
  દિવાળી તો આવી અને ગઈ,

  નવા વર્ષની શરૂઆત પણ થઈ,

  પુરો થયો નવા વર્ષનો દિવસ એક,

  પણ, રહ્યા બાકી દિવસો અનેક,

  શું કરશો નવા વર્ષે તમે, કહેશો મને ?

  સેવા, સત્ય પંથે જાઓ, તો ગમશે મને !

  સંકલ્પ એવો કંઈક તમે જરૂર લેશો,

  ભાવ ભરી,ચંદ્ર અંતે સૌને કહે,

  આનંદ તમ જીવનમાં હંમેશા વહે !

  ……ચંદ્વવદન.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai Vartao Vanchava Avta Rehesho !

  Like

 2. આવી દિવાળી સૌને પ્યારી,
  દીપક તણી રાતો ન્યારી,

  મન સંબંધમાં નાતો લાવે,
  નાના મોટા સૌને મિલાવે,

  આકાશે ઝબુકતી રોશની,
  ફટાકડાની મોસમ લાવી,

  ઝગમગ કરતુ તારામંડર,
  ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ,

  ચકરડીનો જુઓ કમાલ,
  જમીન પર ફરતું બ્રહ્માંડ,

  કોઠી જો ને તણખા ઝરે ને,
  સાપ કરે કાળો ધુમાડો,

  સૌ લેતા આનંદ ન્યારો,
  ને બાળક થતો મોજ મજાનો…!!!!

  દિવાળીની શુભ કામનાઓ…!!
  પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે..

  Like

 3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

  ખુબજ સરસ રચના સાહેબ

  બસ દિવાળીના દિવસોમાં પણ અમ આંગણે પધારી

  ફૂલડા વેરતા જશો,
  તો સાક્ષાત મળ્યા સમજીશું.

  આપને અને આપના સમગ્ર પરિવારને દિવાળી અને

  નૂતન વર્ષના પર્વ નિમિત્તે હાર્દિક શિભકામનાઓ.

  સુંદર પંક્તિઓ

  ” મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી

  નવલા વર્ષે મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.”

  ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

  Like

 4. શ્રી.ગોવીન્દભાઈ
  આપના પરિવારને અમારી અંતરપૂર્વક ની શુભ કામનાઓ સાથે શુભેચ્છાઓ …..

  અગિયારસ, બારસ,

  તેરસ ,ચૌદશ અને ઝગમગતી દિવાળી ઝગમગતી રહે એવી

  શુભેચ્છા સાથે આપ સૌને હદયથી દિવાળી મુબારક.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 5. શ્રી.ગોવિંદભાઈ અને પરાર્થે સમર્પણનાં સૌ મિત્રોને દિપાવલીનાં તહેવારો પર હાર્દિક શુભકામના.
  “નવલા વર્ષે મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી,
  દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા લાવી.”

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s