Monthly Archives: નવેમ્બર 2011

આ અમારું અમદાવાદ છે…કાવ્ય


ગો

 
આ અમારું  અમદાવાદ  છે…કાવ્ય

 

 

 

===========================================================

 

 

 

કયાંક  વાદો વાદ છે,  અને  કયાંક   સમાજવાદ   છે,

 

 

 

                                  પણ   ભાઈ આ  અમારું  અમદાવાદ  છે.

 

 

 

કયાંક જુઓ  સામ્યવાદ  ને  કયાંક   અલ્હાબાદ   છે,

 

 

 

                                 પણ   ભાઈ  આ  અમારું  અમદાવાદ  છે.

 

 

 

સસલાએ  કુતરાને  પાછો  પડ્યો  એ નિર્વિવાદ  છે,

 

 

 

                                પણ  ભાઈ   આ અમારું   અમદાવાદ  છે.

 

 

 

પ્રથમ  મિલ  થઈ  અહિયાં ,   એ સમયનો  સાદ  છે,

 

 

 

                               પણ  ભાઈ   આ  અમારું    અમદાવાદ  છે.

 

 

 

દાંડીયાત્રા શરુ થઈ  અને  ભારત છોડોનો  નાદ છે,

 

 

 

                               પણ  ભાઈ  આ   અમારું   અમદાવાદ   છે.

 

 

 

સભા- સરઘસો સાથે ખાડિયાની ખુમારી  પ્રખ્યાત છે,

 

 

 

                               પણ  ભાઈ  આ   અમારું    અમદાવાદ   છે.

 

 

 

અહી  જુઓ  તો  સાબરનાં  પાણીનો  અનેરો સ્વાદ  છે,

 

 

 

                               પણ  ભાઈ  આ   અમારું    અમદાવાદ   છે.

 

 

 

નવનિર્માણ-મહાગુજરાતની લડતની  અગ્રેસરતા  યાદ છે,

 

 

 

                              પણ    ભાઈ  આ  અમારું   અમદાવાદ   છે.

 

 

 

લશ્કરને  વધાવ્યું  ને પછી   સામનો  કરવા તેયાર  છે,

 

 

 

                              પણ   ભાઈ   આ    અમારું   અમદાવાદ  છે.

 

 

 

વિશ્વનામનાનો ડંકો  જરૂર  વગાડીશું  “સ્વપ્ન” નો સાદ છે,

 

 

 

                              પણ   ભાઈ   આ અમારું    અમદાવાદ   છે.   

 

============================================================= 

 

 

 

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ)

વિંદ  પટેલ)

પટેલ)

ગોદડીયો ચોરો…..ગદર્ભ પરિષદ


 

ગોદડીયો ચોરો…..ગદર્ભ પરિષદ

=============================================================

 
હમણાં જ દેવ દિવાળી ગઈ દેવોએ પણ ધામ ધૂમથી દિવાળી ઉજ્વ્યાના સમાચાર આવ્યા છે.

 સમગ્ર  સ્વર્ગમાં આનંદ ઉલ્હાસનું વાતાવરણ છવાયું હતું. હવે તો દેવોય બોણી કરીને દરેક

 

પોત પોતાના વિભાગમાં સમયસર કામે લાગી ગયા છે. હુકમો છોડી રહ્યા છે . ફાઈલોનો

નિકાલ કરી ત્યાં વસતા જનોની લાગણી સાંભળી નવી જાહેરાતો કરી રહ્યા છે.

ધરતી પર ઘણા દેવસ્થાનોએ મેળા ભરાય છે . લોકો નાચે છે ઝૂમે છે અને મેળાનો

 

ભરપુર આનંદ માણે છે.
અમે ગોદડીયા ચોરાના મિત્રો ગિરનારની લીલી પરિક્રમા માણી પરત આવી ગયા હતા.

 
આદરણીય શ્રી અશોકભાઈની માણેલી મહેમાનગતિ તથા તેમની  ” વાંચનયાત્રા” પરિક્રમામાં

અમારી હારે સતત ફરીને રસ્તામાં આવતા સ્થળોની અણમોલ જાણકારી પીરસવા જહેમત

 
ઉઠાવી તે બદલ ગોદડીયા ચોરાના મિત્રો તેમનો હદય પૂર્વક આભાર માનીએ  છીએ.

ત્યાં થયેલા સંસ્મરણો વાગોળી માણેલી  મઝા યાદ કરી કામે લાગી ગયા હતા. શાળાઓ

ખુલી જવાથી બધા સમયસર હાજર થઇ  ફરજ બજાવી રહ્યા હતા.

સાંજના ગાદલા તળાવે ફરી પાછો ચોરો જામ્યો હતો . હસી મજાકમાં ઝૂમતા હતા ત્યાં જ

 
દશ પંદર ગર્દભ રાજોની પધરામણી થઇ.  પ્રથમ તો એમણે આગમનની વધામણી આપી  લાંબી

તેમની જૂની જાણીતી ધૂન  હોંચી…હોંચી …હોંચીની સાયરન વગાડી આજુબાજુ મિત્ર મંડળીમાં

 

બેઠેલા તમામ ને સજાગ કરી આ સવારી  કેમ પધારી તે માટે વિચારતા કરી દીધા.

પછી દરેકમાં જેમ વડા હોય છે તેમ તેમના વડાએ પાછલો પગ બે વાર ઊચો કરી સાયરન

બંઘ કરવાની સુચના આપી તો બધાય ગર્દભો ભોંકતા બંધ થઇ ગયા.

 
ગદર્ભ રાજો કહે અલ્યા તમારામાં આ ગોદડીયો કોણ છે ? અમારે એનું  કામ છે ?

મેં કહ્યું ગદર્ભ રાજ હું જ ગોદડીયો છું. બોલો શું કામ પડ્યું છે મારું આપને ?

ગદર્ભ રાજો કહે હવે બહુ દોઢ ડાહ્યો ના થઈશ. નહિ તો બે ચાર લાતો મરીશું  ત્યારે

ખબર પડશે કે ગધ્ધા લાત કેવી અસરદાર હોય છે તે સમજાશે.

હમણાં “હાસ્ય દરબાર”  પર કવિતા લખી આવ્યો છું ખબર છે ને ?

” કરી ગધેડા સવારી તો બન્યા પ્રમુખ “ અલ્યા અમેરિકાના ડેમોક્રેટ્સ પક્ષે અમારી ગજબની

 
કદર કરી પક્ષનું નિશાન ગધેડો રાખ્યું છે એવું  હિન્દુસ્તાનમાં ક્યારેય અમને સન્માન આપ્યું છે ખરું ?


 

બસ કહેવતોમાં અને હાસ્યમાં જ અમને સમાવ્યા છે…ગામ ગધેડે ચડાવ્યું…તું તો ગધેડો છે………

..

ગધ્ધા વૈતરું કરવું….. ! ગધેડા પર અંબાડી….. ! ગધ્ધા સવારી…… ! તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં !

 
ગધેડે ગવાવું…. ! ગધેડાના પાછલા પગ જેવો….. ! આવી ઘણી બધી કહેવતો વાપરો છો.

 

જરા સુધરો અને સમજો…..અમે લાતમ  લાત કરીએ છીએ તો તમે બધા શું કરો છો ?

 
જુઓ  બધા જરા ધ્યાનથી અમારી વેદનાને સાંભળો ને જરા વિચારો !

 
સપ્ત સંગમ આખી દુનિયામાં ફક્ત વૌઠામાં જ થાય છે અને દેવ દિવાળીએ મોટો મેળો

ભરાય છે ત્યાં અમારું મોટું બજાર ભરાય અને અમારી જાહેર હરાજી થાય પણ અલ્યા

અમને જ કેમ વગોવો છો ? કોની હરાજી થતી નથી ? કોણ વેચાતું નથી ? હવે લેખમાં

 

અત્યારથી જ એ  વિગતવાર વર્ણન કરજે નહિ તો બધાય થઈ તને લાતો મારીશું !

ધ્રુતરાષ્ટ્ર , ક્ચોલું ,કોદાળો ને અઠા બઠા કહે ગધેડાજીની વાત ન્યાયની છે . જો બરાબર નહિ

 

લખું તો અમારા વતીની લાતો પણ તારે જ ખાવી પડશે સમજ્યો લ્યા ગોદડીયા !


 

મેં કહ્યું ગર્દભ રાજો તમે અત્યારે ચોરામાં બિરાજો હાલ જ આપને વધુ વિગતો જણાવું છું.

 
મેં કહ્યું ભાઈ હરાજી ક્યાં થતી નથી ?  બધા જ વેચાય છે ને !!!!!

 

જુઓ અનાજની હરાજી થાય. શાકભાજીની હરાજી થાય .વાહનની નંબર પ્લેટ લેવાની પણ હવે

 

હરાજી થાય છે. જમીનના પ્લોટો અને ઘરોની પણ હરાજી થાય છે.

ભાઈ હવે તો ” ઇન્ડીયન પ્રીમિયર લીગ ” યાની કે ” આઈ. પી. એલ ” માં તો મારા વા’લા

 

ભલ  ભલા ક્રિકેટરોની પણ હરાજી થાય છે. અલ્યા કોઈ ભાવ ના પૂછે એવાય મારા વા’લા

 લાખો કરોડો રૂપિયા કમાઈને આખું વરહ લે’ર કરે છે.

 
હવે તો મને આ માનવંતા ગદર્ભ રાજ ઉર્ફે ગધેડાજીનો સવાલ હાંભળીને  એક નવા  ક્રાંતિકારી

 
વિચારનો મગજમાં ઝબકારો થયો છે કે મારું વાલુ આ કોંતુક આપણા દેશમાં કરવા જેવું ખરું.!

 
આપના નેતાઓ ચૂંટાઈને પછી સરકાર રચવા કે બહુમતી પાસ કરવા વેચાય છે જ ને ?

 
ઘણાય સવાલ પૂછવા કે  પદ મેળવવા પણ વેચાય છે. ઘણા તો નહિ જેવી વાતમાં વેચાય.

 
તો પછી ચુંટણી પહેલા જ ચૂંટણી પંચ બધા નેતાઓની જાહેર હરાજી રાખે ! ફક્ત બે કે ત્રણ

 
પક્ષો હોય ! હવે હરાજીમાં તેમની કિંમત કેટલી બોલાય છે એ પણ ખબર પડી જાય. અને

 
એમનો કેટલો ભાવ છે એ ખબર પડે.?

ગદર્ભ રાજ કહે હા એ વાત હવ હાચી હો.  કેટલાયની  તો બે બદામ પણ ના ઉપજે એવા છે ને

 

ફાંકો રાખે છે જાણે કે આખો દેશ એમના ખભે ઉભો છે અને એમના વગર દેશ સહેજ પણ


 

ડગલુંય  નહિ ભરી શકે. મારા વા’લા  બે કોડીની કિમતના પાંચ કરોડે વેચાય છે.

 
આવું જો થાય તો એમનામાં કેટલી આવડત છે અને એમનો શો ભાવ છે એ ખબર પડે.

 

નાહકના દર વર્ષે કરોડો રૂપિયા વેડફી નાખે છે ને દેશને દેવામાં નાખી પ્રજાને પીડે છે.

 

બીજા એક ગદર્ભ રાજ કહેવા લાગ્યા ભાઈ અમે ડફણાં ખાઈએ , ભાર ખેંચીએ , ગાળો ખાઈએ

 
તોય ખાવાનું તો જેમ તેમ જ મળે. તોય અમે ભોંકી  શકીએ.

 
જયારે હિન્દુસ્તાનમાં તમે એટલે કે પ્રજા ભાર ખેંચે , ડફણાં ખાય, ગાળ રૂપી ભાષણો સાંભળે અને

 
નેતા રૂપી ગધેડા ચારી ખાય ગમે તેમ ભોંકે લાતમલાત કરે અને ઉપરથી મલાઈ ખાય . અમે

 
ટીવીમાં લોકસભાની કાર્યવાહી જોઈએ છીએ ત્યાં લાતમલાત થાય ગાળાગાળી થાય ભાંગફોડ થાય

અને એ બધુય કરવાનો પગાર અને ભથ્થું મળે . એ બધો ભાર તો પ્રજા પર જ ને !

 
બોલો એ લોકો કરતા અમે સારા કે નહિ.?

 

મેં કહ્યું ગદર્ભ રાજ આપની વાત સો ટચ સોનાની સાચી છે.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 
 


હાટકો = બધા ગદર્ભરાજો  ભેગા મળી પ્રભુને વિનંતી કરતા હતા કે હે પ્રભુ જો એક્સેન્જ ઓફર વેલીડ હોય તો

 
              અમને નેતાઓ સાથે પાંચ કે દશ વર્ષ અદલાબદલી કરી આપો તો અમે મફતની મઝા માણીએ !!!!!

=============================================================================

=====

સ્વપ્ન જેસરવાકર

મદિરાની પ્યાલી… કવાલી કાવ્ય


 

મદિરાની  પ્યાલી…  કવાલી  કાવ્ય
 
========================================
 
 
         આભાર ગુગલ
=========================================
  
મદિરાની  પ્યાલી   માંહી   પાયમાલી
 
કરેલી  કમાણી  તો  કલાલોમાં ચાલી…મદિરાની.
 
 
ન  જોડો  ના કપડાં  ના લોટો  કે થાળી
 
એના ઘરમાં  જુઓ તો  શીશી  ને પ્યાલી…મદિરાની.
 
 
કહે  એતો ભાઈ-બહેનને  સાલો ને સાલી
 
 
દુનિયા  કહે છે   એને  તો હાલી મવાલી…મદિરાની.
 
 
જે પીવાથી  માં – બહેનની  મર્યાદા  ચુકે
 
 
જે પીવાથી  પત્ની ને  પરિવાર પણ મુકે
 
 
જતે  દહાડે  એ  દીકરીની  ખાયે   દલાલી…મદિરાની.
 
 
જે  તક્ષશિલા  હતી  એ પણ  ઉડી  જ ગઈ
 
મીથીલાપુરી પણ  એ પાર્ટીમાં ચાલી ગઈ
 
 
જતે દહાડે   દિલ્હીની દોલત  ગઈ વટાવી…મદિરાની.
 
 
જો પીવો  તો   પ્યારા  બાપુના છે સોગન
 
 
જો પીવો તો  માત- પિતાના   છે   સોગન
 
 
થઈ ગઈ છે  આજ હિંદમાં  કલાલે  કલાલી…મદિરાની.
 
 
======================================================
આ  ગીત  ગાંધી શતાબ્દી  ( ૧૯૬૯) માં નશાબંધી સપ્તાહની ઉજવણીના
સંદર્ભમાં લખવામાં  આવેલ. જુના સમયમાં ગામડાઓમાં ભવૈયા આવતા
તેમાં સ્વ. પુરશોતમદાસ આવતા તેમને મને   આ કવાલી  લખાવવામાં
દિલ પરોવીને મદદ કરેલી .લગભગ બે દિવસ દિવસના સમયે મારે
ત્યાં જમવા આવતા ત્યારે વિચારતા ને પછીલખાવતા.
 ત્યાર બાદ સફાઈ શિબિરોમાં અને ઘણી જગ્યાએ આ કવાલી ગાયું છે.
આ  કવાલી દ્વારા મર્હુમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવાનો   મારોએક નમ્ર
પ્રયાસ  છે. પ્રભુ  તેમના આત્માને શાંતિ અર્પે.
=====================================================
રચયિતા;; સ્વ. પરશોતમભાઈ  નાયક
સંકલન:સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો …કેડીના કિનારે પરિક્રમા ….૨


 
ગોદડીયો ચોરો …કેડીના કિનારે પરિક્રમા ….૨
 
 
===============================================================================================================
 
વનરાજ અમને માલવેલાના પડાવ સુધી દોરી ગયા . અમે વનરાજનો ખુબ જ અંતરથી આભાર માન્યો.
 
આવા સમયમાં માનવ માનવને દુખ દે ત્યાં આ હિંસક ગણાતા વનરાજાએ અમોને અતિ ઉતમ પ્રતિભાવ
 
 આપી છેક ત્રીજી રાત્રીના પડાવે દોરી ગયા એજ અમારું અહોભાગ્ય હતું.
 
અમે ગિરનારના અતિ ગાઢ જંગલ વિસ્તારનું કુદરતી સોંદર્ય માણતા હતા.ગિરનારની તળેટીની વાતો કરતા.
 
 
ગોદડીયા ચોરાના મિત્રોને મેં કહ્યું ભાઈ મને અહી ” મનોજ ખંડેરિયા” ની
 
પંક્તિઓ યાદ આવે છે.
 
 
“તળેટી વિષે એવું લાગ્યા કરે છે
 
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે”
 
અને વધુમાં કહું તો……………..
 
“પરિક્રમા તો હરદમ ચાલ્યા કરે છે
 
આ  બ્લોગ જગત ગાજ્યા કરે છે “
 
 
રાત્રીના પડાવમાં બધા એકરૂપ થઇ ભજનોની મોજ માણતા હતા. કેટલાક આરામ સાથે ચર્ચામાં હતા.
 
ત્યાં“વલીભાઈમુસા” (http://musawilliam.wordpress.com) દ્વારા હાસ્યનાફુવારા છલકાવતી કવિતાઓ
 
 સાંભળી બધાનો થાક વિસરાઈ જતો હતો. 
 
“હિમાંશુના કાવ્યો” માં  (http://himanshupatel555.wordpress.com)આદરણીય હિમાંશુભાઈ
 
જગતભરના ખ્યાતનામ લેખકોના કાવ્યોનો અનુવાદ કરીને પીરસતા હતા .
 
તો વળી શ્રી વિવેક ભાઈ “આપનું ઉમરેઠ “ (http://aapnuumreth.org/)માં ઉમરેઠ શહેરની જૂની
 
વાતો સાથે પ્રભુ દ્વારકાથી ડાકોર આવતા જે લીમડાની ડાળ પકડી ઉભેલા તે મીઠી થઇ ગયેલી એ
 
મહિમા સમજાવતા હતા.
 
શ્રી મુર્તુઝા પટેલ ” નાઇલના  કિનારે “ (http://nilenekinarethi.wordpress.com)ઉભારહી નેટ પર વેપાર
 
અને દુનિયાની સાત અજાયબી બતાવતા હતા.
 
ત્યાં શ્રી વિજયભાઈ શાહ “સહિયારું સર્જન”માં (http://gadyasarjan.wordpress.com)ગુજરાતી બ્લોગ
 
જગતના૯૦૦ થી વધુ બ્લોગની યાદી પીરસતા હતા.
 
તપન પટેલ શિક્ષક છે તે “ગુજરાતી એસ.એમ એસ “ (http://gujaratisms.wordpress.com)
 
અને સુવિચારો સમજાવતો હતો.
 
“પ્રદીપની કલમે “(http://prasdipkumar.wordpress.com)  વિરપુરનો જોગી જલાબાપાના
 
 અત્યંત મધુરભજનો રેલાતા હતા.
 
“અધ્યારુ નું જગત “ અને  “અક્ષર નાદ”માં (http://adhyaru.wordpress.com) કેટલાક જુના લેખો
 
પ્રગટ થતા હતા.
 
શ્રી પ્રજ્ઞાબહેન તેમના  “શબ્દોનું સર્જન “ (http://shabdonusarjan.wordpress.com)ના સહયોગે
 
તેમના  પોતાનાં અને શ્રી પ્રેમલતા મજમુદાર ,શ્રી પ્રેમલતાબહેન મહેતા અને હેમંત ઉપાધ્ધ્યાયના ગીતોનો 
 
ગમતો ગુલાલ ઉડાડતા હતા. 
 
બીજે દિવસે સવારે પરિક્રમા વાજતે ગાજતે ધૂન ભજન  અને હરહર મહાદેવ નાદસાથે આગળ વધી.
 
” સુપનાળા”આવી પહોચી ત્યાંથી “નળ પાણીની ઘોડી “ આવે છે.
 
અહી ભલ ભલા મુછાળા મર્દોના પગનું પાણી મપાય જાય છે.
 
દર વર્ષે શારીરિક  અશક્ત હોય એવા બેચાર જણ તો ઢળી પડે છે. જોકે હવે મેડીકલ સારવાર જેવી
 
સુવિધાઓ ખાસ પ્રમાણમાં રખાય છે અને યાત્રિકોની ખાસ કાળજી લેવાયછે.
 
આ ઘોડી ઉતરતા જ ” નાગ બાપાના સ્થાનક”  પાસે રહીને “બોરદેવી” પહોંચાય છે .
 
અહી ત્રીજી રાત્રીનો પડાવ નાખી ભક્તિમાં લીન થાય છે અને થાક ઉતારે છે.
 
અહી સરસ મજાની નદી સાથે મંદિર અને કુદરતી સોંદર્ય આભલા ભર્યું લાગે છે.
 
અહીંથી ગરવો ગીરનાર સોહામણો લાગે છે કુદરતની છુટા હાથે  વેરાયેલી અલોકિક શોભા માણ્યા કરવાનું
 
જ લાગે. એવી કુદરતની અકળ લીલા છે.
 
ગિરનારની ટોચેથી સોળે કળાએ ખીલેલો પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવો  આદરણીય ડો. શ્રી ચન્દ્ર વદન ભાઈનો 
 
“ચંદ્ર પુકાર” (http://chandrapukar.wordpress.com) ખુબ સુંદર અવાજ સાથે વાર્તા કાવ્ય અને વધામણીના
 
સંદેશ પીરસતો હતો.
 
 
એની સાથે ગિરનારની ટોચેથી ટમટમતા તારલા જેવો અને હરદમ ઝબૂકતો  આદરણીય શ્રી રમેશભાઈનો
 
“આકાશદીપ”(http://nabhakashdeep.wordpress.com) ઝળહળતો હતો અને  વતન, દેશ ,દુનિયા અને
 
 
 લોક લાગણીનો પડઘો પાડતો હતો.
 
“મન માનસ અને માનવી ” (http://prvinash.wordpress.com) માં શ્રી પ્રવિણા બહેનની
 
વિચાર ધારા પ્રગટ થાય છે.
 
“મારો  બગીચો  “ (http://marobagicho.wordpress.com) માં  અનુભવો અને વિચારોનું
 
હરિયાળું સરનામું વંચાતું હતું.
 
આવા રમણીય પ્રદેશમાં  નદીના કિનારે આદરણીય સરયુબહેનની કલમે વહેતી સાહિત્ય કેરી”ગંગોત્રી”
 
(http://saryu.wordpress.com) માંથી આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારધારાનું ઉદભવસ્થાનની
 
પવિત્રતા સાહિત્ય ભાષામાં વહેતી હતી. 
 
આદરણીય વડીલ શ્રી “પ્રહલાદ પ્રજાપતિ” (http://praheladprajapati.wordpress.com) એમની
 
મસ્ત કલમ  અને મસ્તીભરી વિચારસરણી દ્વારા જનતાની વેદનાને વાચા આપતા હતા.
 
 
પેટલાદથી આવેલા શ્રી રઝીયાબેન મિર્ઝા (http://shvas.wordpress.com) ના” શ્વાસ “માં
 
શ્વાસે શ્વાસે અવનવી રચનાઓ રેલાતી હતી.
 
અમેરિકાના સાન હોઝેથી પણ ઠેઠ ગિરનારની ટોચે બેઠેલા અને પરિક્રમ્મામાં ઝૂમતા  હરેકના
 
હદયમાં ગાજતો અને રણકતો રહેતો એવો શ્રી જયશ્રીબહેન ભક્તાનો “ટહુકો “ (http://tahuko.com)
 
મનભાવન ગીતો અને એવોજ મનમોહક જાણીતા ગાયકોનો અવાજ સાંભળીબધા પદયાત્રીઓનો
  
થાક  હવામાં વરાળ થઇ ઉડી જઈ તાજગી ફેલાવતો હતો.
 
બીજા દિવસે પૂર્ણિમાના દિને સવારમાં નીકળી “ખોડીયાર ઘોડી” કહેવાતી નાની ટેકરી પસાર કરી
 
 “હર હર મહાદેવ “ના ગગન ભેદી અવાજથી ગાજતી  પરિક્રમા  “ભવનાથ “આવી પહોચી અને
 
વાજતે ગાજતે નીકળેલી યાત્રા પરિપૂર્ણ થઇ .
 
આમ ચાર રાત્રી અને પાંચ દિવસ ચાલતી લગભગ ૩૬ કિલોમીટરની ગિરનારની પરિક્રમા
 
પૂર્ણ  કરી યાત્રિકો ગીરનાર પરિક્રમાનો અનેરો આનંદ  અનુભવી  અનુભવો વાગોળતા હતા.
 
જીવનમાં આવી અજોડ પરિક્રમા કર્યાનો સંતોષ અનુભવતા હતા.
 
 
સમગ્ર ભારત જયારે ૧૫ ઓગસ્ટના રોજ મુક્તિનો સાગરમાં હિલોળા લઇ રહ્યું હતું.
 
ત્યારે જુનાગઢ ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું. નવાબ બાબીને કેદ કરી ભૂતો
 
સમગ્ર વહીવટ ચલાવતા હતા . તેમને જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવું હતું.
 
ત્યાં સરદારશ્રીની સલાહ અનુસાર આરઝી હકુમતનાં આગેવાનો શામળદાસ ગાંધી અને
 
રતુભાઈ અદાણી જેવા અનેક સૈનિકોએ મોરચો સાંભળ્યો . આખરે નવમી નવેમ્બર ૧૯૪૭
 
 ના રોજ સરદાર પટેલની જંગી સભામાં જાહેરાત થઇ કે જુનાગઢ ભારતમાં ભળી આઝાદ
 
થયું છે ત્યારે હરેકના દિલમાં દિવાળીના દીવડા ઝબુકતા અને મુક્ત ભારતમાં ભળ્યું એ  
 
આનંદનો મહાસાગર ઉમટ્યો હતો. એ આજે પણ દર વર્ષની ૯ નવેમ્બરે હર જુનાગઢવાસીના
 
હૈયામાં ઉભરતો દેખાય છે.
 
આ ભૂતો કેવા કમનસીબ કે પાકિસ્તાન નાસી ગયો. કુટુંબ પાયમાલ થયું. અંતે ફાસી મળી.
 
અલ્યા અહી રહ્યો હોત તો રાજકારણમાં આગળ વધી બે પાંદડે થયો હોત. અલ્યા સ્વીસ બેંકમાં  
 
ખાતું હોત. અને મોત અલ્યા અમે અમારી પર હુમલો કરનાર, સંસદ પર હુમલો કરનાર કે
 
વડા પ્રધાનને મારી નાખનારને ખવડાવી તાજા માજા રાખીએ છીએ. કોર્ટના કહેવા છતાય ફાંસી
 
 આપતા નથી. તો તને ફાંસી કોણ આપત. જરા જૂનાગઢની પ્રજાનું  મંતવ્ય જાણી હખાણો રહ્યો હોત તો !
 
અલ્યા  અહી હોત તો સારો જમાઈ મળત. આવો ઝરદારી જેવો  ઝંડ તો ના મળત.!
 
અલ્યા ખાઈ પી ને લહેર કરત.!
 
જોગાનું જોગ નવમી નવેમ્બર હોવાથી બધાય બહાઉદીન  કોલેજમાં રોપાયેલ વિજય સ્તંભને
 
પગે લાગી ધન્ય બની ગયા.
 
 
ટહુકો= કોણ કહે છે ભૂતો ભાગતાં નથી ?
 
           જયારે કોઈ અસરદાર સરદાર મળે છે ત્યારે ભલ ભલાં  ભૂતો ભાગે છે કે પાછુ વળી જોતા પણ નથી.
 
             (જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ ભૂતો પાકિસ્તાન ભાગ્યા)
 
================================================================================================
સ્વપ્ન જેસરવાકર

નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન


 

 

 

 નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન

 

========================================================

 

(  રાગ:== વૈષ્ણવ જન તો તેને રે  કહીએ…)

 

========================================================

 

નેતાજી  તો પરલોકમાં પધાર્યા, પરલોકને   ફફડાવે   રે

 

ચિત્રગુપ્તજીને  સવાલ   પૂછીને, હિસાબ  સઘળો  માંગે  રે…નેતાજી તો…(૧)

 

આ તમારો  યમરાજ છે  કેવો,  નહી  અક્કલનો  છાંટો   રે

 

પાડે બેસાડી એ મને જ લાવ્યો, શિખામણ  એને આપો  રે…નેતાજી  તો…(૨)

 

મોઘી  ને એરકંડીશન  એવી,  કારોમાં  જ હું ફરનારો  રે

 

પાડે બેસી ને  કમર જ  દુખી,  કોલગર્લને તો બોલાવો  રે…નેતાજી  તો…(૩)

 

ચિત્રગુપ્તજી  કહે બધા પશુઓને, પૂછી ને પૂછાવ્યું    રે

 

પાડો કે’ હું જ  જવાનો,  કેમ કે  એ તો  છે  મારા જેવા   રેનેતાજી  તો…(૪)

 

આ પાપ પુણ્યના ચોપડા ને, મુકો બધી  ધમાલો રે

 

ભાગમાં આપણે  ધંધો કરીએ, કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો  રે…નેતાજી  તો…(૫)

 

મારા  જેવા  હોય  અહી  તો,  એમની  મીટીંગ  બોલાવો ને

 

એક  પાર્ટી અહીજ બનાવીને, મને હાઈકમાંડ બનાવો રે…નેતાજી   તો…(૬)

 

ભાષણ કરવાનું  કામ જ મારું, એ સર્વેને   સમજાવો  રે

 

સ્વર્ગવાળાને  વચનો દેવાના, નર્કવાળાને આવકારો  રે…નેતાજી   તો…(૭)

 

સ્વીસ બેંકમાં ખાતું કરાવું  ને,  તમે  ખાધે જ  રાખો રે

 

બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી, જરૂરે  માફી  માગો રે…નેતાજી તો…(૮)

 

કૈક  થાય  તો   ગભરાતા નહી, છે રસ્તો મારી પાસે રે

 

વિષ્ણુને  વૈકુંઠ મુકાવશું,  પક્ષપલટામાં હું પાવરધો   રે… નેતાજી   તો…(૯)

 

ભાષણમાં હું   ગાંધી  જેવો, ને  કાર્યે ગબ્બર  જેવો   રે

 

ફેશનમાં  તો  જોની  જેવો, ને  ખાધે પીધે પાડા જેવો રે…નેતાજી   તો…(૧૦)

 

બદલી  અને  યોજનાની  સાથે, નાણાં ખાતું  આપો  રે

 

સ્વર્ગમાંથી  નરકમાં ફેરવવાનો , કીમિયો  તો જુઓ  રે…નેતાજી   તો…(૧૧)

 

નેતા થઈને  સભાઓ  ગજવી,  દહેજ વિરોધી નારો  રે

 

પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો  લ્હાવો  રે…નેતાજી   તો…(૧૨)

 

આ બધું  જ કરું  તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે

 

ચુંટણી  ટાણે  મને  રજા આપી , ધરતી પર મોકલાવો રે…નેતાજી  તો…(૧૩)

 

હાઈકમાંડ  અને  પ્રમુખને હું,  પગે પડી   સમજાવું   રે

 

સગા -સબંધીને  ટીકીટ અપાવું, ફંડ  નો લાગ  સારો રે…નેતાજી   તો…(૧૪)

 

સાભળીને  ચિત્રગુપ્તજી  બોલ્યા, આને હનુમાનને સોંપો રે

 

ગદાથી જ  ગદડાવો  પછી,  હાડકાં તોડી ઉધો લટકાવો  રેનેતાજી તો…(૧૫)

 

આ તો “સ્વપ્ન“ના શમણાની, એક  રામ   કહાણી  રે

 

સાંભળી  છે  મેં  તો ,  ચિત્રગુપ્તના મોઢાંમોઢ  વાણી રે … નેતાજી તો… (૧૬)

 

============================================================== 

 

  ” સ્વપ્ન” જેસરવાકર   

 

ગોદડીયો ચોરો…….. કેડીના કિનારે પરિક્રમા…..૧


 

 

ગોદડીયો ચોરો……..  કેડીના કિનારે પરિક્રમા…..૧ 

 

 

===================================================================================

ગોદડીયા ચોરાના મિત્રોને ગામમાં ગોઠી ગયું  હતું . ગામની તાજી  હવા પાણી શુદ્ધ દૂધ ઘી અને તાજાં શાકભાજીના 

ચસકે ચઢી ગયાં હતાં. મારા વા’લા બધા હડીઓ કાઢતા હતાં.  .ગામમાં મંદિર મહાદેવના આંટા મારતા હતા.

કોદાળો કહે અલ્યા ગોદડીયા આ બધું તાજું આપણા શહેરમાં મળે તેવી વ્યવસ્થા કર.

કનું કચોલું કહે અલ્યા ગોદડીયા જૂનાગઢની લીલી પરિક્રમ્માની તું વાત કરતો હતો .તે શું વિચાર્યું.?

ધ્રુતરાષ્ટ્ર કહે એમાં વિચારવાનું શું કાલે બધાયે જુનાગઢ જવા નીકળી જવાનું છે.

મેં મહારાણી ગાંધારી દેવીને મારો નિર્ણય જણાવી દીધો છે.

મેં કહ્યું અલ્યા રાજાધિરાજ જુનાગઢના પરિક્રમાના રસ્તામાં આવતા સ્થળોએ ગુજરાતી બ્લોગ જગતના

જુદા જુદા સ્ટોલનો જમાવડો જામશે. અરે જોજોને રંગના ચટકા નહિ કુંડા ઉમટશે .!!!

નારણ શંખ કહે અલ્યા ગોદડીયા આં ગુજરાતી બ્લોગ જગત  એ વળી શું છે.?

મેં કહ્યું મિત્રો ધ્યાનથી સાંભળો જુદા જુદા લેખકો કવિઓ ગઝલકારો વિગેરેએ ગુજરાતી ભાષાનો પ્રસાર

પ્રચાર વધે અને પોતાના વિચારો અને કળા અન્ય સુધી પહોચે અને તેને પરિણામે આપણી ગુજરાતી ભાષા

દેશ વિદેશમાં વિકસે એટલા માટે લગભગ ૯૮૦ જેટલાબ્લોગ બનાવ્યા છે.

ત્યાં અઠો બઠો કહે અલ્યા ગરવી ગુજરતી ભાષાને આપ બધા ગજવો છો . પેલા ત્રણ ઠાકરે સમયાન્તરે ઉતર

 ભાષીઓ અને ગુજરાતી પર વાર કરે છે. મારા વા’લાઓ વાર તહેવાર ઉજવવા ગુજરાતીઓ પાસેથીપૈસા ઉઘરાવી

જાય છે ને પાછા બડાશો મારતા કહે છે………………….કે… ……..મુંબઈ તો મરાઠી માનુષનું  જ !

મેં કહ્યું એટલે જ ગુજરાતી ભાષાને એટલી સધ્ધર બનાવવી છે કે આં અળવીતરા સમજી જાય.

  

“અમારા  ગુજરાતી બ્લોગ જગતને ના શકે કોઈ રોકી

  અમે બધાએ સાથે મળી શેષનાગને માથે ખીલી ઠોકી

  કદી ના ફાવશે અળવીતરા કે ગુજરાતી ભાષા દ્વેષી

  અમ કલમે છે ગજાનન અને મા સરસ્વતીની  ચોકી “

 

બીજા દિવસે બધા કાર ભાડે કરીને બિસ્તરા બાંધી હડેડાટ ઉપડ્યા તારાપુર બગોદરા ચોટીલા રાજકોટ ગોંડલ

 અને વીરપુર જલાબાપાના દર્શન કરી જુનાગઢ પહોંચ્યા.

જટાળા જોગી જુનાગઢના આંગણે મેતા નરસૈયાનાં ભજનો ગાતા ધન્ય બની ગયા .

હવે ઉતારાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારે માથે હતી . મેં મારા વાંચનયાત્રાના બ્લોગ મિત્ર આદરણીય

શ્રી અશોકભાઈ મોઢવાડીયાને ફોન કરી કોઈ ધર્મશાળાની વ્યવસ્થાકરવા કહ્યું તો તેઓ કહે ભાઈ અમારા આંગણે

આ ગોદડીયા ચોરાની મિત્ર મંડળી પધારી હોય ને ઉતારો બીજે શોધો તો અમારી કાઠીયાવાડની  મહેમાનગતિ લાજે

સર્વે હંધાયે  અમારે ત્યાં રોકાવાનું છે.

શ્રી અશોકભાઈ  અમને એમના ઘરે લઇ ગયા અને જીવનભર ના ભૂલાય તેવી અલભ્ય મહેમાનગતિના દર્શન કરાવ્યાં.

બીજા દિવસે અડીચડી વાવ, નવઘણ કુવો,રાણકદેવીનો મહેલ, નરસિહ મહેતાનો ચોરો, ખાપરા કોડિયાનીગુફાઓ વિગેરે

અને જુનાગઢ શહેરની સફર અશોકભાઈએ  પ્રેમથી કરાવી . અમે તેમના જેવા મિત્ર પામી ધન્ય બની ગયા.

બીજા દિવસે અમો સહુ યાત્રાળુઓ સાથે “ભવનાથ “પહોચી ગયા. પ્રથમ રાત્રીનો  રાતવાસો કરી વહેલી સવારના પોલીસ

ખાતા તરફથી હવામાં બે ગોળીબાર કરી હર હર મહાદેવના બુલંદ ગગનભેદી નાદથી પરિક્રમ્માની શરૂઆત“રૂપાયતન “

પાસેના ગેટથી જંગલમાં પ્રવેશતાની સાથે જ થઇ.. હર હર મહાદેવ અનેભક્તિ ગીતો ગાતા યાત્રીઓ મસ્તીમાં ઝૂમતા હતા .

અત્યાર સુધી ઘણી યાત્રાઓ આપે જોઈ હશે.. જેમ કે જન ચેતના યાત્રા, રામ રથયાત્રા પણ એક અનોખી “વાંચન યાત્રા” “( http://vanchanyatra.wordpress.com )પરિક્રમ્મામાં જોડાઈ હતી. એ યાત્રા સહાયવૃતિ, પ્રતિભાવો અને હાસ્ય ડાયરા

સાથે  ચાલતી  હતી.. એમની સાથે  એમના અંગત  મિત્ર  એવા ” શકીલ મુનશી  (http://shakilmunshi.wordpress.com) 

વિવિધ ફોટોગ્રાફી અને ગિરનારની ભવ્યતાના  દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરી મિત્રાચારી માણતા હતા.

“ફન એન ગ્યાન” (http://funngyan.com) માં જુદી જુદી મહત્વની જાણકારી અને નવોદિત બ્લોગરોને ઉપયોગી જેમ કે

બ્લોગ નિયમો., કોપી પેસ્ટ ,  લીંક   એવી અનોખી માહિતી પીરસાતી હતી.

“લાલઢોરી” અને “ઇટાવાની ઘોડી”ટાંટીયામાં કેટલા ગાંઠીયા સમાયા છે તેની પરીક્ષા થાય છે.

અમારી સાથે એક કપલ હતું. ભાઈનું નામ ગરબડદાસ હતું એ ટેકરી ચડતા ટાંટીયાનાં ગાંઠીયા ઢીલા પડી ગયા હોઈ એમ

વારંવાર ગબડતા જતા હતા. તેમનાં પત્ની જડીબેન કહે હું વળી તમને ક્યાં  જડી !

બસ આ શિયાળામાં તમને ખાતર પાણી જેવા પોષ્ટિક ખોરાકની જરૂર છે.એટલે કે જરા વસાણું જરા વઘારે ઝાપટો તો એ ખાતર

પાણીની અસર શરીર પર થાય. જો જરા વધરે જોરથી પવન આવે તો તમે ઉડીને આકાશમાં ગોટે ચડી જાવ. અને તમને શોધવા

મારે બીજા બે વર્ષ ભટકવું પડે સમજ્યા.?

ગરબડદાસ કહે ઓ જડી તું કયાં મને મળી ? ને મળી તો મળી પણ વારેવારે નડી ! 

હું તો પતિ છું કે વનસ્પતિ ?  કે મારે ખાતર પાણીની જરૂર પડે.

“અમદાવાદ કુઈ”  અને ” મહાકાલ  વડલો “ વટાવીને યાત્રા ” જીણા બાવાની મઢી”પહોચી બીજી રાત્રીના  પડાવની તૈયારીમાં

સહુ કોઈ પડ્યા હતા. ઘણા પોતાનું ભોજન જાતે રાંધતાં તો કોઈ ગરવા ગુજરાતની સેવાભાવી સંસ્થા દ્વારા પીરસતા પ્રસાદનો

મહિમા માણતા હતા.

રાત્રીના ભજન સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો . “અસર “ના (http://asaryc.wordpress.com)

ઓટલેથી અસરકારક કાર્યક્રમ  રજુ થતો હતો..

ક્યાંક તો ” ભજનામૃત વાણી” (http://bhajanamrutwani.wordpress.com) તરફથી ભજનો વાગતાં હતા.

અમેરિકાથી આવેલા એક વિશાલ વાંચનના અને વિસ્તૃત ચર્ચા દ્વારા સુંદર લેખ ભજન પીરસતા આદરણીય

શ્રી પ્રજ્ઞાજુબહેન તેમના દ્વારા અનેરો“નિરવ  રવેના સહજ ભાવો “ ( http://niravrave.wordpress.com )

યાત્રાળુઓને ભાવથી પીરસતાં હતાં. . 

અમેરિકાના   “કુરુક્ષેત્ર”થી  ( http://raolji.com) અમેરિકન વાર્તાના વાયરા વાતા હતા. તો બીજા એક મિત્ર 

અમેરિકન ” ફૂલવાડી” માં (http://vishwadeep.wordpress.com)રંગ બેરંગી ફૂલો મંદ મંદ વાતા પવનની  લહેરોમાં પવનની 

મધુર ખુશ્બુ  પ્રસરાવતા હતાં.

મસ્ત મસ્ત પવનના વાતા સુસવાટે “પીયુનીનો પમરાટ “(http://piyuninopamart.wordpress.કોમ) પણ પાંગર્યો હતો.

 ” શિક્ષણ સરોવર” (http://shishansarovar.wordpress.comહમણાં જ અડધા લાખ મુલાકાતીઓથી  ઉભરાયું હતું.

એ પણ શિક્ષણ અને પર્યાવરણના રંગો રેડતું હતું..દુર ગગનમાંથી વચ્ચે  વચ્ચે ક્યાંક ક્યાંક આમ તેમ ” શિક્ષણાકાશ”

( http://shikshnaakash.wordpress.com)  પણ શિક્ષણની વાતો લઈને ડોકિયા કરતુ હતું.

રાત્રીનો મધુરો ડાયરો અને ગીત અને ભજનો માણતા આરામમાં ઉતર્યા.

બીજે દિવસે વહેલી સવારે પરિક્રમ્મા આગળ વધી ” સરકડીયા હનુમાન “ ના દર્શન કરી ધન્ય બની ગયા.

 ” સુરજકુંડ “ જોઈને કુદરતના ખોળે મહાલવાનો મોકો મળ્યો.  આ વિસ્તાર ગિરનારની પાછળનો વિસ્તાર હોઈ 

 ગાઢું જંગલ હતું. આવા જંગલમાં પણ” જ્ઞાનનાં ઝરણાં “ (http://rupen007.wordpress.com)  વહેતા એમાંથી

જગતભરના પ્રાસંગિક પ્રસંગો અને તવારીખો વહેતી  હતી.

આવા જંગલ વિસ્તારમાં ભયંકર અસુરો રહેતા હોય તેવું વર્ણન આવે છે પણ અહીં તો હ્યુસ્ટનથી ગુજરાતી બ્લોગ

જગતના વડલા સમાન વડીલ આદરણીય શ્રી સુરેશ કાકાનો “ગધ્યાસુર “ ( http://gadyasoor.wordpress.com

અને પાંચસો સદી પહેલા થઇ ગયેલાથી માંડી વર્તમાન યુગ સુધીના મહાપુરુષોનાં જીવન ક્રમને વિગતવાર દર્શાવતો

” ગુજરાતી પ્રતિભા પરિચય “ ઉચ્ચ પ્રતિભા દર્શાવતો હતો.(http://sureshbjani.wordpress.com) અનેરી અલભ્ય

માહિતી પીરસતો હતો.

“ઋષિ ચિંતનના સાનિધ્યમાં” (http://rushichintan.com)  મા ગાયત્રીના શ્લોક સંભળાતા. .

જયારે અમેરિકાથી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી સુરેશભાઈ જાની , શ્રી વલીભાઈ મુસા,શ્રી ભરતભાઈ પંડ્યા એમ

મિત્ર મંડળનો “હાસ્ય દરબાર “ ( http://dhavalrajgeera.wordpress.com) પણ યાત્રાળુઓના થાકને વિસરાવી

ખુબ હસાવતો હતો.

તો આદરણીય જુગલકીશોર કાકાનો ” NET  -ગુર્જરી “  (http://jjkishor.wordpress.com) અનેરી માહિતી જોડણી 

અને અલભ્ય માહિતી આપતા હતા. 

જંગલ વિસ્તારમાં અમારા ચોરાના મિત્રો ભૂલા પડ્યા ને ગાઢ  જંગલમાં નીકળી ગયા. તો બે સાવજ સામા મળ્યા .

અમે વનરાજને પ્રણામ કર્યા. અઠા બઠાની જોડી વનરાજને જોઈ  ડરવા લાગી .અને આઘીપાછી થવા લાગી.

તો ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા ખરા વખતે જ તમારું ધોતિયું કેમ ઢીલું થઇ જાય છે ?  ? વનરાજ આપણને કાંઈ નહિ કરે ?

વનરાજો કહે અલ્યા ગોદડીયા અમારે તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે.. ડરશો નહિ. અમે તમને ઉતારા સુધી

મૂકી જઈશું.વનરાજ કહે આ તમારી માનવ જાત અજબ છે ! એમના નામો પણ અજબ છે ! ઉપનામો પણ અજબ છે!

મેં કહ્યું વનરાજ આમ આપને શાથી લાગે છે ? આપે એવું તો શું અવલોકન કર્યું છે ?

વનરાજ કહે જુઓ નામ ગોતમ રાખે છે ! ગોતમનો અર્થ થાય છે કે  ગો- ઉતમ છે મતલબ કે  ગાય સર્વે પ્રાણીઓમાં ઉતમ છે !

હવે આ ગોતમ નામ ધરાવતો માણસ જ  ગાયોના ચરા ને ચરા મફતમાં ચરી જાય છે બોલો આ કેવું કહેવાય.

આ ધીરુભાઈ અંબાણીએ પોતાની મિલકતને પુત્રોના  નામ પ્રમાણે જ વહેચી છે .

મુકેશ ને મુ – કેશ અને અનીલ ને  અ- નીલ કરી એકને કેશ અને બીજાને નીલ આપ્યું.!

મોટો દીકરો – રોકડીયા અને  નાનો દીકરો-  ખાલી .

હવે આ ખાલી રોકડીયા પાસે પૈસા માંગે છે અને મોટાને આપવા નથી એટલે બન્ને લડે છે.

વનરાજ કહે અલ્યા ગોદડીયા સાભળ્યું છે કે તું  અમેરિકા રહ્યો છું. તો તને પર્યાવરણ અને જંગલોનો ખ્યાલ જરૂર હશે.?

મેં કહ્યું ત્યાં જંગલ  ખાતાના  માણસો એક ઝાડ કાપે તો બે નવા રોપીને ઉછેરવાં ફરજીયાત છે નહી તો સજા થાય.

વનરાજ કહે સાભળ્યું કેવો કડક કાયદો. અહી તો પ્રધાનો,  જંગલ  ખાતું , અન્ય નેતાઓ અને મામલતદાર , કલેકટરની

મિલી ભગતથી જંગલો ખલાસ થઇ રહ્યા છે . નવા ઝાડ રોપવાના બાર અને બતાવે બાવીસસો અને પાછા એના પૈસા

ભેગા મળી વહેંચી ખાવાના.

એમના કરતા અમે પ્રાણીઓ અને પશુઓ વનરાજીને ગમેતેમ બગડતા નથી .  પર્યાવરણનું ખુબ જ ધ્યાન રાખીએ છીએ.

જોજો આ પરિક્રમામાં  કેટલાય ઝાડનો ખોડો કાઢી નાખશે અને રસ્તા અને સફાઈના બહાને ઝાડો વેચાઈ જશે.

વનરાજજીએ આપેલા વચન પ્રમાણે અમને બીજા દિવસના ઉતારા માટેનાં સ્થળ સુધી દોરી ગયા.  અમને જોઇને બીજા ભાવિક

ભક્તો આનંદમાં આવી હર હર ભોલેનાથનાં ઉદગારોથી ગગન ગાજી ઉઠ્યું .

 

હવે આગળની  “કેડીના કિનારે પરિક્રમા”  બીજા હપ્તામાં રજુ કરીશું.

  

હાટકો –   બારડોલીમાં ખેડૂતોની જમીન બચાવવા  લડત આપનાર વલ્લભભાઈ પટેલ ” સરદાર ” કહેવાયા.

               હાલ ખેડૂતોની જમીન ઝુંટવી  ઉદ્યોગોને પધરાવનાર ઘણા  ” સરદાર ”  બનવા પ્રયત્ન કરે છે.

================================================================================

સ્વપ્ન જેસરવાકર

 

 

લ્યો શિક્ષણ સરોવર છલકાયું છે ભાઈ…! કાવ્ય


 

લ્યો શિક્ષણ સરોવર છલકાયું  છે ભાઈ…!  કાવ્ય
 
===========================================
 
LAKE
 
=======================================================
 
લ્યો શિક્ષણ સરોવર છલકાઈ ગયું રે ભાઈ
 
અડધા લાખ મુલાકાતીને આંબી ગયું રે ભાઈ…શિક્ષણ સરોવર…!

ક્યારેક શિક્ષણનાં અનેરા કાવ્યો  સજાવે
 
તો ક્યારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન જ આપે
 
ક્યારેક ભક્તિ કેરો રંગ લગાડી ગયું રે  ભાઈ…શિક્ષણ સરોવર…!

ક્યારેક ધરતી પુત્રોને અનોખા બિરદાવે
 
કયારેક કિસાનોને શિખામણથી સજાવે
 
ક્યારેક તહેવારોની છલકે મોસમ રે  ભાઈ…શિક્ષણ સરોવર…!

મજાની બાંધી છે એવી સોનેરી જ પાળ
 
છે એક શિક્ષક કેરો જીવ એનો રખેવાળ
 
વડીલ પણ લોકો પ્રેમથી કહે કિશોરભાઈ …શિક્ષણ સરોવર…! 
 
==============================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો……કળિયુગી કથા


 ગોદડીયો ચોરો……કળિયુગી કથા
 

=========================================================================

         

 ચબુતરી—- જેસરવા

============================================================

દિવાળીના  મેળામાં બેચાર દિન મહાલી વેકેશન પડી ગયું હોવાથી મેં  ગોવિંદ ગોદડીયાએ

કર્મભૂમિ ખંભાતથી જન્મભૂમિ જેસરવાનાં પંથે પગરણ માંડી દીધા હતા . ગામમાં બધાયને

મળી ખુબ આનંદ થયો. જુના મિત્રો સાથે બેસતા વર્ષની મઝા માણી. ગામના વડીલ એવા

સ્વાતંત્ર્ય સેનાની મુરબ્બી શ્રી મહીજીકાકા જન્મદિનના શતકમાં પ્રવેશી ચુક્યા હોઈ તેમના

ચરણ સ્પર્શ  કરી ખાસ આશીર્વાદ લીધા હતા.

સંવત ૨૦૬૮ના વર્ષના બે દિવસ ક્યાં  વહી ગયા તે ખબર ના પડી. બપોરના જમીને જરા 
 
આરામ ફરમાવી રહ્યો હતો. ત્યારે  અમારા ગોદડીયા  ચોરાનાં મિત્રોની વાજતે ગાજતે
 
પધરામણી થઇ. બધા કહે અલ્યા અમને ગોઠતું નહોતું એટલે બધાએ તારે ત્યાં ધામા
 
નાખી ચોરો તારા ગામમાં ભરવાનું નક્કી કર્યું  છે.  ચા નાસ્તો પતાવી અમે બધા ભાગોળે
શ્રી હર્ષદભાઈ સુથાર કે જેઓ ખંભાત એસ. બી. વકીલ હાઇસ્કુલમાં શિક્ષક હતા. તેમને
 
આ મિત્રો ઓળખે એટલે  તેમને ત્યાં ગયા.
 
શ્રી હર્ષદભાઈ હાલ વહેરા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે . તેમના બે  પુત્રો પુનીત અને 
 
 અવકાશ છે. હર્ષદભાઈએ તેમનાદીકરાઓને ગોદડી પાથરી  ચા પાણીની વ્યવસ્થા કરવા
 
 જણાવ્યું. બન્ને દીકરા રંગ બેરંગી ગોદડી પાથરવા લાગ્યા.

“સુનો હર્ષદમ સુનો અવકાશમ કળિયુગી કથા સુનાયે
  કથા સુનાયેંગે ભક્ત ગોદડીયમ”‘……..એવું ગીત હું ગણગણતો હતો.        
 
ત્યાં મહારાજાધિરાજ ધ્રુતરાષ્ટ્ર વદ્યા અલ્યા ગોદડીયા આ કળિયુગી કથા એ વળી શું છે ?
ત્યાં તો ક્ચોલું , કોદાળો, નારણ શંખ, અઠા બઠા કહે જલ્દી આ કથા કહે ને અલ્યા ગોદા.
 
મેં કહ્યું ભાઈ આ જનતાની આશાની ગોળી (દહીં વલોવવા વપરાય તે ) માં મનનો મેરુ
 
ને રાવ (ફરિયાદ) નો રવૈયો નાખી વિશ્વાસનું વલોણું કરીએ છીએ. તેમાંથી જે સાત્વિક 
 
માખણ નીકળે છે તે ભ્રષ્ટાચારનો  ભોરીંગ  લાંચની લાકડી, અકરાંતિયા અમલદારો,
 
ભેળસેળના ભૂવા એવા વેપારીઓ  અને શેતાની સરકાર ઝાપટી જાય છે.
 
જનતાના ભાગે તો મોઘવારી રૂપી પાતળી પાણી જેવી છાસ જ આવે છે. જનતા એ
 
છાસમાં સુવાળી, મઠીયા, ચોળાફળીને તળે છે. જુઓને દર દિવાળીએ સરકારને શુરાતન 
 
ઉપડે અને અધિકારીઓને દિવાળીની રોકડી કરવી હોય એટલે  ભેળસેળના દરોડા પાડે ને
 
પછી આખું વર્ષ ભેળસેળની  છુટ આપે છે.  જનતા લુંટાય ને નેતાઓને અમલદારો કમાય.
 
તેવામાં  ભદો ભૂત નીતિન સંચારીને લઈને આવી પહોચ્યો તેમની સાથે એક નવું પ્રાણી
 
પણ ચોરામાં પ્રવેશ્યું.
કોદાળો કહે ભાઈ આપ કોણ ? શું નામ ? શું કામકાજ ? એવા બે ત્રણ પ્રશ્નો પૂછી નાખ્યા. 
 
કોદાળો અને કચોલું  એટલે  પૂછપરછના કાયમી વારસદારો.
પેલા ભાઈ કહે હું અરવિંદ આખલો. અરવિંદ બસ આખલાની જેમ બેફિકરાઈથી ફર્યા કરે.
 
ઝઘડો થાય તો સામેજે કોઈ હોય તેને આખલાની જેમ માથું જ પેટમાં મારે એટલે તેને
 
બધા આખલો કહેતા હતા.
 
અરવિંદ આખલો કહે અમે બે ભાઈઓ છીએ બન્નેનું એક જ સરખું  કામ છે.
 
હું ખીસ્સાં કાપવાનું કામ કરું છું .મારો ભાઈ પોલીસમાં છે.   ત્રિકમજી  તોડપાણી.
 
બન્નેનું એક જ કામ લોકોના ખીસ્સાં કાપવાનું છે. અમારા જેવી કામની સમજદારી તો
 
અંબાણી બંધુઓમાં પણ નથી. એક બીજા મળીને ધંધો કરતા નથી. લડ્યા જ કરે છે.
 
તેવામાં નીતિન સંચારી ફોન જોડવામાં લાગેલો. મૂળ તો દુર સંચાર અને પાછું
 
સરકારી ખાતું.  એવામાં  તેણે સ્વર્ગલોકમાં ભગવાન વિષ્ણુને લાઈન જોડી આપી.
 
ભદો ફોન પર લાગ્યો. મોં  કટાણું કરીને બોલ્યો મારો બેટો આ  પૃથ્વીનો રંગ સ્વર્ગમાં
 
 પણ લાગી ગયો છે !
 
જેમ પ્રધાનો કે અધિકારીઓ સાંસદો ધારાસભ્યોને ઘેર ફોન કરીએ તો એમના પત્ની
 
જ ઉપાડે એમ ત્યાં પણ લક્ષ્મીજીએ ફોન ઉપાડેલો એ વાત કરતાં ગુસ્સાથી બોલતા હતાં.
 
ભદાએ કહ્યું “સાલ મુબારક” તો ફોનમાં ગરબડ હોઈ તેમણે  સાભળ્યું “હાલ મુબારક” .
 
પ્રભુના હાલ અન્નકુટના ભોગના ભેળસેળીયા પ્રસાદથી  બેહાલ   થઈ ગયા હતા. 
 
લક્ષ્મીજી ગુસ્સામાં તમે બધાય દિવાળીમાં ભેળસેળ અને બનાવટી ઘી ને માવાનો
 
અને ખોરા તેલનો ભોગ ધરાવીઅન્નકૂટ ભર્યો અને પાછો ઠેર ઠેર બધાયની વિનંતી
 
મારા ભોળા સ્વામીને સ્વીકારવી જ પડે ને ?
 
આ તમારા ભેળસેળીયા અન્નકુટના  પ્રસાદથી  મારા સ્વામીની સ્વરપેટી બેસી ગઈ છે.
 
ઉધરસ અને શરદી થઇ ગઈ છે .પેટ છુટી પડતાં ઝાડા થઇ ગયા છે. ડાયાબીટીશ પણ
 
વધી ગયો છે. મોં આવી ગયું છે. બ્લડ પ્રેસર ઉપર નીચે થતાં બધાંને ઉચા નીચા કરે છે.
 
ધન્વન્તરીજી બે ત્રણ દિવસથી ઉપાય કરે છે . કદાચ બાબા રામદેવને નોતરવા પડશે.
 
આવા હાલ થઇ ગયા ને પાછો કહે છે ” હાલ મુબારક “ ભદો ગેં ..ગેં…ફેં..ફેં..ફેં  કરવા લાગ્યો.
 
 મેં ભદા પાસેથી ફોન લઇ લીધો ને વિચાર્યું કે જરા વધુ મસ્કો મારીશું તો દેવીજી શાંત થઇ જશે.
 
મેં કહ્યું હે મહામયી દયાની દેવી પરમ કૃપાલીની ક્ષમા કરો લખમી દેવી એટલે રાજી થઈને
 
વાત કરવા લાગ્યાં. કારણ કે સ્ત્રીઓને ખુશામત ખુબ ગમે !
 
જો ગોદડીયા આ  કળિયુગી  કથામાં કેવી અનેરી માંગણીઓ આવી છે એનું લીસ્ટ કેવું લાંબુ છે.
 
દિવાળી ને બેસતા વર્ષ દરમ્યાન એકસો પચીસ કરોડ અને દેશ વિદેશ વસતા બધાએ જબરું
 
માગણીનું લીસ્ટ મોકલ્યું છે.
 
તે વાચતાં જ પાંચ વર્ષ વીતી જશે ત્યારે વચનો પુરાં કરવાનો કાર્યક્રમ નક્કી થશે ! 
 
કારણ કે વચનો આપવાનું  તો  દુનિયાભરના રાજકારણીઓ પાસેથી જ અમને પણ
 
શીખવા મળ્યું છે . એવડા એ તો વચન  આપે પછી ચાર કે પાંચ વર્ષે માંડ મોં દેખાડે .
 
જ્યારે અમારે તો બધા દિવસ તમો મંદિરમાં આવી કૈક ને કૈક માગ્યા કરો ને એ સાંભળવાનું !
 
દર વર્ષે પાછુ નવું વર્ષ હોય જ એટલે માંગણીઓ તો વધતી જ જવાની ને ?
 
અમારે કંઈ પાંચ વર્ષે મોં ઓછુ દેખાડવાનું તમે રોજ અમને મંદિરમાં  જુઓ છો  ખરું કે નહિ ?
 
 
આ બધી માંગણીઓ ફોન પર કહેવી શક્ય નથી.જો ફેક્સ હોય તો મોકલી આપું.
અમારો ફેક્સ નંબર ૩૧૨ + ૧૦૮ = ૪૨૦ આપ્યો તો ફેક્સ આવવા લાગ્યો. પેજના પેજ
 
ઉતરવા લાગ્યા.ઘણી  વિસ્તૃત માંગણીઓ હતી તેમજ અનોખા પ્રકારની હતી. 

 
મેં મિત્રોને કહ્યું લ્યો કેટલીક અગત્યની માગણીની  માહિતી છે તે વાંચી  સંભળાવું છું
 
 કૃપા કરી હે મારા ચોરાના મિત્રો અને ભાવના વ્યક્ત કરતા વાચક મિત્રો  સાંભળો.
 
 
** જુદા જુદા પક્ષોના મહતમ સભ્યોની માગણી હતી કે પ્રભુ આ અન્નાજીને સદબુદ્ધિ
 
   આપો કે તેમની આ મોટી અને અમને આફત કર્તા જન લોકપાલની માંગણી પડતી
 
   મુકે જેથી ફરી ચુંટાઈ શકીએ ને ઘર ભરી શકીએ.
 
** ઘણા સંસદ સભ્યો ને ધારાસભ્યો  રાજા ,મારન, કલમાડી  કનીમોઝી , રેડી બંધુઓ
 
   ને  યેદીની જેમ વધુ ને  વધુ સભ્યો કેદી બને તો પ્રધાન મંડળમાં અમારો  નંબર લાગે
 
   તેવી પ્રાર્થના કરી છે.
 
** તિહાડ જેલના કેદીઓની માગણી એવી  હતી કે રાજા, કલમાડી , મારન, કનીમોઝી ને
 
   અમરસિંહ આવ્યા પછી ટી.વી છાપાં ને મીઠાઈ મળે છે  અને બીજા નેતાઓ એમની 
 
    મુલાકાત  લે તે સમયે આ મીડિયાવાળા અમારાય ફોટા છાપે તે ચાલુ રહે. એમના
 
     જેવા વધુ નેતાઓ જેલમાં આવે તો જેલર અમારા પ્રત્યે સારી વર્તણુક રાખે.
 
**  શક્ય હોય તો બીજા સો બસો નેતાઓ વધારે તિહાડમાં આવે તો જગ્યાના અભાવે
 
    અમારી કોટડીમાં એક એક નેતા ફળવાય તો કાયમી સમાચાર પત્રો મળે.  ટીવી જોવા
 
    મળે.   બીજા મહાનુભાવોની મુલાકતો થઇ શકે. ક્યારેક જયાપ્રદા જેવું ગ્લેમર જોવા મળે.
 
** ઘણા પોલીસવાળા જેલમાં હતા તેમની માગણી હતી કે વર્ષોથી સાથે નોકરી કરી
 
   એટલે અમને સાથ આપવા  બીજા વધુ પોલીસવાળા સાબરમતીમાં આવે તો અમનેય
 
    કુટુંબ જેવું લાગે ને સહ કર્મી ભાવના જળવાય .
 
** અમેરિકાના ભારતીયોની માગણી હતી કે પ્રભુ ડોલરના દશ ઘણા રૂપિયા થાય
 
    અને વિમાનોના ભાડાં સસ્તાં થાય.મંદી જાય ને ડોલરની રેલમછેલ થાય.
 
** મત વિસ્તારનું નવું મૂલ્યાંકન થવાથી જેમની બેઠકો રદ થઇ છે તે નવી બેઠક પર
 
   ટીકીટ મળે અને નવા વિસ્તારમાં  મતદાતાઓને સદબુદ્ધિ આપો કે મને જીતાડે એવી
 
   માગણી મૂકી હતી.
 
** દશ પંદર જણ તો વડા પ્રધાન આજ થાઉં કે કાલ એની લાયમાં ભગવાનને સ્પેશ્યલ
 
    દૂતો દ્વારા સંદેશ મોકલાવતા હતા.
 
** કેટલાક તો વચમાં આવતા નેતાઓ વિષે કહેતા પ્રભુ એમને કાયમી રથયાત્રી વડા પ્રધાન 
 
   બનાવી દો એટલે એ રથના ચક્કર કાપ્યા કરે એવી સદભાવના વ્યક્ત કરતા હતા.
 
** અધિકારીઓએ  ઈચ્છિત સ્થળે પોસ્ટીંગ મળે અને લાંચના લાડવા કાયમ પીરસતા
 
     રહે તેવી માગણી મૂકી હતી.
 
** વિદ્યાર્થીઓએ વગર પરીક્ષાએ પાસ થવાય અને તે દરમ્યાન આઈ પી એલ રમાય
 
    તેવી ઈચ્છા વ્યક્ત કરી.
 
** કર્મચારીઓએ વધુ વેતન અને કામ ઓછુ તો માસ્તરોએ વધુ રજાઓ અને લાંબા
 
    વેકેશનની રજૂઆત કરી હતી.
 
** મહિલાઓની માગણી કે સોનું સસ્તું થાય અને પતિઓ સોનાના ઘરેણા બનાવી અપાવે .
 
** કેટલીક પત્નીઓની માગણી  હતી કે પતિદેવોના મોબાઈલમાં આવતા સંદેશાની એક નકલ 
 
   અમારા મોબાઈલમાં પણ આવતી થાય !
 
** દુનિયાના બધા  પતિદેવોએ પ્રાર્થના કરેલી કે એમની પત્નીઓ મૂંગી બની જાય !
 
** વેપારીઓ ભેળસેળ  ચાલે ભાવ વધારો  થાય વસ્તુની અછત રહે જેથી  બાર માસ
 
    કાળા  બજારમાં કમાવાય.
 
** અભિનેતાઓ મારી ફિલ્મ ચાલે બીજાની પીટાય ને હું નમ્બર વન બનું એમ ઈચ્છતા .
 
** અમારા માનવંતા બ્લોગ લેખકોની પ્રભુને વિનંતી હતી કે રોજની ૧૦૦-૨૦૦ જેટલી કોમેન્ટ્સ 
 
     અમારા બ્લોગ પર આવે. એ પણ વખાણની  હોં કે !!!
 
** હમણાં નવા વર્ષથી પોલીસવાળા પ્રભુને કહેતા હતા કે પહેલા અમે પ્રજાનો બરડો લાઠીઓથી 
 
    ફુલડતા હવે પ્રજા અમારા બરડા ફુલાડે છે . અમે પાંચ કે પચ્ચીસ જન  હોઈએ તો એ પાંચસોથી 
 
     હજાર હોય છે.
 
** બીજા પાંચેક ટકા પોલીસવાળા કહેતા કે પ્રભુ અમારે તો જનતાના મિત્ર બનવું છે પરંતુ આ
 
    ત્રિકમ તોડપાણી જેવા પંચાણું ટકા અમને મિત્રને બદલે તોડીયા કહેવડાવે છે એમને
 
   જરા સુધરે એવી બુદ્ધિ આપજો.
 
*** ગીર પંથકવાળાઓની તાજી માગણી એ છે કે ભગવાન  ભ‘ઈસાબ આ પૃથ્વીને
 
     જરાક કચકચાવીને બાંધો !!!!!
 
    નાહક ડગમગ થયા કરે છે તે ખાલી ખબરકાઢું નેતાઓની ગરદી વધી જાય છે !!!!!
 
 
હાટકો==ભાજપ કાર્યકરો કહે અલ્યા આપણા  સાહેબ બધાયમાં નંબર  વન છે!
તો પછી તો આ નવો રા- વન આ કોણ આવ્યો……એને  બાન કરો…એને બાન કરો.!!!!!!!!!!!!!
 
===================================================================
સ્વપ્ન જેસરવાકર