નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન


 

 

 

 નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન

 

========================================================

 

(  રાગ:== વૈષ્ણવ જન તો તેને રે  કહીએ…)

 

========================================================

 

નેતાજી  તો પરલોકમાં પધાર્યા, પરલોકને   ફફડાવે   રે

 

ચિત્રગુપ્તજીને  સવાલ   પૂછીને, હિસાબ  સઘળો  માંગે  રે…નેતાજી તો…(૧)

 

આ તમારો  યમરાજ છે  કેવો,  નહી  અક્કલનો  છાંટો   રે

 

પાડે બેસાડી એ મને જ લાવ્યો, શિખામણ  એને આપો  રે…નેતાજી  તો…(૨)

 

મોઘી  ને એરકંડીશન  એવી,  કારોમાં  જ હું ફરનારો  રે

 

પાડે બેસી ને  કમર જ  દુખી,  કોલગર્લને તો બોલાવો  રે…નેતાજી  તો…(૩)

 

ચિત્રગુપ્તજી  કહે બધા પશુઓને, પૂછી ને પૂછાવ્યું    રે

 

પાડો કે’ હું જ  જવાનો,  કેમ કે  એ તો  છે  મારા જેવા   રેનેતાજી  તો…(૪)

 

આ પાપ પુણ્યના ચોપડા ને, મુકો બધી  ધમાલો રે

 

ભાગમાં આપણે  ધંધો કરીએ, કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો  રે…નેતાજી  તો…(૫)

 

મારા  જેવા  હોય  અહી  તો,  એમની  મીટીંગ  બોલાવો ને

 

એક  પાર્ટી અહીજ બનાવીને, મને હાઈકમાંડ બનાવો રે…નેતાજી   તો…(૬)

 

ભાષણ કરવાનું  કામ જ મારું, એ સર્વેને   સમજાવો  રે

 

સ્વર્ગવાળાને  વચનો દેવાના, નર્કવાળાને આવકારો  રે…નેતાજી   તો…(૭)

 

સ્વીસ બેંકમાં ખાતું કરાવું  ને,  તમે  ખાધે જ  રાખો રે

 

બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી, જરૂરે  માફી  માગો રે…નેતાજી તો…(૮)

 

કૈક  થાય  તો   ગભરાતા નહી, છે રસ્તો મારી પાસે રે

 

વિષ્ણુને  વૈકુંઠ મુકાવશું,  પક્ષપલટામાં હું પાવરધો   રે… નેતાજી   તો…(૯)

 

ભાષણમાં હું   ગાંધી  જેવો, ને  કાર્યે ગબ્બર  જેવો   રે

 

ફેશનમાં  તો  જોની  જેવો, ને  ખાધે પીધે પાડા જેવો રે…નેતાજી   તો…(૧૦)

 

બદલી  અને  યોજનાની  સાથે, નાણાં ખાતું  આપો  રે

 

સ્વર્ગમાંથી  નરકમાં ફેરવવાનો , કીમિયો  તો જુઓ  રે…નેતાજી   તો…(૧૧)

 

નેતા થઈને  સભાઓ  ગજવી,  દહેજ વિરોધી નારો  રે

 

પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો  લ્હાવો  રે…નેતાજી   તો…(૧૨)

 

આ બધું  જ કરું  તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે

 

ચુંટણી  ટાણે  મને  રજા આપી , ધરતી પર મોકલાવો રે…નેતાજી  તો…(૧૩)

 

હાઈકમાંડ  અને  પ્રમુખને હું,  પગે પડી   સમજાવું   રે

 

સગા -સબંધીને  ટીકીટ અપાવું, ફંડ  નો લાગ  સારો રે…નેતાજી   તો…(૧૪)

 

સાભળીને  ચિત્રગુપ્તજી  બોલ્યા, આને હનુમાનને સોંપો રે

 

ગદાથી જ  ગદડાવો  પછી,  હાડકાં તોડી ઉધો લટકાવો  રેનેતાજી તો…(૧૫)

 

આ તો “સ્વપ્ન“ના શમણાની, એક  રામ   કહાણી  રે

 

સાંભળી  છે  મેં  તો ,  ચિત્રગુપ્તના મોઢાંમોઢ  વાણી રે … નેતાજી તો… (૧૬)

 

============================================================== 

 

  ” સ્વપ્ન” જેસરવાકર   

 

Advertisements

10 thoughts on “નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન

  1. આદરણીય શ્રી પ્રદીપભાઈ,

   આપને આપણા રાજકીય નેતાઓ પરનો વ્યંગ ખુબ ગમ્યો.તે જાણી આનંદ થયો.

   આપના પાવન પગલાં આશીર્વાદ ભરપુર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર.

   Like

 1. “આને હનુમાનને સોંપો રે”……વાહ ! વાહ !!
  આવડા આ લોકો પરલોકનીએ પથારી ફેરવી નાંખશે ! જબ્બર ફટકા માર્યા છે ને કંઈ ! જોરદાર વ્યંગ થયો છે. ક્યાંક સમાચારમાં વાંચેલું કે;
  એક કૂતરૂં કોઈ નેતાજીને કરડી આવ્યું ! તે કૂતરાઓએ સભા ભરી અને પેલા કરડનાર કૂતરાને બરાબર ખખડાવ્યું કે, ’કોઈ ના મળ્યું તે નેતાજીને કરડ્યું ?! હવે જલ્દીથી દોડ અને ૧૪ ઈંજેક્શન લઈ લે !! નહીં તો ’ભાષણ ગુનિયા’ થઈ જશે !’ 🙂

  Like

  1. આદરણીય વડીલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,

   આપનું આગમન અમારે આગણે થયું ને આશીર્વાદના પુષ્પો પધરાવી ગયું તે બદલ ખુબ આભાર..

   .ધન્યવાદ અને ખાસ નમન….પ્રણામ

   Like

 2. સાભળીને ચિત્રગુપ્તજી બોલ્યા, આને હનુમાનને સોંપો રે

  ગદાથી જ ગદડાવો પછી, હાડકાં તોડી ઉધો લટકાવો રે… નેતાજી
  The Problem of the Leadership in India can be solved if the “ChitragupaVani” is adopted.
  But when ?
  Annaji trying…but the present Leaders are buying the “time” to discredit him.
  Let see how the “Praja” can remain strong & continue the support for the “Change”
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar.

  Like

 3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આપે સુંદર કટાક્ષમય કાવ્ય મુકીને સૌને

  વિચારતા કરી દીધા છે, વાહ ભાઈ વાહ…!

  એક એકથી ચઢિયાતી પંક્તિઓ ભાઈ

  ” આ બધું જ કરું તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે

  ચુંટણી ટાણે મને રજા આપી , ધરતી પર મોકલાવો રે,

  સરસ પંક્તિ છે

  ચૂટણીઓ લાવી લાવીને લોકોની ચટની કરી નાંખી.

  સારૂ છે કે તમારે ત્યાં આવા ઓછ છે કે વધુ છે ભાઈ…..!

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s