ગોદડીયો ચોરો…પોપટીયો પરધાન થયો(હાસ્ય કથા)
======================================================
=====
ગોદડીયો ચોરો જામ્યો હતો. અલકમલકની વાતો ચાલતી હતી. કેન્દ્રમાં સરકાર
મોઘવારીને ભરી પી ગઈ હતી . અન્નાજી વચ્ચે વચે ધમકીઓ આપતા હતા પણ
સરકાર બેફીકર હતી.કોઈને નહિ ગાંઠવાનું પ્રણ લીધું હતું. આમેય સરકારો ક્યાં
કદી પ્રજાને ગણે છે.
હું ગોદડીયો, નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનું ક્ચોલું ,કોદાળો, અઠો બઠો જામી પડ્યા હતા.
કોદાળો કહે અલ્યા ગોદડીયા તું પેલા પોપટિયાની વાત કરતો હતો એનું શું થયું એ કહે.?
મેં કહ્યું જયારે ચુંટણીઓ આવી પડે ત્યારે નેતાઓ જ્ઞાતિ આધારે ટીકીટ ફાળવતા હોય છે .
આખલાપર નામનું એક ગામ હતું . હજુ પાકા રોડ બન્યા નહોતા . વીજળી રાણી હજુ
શહેરના વૈભવ છોડી ગામડામાં પધાર્યા નહોતાં .ગામડાના જીવોને શહેરનો રંગ લાગ્યા
નહોતો.
ગામની ભાગોળે પોપટભાઈ અને મેનાબેન ચાની રેંકડી ચલાવતા સાથે નશેડિયું (દારૂ) પણ
વેચતા .
પોલીસ અને લોકોને ગંધ ના આવે એટલે દારૂ ને ” નશેડિયું ” નામ આપી દીધેલું .
ગામલોકો એમને પોપટી મેના નશેડીયા કહેતા. આજુબાજુના ગામના લોકો ચા પીવા ત્યાં
પધારતા .ઘણા રંગીલા પોપટની દારૂની પોટલીનો રંગ માણવા રેંકડી સુધી લાંબા થતા.
આ પોપટના બે મિત્રો પોટલીનો રંગ માણવા રોજ અચૂક પધારતા એક શનો ને
બીજો બાબુ લોકો ગમ્મતમાં આ ચંડાળ ચોકડીને પોપટ પોટલી, મેના માટલી ,
શનો શીશી ને બાબુ બાટલી કહેતા.
કેમ કે નશેડિયું (દારૂ) ભરવા પોટલી, માટલી, શીશી ને બાટલી જ કામ લાગે.
લોકોએ ગમ્મતમાં એક જોડકણું બનાવી દીધું હતું.
“શના કેરી શીશી ને બાબુ ભરે છે બાટલી
મેના કેરી માટલીએ પોપટે બાંધી પોટલી “
નેતાઓએ આ પોપટિયાને વિધાનસભાની ટીકીટ આપી દીધી. ચૂંટણી પંચે નિશાન
માટલીનું આપ્યું.
મારા વા’લા દેકારો કરે ને આઠ દશ માટલીઓ સાથે રાખે જેમાં નશેડિયું ભરેલું હોય
ને ગામે ગામ ફરે.
સવારથી પોપટ કામે લાગી જાય. ગામડાં ફરે લોકોને સમજાવે રેંકડીએ કીટલીનો
સ્વાદ લેવા આવવાનું આમંત્રણ આપે કે સાથે નશેડિયું ને ચવાણું મળશે.
શનો અને બાબુ તો બસ પોપટની છાપરીએ પડ્યા ને પાથર્યા જ રહે.
પાછા એ બન્ને હતા ઉમેદવારના સબળ ટેકેદારો .
પોપટ વિધાનસભાનો ઉમેદવાર થયો એટલે દુર સંચાર ખાતાએ એમની છાપરીમાં
ફોન જોડી આપ્યો.
દુર સંચાર કેવું છે ? એ લગભગ બધાને ખુબ જ અનુભવ થયો છે.
ઘણી વાર તો કેસેટ જ વાગે તો કોઈક વાર અવાજના પડઘા પડે.
એક વાર ફોન આવ્યો તો શના શીશીએ ફોન ઉપાડ્યો તો કેસેટ વાગવા લાગી .
હવે સવારથી જ નશેડીયાની (દારૂ) વખારમાં હોય અને બરાબર ઠઠડાવ્યું (પીધું) હોય.
પછી કોણ શું બોલે એનું ભાન ક્યાંથી હોય ?
કેસેટમાં….ઇસ રૂટકી સભી લાઈને વ્યસ્ત હે કૃપા કરી થોડી દેરકે બાદ ડાયલ કરે ?
શનો કહે અલ્યા બાબુ આ કોક છોડી ( છોકરી ) કે.. સે ( કહે છે )
એને વ્રત સે તો બરાડે( બોલે) સે હેની (કેમ)
બાબુ કહે તને હમજણ નો પડે તારામાં વળી અકલ (અક્કલ) જ ચ્યોં સે ( ક્યાં છે )
હવે ભુંગળુ હું લેઇશ (લઈશ)
બાબુએ એક નંબર ડાયલ કર્યો તો કેસેટ વાગી આપ ક્યુ (લાઈન ) મેં હે !
બાબુ કહે અલ્યા શના આ છોડી કે સે તમે કુવામાં સો (છો)
હવે આ બધાની સાથે પેલા મફત પીવાવાળા પણ આ પોપટિયાના પ્રચારમાં લાગી ગયા.
એક જગ્યાએ મોદ (એક જાતનું જાડું કાપડ) પાથરી મંડપ જેવું કરી લોકોને ભેગા કરી
પોપટિયાનું પ્રવચન રાખ્યું.
હવે સ્ટેજ પર શનો અને બાબુ તો હોય જ ! કેમકે આ બે પોપટના કારભારીઓ હતા.
શનો શીશીમાંથી હથેળીમાં નશેડિયું (દારૂ )કાઢે ચારેય દિશામાં ઉડાડતો જાણે કે એ
ગંગાજળ છાટતો હોય . બાબુ બાટલી જોરથી પોપટ પોટલીનો જયકારો બોલાવતો હતો.
બોલો પોપટ પોટલીયાની જે …જે…જે …જે…જે..
પોપટીયો પોતડી ને નવો ઝબ્બો ( ઝભ્ભો ) પેરીને(પહેરી) આવી ગયો કોઈએ કહ્યું આ
ભુંગળામાં (માઈક) બોલો.
પોપટલાલ કહે ભઈઓ ને બોનો (બહેનો) જુઓ આ ભુંગળામાંથી હવે ભોકું (બોલું) સું.
હંધાય(બધાય) હરવરો ને હદીયારો (સથવારો) ધો તો બાપલા આપનું હારું થાય ને
હોનાનો (સોનાનો) હુરજ(સુરજ) ઉગે.
આખી ટોળી જથ્થાબંધ દારૂની પોટલીયો અને ચવાણું ને ચા વહેચવા માંડે.
આમેય આપણે ત્યાં ચૂંટણીની મોસમ હોય ત્યારે ચા..ચવાણું ..અને ચૂસકી નો રંગ ખુબ જામે છે .
પ્રજા પણ સારા ઉમેદવારને ભૂલી ” ચા …ચવાણું.. ચૂસકી ” રંગે રંગાઈને અમુલ્ય મત વેડફી
દે છે.!
” ચૂસકી ” એટલા માટે કે ઘણાય ધીમે ધીમે ચુસ્કીનો રંગ માણતા હોય છે. હમણાં જ
અમદાવાદમાં આ ચૂસકીની મઝા માણતા નેતાઓ, બિલ્ડરો, અને વેપારીઓ તેમજ
ઉદ્યોગપતિઓ ઝડપાયા છે.
ચા..ચવાણા અને ચૂસકીની રંગતના પ્રતાપે મતદાન જોરદાર થયું.
મત ગણતરીમાં પોપટીયો જીતી ગયો . ગાંધીનગર જવાનો રસ્તો ખુલી ગયો .
જોકે મોટાભાગના પોટલીયા જ જીતીને ગાંધીનગર જતા હોય છે.
ગાંધીનગર એક આંધીનગર જ કહેવાય. બધી આંધીઓ અહીંથી ઉઠે છે. કોકને રડાવે કોકને
હસાવે તો કોકને ગર્તામાં ધકેલી દે.
ભલ ભલાને ઉખાડીને ફેંકી દે…કોક ગગલો પાછો ગાદીએ બેસી જાય !.
પોપટીયો ગાંધીનગર ગયો ને નસીબનો બળીયો કે પ્રધાન મંડળમાં નંબર લાગી ગયો.
રાજ્યપાલે પોપટલાલને સોગંધ લેવા સ્ટેજ પર બોલાવ્યા.
રાજ્યપાલ કહે હું બોલું એમ તમારે બોલવાનું છે.
પોપટ કહે હાઉ મારી મેનાના હોગંધ (સોગંધ) લેવ (લઉં) સુ (છું ) કે હંધુય ( સઘળું ) કોમ (કામ )
હરખી (સરખી) રીતે કરશ (કરીશ) જે કોમ (કામ) હોપશે (સોપશે) ઈને (તેને) બવ (બહુ)
વધારેશ (વધારીશ).
રાજ્યપાલ કહે જુઓ પોપટલાલ આમાં મેનાબહેનના સોગંધ ના ચાલે.
પોપટ કહે બાપલા તમે નો હમજો (સમજો) મારા ગરાકો (ઘરાક)ને મેનાના હોગંધ દુ તો પટાક
(તરત) કરતી પોટલી વેચઇ (વેચાઈ) જાય.એટલે મેનાના હોગંધ મારે બવ હોનાના (સોનાના)
મુખ્યમંત્રીએ રાજ્યપાલને કહ્યું નામદાર આ પોપટલાલ ભણેલા નથી ને અમારે સરકાર રચવા
આવાની જરૂર પડે જ એટલે આવા પોપટોને નિભાવવા પડે છે.
જરા મહેરબાની કરીને ચલાવી લોને ?
આમ પોપટીયો પરધાન થઇ ગયો . કોઈએ પોપટલાલને કહ્યું આ તમારા પીએ છે.
પોપટીયો કહે બવ હારું લ્યો આ પીએ તો મારો પોટલીનો પે’લો (પહેલો) ગરાક (ઘરાક) મલી
ગયો .
ત્યાં એમણે કહ્યું એ બીએ છે .પોપટીયો કહે પીએ ને બીએ (બીવે) એ કેમ ચાલે ?
પોપટીયો કહે મારે સાપરું (છાપરું) ચ્યાં (ક્યાં)બનાવવાનું મારે જગા વધારે જોઇશે હજુ
ઘરવાહ ( ઘરવખરી) ને માટલાં હંધુય (બધુય ) લાવવાનું સે . ખાટલો ગોદડી , નવહાર
( દારૂ બનાવવા વપરાય) ગોર (ગોળ) બધું જોઈએ તોજ ધંધો હાલે.ને મોજમાં દા’ડા
(દિવસો) જાય
પીએ સમજી ગયા કે પોપટલાલ જોડે એમની ભાષામાં બોલવું પડશે.
પેલા પીએ કહે સાયેબ (સાહેબ) તમારે બંગલામાં રેવાનું સે (રહેવાનું).
પોપટીયો કહે અલ્યા પીએ તું પીધા પેલાં (પહેલા) જ વંટોરે ( વંટોળે ) ચડ્યો.
બગલા પર ચેવી (કેવી) રીતે રેવાય ?. અક્કલમઠો લાગે સે !
પીએ કહે બગલો નઈ (નહિ) બંગલો એટલે મોટું ઘર .
ત્યારે એમ હરખું (સરખું) હમજાય (સમજાવ) ને. કે મોટો બગલો સે .
ગામ જવાનું હોવાથી એમ્બેસડર ગાડી આવી ગઈ.
આમેય પ્રજાને પૈસે આવા પોપટોને ગાડી મળે છે !
પોપટીયો કહે અલ્યા ભાય (ભાઈ) આ હડેડાટીયું (કાર) કોનું સે ?
પીએ કહે તમારે આમાં બેહી (બેસી)તમારે ગોમ (ગામ) જવાનું સે ? જામો પડશે.
પોપટલાલ હડેડાટિયાને પગે લાગ્યા……..જે ચટણી (ચૂંટણી) મા……….
આ ચટણી માયે મન હડેડાતિયું દધું (દીધું)……એની જે હોજો ..
હવે પ્રધાનની કાર હોય એટલે સિક્યુરીટી હોય જ ને !
પોપટલાલને પાઈલોટ કરવા પોલીસ હોય તે આવી. પહોચી.
એટલે પોપટીયો કહે સાયેબ (સાહેબ) હજુ ગાળવાનું હાલું (ચાલુ) કર્યું નથી ને અપતા
(હપ્તા) લેવા આઈ જ્યા (ગયા) !
પોલીસ વિમાસણમાં પડી ગઈ. પીએ એ કહ્યું. આતો તમને રસ્તો બતાવવા આવે છે .
ગોમમાં (ગામમાં) પોપટીયો હડેડાતીયું (કાર) લઈને આયા (આવ્યા) એટલે આખું ગોમ ભેળું
થી (થઇ) જયું .(ગયું)
મેનાબોન તો હડેડાટીયાની પૂજા કરી હાત (સાત) ફેરા ફરી આયાં. કંકુ ભરેલી ડાબલીઓ
કાર પર નાખી મસાજ કરતા હોય એમ સફેદ રંગની કારને લાલ રંગની કરી દીધી. લગભગ
શેર ચોખા ચડાવ્યા . ફૂલો વેર્યા .કંકુના ચાંલ્લા કર્યા. જયકારો કરી લાંબા થઈને આઠ
દશવાર તો પગે લાગ્યાં.
એમણે ખાટલા, ગોદડી, માટલાં ચા સામગ્રી બધું ભરી તૈયાર કરી દીધું. સાથે નવસાર , ગોળ
ને બીજી સામગ્રી લીધી.
કાર પર ખાટલો અને રેંકડી કાથીથી બાંધી દીધા. ને ડ્રાયવરને કહ્યું ભાય હદેડાતીયું હંકારો
અવે..
આખું ગામ પોપટ મેનાને વળાવવા ભેગું થયું હતું. એમણે પોપટનો જયકારો બોલાવ્યો .
પોપટ ચાલ્યો રે પરદેશ ….એતો ચલાવશે આખો દેશ ….પોપટ ચાલ્યો રે પરદેશ.
પોપટ મેનાને લઇને નીકળી પડ્યા આંબા ડાળે ઝૂલવા…
ગાંધીના નગર…ગાંધીનગર ઉર્ફે.. આંધીનગર..
હાટકો= પોપટ આમ તો લીલો હોય છે પણ આ પોપટ તો લાલ થઇ ગયો……
આમેય આ પોપટો ચૂંટાયા પહેલાં લીલા હોય છે .
પણ સત્તાનો નશો ચઢે એટલે લાલ થઇ જાય છે.
==============================================================================
સ્વપ્ન જેસરવાકર
Like this:
Like Loading...