જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.. ( કાવ્ય )


જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
 
===============================================================================
 
પ્યારા વાંચક મિત્રો આવતી કાલે  ૧૫ ડીસેમ્બર  ના રોજ એકતા અખંડીતત્તાના
 
સ્વપ્નદ્રષ્ટા અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્ય તિથી 
 
આવે છે તો ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને
 
જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
 
==========================================================
 
  સરદાર પટેલ વિવિધ મુદ્રામાં
  
  (ચિત્ર માટે ગુગલનો આભાર.)
===================================================
 
( રાગ:   આંધળી માનો કાગળ )
 
=========================================================
 
ખેડા જીલ્લો   ખમીરવંતો ને ગૌરવવંતી  છે ગુજરાત ,
 
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા  છે  બળુકા બંધુ   બે   ભ્રાત.
 
                                જન્મ્યા છે  એ નડીયાદ  મોસાળે ,
 
                                વિઠ્ઠલ  અને વલ્લભ એવા નામે.
 
પ્રાથમિક શિક્ષણની  લીધી છે શિક્ષા  કરમસદ  ગામે ,
 
માધ્યમિક શિક્ષણ  મેળવ્યું છે  ભાઈ  પેટલાદ  મુકામે 
 
                                ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
 
                                વિલાયત   જવાનો નિર્ધાર પાકો.
 
બેરિસ્ટર બની ને જબરી  એમણે તો  કરી છે વકીલાત,
 
હિન્દુસ્તાન આવી  ગરીબોના  સાક્ષી બન્યા છે સાક્ષાત.
 
                                 ગાંધી બાપુ  કેરા  સંપર્કે  આવ્યા,
 
                                પરદેશી  પોશાક પણ ના ભાવ્યા.
 
બોરસદમાં જજિયા વેરો   ખેડામાં પ્લેગની મહામારી,
 
લડતના માંડી સરકાર સામે,સેવાના  બન્યા ભેખધારી .
 
                                 દાંડી યાત્રામાં જ ચેતના જગાવી .
 
                                 રાસમાં  વલ્લભ વડે ધૂણી ધખાવી.
 
ખેડૂતોના મહેસુલ વધારી,ઘર જમીનની  જપ્તી ચલાવી,
 
સરદાર પોકારે  બારડોલી  જાગ્યું ને સરકાર પણ  ડોલાવી.
 
                              માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી,
 
                              કેવી રંગત લાવી  સરદારની સરદારી.
 
હિન્દ છોડોની  લડત લડ્યા ગાંધી  સાથે ખભે ખભો મિલાવી,
 
રાત દિવસ કેરી ના કરી પરવા  રહ્યા જેલમાં  દિવસો વિતાવી. 
 
                             આઝાદીની ઉષાએ ઉગ્યો  આનંદ ને ઉમંગ .
 
                             પ્રજાએ   સહુને વધાવ્યા  સરદાર કેરા સંગ  .
 
છસો  રજવાડા એક જ કર્યાને  ગુથી છે ભારત ભાગ્યની માળા ,
 
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા  છે ઉચાળા ,
 
                               એકતા અખંડીતત્તા  કેરી  હાંક જ  વાગી,
 
                                જુનાગઢ  જાગ્યું ને  હૈદરાબાદ ગયું હાલી.
 
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને  કર્યો  છે પડકાર,
 
શ્વેત ક્રાંતિ  કેરા બીજ  રોપ્યા ને ખેડૂતો   થયા  છે ખબરદાર.
 
                               ગરીબ જનતાનો બન્યો સાચો હમદર્દી,
 
                               બનાવી  છે  સાચા જન સેવકની કીર્તિ
 
સોમનાથ   મંદિરે કરી અડગ  પ્રતિજ્ઞા  જીર્ણોધ્ધાર  કેરી,
 
શુરા સરદારે  એક  અંજલી જળ લઇ  કરી છે એને  પૂરી ,
 
                               કાશ્મીર કેરું કોકડું  આજે પણ  ગુંચાવે  .
 
                              વારે ઘડીએ સરદાર કેરી યાદ  અપાવે.
 
રાજઘાટ, શાંતિઘાટ, વિજયઘાટ ,ઘાટ  ઘાટ છે  કેરી   હારમાળા ,
 
લોક જનતાના પ્રાણ પ્યારા સરદારને ભૂલી ગયા દિલ્હીવાળા, 
 
                               ભલે  તમે ભૂલી ગયા છો સરદાર પ્યારા.
 
                              જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
 
====================================================================
 
સ્વપ્ન જેસરવાકર   
Advertisements

10 thoughts on “જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.. ( કાવ્ય )

 1. ખુબ જ સરસ છે.

  ” ગરીબ જનતાનો બન્યો સાચો હમદર્દી,

  બનાવી છે સાચા જન સેવકની કીર્તિ

  સોમનાથ મંદિરે કરી અડગ પ્રતિજ્ઞા જીર્ણોધ્ધાર કેરી,

  શુરા સરદારે એક અંજલી જળ લઇ કરી છે એને પૂરી.”

  Like

 2. ગોવિંદ રાજા ,

  રાજઘાટ, શાંતિઘાટ, વિજયઘાટ ,ઘાટ ઘાટ છે કેરી હારમાળા ,
  લોક જનતાના પ્રાણ પ્યારા સરદારને ભૂલી ગયા દિલ્હીવાળા,
  ભારતના ભડવીર અને અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટાને આજ કાલ બધા પક્ષો ભૂલી ગયા છે.
  ફક્ત મત માટે જ તેઓની યાદ આવે છે. સરદાર અમર રહો .

  Like

 3. ભલે તમે ભૂલી ગયા છો સરદાર પ્યારા.

  જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
  Sardar was the the ENERGY that IMPLEMENTED the GANDHIAN IDEAS to the PRACTICAL CONCLUSIONS…..that led to the INDEPENDENCE of INDIA.
  My Salutations to Sardar Patel !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 4. સુંદર અને મનભાવન રચના.
  ભારતમાતાનો આ લાડલો સવાયા પુત્ર થકી અખંડ ભારતનો મહિમા ગાજે છે.
  ‘દિવ્ય ભાસ્કરના આભાર સાથે વાંચો…

  રમેશ પટેલ(આકાશદીપ)

  ‘સરદાર’ માત્ર એક વ્યક્તિની ઓળખ નથી. ‘સરદાર’ એ ગૌરવવંતા ગુજરાતની ઓળખ છે. પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ એટલે ‘સરદાર’. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન-ગૃહપ્રધાનનું મૃત્યું સમયે બેન્ક બેલન્સ માત્ર R 250ની આસપાસ હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એક સમયના પ્રમુખ અને દેશના નાયબ વડાપ્રધાન પાસે મૃત્યું સમયે ન હતું કોઇ ફાર્મ હાઉસ કે પોતાની માલિકીનું મકાન. કરમસદ ગામમાં પિતાની જમીન પણ પોતાને નામે ન હતી. જંગમ મિલ્કતને બદલે તેમની પાસે ખાદીના ચારેક જોડી કપડા હતા, બે જોડી ચંપલ, નાનો રેડિયો, લોંખડની પેટી વગેરે હતા. નિષ્કિંચન સરદાર પટેલનું જીવન સંપૂર્ણ પારદર્શક હતું અને તેઓ પાઇ પાઇનો હિસાબ રાખતા. 1921માં અમદાવાદને આંગણે મળેલી 36મી મહાસભાના આયોજક સરદાર હતા. દરરોજ રાત્રે દિવસભરનો હિસાબ-કિતાબ જનતા સમક્ષ જાહેરમાં મુકી દેતા

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   સરદાર પટેલ એટલે સ્વચ્છ વહીવટ પ્રમાણિકતા નીડરતા અને સ્પસ્ટ વક્તા સાથે દેશદાઝ ને પ્રજા વાત્સલ્યનું

   જીવતું જાગતું ઉદાહરણ . આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર.

   Like

 5. ભલે તમે ભૂલી ગયા છો સરદાર પ્યારા.?
  આ તો જાણી ભૂલાવવાનો નિષ્ફળ પ્રયત્ન છે.આપણા હ્રુદયમાં તો છે પણ તેઓના સ્મરણમા કાયમ રહે છે…જે રીતે રાવણ રામને કાયમ યાદ કરતા હતા તેમ!
  યાદ આવે જાણીતો સુરદાસનો પ્રસંગ..હાથ છોડીને કૃષ્ણ જવા માંડ્યા, ત્યારે સુરદાસે એમ કહ્યું, ‘‘તમે મારો હાથ છોડીને જતા રહેશો, પરંતુ મારા હૃદયમાંથી કઈ રીતે જઈ શકશો ?’ અને તેઓની વાત……………..
  વિપત્તિમાં કરો રક્ષા, ન એવી પ્રાર્થના મારી,
  વિપત્તિથી ડરું ના હું કદી – એ પ્રાર્થના મારી !

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,

   હા આપના સહુના દિલમાં હમેશ સ્મર્યા કરશે.

   આપની વાત ખુબ સાચી છે પ્રભુ દિલમાંથી ક્યા જશે.

   આપના આશિર્વાદ સભર સંદેશથી એક નવી ઉર્જા મળે છે.

   આપનો ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s