Monthly Archives: જાન્યુઆરી 2012

અમે ભારત માતાનાં બાળકો રે… કવિતા


અમે ભારત  માતાનાં બાળકો રે… કવિતા

====================================================================
 
           ચિત્ર માટે ગુગલનો આભાર
=======================================================
 
અમે  ભારત માતાનાં  બાળકો રે
 
                       જેનો  ગરવો  ગણાય  ઈતિહાસ રે….  અમે ભારત.
 
જેને  શિરે  હિમાલય  શોભતો   રે
 
                        જેમાં  ગંગા  નદીનો   નિવાસ  રે…… અમે ભારત.
 
વેદ ગીતા લખાયા જેની ગોદમાં રે
 
                       મહા ભારત  રામાયણ   સાથ  રે……  અમે ભારત.
 
રામ કૃષ્ણ  ને  બુદ્ધ ની   ભોમકા રે
 
                       વિનોબાજી જ્યાં દેતા  પ્રકાશ રે …… અમે ભારત.
 
જેમાં ગાંધી ગોપાળ ને તિલક થયા રે
 
                      જેમાં જન્મ્યા   જવાહરલાલ  રે ……… અમે ભારત.
 
થયા  રાણા પ્રતાપ ને  સુભાષ  જયાં  રે
 
                     થયા  શિવાજી  સરીખા  મહાવીર  રે…. અમે ભારત.
 
જેમાં ભગતસિંહ ને  સુખદેવ  થયા રે 
 
                     થયા  આઝાદ શા એકલવીર   રે…….  અમે ભારત.
 
કર્યું   છે  અખંડ ભારત  જેમણે   રે
 
                     થયા  છે એવા સરદાર શુરવીર રે…… અમે ભારત.
 
આવે છે પ્રજાસતાક દિન  અનેરો રે
 
                    લખીએ  અનેરો અમર ઈતિહાસ રે……. અમે ભારત.
 
=================================================================================
 
સ્વપ્ન”  જેસરવાકર  

મા ભારતીની સ્તુતિ….


મા ભારતીની સ્તુતિ….
==================================================================
 
        ચિત્ર માટે ગુગલનો આભાર
 ========================================
ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ  ભારી
શિરે છે હિમાલય  ધારી ગંગા જમના શુદ્ધ જલધારી
પ્રાણ પ્યારી, સુંદર ન્યારીચરણે છે  રત્નાકર ધારી
શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા
=================================================
ભારત માત જેવી બીજી કોઈ  માત નથી
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી
ભારતીયતા જેવી  બીજી   કોઈ   નાત  નથી….બીજી કોઈ નાત નથી.
=================================================
ફૂલ  દે ફળ દે  શુદ્ધ ગંગા  જલ  દે
હિમાલય જેસી  ઉચાઇ દે મા ભારતી (૨)
ધન દે ધાન્ય દે  આન બાન, શાન  દે
માનવતા   ભારી દે  હે   મા   ભારતી (૨)
હદયમાં   જ્ઞાન દે  ચિતમાં વિજ્ઞાન દે
જગ વિધાતાનું વરદાન દે  મા ભારતીજી રે… જગ વિધાતાનું વરદાન દે.
===========================================================
 ‘સ્વપ્ન’ જેસરવાકર 

ગોદડીયો ચોરો…ધમાલ ધ્રુતરાષ્ટ્રની..હાસ્ય કટાક્ષ


 

 
 
ગોદડીયો ચોરો…ધમાલ ધ્રુતરાષ્ટ્રની..હાસ્ય કટાક્ષ   
 
 
================================================================
વાચક મિત્રો એક નમ્ર વિનંતી છે કે એકાદ માસ સુધી આપના બ્લોગ પર આવી ના શકું
કે પ્રતિભાવ ના આપી શકું તેમજ ” ગોદડીયો ચોરો” રજુ ના કરી શકું તો મને મોટા મનથી 
માફ કરશો એવી આશા છે..
=================================================================== 
શિયાળો બરાબરનો જામ્યો છે. કાશ્મીરમાં થતી હિમવર્ષા ગુજરાતમાં હાડ ગગડાવે છે.
સ્વરપેટીમાં  અક્ષરો પણ અધ્યાહાર રહી જાય તેવી ગજબની ઠડી છે.  ભારત બોલીએ
તો ભાત અને પાકિસ્તાન બોલીએ તો ફાકીસ્તાન ને રશિયા બોલીએ તો રઝીયા સંભળાય.
ચોરામાં મિત્ર મંડળી  જામી છે. ચા ની ચૂસકી ઠંડીને રોકી શકતી નથી.
એવામાં બે ઓફિસર જેવા લગતા માનવોએ ચોરામાં પ્રવેશ કર્યો.
એ કહે તમારામાંથી એક જણે ઉતર પ્રદેશમાં આચાર  સંહિતાના નિરીક્ષક તરીકે જવાનું છે.
કનું કચોલું કહે આપણે ધ્રુતરાષ્ટ્રને ત્યાં મોકલવો જોઈએ એ અનુભવી છે.
નારણ શંખ કહે કેમ લ્યા કચોલા  ધ્રુતરાષ્ટ્રને મોકલવાનું કહે છે ?
ક્ચોલું કહે  એમણે જિંદગીમાં પોતાના સગા વ્હાલાનું હિત જોયું છે. બીજાને કાયમ પારકા જ
ગણ્યા છે એ સતા મોહી, પુત્ર પ્રેમી ને  મહત્વાકાંક્ષી  છે.
ધ્રુતરાષ્ટ્ર કહે હું જાઉં તો ખરો પણ મારે આંખનું જરા બાદલું છે જો બાજભા આવે તો હું જાઉં.
બાવજીભાઈ જશુભાઈ ભાખોડિયા એમનું નામ પણ બાજ જેવી નજર એટલે બધા બાજભા કહે.
બાજભા પેલા ૧૦૦૮ ભક્તરાજ શ્રી અભિતાભ બચ્ચન મહારાજે “કાલીયા” ફિલ્મમાં ગયેલું ભજન
” જહાં તેરી એ નજર હે મેરી જાં મુઝે ખબર  હે બચ શકે નાકોઇ આયે કિતને” કાયમ ગાતા  હતા.
પેલા ભાઈએ કુરેશીજીને ફોન કરી મંજુરી લીધી અને બેયને લેખિત હુકમ આપી દીધો.
હવે ધ્રુતરાષ્ટ્ર અને બાજભા બન્ને લખનૌ પહોચી ગયા. એમને ઓફીસ સ્ટાફ અને બીએસએફની
ટુકડી ફાળવી દેવાઈ. બન્નેએ કામ ચાલુ કર્યું ક્યાંક આચાર સંહિતાનો ભંગ ના થાય.?
બાજભા કહે આ હાથીની પ્રતિમાઓ કાપડથી ઢાકી દીધી પણ આ જીવતા હાથીઓનું શું ?
તેમને જીવતા હાથી પકડવા માંડ્યા. જ્યાં સાધુ કે બાવાની  જમાત જતી હોય તો રોકીને હાથી
પકડી લે ક્યાંક લગ્નના વરઘોડામાં હાથી દેખાય કે સર્કસમાં તો હાથીની  ધરપકડ કરી લે .
બીએસપીવાળા કહે આ કોંગ્રેસવાળા હાથ હલાવે છે અને ભાષણમાં હાથનો ઉપયોગ કરે છે ?
તો એમના હાથના પંજા ઢાકી દેવા જોઈએ એવી અમારી માગણી છે
બાજભા કહે ખરી વાત એમણે  ધ્રુતરાષ્ટ્ર પાસે આદેશ કરવ્યો કે બન્ને કાંડા પર મોજાં  પહેરવા જેથી
હાથના પંજા ના દેખાય. ભાષણમાં જે કહેવું હોય તે કોણીથી દર્શાવવું.કારણ તમે બધાયને કોણીઓ જ
 મારતા ફરો છો હમણાં જ લોકસભા અને રાજસભામાં લોકપાલ બીલની ચર્ચામાં કોણીઓ જ મારી ને !
કોંગ્રસવાળા કહે પણ અમે ખાઈએ કેવી રીતે.?
બાજભા કહે આટલું બધું તો ખાધું હજુ ધરાયા લાગતાંનથી . જુઓ દિશમાં સીધું મોઢાથી ખાઈ લેવાનું
જેથી ડીશ સાફ  થઇ જાય. આમેય તમે આખો દેશ સાફ ચેલા કરી જ નાખ્યો છે અને ઘણા વિરોધીઓને પણ
સાફ કરી નાખ્યા છે. છેલ્લા સાઈઠ વર્ષથી ખાધા જ કરો છો ને ઘરની તિજોરીઓ ભર્યા કરો છો ?
ધ્રુતરાષ્ટ્ર અને બાજભા પ્રદેશની સફરે નીકળ્યા તો રસ્તામાં બે ચાર જણ કમળનાં પુષ્પ લઇ મંદિરે જતા હતા.
બાજભા કહે ભાઈ આમ ખુલ્લે આમ ભાજપનો પ્રચાર કરો તે ના ચાલે લાવો આ કમળ જમા કરવી દો ?
ધ્રુતરાષ્ટ્રજીએ ઉતર પ્રદેશના દરકે ઝરણાં તળાવો કે સરોવરમાં ઉગેલા કમળ નાશ કરવાનો હુકમ કર્યો.
ભાજપનું પ્રતિનિધિ મંડળ  ધ્રુતરાષ્ટ્રને મળી કહે આ હુકમ ગેર કાયદેસર છે ભગવાન તમને માફ નહિ કરે.?
બાજભા કહે ભાઈ તમે રામ રથયાત્રા કાઢી રામ મંદિર બનાવવાનું વચન આપ્યું અને તમે ભૂલી ગયા
આ રામનાદથી સતા મળી અને એમને ભૂલી ગયા એટલે જ ભગવાને તમને માફ ના કર્યા અને તમે
સત્તા પરથી સીધા સપાટી પર આવી ગયા છો એ ભૂલી ગયા લાગો છો ?
ઘણા સાયકલ લઈને આપ તેમ દોડતા હતા કોઈ કામ અર્થે તો કોઈ ખેતરમાં જતા હતા.
બાજભાને અમરસીહે યાદ અપાવ્યું  કે આ સાયકલ તો મુલાયમના સમાજવાદી પક્ષનું નિશાન છે.
બાજભાએ ધ્રુતરાષ્ટ્રને મળી બજારમાં ફરતી બધી સાયકલો જપ્ત કરી લેવાનો આદેશ કરાવ્યો.
આમ હમણાંના અમરસિંહ ઘણી વાર મુલાયમની સાયકલમાં પંચર પડવાની હઠ લઇ બેઠા છે.
સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ પોતાનો વિરોધ નોધાવવા ઓફિસે આવ્યું ને કહે સામાન્ય માણસ
સાયકલ લઈને જ ફરે માટે આપનો આદેશ ગેર કાયદેસર છે?
બાજભા કહે ભાઈ તમે બધા મોટરોમાં ફરો છો શિવપાલ, અખિલેશ , આઝમખાન બધાય નિવેદનીયા નેતાઓ છો?
તમે સતામાં આવી ક્યાં બીજાનું કે પ્રજાનું જોયું છે ? માટે આચાર સંહિતાનો આદેશ સાચો છે .
ઉતર પ્રદેશના ઘણા વિસ્તારમાં લાઈટ ના હોવાથી ઘણા માણસો ફાનસનો ઉપયોગ કરતા હતા .
બાજભા કહે આ તો લાલુજીના રાષ્ટ્રીય જનતા દળનું નિશાન છે એટલે  એમને ફાનસ પર પ્રતિબંધ મુકાવ્યો.
આમેય આ ફાનસ લીલા ઘાસનાં ઠંડા વાયરામાં ટમ ટમ ટબુક કરતુ ક્યાંક સગળે છે બાકી પંદર વર્ષથી
ઝબુકતું ફાનસ હવે ઓલવાઈ જવાની અણી પર છે.
બસપાવાળાએ રાષ્ટ્રીય લોકદળનાં નિશાન હેન્ડ પંપ (ડંકી)ના નિશાન પર વિરોધ નોધાવ્યો .
બાજભાએ બધા હેન્ડ પમ્પોને ઉખેડી નાખવાનો આદેશ કરાવ્યો .
રાષ્ટ્રીય લોકદળ અને ખેડૂતોએ કહ્યું આ તો અન્યાયી પગલું છે . હેન્ડ પમ્પો ઉખેડી નાખવાનું ક્યાય જોયું નથી.?
બાજભા કહે “ગદર” ફિલ્મમાં સન્ની દેઓલે પાકિસ્તાનમાં જઈને હેન્ડ પંપ ઉખેડી નાખેલો એ દ્રશ્ય આખી દુનિયાએ
જોયું છે અને તમે કહો છો ક્યાય જોયું નથી.? અમારો આદેશ ચુંટણીની આચાર સંહિતા માટે યોગ્ય છે
ઘણા અપક્ષ ઉમેવારોનું નિશાન ઘોડો મંદિર, ધજા હતા આ બધા પર બાજભાની  બાજ નજર ફરી વળી.
ધ્રુતરાષ્ટ્ર અને બાજભાની જોડીએ આચાર સંહિતાના અમલ માટે બધા પક્ષોની રેવડી દાણાદાણ કરી નાખી.
 
 હાટકો==  પક્ષો તો મજાકમાં કહેતા પેલા તો શેષાન હતા પણ આ ધ્રુતરાષ્ટ્ર અને બાજભા તો શેતાન છે.
===============================================================================
સ્વપ્ન જેસરવાકર

 

અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા


  

અમારા ચુંટેલા અમને નડે છે…કવિતા

====================================
 
ચુંટણીમાં શીરા પુરીની પંગત જમાડી
 
પૈસા કપડાં વહેચી ને દારૂ પીવડાવી
 
મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી
 
એક બીજાને આક્ષેપોથી નવડાવી
 
રેલીમાં ને સભામાં પથરા પડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખાડી
 
ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી
 
પાંચ વર્ષે લોકોની પાછળ પડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
ધર્મો ને કોમોના પ્રશ્નો જગાવી
 
અનામત માટે લોકોને લડાવી
 
અખંડતા ને એકતાની રાડો પાડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી
 
ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી
 
હવે ખૂણે ખાંચરે  શોધ્યા ના જડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
ચુંટાયા પછી એ મહેલોમાં પહોંચી
 
કુટુંબ સાથે પરદેશના ચક્કરો કાપી
 
ફક્ત વેતન ને  ભથ્થાં માટે લડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
રાહુ અને કેતુ તો સૌને નડે છે 
 
આ જીવતા ભૂતો છાતી પર ચડે છે 
 
‘સ્વપ્ન’ નું વ્યથિત અંતર રડે છે…અમારા ચુંટેલા અમને નડે છે.
 
=======================================================
મિત્રો આ વિચાર અને કવિતા નવ નિર્માણ અને કટોકટીના સમય ની છે
 
સ્વપ્ન જેસરવાકર

 

 

ગોદડીયો ચોરો…લોકપાલ ટ્રોફી (હાસ્ય કથા)


  

   
ગોદડીયો ચોરો…લોકપાલ ટ્રોફી (હાસ્ય કથા)===================================================================

 
આજે લોકપાલ ટ્રોફી માટે સ્વવિકાસ સ્ટેડીયમમાં રમાયેલ વનડે  ક્રિકેટનો આંખેદેખ્યો હાલ

આપની સમક્ષ રજુ કરું છું.

ટીમો- યુપીએ અને એનડીએ .

કેપ્ટન – યુપીએ- શ્રી સોનિયા ગાંધી, 

 
યુપીએ ટીમ- મનમોહન સિંહ, સોનિયા ગાંધી,નારાયણ સામી, સલમાન ખુર્શીદ,

કપિલ સિબ્બલ,પ્રણવ મુકરજી ,ઓમપ્રકાશ યાદવ,શર્ફૂદીન શરીક, ,શશી થરુર,સુપ્રિયા સુલે,

 
દારાસિંહ(વીકી), બારમા ખેલાડી રામવિલાસ પાસવાન.
કેપ્ટન- એનડીએ – શ્રીમતી સુષ્મા સ્વરાજ
એનડીએ ટીમ-  સુષ્મા સ્વરાજ, યશવંત સિંહા, શાહનવાઝ હુસેન,શરદ યાદવ,વાસુદેવ આચાર્ય,

 
હરિન પાઠક ,કીર્તિ આઝાદ,ઇન્દ્રસિંહ નામધારી,,અનંત કુમાર,લાલુપ્રસાદ યાદવ(વીકી) મુલાયમસિંહ

 
બારમા ખેલાડી લાલ કૃષ્ણ  અડવાણી

 
મેદાન- સ્વવિકાસ સ્ટેડીયમ (નવી દિલ્હી)
અમ્પાયર- શ્રી મીરાં કુમાર,  મેચ રેફરી  – અન્ન હજારે

 
રજુકર્તા- ગોવિંદ ગોદડીયો, ધૃતરાષ્ટ્ર, કોદાળો, કનું કચોલું, નારણ શંખ,

 
સ્વવિકાસ સ્ટેડીયમથી હું ગોવિંદ ગોદડીયો. પ્રેક્ષકોની ક્ષમતા ૫૪૨ની છે કેટલાક મેદાનમાં તો કેટલાક

 
ગેલેરીમાં બેસી મેચ નિહાળી રહ્યા છે. પ્રેક્ષકોના હાથમાં કાર્ડ બોર્ડ ઝૂલી રહ્યા છે ક્યારેક ધૂપ અને ક્યારેક

છાવએમ કુદરત પણ ધ્યાનથી મેચમાં અંગત રસ લઇ રહી છે.

સુષ્માજી એમની ટીમ સાથે મેદાનમાં ફિલ્ડીંગ માટે આવી રહ્યા છે. અમ્પાયર પણ સ્ટમ્પ પાછળ ઉભા છે.
કટનો અવાજ સ્પષ્ટ સંભળાય માટે અમ્પાયર સહીત ફિલ્ડરો અને બેટ્સ મેનો માટે ખાસ હેડફોન આપેલા છે. 

 
બેટિંગમાં નારાયણ સામી અને કપિલ સિબ્બલ મેદાનમાં જઈ રહ્યા છે . નારયણ સામીએ ગાર્ડ લઇને

 
અમ્પાયરને હા ભણી દીધી છે.

 
કેપ્ટન સુષ્માજી પોતે જ બોલીગ આક્રમણ સાથે સજ્જ થઇ બેટ્સમેનને ફસાવવા ચુસ્ત ફિલ્ડીંગ ગોઠવી રહ્યા છે.

 
સુષ્માજી   પહેલો બોલ વાઈડ અને વિકેટ કીપર લાલુએ કલેક્ટ કર્યો

 
બીજા બોલે નારાયણ  સામીને ચોક્કા લગાવ્યો અને પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો .

પહેલી  ઓવરના અંતે યુપીએના ૧૦ રન થયા.

બીજી ઓવર શરદ યાદવને ભાગે આવી વચમાં લાલુ બધાનો ઉત્સાહ વધારી બુમો પાડતા હતા. અમ્પાયરે

 
એમને ચેતવણી આપી બેટ્સમેનોનું ધ્યાન ભંગ ના થાય તેવું વર્તન કરવા કહ્યું.

 
પ્રેક્ષકો પણ ઉત્સાહિત થઇ પ્લેબોર્ડ દર્શવી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા

 
બીજી ઓવરમાં કપિલ સિબ્બલે ચુનાવી છક્કો ફટકારી પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી.

ત્રીજી ઓવર સુષ્માજીએ ફેકી નારાયણ સામીને ક્લીન બોલ્ડ કરી દીધા.

સુષ્માજીએ  ખુબ ઓછા રન આપી ત્યાર બાદ બેટિંગમાં આવેલા સુપ્રિયા સુલે ગુગલી દ્વારા મુઝ્વ્યા .

બીજા છેડે કપિલ ચોગ્ગા છક્કાની રમઝટ બોલાવી વારંવાર પેવેલીયનમાં બેઠેલા તેમના કેપ્ટન સોનિયાજીનાં

 
તરફ જોઈ ગાંધી ભક્તિ દર્શાવતા હતા.અને આગામી ચુંટણીમાં ટીકીટ પાકી કરતા હતા.

પાચ ઓવરના અંતે યુપીએ ચાર વિકેટ ગુમાવી ૧૦૦ રનનો આકડો પાર કરી લીધો હતો.

 
હમણાં જ અમારા  સ્કોરર ધ્રુતરાષ્ટ્રને જુનાગઢથી એક પ્રેક્ષક મિત્ર અશોકભાઈની એક મેઈલ મળી છે.

આભાર અશોકભાઈ . તેઓ જણાવે છે કે ૧૯૬૬થી કેટલીય વાર લોકપાલ ટ્રોફી રમી ચુકી છે પણ હજુ સુધી

કોઈટીમ આ ટ્રોફી જીતી શકી નથી.

 
હવે મારા સાથી મિત્ર કોદાળાજી જોડાઈ ગયા છે લ્યો સાંભળો તેની અંગ્રેજી હિન્દી ગુજરાતી મિશ્ર ભાષા .

આઈ કોદાળા કોમેન્ટ્રી બોક્સસે આપકો સેલ્યુટ કરીંગ . લાલુ કીપિંગમેં બહુત  ગોટાલા કરતા હે.

ક્યુકી વૈસે ભી વો ઘોટાલાક કિંગ હેગા .. ઘાસચારા ઘોટાલેમેં બહુત મની બનાયા હૈગા

 
કભી  બાય તો કભી બોલ કલેક્ટ કરતા નહિ ઇસ લિયે યુપીએક સ્કોર બઢતા હુઆ ડેઢસો પાર હો ગયા.

આગલી ઓવર કીર્તિ આઝાદ કરતે હુએ એ કપિલને ઘુમાયા વહી પે ચોરસ પગ (સ્ક્વેર લેગ) પર  ખડે

મુલાયમને આસાનસા કેચ જાનબુઝકર છોડ દિયા.

 
કીર્તીકી અગલી ગેમ પર  વિકેટ ગીરા ઓર સલમાન ખુર્શીદ ખેલને આયે હેંગે.

 
અગલી  ગેમ પંર સલમાન ખુર્શીદને છકા લગાયા તો પ્રેક્ષક ગેલેરીમે સે રાહુલકી જય કે પોકાર હુએ.

 
યહી સમ બડી બોલતે હેંગે ઇસમેં ‘લ ‘સુનાઈ નહિ દેતા તો “રાહુ “કી જય એસા સુનાઈ દેતા હે.

 
કોઈ લોગ બોલતે હેંગે એ ‘રાહુ’ હે તો ‘કેતુ ‘કોણ હૈગા.

કીર્તિને દો બોલમે દો વિકેટ લિયા  મેદાનમાં સન્નાટા  છા ગયા .

જોકી યુપીને ૨૦૦ રન પૂરે કર લિયે થે. ઇસમેં જ્યાદાતર યોગદાન મુલાયમ ઓર લાલુજીકા થા.

એ દોનો એનડીએકો હરાનેકી સોચ રહે થે. અભી એક મેઈલ સુરતસે કિશોરભાઈકા આયા હે વો લિખતે

હે કી મેચ ફીક્સીગકે ભાગ રૂપ મુલાયમ ઓર લાલુ એનડીએકી તરફસે  ખેલને ઉતરે હે!.

 
અબ મેદાનમે સોનિયા ઓર પ્રણવબાબુ દોને બેટીગકે લિયે આયે પર  જરા ધીરેસે ચલ રહે થે .

સોનિયાજીને કહા પ્રણવબાબુ જલ્દી ચલિયે

 
વો દોડતે દોડતે હુએ આકર સોનિયાજીસે કહને લાગે “બોસમેં “આ ગયા.!

લાલુજીને મજાકમેં  કહા બાબુ બોસમે કયું આયે ગધે પે આના થા ની !  ફિલ્ડરોમાં હાસ્યનું ઘોડાપુર.

 
યશવંત સિંહાકી પહેલી બોલમે સોનિયા પેડ પર બોલ લગી તો અપીલ હુઈ તો સોનિયા કહે ધેટ નોટ રાઇટ

 
હવે લાલુનું અંગ્રેજી કાચું તે કહે બેટ નોટ ટાઈટ તો દુસરા લેલો હમ ઢાઈ સાલસે કહતે હંમે લેલો .

અબ સુષ્માજી ફિલ્ડીગ ફિર સે સજા રહી છે. સરસ પગ  ( ફાઈન લેગ) યશવંત સિંહા, ત્રીજા માણસ (થર્ડ મેન)

શરદ યાદવ ( આમેય નીતીશકુમારે સત્તા સાંભળી ત્યારથી થર્ડ મેન જ છે ) લાંબા બંધ (લોંગ ઓફ ) અનંતકુમાર.

લાંબા ચાલુ ( લોંગ ઓન ) પર મુલાયમ પોઈન્ટ પર અને ઇન્દ્રસિંહ નામધારી ને બિંદુ (પોઈન્ટ ) જયારે પોળ (ગલી)

પર હરિન પાઠકને મુકતા હે તો લાલુ મુલાયમ કહને લગે પાઠકજી ગલીમે અચ્છા હે ને ?

 
હરિન કહે અમારા અમદાવાદમાં આવો ને ગલીમાં પેસો તો તમે લોકો પાંચ વર્ષે બહાર  નીકળી શકો અમે તો ગલીના

અનુભવી એટલે ગલીમાં વાંધો નહિ. બીજી ચુંટણી સુધી ગલીમાં ભટક્યા જ કરો.. હાલ પણ ભટકવાનો વારો છે ને ?

 
હવે બોલીંગમાં દારાસિંહ આવ્યા તેમને ત્રણ બોલ વાઇડ નાખ્યા જયારે ચોથાને  પાંચમાં બોલે લાલુએ ચાર ચાર રન

બાયના આપી રનમાં વધારો કરતા હતા.

 
આમ છેવટે ૨૫૦ રન યુપીએના ટોટલ રન થયા.   લાંચ બ્રેક પછી મળીશું.

 
એનડીએનો દાવ શરુ થયો તો બોલીંગમાં કપિલ સિબ્બલ આવ્યા ને બેટિંગમાં કીર્તિ આઝાદ અને યશવંત સિહાં.

 
બન્નેએ ૧૦ ઓવરમાં ૧૦૦ રન બનાવી દીધા ને સિંહા આઉટ થતાં શાહનવાઝ હુસેન આવ્યા તેમને અને કીર્તિએ

 
મળી બીજી ૧૦ ઓવરમાં ૫૦ રન જોડ્યા ને બે બોલમાં એક રન આઉટ  અને બીજો કેચ થઇ ગયા.

 
હવે લાલુ અને મુલાયમ બેટિંગમાં આવ્યા બન્ને ટેસ્ટ રમતા હોય તેમ ૩૦ ઓવરમાં ૩૦ રન કર્યાં.

એમ એનડીએના ટોટલ ૧૮૦ રન થયા.આમેય બની એનડીએને હરાવવાના ભાગ રૂપે જ રમતા હતા.

 
કેપ્ટન સુષ્માજીએ મેચ રેફરીને પૂછવા જણાવ્યું પણ અમ્પાયર કહે ના  યુપીએ મેચ જીતી ગયું છે.

આમાં દારાસિંહ લાલુ મુલાયમ એવા બધા ભેગા થઇ કહે અમે તો બોયાય નથી ને ચાયાય નથી જેવો

ઘાટ  કરી ઘોઘાટ કરી સુત્રો પોકારવા લાગ્યા.

 
એનડીએના કેપ્ટન કહે મીનીમમ ૨૭૩ રન થવા જોઈએ પણ આકડો ૨૫૦ સુધીનો છે એટલે એમને

 
તમે ભલે જીતેલા જાહેર કરો પણ ટ્રોફી ના મળી શકે…….ટ્રોફી ના મળી શકે.

આમ આ લોકપાલ ટ્રોફી પણ ડ્રો માં ગઈ કહેવાય.

 

બે દિવસ પછી નાના સ્ટેડીયમમાં મેચ શરુ થઇ. મેદાનની ક્ષમતા ૨૫૦ માણસોની હતી. આગલે દિવસે

રમેલા બોલરો ને બેટ્સમેનો પ્રેક્ષક ગેલેરીમાં બેસી આઉટ ..એ આઉટ…આઉટ  ની બુમો પાડતા હતા .

અરુણ  જેટલીએ સ્પેશ્યલ અંદાઝમાં બોલિંગ કરી એ  વારંવાર પેવેલીયનથી પાણી મંગાવતા હતા.

સામે છેડે અભિષેક મનુ સિંઘવીએ જોરદાર બોલીગ સાથે રમવું છે કે નહિ…રમવું છે કે નહિ એમ દરેક

બોલે પૂછતા હતા. ફિલ્ડરો પણ ખાસ મન લગાવ્યા વગર ફિલ્ડીંગ કરતા હતા જાણે કે ફ્રેન્ડલી મેચ રમી

રહ્યા હોય એવો દેખાવ કરી સમય વ્યતીત કરી રહ્યા હતા.

છેલ્લે રાજનીતિપ્રસાદ નામનો બોલર બોલિંગ કરવા આવ્યો પણ એ ખેલાડી કરતા કઈક બીજું વર્તન કરતા.

એણે બોલ ટેમ્પરિંગ કરતા બોલને દાંત વડે ચાવીને બોલના બે ફળિયા કરી નાખી અમ્પાયરને બતાવીને

બોલને ફેકી દીધો.મઝાનું દ્રશ્ય જોયું ને જાણ્યું. માં બાપો નામ પણ કેવું રાખે છે…..રાજનીતિપ્રસાદ

કોઈ પાણી પીવામાં કે બીજી રીતે સમય ગુમાવ્યો છેવટે ફિલ્ડીંગ કરતી ટીમ મેદાન છોડીને ભાગી ગઈ .

અમ્પાયરે સમય પૂરો થવાથી મેચને ડ્રો જાહેર કરી. પ્રેક્ષકો અને પ્રજાના અરમાન પર પાણી ફેરવી દીધું.

પ્રસાદ ખાવાથી માણસ ધરાય પણ આ પ્રસાદ તો ભૂખ્યો ડાંસ જેવો નીકળ્યો. બોલને ચાવી ગયો.

પ્રજાએ હવે આ વાસી થઈને ગંધાઈ ઉઠેલા પ્રસાદોને ફેંકી દેવાની જરૂર છે નહિતર પછી જાત જાતના ઇન્ફેકશન

અને રોગો વકરશે.

હાટકો== આમેય  અમે રમત પ્રત્યે ખુબ ગંભીર હતા અને બરાબર દિલથી રમતા હતા.

             પણ જયારે વિકેટ પડી ત્યારે ખબર પડી કે અમ્પાયર જ નકામા હતા.

=================================================================================

સ્વપ્ન જેસરવાકર

સ્વામી વિવેકાનંદજી ની ૧૫૦ જન્મ જયંતિ


સ્વામી વિવેકાનંદજી ની ૧૫૦ જન્મ જયંતિ

=======================================

ચિત્ર માટે ગુગલનો આભાર.

=======================================

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિના  માર્ગ સુધી વળગી રહો

આવું  અનોખું સૂત્ર આપનાર  અને ૧૧ જાન્યુઆરી ૧૮૯૩ માં

અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરીષદમાં જેમણે

પ્રવચનમાં ભાઈઓ અને બહેનોના ઉદબોધન દ્વારા જનતા

અને જગતભરના ધર્મ ગુરુઓને અચંબામાં નાખીને માનવતા

ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ, અને હિદુત્વ વિષે વિશાળ

દિલથી મુદ્દાની સભર છણાવટથી દુનિયાના ધર્મગુરુઓને ક્ષણિક

વિચારવંત કરી હિન્દુત્વનો ઝંડો જગ આકાશે લહેવરાવ્યો એવા

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી નો ૧૨ જાન્યુઆરીએ જન્મ દિન છે

આવો એમના થોડા મુદ્દાઓને જીવનમાં આત્મસાત કરી તેમના

જન્મ દિને રાષ્ટ્ર નિર્માણમાં આપણું કર્તવ્ય બજાવીએ……..

યુગોના યુગો સુધી લહેરાતા અને માનવ જાતને પ્રેરણા આપતા રહે

એમના વિચારો અને આદર્શો ………

======================================================

વિ વેક  થકી જેણે અમેરિકાને મંત્ર મુગ્ધ કર્યું 
વે  ધક  વાણીના ચમત્કારે શ્રોતાને ઘેલું કર્યું
કા ર્યો  દ્વારા ધ્યેય પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો
નં દન વન જેવું  હિન્દુ ધર્મનું સ્વપ્ન સજાવ્યું
 મદાર આત્મ વિશ્વાસથી ધર્મ પરિષદ ગજાવી
====================================
સ્વપ્ન જેસરવાકર

વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય )


 

વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય )

================================================================
      
                            ચિત્ર બદલ ગુગલનો આભાર.
================================================================
 વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
  
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલા
 
વડા પ્રધાન સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીની  ૧૧ જાન્યુઆરીના
  
દિને  પુણ્યતિથી  છે.  આવો શાસ્ત્રીજીને તેમના કાર્યો યાદ કરી
 
શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
 
 
  ” જય જવાન “…. “જય કિશાન”..
 
=============================================================
 
વામન  સ્વરૂપ તમારું  ને બન્યા છો શાસ્ત્રીજી તમે  મહાન
 
લાલ બહાદૂર તારા  સઘળા  કામોએ  ડોલાવ્યું  છે ગગન
 
પાકિસ્તાનની કરમ કઠણાઈ જુઓ  મળ્યા છે ઐયુબખાન
 
 હુમલો કીધો ભારત પર જેની ચારે બાજુ આન-બાન-શાન
 
અદેખો અનગઢ એવો અડપલાં કરતો જ રહ્યો  અયુબખાન
 
મોરચો માંડી  લશ્કરે જંગ  જીત્યો આણી  ઠેકાણે એની શાન
 
અમેરિકી  પેટન્ટ  ટેન્કોનો  ખુડદો  બોલાવ્યો ને કર્યું સ્મશાન
 
લડ્યું  લશ્કર  વિજ્યવંત ટેન્કો થકી સ્વદેશી અમારી મહાન
 
પહેરેદાર બની અડગતાથી ભર્યો  લશ્કરનો જુસ્સો ને  જાન
 
લાહોરની  સરહદે લશ્કર જ પહોચ્યું હરખ્યા  ભારતીય જન
 
આપ્યું  છે  દિવ્ય  સૂત્ર  ભારતને  “જય જવાન  જય કિશાન “
 
ચોખા નહી ખાવાની  પ્રતિજ્ઞા  લીધી  સોમવારે  કેરા  દિન
 
સાદાઈ કેરા પરિવેશ  રહ્યા અને  પાળી બતાવ્યું  આજીવન
 
ભારતીય  કદી ભૂલશે નહી તમને  સ્વીકારજો ‘સ્વપ્ન’ વંદન
 
=============================================================
 
સ્વપ્ન જેસરવાકર 

येतो हमारा यूपी हे…व्यंग कवन


 
येतो हमारा यूपी हे…व्यंग कवन
 
=============================================
 
 
        शुक्रिया गुगलकी
===============================================
 
जम गया जंग चुनावका पर जनता दुखी हे  
 
भाई देखो और सोचो येतो  हमारा यूपी हे
 
कही सायकल कही पंजा कही कमल  हे
 
कही कुछ और तो कही चला हाथी हे….येतो हमारा यूपी हे I 
 
कही अजित कही राहुल कही मुलायम हे
 
कही आजम कही माया कही नकवी हे…येतो हमारा यूपी हे ઈ
 
रेली पे रेली सभाओ पर सभाका मारा हे
 
कही भाषण कही नारा तो कही चुप्पी हे…येतो हमारा यूपी हे I
 
मिट गया था  एक दिन डाकुका इलाका
 
आज राजकीय डाकुओकी लम्बी थप्पी  हे…..येतो हमारा यूपी हे I 
 
ढूंढते रास्ते सभी यहासे जानेको  दिल्लीका
 
उनके सब वादेकी होती  जूठी  जबानी हे…येतो हमारा यूपी हे  I
 
पैसे शराब जाती पातीसे ए सबको पटायेंगे 
 
नहीं कुछ काम आयेगा तो चलती गोली हे…येतो हमारा यूपी हे I
 
=================================================
 ‘ स्वप्न ‘ जेसरवाकर

સંત પૂ. મોરારી બાપુ…


  

સંત પૂ. મોરારી   બાપુ…

==================================

ઉમરેઠ (આણંદ જીલ્લો) માં પૂજ્ય મોરારી બાપુની

રામ કથા ચાલે છે તે સંદર્ભે કાવ્ય રજુ કરું છું.

====================================================================
સં સારનાં સુખ દુઃખ  જોઈને, જેમણે રામકથાના પ્રણ લીધાં 
 
 મારા ને  મારા જેવાને, જ્ઞાન મહાસાગરમાં ડુબાવી દીધા
 
પૂ  નિત પગલાં પાડ્યાં  છે, જેમણે આ  રણછોડ કેરા દેશમાં 
 
મો હન અને  રામજીને મિલાવશે, આ નવલા નવ  દિવસમાં.
 
રા મ નામની   ધૂન   મચાવી, ને   જ્ઞાન સાગરમાં  ડુબાવશે
 
રિ ધ્ધિ ને સિદ્ધિના સાથે બાપુ, હનુમાનજીના દર્શન કરાવશે. 
 
બા તો બોલતા શીખવે છે પણ, બાપુ  રામ  શબ્દ   બોલાવશે
 
પુ  નમ ચંદ્ર  જેવા પ્રભુ,  શ્રી ભગવાન   રામચંદ્ર ને  દીપાવશે. 
===========================================================================
 
આ  કાવ્ય  રાધા કૃષ્ણ મંદિર ( લોસ ઐન્જલ્સ) દ્વારા ૧૯૯૧માં યોજાયેલ 
રામ કથાના સમયે  લખાયેલ  છે…
=============================================================================== 
‘ સ્વપ્ન ‘ જેસરવાકર 

તુક્તકો.. સ્વપ્નનાં…


     તુક્તકો.. સ્વપ્નનાં…
 
====================================================
 
સ્વપ્ન  સુંદર હોય પણ  એ સાચાં હોતા નથી
 
અને સાચા  સ્વપ્ન  કદીયે સુંદર  હોતા નથી.
 
મન અને દિલની સુંદરતા હોય  તો  જુઓ
 
મહેનતકશ લોક કદી સ્વપ્નો  સેવતા જ નથી.
 
=====================================================
 
ખુલ્લી  ને  બંધ આંખે  સ્વપ્નાં  જોયા છે
 
હસતા ને  રડતા  પણ સ્વપ્નાં જોયા છે
 
એમને  જોયા  છે ઘણી  વખત જયારે
 
તો એમને  સ્વપ્નાંમાં  રડતાં  જોયા છે.
 
===================================================
 
સ્વપ્નમાં  પ્રેમ  ને  પ્રણય ને  જોયા છે
 
સ્વપ્નમાં મેં છળ ને કપટને  જોયા  છે
 
બેહાલ જનતાના દુખ-દર્દ પણ જોયાં છે
 
સ્વપ્નમાં નાલાયક નેતાઓને  જોયા  છે.
 
==================================================
 
અરે ભાઈ સ્વપ્નાંની વાતો કયાં કરો  છે
 
એમણે  વચનોનો  માહોલ  બનાવ્યો છે
 
ધોળે  દિવસે  તારા બતાવી  જનતાને
 
એમણે પોતાનો તાજમહેલ  બનાવ્યો  છે.
 
=====================================================
 
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી  ગયા છે
 
વાયદા અને  વચનો  બધું ભૂલી ગયા છે.
 
ઈશ્વરને  પણ  ચિંતા છે  એ  વાતની કે
 
મારા બનાવેલા મને પણ બનાવી  ગયા છે.
===================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર