નવા વરસનાં વધામણાં…. કાવ્ય


 

 

નવા વરસનાં વધામણાં…. કાવ્ય

=======================================================

ગુજરાતી બ્લોગ જગતના વડીલો, મિત્રો, વહાલા બહેનો, વાચક

મિત્રો તેમજ જગતભરના ગુણીજનોને સને- ૨૦૧૨  વર્ષના………

……………………..વર્ષાભિનંદન………………………………………..

                  ( ચિત્ર માટે આભાર ગુગલ )

રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
 
=========================================================
 
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને  
 

બે હજાર બારનાં વધામણાં કરી (૨)  નવા વરસને  વધાવો નેઆવ્યો.
 
કદીયે ક્યાં  ઓળખતા જ હતા આપણે એક બીજાને રે
 
બ્લોગ કેરા માધ્યમ થકી આપણે મળ્યા એક બીજાને રે
  
મળી છે મિત્રતા અનેરી તો  (૨) લહાવો એનો આજ  લુંટાવો નેઆવ્યો.
 
અગિયારના વરસની યાદો વધાવી મનમાં ભરી લઈએ
 
બે હજાર બારને બળિયું બનાવી હર કદમ આગે  વધીએ
 
બ્લોગ જગત કેરા  મહિમાને (૨) જગ આકાશે ઝગમગાવો ને … આવ્યો
 
ભાવ પ્રતિભાવોનો ભાવ ભરીને એકબીજાને સરાહી લઈએ 
 
મીઠી મજાકની સાથે  ભાથું અનેરા સંદેશ  કેરું ભરી  દઈએ
 
લેખ કવિતા વાર્તા ગઝલથી  (૨) ગરવી ગુજરાતી ગજાવો નેઆવ્યો.
 
મા ગરવી ગુજરાતના તો આપણે સહુ બાળક  છઈએ 
 
ગુણલા ગરવા ગાઈને ગુજરાતી ભાષાનું જતન કરીએ
 
નરસિંહ નર્મદ મીરાં મેઘાણી કેરા (૨) વારસાને તો વધારો નેઆવ્યો.
 
વૈષ્ણવજન તો તેને જ રે કહીએ  જે પીડ પરાઈ જાણે રે
 
ગુજરાતી દેશ વિદેશે વસી  ગરવા ગુજરાતને ગુંજવે રે 
 
ભાષા વિકાસ કેરી પરબો જ માંડી (૨) સ્વ સંસ્કૃતિને ઉજાળો નેઆવ્યો.
 
===============================================================
સ્વપ્ન જેસરવાકર

Advertisements

12 thoughts on “નવા વરસનાં વધામણાં…. કાવ્ય

 1. વિશ્વના શ્રેષ્ટ ગુલાબોમાંથી બનેલ અત્તરની ખુશ્બુ ને જેમ આપ પ્રસરો અને પમરો..
  અરુણદેવ ના સોનેરી કિરણો ને સથવારે ચોતરફ ફેલાવ ,
  નાની કળી જેવા નાના ભૂલકા ના સ્મિત તમારું મુખ આભુષણ બને
  અને આપ ના સારા અધૂરા સ્વપ્ના આજ વર્ષ માં હકીકત ના રંગ પુરાય
  તેવી હૃદય થી પ્રભુ ને પ્રાથના !
  આપનો ,
  બકુલ શાહ

  Like

 2. ગોવિંદભાઈ,

  સરસ ગુજરાતી ભાષાના શિખરો સર કરાવે તેવી ભાવનાવાળું કાવ્ય .

  આપને નુતન વર્ષની શુભ કામના. નવા વર્ષે નવીનતા માણવા મળે એવી આશા.

  Like

 3. આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને

  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
  Govindbhai,
  Happy New Year !
  All the Best in 2012.
  Dr, Chandravadan Mistry (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar for 2 New Posts.

  Like

 4. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( ” સ્વપ્ન ” જેસરવાકર )

  2012 ના નુતન વર્ષની આપને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ,

  આવનારુ વર્ષ આપના જીવનમાં સુખ શાંતિ લાવે, સમૃધ્ધિની અનેક છોળ લઈને

  આવે, તંદુરસ્તમય સ્વાસ્થ્ય લઈને આવે.

  અનેક પ્રગતિના આપ શિખરો સર કરો, હિમાલયની ઉંચાઈઓ આપ આંબીને

  નેટ જગતમાં નામના મેળવો એવી મારી અંતરની શુભકામનાઓ.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s