સ્વામી વિવેકાનંદજી ની ૧૫૦ જન્મ જયંતિ


સ્વામી વિવેકાનંદજી ની ૧૫૦ જન્મ જયંતિ

=======================================

ચિત્ર માટે ગુગલનો આભાર.

=======================================

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિના  માર્ગ સુધી વળગી રહો

આવું  અનોખું સૂત્ર આપનાર  અને ૧૧ જાન્યુઆરી ૧૮૯૩ માં

અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરીષદમાં જેમણે

પ્રવચનમાં ભાઈઓ અને બહેનોના ઉદબોધન દ્વારા જનતા

અને જગતભરના ધર્મ ગુરુઓને અચંબામાં નાખીને માનવતા

ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ, અને હિદુત્વ વિષે વિશાળ

દિલથી મુદ્દાની સભર છણાવટથી દુનિયાના ધર્મગુરુઓને ક્ષણિક

વિચારવંત કરી હિન્દુત્વનો ઝંડો જગ આકાશે લહેવરાવ્યો એવા

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી નો ૧૨ જાન્યુઆરીએ જન્મ દિન છે

આવો એમના થોડા મુદ્દાઓને જીવનમાં આત્મસાત કરી તેમના

જન્મ દિને રાષ્ટ્ર નિર્માણમાં આપણું કર્તવ્ય બજાવીએ……..

યુગોના યુગો સુધી લહેરાતા અને માનવ જાતને પ્રેરણા આપતા રહે

એમના વિચારો અને આદર્શો ………

======================================================

વિ વેક  થકી જેણે અમેરિકાને મંત્ર મુગ્ધ કર્યું 
વે  ધક  વાણીના ચમત્કારે શ્રોતાને ઘેલું કર્યું
કા ર્યો  દ્વારા ધ્યેય પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો
નં દન વન જેવું  હિન્દુ ધર્મનું સ્વપ્ન સજાવ્યું
 મદાર આત્મ વિશ્વાસથી ધર્મ પરિષદ ગજાવી
====================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

12 thoughts on “સ્વામી વિવેકાનંદજી ની ૧૫૦ જન્મ જયંતિ

 1. તેજસ પટેલ
  સ્વામિવિવેકાનંદ , ને મે થોડાઘણા જાણ્યા છે ત્યાં સુધી આપણી સમજ ની વાત નથી તેમ ને ખુદ એવા સબ્દો વાપર્યા છે કે મે જે આ સમાજ કે દુનિયા માટે જેપણ કર્યો કર્યા છે તે સમજવા માટે બીજા સ્વામિવિવેકાનંદ ની જરૂર છે,

  Like

 2. શ્રી વિવેકાનંદ
  એક મહાન આધ્યાત્મિક વિભૂતિ.
  ધર્મને સાચી રીતે સમજી જનહિતાય તેમની પ્રભાવી વાણી જે વહી,
  એ સાચે જ ભાતૃભાવથી શીકાગોમાં ખીલી ઊઠી હતી.
  રામકૃષ્ણ પરમ હંસના ગંગા સાગર કિનારે આવેલા ઠાકુરજીના
  મંદિરની પાસે , જ્યાં વીણા સાથે વિવેકાનંદ બેસી ધ્યાનમાં લીન
  થઈ લખતા હતા, તે કલકત્તાના સ્થાન દર્શને જવાનો લ્હાવો મળ્યો
  હતો. કન્યાકુમારીમાં દરિયામાં સ્વામીવિવેકાનંદ મેમોરીઅલ
  પણ તેમના પરિભ્રમણનું યાદગાર સ્થાનક છે..તે સ્થળે પણ મેં
  એ દિવ્ય વિભૂતિની ઝાંખી માણેલી.
  આપની સુંદર બ્લોગપોષ્ટથી આ યાદો તાજી થઈ ને આપને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)

   આપે પૂજ્ય સ્વામીજીના મ્યુઝીયમ અને પ્રેરક સ્થળોનો યાદગાર પ્રવાસ કરેલ છે તે જાની અનહદ આનંદ થયો.

   આપના આશીર્વાદથી ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. ||વંદન||
  વિવેકાનંદજીએ સુંદર કાવ્ય પણ લખેલા છે. આ સાથે તેમનું એક નાનકડું કાવ્ય.

  LIGHT
  I look behind and after
  And find that all is right,
  In my deepest sorrows
  There is a soul of light. (From a letter to Miss MacLeod, 26th December 1900 (Vide Vol. VI.))

  Like

 4. ગોવિંદ કાકા,

  સ્વામી વિવેકાનંદ કે જેમને પરદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી તેના માટે આજની સરકારો કે પક્ષો કે પ્રજાને સમય નથી.

  ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગે આપે તેમના નામનો પ્રથમ શબ્દ લઇ સુંદર કૃતિ બનાવી છે.

  Like

  1. ભાઈ શ્રી ,

   ભારતને પરદેશમાં ગજાવનાર સ્વામી વિવેકાનંદને જેટલું અમેરિકનો જાણે છે તેટલી ભારતની પ્રજા અંધારામાં છે

   પજા, પક્ષો અને નેતાઓ આ વાત ભૂલી સતાની હોડી હંકારવામાં બેસી ગયા છે.

   આપ અમારે આગણે પધારી અનેરો સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર.

   Like

 5. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  સ્વામી વિવેકાનંદની 150 મી જન્મ્જયંતિ નિમિત્તે આપની

  કલમની કમાલ સુંદર રચના સ્વરૂપે દેખાય છે તે બદલ આપને

  અભિનંદન.

  ગુજરાતી સમાજ વતી મહાન વિભુતિ સ્વામી વિવેકાનંદજીને શત શત પ્રણામ

  Like

 6. એ જ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ વીરચંદ ગાંધીએ કર્યું હતું . અને તે પણ અમેરિકામાં બહુ જ પ્રતિષ્ઠિત થયા હતા. પણ સમાજના બહિષ્કાર અને ક્ષયની બિમારીને કારણે યુવાન અવસ્થામાં જ અવસાન પામ્યા; અને સાવ વિસરાઈ ગયા.
  તેમના જીવન અંગેનું નાટક ‘ ગાંધી બિફોર ગાંધી’ અમદાવાદમાં જોયું હતું .
  ગુજરાતને ગૌરવ અપાવે તેવી વ્યક્તિ હતા.

  Like

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,
   આપે એક ભુલાયેલ ઈતિહાસને ઉજાગર કરી ગુજરાતના ગૌરવને બક્ષ્યું છે .
   સ્વ. શ્રી વિર્ચ્ન્દભાઈ ગાંધીને દિલથી શત શત પ્રણામ.
   આપ અમારે આગણે પાધરી અનેરો સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s