Monthly Archives: ફેબ્રુવારી 2012

મોરારજી દેસાઈ સી.આઇ.એ.ના એજન્ટ હતા…


૨૯ ફેબ્રુઆરી એટલે ગરવા ગુજરાતી અને ભારતના પ્રધાન મંત્રી સ્વ. શ્રી મોરારજીભાઈનો  જન્મ દિન.
આવો જાણીએ એમના દ્રઢ મનોબળ અંગેના કેટલાક કિસ્સા.
આ લેખ દિવ્ય ભાસ્કરમાં “વિચારોના   વૃંદાવનમાં”
જાણીતા કટાર લેખક આદરણીય શ્રી ગુણવત શાહે આ બાબતે વિસ્તૃત લેખ લખ્યો છે.
સોજન્ય ..દિવ્ય ભાસ્કર ….અને શ્રી ગુણવંત શાહ.
 

 

મોરારજી દેસાઈ સી.આઇ.એ.ના એજન્ટ હતા…

! Source: Gunvant Shah | Last Updated 12:57 AM [IST](29/02/2012) Editorial Share |

 વિચારોના વૃંદાવનમાં

 મોરારજીભાઈ દેસાઈ શીલ જાળવીને ખુમારીપૂર્વક જીવી ગયા અને પોતાની ગરિમા જાળવીને સૂરજની માફક આથમી ગયા! મોરારજી-ભાઈએ પોતાને નુકસાન પહોંચે એવું ઘણીવાર કર્યું છે, પરંતુ દેશને નુકસાન પહોંચે એવું એક પણ કામ નથી કર્યું. આ બાબતે તેઓ અદ્રિતીય હતા. મોરારજીભાઈ ખાટલા પર બેઠા બેઠા રેંટિયો કાંતતા હોય કે ફાળકા પર સૂતરના તાર ઉતારતા હોય ત્યારે સાચા ગાંધીજનની મુદ્રા જોવા મળતી. આવા સ્વચ્છ અને સમર્થ રાષ્ટ્રપુરુષના નામ સાથે એક પણ એરપોર્ટ, યુનિવર્સિટી, માર્ગ, ઓડિટોરિયમ, એવોર્ડ, ટ્રોફી, પુલ કે વ્યાખ્યાન-માળાનું નામ જોડાયું નથી. જેમને આજના વિકર્ણ કહી શકાય તેવા ડૉ.. સુબ્રહ્નણ્યમ સ્વામીને પત્રકારે પ્રશ્ન પૂછ્યો: ‘તમારા અભિપ્રાય મુજબ ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ ગણાય?’ એક ક્ષણના વિલંબ વિના ડૉ.. સ્વામીએ જવાબ આપ્યો: ‘મોરારજી દેસાઈ.’ પત્રકારે આગળ પૂછ્યું: ‘કયા કારણથી એમ કહો છો?’ ડૉ.. સ્વામીએ કહ્યું: ‘કારણ એ કે એમની કથની અને કરણી વચ્ચે અંતર ન હતું.’ આ જવાબ સાથે સંપૂર્ણ સહમતી પ્રગટ કરીને મારે એક વિધાન ઉમેરવું છે. મોરારજીભાઈએ પોતાને નુકસાન પહોંચે એવું ઘણીવાર કર્યું છે, પરંતુ દેશને નુકસાન પહોંચે એવું એક પણ કામ નથી કર્યું. આ બાબતે તેઓ અદ્રિતીય હતા. દ્વારકાપ્રસાદ મિશ્રા કાયમ કહેતા: ‘મોરારજી દેસાઈનો સૌથી મોટો શત્રુ તે મોરારજી દેસાઈ પોતે!’પંડિત નહેરુના અવસાન પછી મોરારજીભાઈ વડાપ્રધાનપદના સક્ષમ દાવેદાર હતા. સામે લાલબહાદુર શાસ્ત્રી હતા. જગજીવનરામ મોરારજીભાઈને ઘરે મળવા ગયા અને પોતાના તથા ૭૦ જેટલા દલિત સાંસદોના ટેકાની ઓફર કરી. ઓફરના બદલામાં અમુક ખાતું પોતાને મળે તેવી શરત જગજીવનરામે મૂકી હતી. મોરારજીભાઈનો અનડિપ્લોમેટિક જવાબ હતો: ‘કયુ ખાતું કોને આપવું તે વડાપ્રધાનનો વિશેષાધિકાર (પ્રીરોગેટિવ) કહેવાય.’ જો મોરારજીભાઈએ આવી જડતા ન બતાવી હોત, તો નહેરુ પછીનો રાજકીય ઈતિહાસ કદાચ જુદો હોત. પોતાના હિતને નુકસાન પહોંચાડવાની આવી ઉતાવળના દાખલાઓની ખોટ નથી. એમને સ્વમુખે સાંભળેલી એક વાત કરવી છે. ૧૯૪૬માં બૃહદ મુંબઈ રાજ્યમાં મુખ્યપ્રધાન બાળાસાહેબ ખેર બન્યા. સરદાર પટેલે એમને ‘મહાસાગરનું મોતી’ કહીને બિરદાવેલા. એમના પ્રધાનમંડળમાં મોરારજીભાઈનો સમાવેશ કરવા માટે સરદાર ઝાઝા ઉત્સુક ન હતા. કનૈયાલાલ દેસાઈ અને મંગળદાસ પકવાસાને આ બાબતની જાણ હતી. પકવાસાએ ખાસ સંદેશો મોકલીને મોરારજીભાઈને તાબડતોબ મુંબઈ તેડાવ્યા. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પકવાસા મોરારજીભાઈને મળ્યા અને સરદારને મળતી વખતે કોઈ બફાટ ન કરવા સમજાવ્યા. સરદારને મળ્યા પછી પ્રધાનપદું પાકું તો થયું, પરંતુ મોરારજી જેનું નામ! સરદારનો આભાર માન્યા પછી મોરારજીભાઈએ કહ્યું: ‘પ્રધાન તરીકે મારી પ્રથમ વફાદારી મારા મુખ્યપ્રધાન પ્રત્યે રહેશે અને પછી તમારા પ્રત્યે રહેશે.’ બાળાસાહેબ ખેરને મોરારજીભાઈએ કોરો ચેક આપી રાખેલો: ‘જ્યાં જ્યાં અપયશ લેવાની નોબત આવે ત્યાં તમારે મને આગળ કરવો, પરંતુ જશ લેતી વખતે મને પાછળ રાખવો.’ દિલ્હીથી કોઈ કારણસર સરદાર ખેરસાહેબને ટેલિફોન પર ખખડાવે ત્યારે ખેરસાહેબ તરત જ ફોન મોરારજીભાઈને આપી દેતા. નંદુરબારમાં ગોળીબાર થયો હતો. એની તપાસ માટે સરદાર પર ભારે દબાણ હતું. એ બાબતે સરદારનો બધો ક્રોધ મોરારજીભાઈએ વેઠી લીધો અને ખેરસાહેબ પરનો ઘા પોતે ઝીલી લીધો! સરદાર અને મોરારજીભાઈ વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીતની વિગતો અહીં આપવી નથી. એ જમાનામાં સરદાર સામે દલીલ કરવાનું માનીએ તેટલું સહેલું ન હતું. અંતે સરદારે નમતું જોખેલું. વડાપ્રધાન બન્યા પછીની સવારે મોરારજીભાઈ ચૂંટણીમાં હારેલાં ઇન્દિરા ગાંધીને ઘરે પહોંચી ગયા હતા. બંને વચ્ચે અત્યંત વિનયપૂર્ણ વાતો થઈ હતી. ૧૯૭૯માં હું પૂર્વ બર્લિન જઈ રહ્યો હતો. મોરારજીભાઈના મતવિભાગમાં એમની જગ્યાએ અશોક મહેતા ચૂંટણી લડી રહ્યા હતા. સુરત સ્ટેશનેથી ફ્લાઇંગ રાણી ટ્રેનના પ્રથમ વર્ગના કૂપેમાં મારી સાથે અશોક મહેતા હતા. પૂરા સાડાચાર કલાક વાતો ચાલી તેમાંની એક અહીં પ્રસ્તુત છે. તામિલનાડુના મુખ્યપ્રધાન એમ. જી. રામચંદ્રન દિલ્હી એરપોર્ટ પરથી સીધા અશોક મહેતાને ઘરે પહોંચ્યા. વાત એમ હતી કે મોરારજી પ્રધાનમંડળમાં એ.આઇ.ડી.એમ.કે.નો એક પણ સભ્ય ન હતો. પાર્ટીના સાંસદોની સંખ્યા ૧૮ હતી. એમ. જી. રામચંદ્રન અને મોરારજીભાઈને જોડતી એક કડી એ હતી કે બંને જણા દારૂબંધીમાં ચુસ્તપણે માનતા હતા. અશોક મહેતા રામચંદ્રનને સાથે લઈને મોરારજીભાઈને મળ્યા અને પ્રધાનમંડળમાં રામચંદ્રનની પાર્ટીના એક માણસને સ્થાન આપવાની ભલામણ કરી. મોરારજીભાઈએ એ વાજબી માગણી પણ ન સ્વીકારી. ચરણસિંહે ઊભી કરેલી રાજકીય કટોકટી વખતે ૧૮ સભ્યોનો ટેકો મૂલ્યવાન બની શક્યો હોત. મોરારજીભાઈને આવનારી આફતની ધરાર અવગણના કરીને મક્કમ રહેવાની જબરી કુટેવ હતી. એ એમની ‘મજબૂત નબળાઈ’ હતી! મોરારજીભાઈએ વ્યવહારુ શાણપણ બતાવ્યું હોત, તો આચાર્ય કૃપલાની સંજીવ રેડ્ડીની જગ્યાએ રાષ્ટ્રપ્રમુખ બન્યા હોત. મોરારજીભાઈએ જયપ્રકાશજીને ઓફર કરી કારણ કે જયપ્રકાશ ના પાડશે એની એમને ખાતરી હતી. મોરારજીભાઈએ કૃપલાનીજીને પૂછ્યું જ નહીં! કૃપલાનીજી આવા સર્વોચ્ચપદે આરૂઢ થયા હોત તો! તો ચરણસિંહ છ મહિના માટે ભૂલથી વડાપ્રધાન ન બન્યા હોત. મોરારજીભાઈ જ્યારે વડાપ્રધાનપદ ગુમાવવાની તૈયારીમાં હતા તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ દોડતા દિલ્હી પહોંચ્યા અને મોરારજીભાઈને વિનંતી કરીને કહ્યું: ‘આ કટોકટીમાં જગજીવનરામને ટેકો આપવામાં શાણપણ છે.’ મોરારજીભાઈએ બાબુભાઈને એવા ઝાટકી નાખ્યા કે બાબુભાઈ ઓરડામાંથી બહાર આવ્યા ત્યારે રડી પડ્યા. બાબુભાઈની વાત મોરારજીભાઈએ માની હોત તો ભારતનો વડાપ્રધાન એક દલિત નેતા હોત અને ઇન્દિરાજીનું પુનરાગમન કદાચ ન થયું હોત. આ વાત પાછળથી મેં કરી ત્યારે મોરારજીભાઈએ મને જે કહ્યું તે અહીં લખી શકાય તેમ નથી. લોર્ડ ભીખુ પારેખને ત્યાં ડિનર પાર્ટીમાં હસમુખભાઈ શાહ સાથે મોરારજીભાઈ અંગે ઘણી વાતો થઈ. હસમુખભાઈ મોરારજીભાઈ અને ઇન્દિરાજીના (બીજી વારના) શાસનકાળમાં પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (PMO)માં હતા. એમની પાસે એ સમયગાળામાં બનેલી ઘટનાઓની અંગત જાણકારીનો ખજાનો છે. તેઓ પુસ્તક ક્યારે લખશે? રાહ જોવા સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ? નિવૃત્તિ દરમિયાન મરિનડ્રાઇવ પર ઓસીઆના અને પછી સારંગ એપાર્ટમેન્ટ્સમાં વારંવાર મોરારજીભાઈએ મળવાનું બનતું. વડાપ્રધાન મોરારજી લાખના, પરંતુ નિવૃત્ત મોરારજી સવા લાખના જણાતા. આઈન્સ્ટાઇન અને મોરારજીભાઈ વચ્ચેની એક કડી જાણવા મળેલી. બંને મહાનુભાવો દાઢી કરતી વખતે સાબુનો ઉપયોગ કરતા ન હતા. મોરારજીભાઈ ખાટલા પર બેઠા બેઠા રેંટિયો કાંતતા હોય કે ફાળકા પર સૂતરના તાર ઉતારતા હોય ત્યારે સાચા ગાંધીજનની મુદ્રા જોવા મળતી. મને કાયમ એમની પ્રતિભામાં રાજર્ષિના દર્શન થતાં. આધ્યાત્મિક ક્ષેત્રમાં એમની ઊંડી શ્રદ્ધા રમણ મહર્ષિ પર કાયમ હતી. મહર્ષિની છબી ભીંત પર જોવા મળતી. કૃષ્ણ જેવા યુગપુરુષ પર સ્યમંતક મણિની ચોરી કર્યાનો આક્ષેપ થયો હતો. સીમુર હર્ષના પુસ્તક ‘The Price of Power’માં આક્ષેપ થયો કે મોરારજી દેસાઈ સી.આઇ.એ.ના એજન્ટ હતા. એ લેખકને પુલિત્ઝર પ્રાઈઝ પણ મળેલું. પાછળથી સી.આઈ.એ.ના ડિરેક્ટર રિચાર્ડ હેલ્મસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ હેન્રી કિસિન્જરે સોગંદનામું કર્યું અને કહ્યું હતું કે મોરારજીભાઈ કોઈ પણ રીતે સી.આઈ.એ. સાથે સંકળાયેલા ન હતા. મોરારજીભાઈએ ૫૦ મિલિયન ડોલર્સનો દાવો માંડ્યો હતો. એ વખતે વડોદરાના લોકસેવક મનુભાઈ પટેલે અમેરિકા જઈને જરૂરી મહેનત દ્વારા મોરારજીભાઈ પ્રત્યે વફાદારી સિદ્ધ કરી હતી. એ વખતે મોરારજીભાઈ ૯૩ વર્ષના હતા. મોરારજીભાઈની નિંદા કરવામાં કાયમ અગ્રેસર એવા ‘બિ્લટ્ઝ’ સાપ્તાહિકના તંત્રી કરંજિયાએ પણ મોરારજીભાઈનો પક્ષ લઈને સીમુર હર્ષ માફી માગે એવો લેખ લખ્યો હતો. વેરી જેના ઘાવ વખાણે! આવા સ્વચ્છ અને સમર્થ રાષ્ટ્રપુરુષના નામ સાથે એક પણ એરપોર્ટ, યુનિવર્સિટી, માર્ગ, ઓડિટોરિયમ, એવોર્ડ, ટ્રોફી, પુલ કે વ્યાખ્યાનમાળાનું નામ જોડાયું નથી. મોરારજીભાઈની જીવનસાધના એમની ચિંતામુક્તિ દ્વારા પ્રગટ થઈ. ગીતા એમને કંઠસ્થ જ નહીં, હૃદયસ્થ હતી. વિજય કે પરાજયની પળે એમનું સમત્વ કોઈ સાધુને શરમાવે તેટલું સહજ હતું.

પ્રાત:સ્મરણીય મોરારજીભાઈ શીલ જાળવીને ખુમારીપૂર્વક જીવી ગયા અને પોતાની ગરિમા જાળવીને સૂરજની માફક આથમી ગયા!

પાઘડીનો વળ છેડે : એ માણસ પોતાની ઇચ્છા સિવાય ઠંડો નથી હોતો. એનું સ્મિત ગમી જાય તેવું છે. જે શબ્દો આવેશયુક્ત કે હૈયાસૂના કે ઠંડાગાર જણાય, તે તો ગળે ઊતરી જાય એવા તર્કનો અવાજ હોય છે. – વેલ્સ હેન્ગન

(નોંધ: આજે બુધવારે મોરારજીભાઇની જન્મતિથિ છે.)

 ગુણવંત શાહ, લેખક જાણીતા ચિંતક છે

ગોદડીયો ચોરો…ગોખરુંકાકાની ગોખર વાણી….હાસ્ય કથા


ગોદડીયો ચોરો…ગોખરુંકાકાની ગોખરું વાણી….હાસ્ય કથા 
=================================================================
                  
                                                                                     
 
 
મિત્રો હમણાં જાન્યુઆરીમાં ભવ્ય ભારત ભૂમિની મુલાકાતે ગયો હતો. હજુ શિયાળાએ
 
વિદાય લીધી નહોતી પણ પુરજોશમાં ત્રાટક્યો હતો. ત્યાં ગયા પછી દશ દિવસે તબિયત
 
એવી બગડી ગઈ કે ના પૂછો વાત અહી આવીને પણ શરીરે સાથ દીધો નહિ જાણે કે
 
યમરાજ તાત્કાલિક વિઝા  આપવા માંગતા હોય તેવો આભાસ થયેલો હજુ પણ તબિયત
 
ઠીક લાગતી નથી એના કારણે આપ વડીલો અને મિત્રોના બ્લોગ પર ના આવી શકાય કે
 
પ્રતિભાવ ના દર્શાવી  શકાય તો મોટા મનથી માફ કરશો એવી વિનંતી છે.
 
એક વડીલ કાકાએ કેટલાક પ્રશ્નો  પૂછેલા તેના મુદ્દાને કાલ્પનિક રંગે રંગી આપની
 
સમક્ષ આ લેખ પ્રસ્તુત કરું છું
 
લગ્નસરાની સીઝન માણી. મિત્રોની મિલન મુલાકાત પણ થઇ. 
 
આપણા મુખ્ય મંત્રીશ્રીએ  આદરેલા સદભાવના મિશનમાં ૩૧ જાન્યુઆરીના રોજ આણંદ
 
જીલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમારા સ્વાતંત્ર્ય સેનાની જન્મ શતાબ્દી વર્ષમાં 
 
પ્રવેશેલા  મુરબ્બી મહીજીકાકાને લઇ જવાનું એક અનોખું સદભાગ્ય માણવા મળ્યું .
 
છેવટે અમારા ધ્યેયરૂપ ગાદલા તળાવના કિનારે જામતા ગોદડીયા ચોરે  ગયો.
 
હું ગોદડીયો,નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનું કચોલું , કોદાળોજી ને અઠા બઠાની જોડી જામી .
 
ત્યાં જ સામેથી ગોખરું કાકા આવતા દેખાયા. ગોખરુમાં જેમ ચારે બાજુ કાંટા હોય તેવા.
 
એમનું નામ હતું ગોદડભાઈ ખમીરભાઈ રૂખસાં.બધા નામના પહેલા અક્ષરથી બોલાવતા.
 
ઉમર એંશીની પણ સ્વભાવમાં એ ચાલીસના લાગે. મશ્કરા પણ એ એટલાજ .
 
એક વખત એ બચીબેનને કહે ઓ બચી તું કેમ બચી. બચી તું બચુને કેમ જચી.?
 
તેમના પત્ની  લીલાબેન લલ્લુભાઈ વાસણીયા. બધા એમને લીલવા કહે .
 
એક દિવસ બચુભાઈ નોકરી પરથી  ઘેર આવ્યા તો ગોખરું કાકા કહે બચી જો તારો
 
સુકોવર (ડ્રાયવર )ઘેર આવ્યો ખરો. બચુભાઈ ગુજરાત એસ.ટી નિગમમાં બસ ડ્રાયવર
 
હતા.
એક દિવસ લીલવા કાકી કંદમૂળ ઘેર લાવ્યા હતાં.
 
કંદમૂળ લઈને ગોખરું કાકા ગોમતીના ઘેર ગયા ને કહે ગોમતી તમારું કંદ કટર આપોને
 
મારે કંદ મૂળ કાપવા છે. ગોમતીનો પતિ ગજો એસ.ટી માં કંડક્ટર હતો .
 
એ અમારા ગોદડીયા ચોરામાં ઝટપટ પ્રવેશ્યા ને સીધો મને સવાલ કર્યો .
 
અલ્યા ગોદડીયા અહીંથી (ભારત) ગયો ત્યારે સાફો બાંધીને .
 
અને આવ્યો  છે ત્યારે ફાંસો બાધીને !
 
એટલે કે જયારે પરદેશ પ્રથમ વાર ગયો  ત્યારે હાથમાં  નાળીયેર ભાલમાં તિલક કરી
 
આખું ગામ તને વળાવ્યા આવ્યું હતું હવે તો પાછો આવ્યો ત્યારે સૂટ બુટ સાથે ટાઈ 
 
બાંધી રીબોક પહેરી કુદે છે !
 
અલ્યા બલૂનમાં ઉંડે છે ત્યારે તાં આકાશમાં વાદળાં અથડાતાં નથી.
 
મેં કહ્યું ત્યાં તો અમે બધા પ્લેનમાં બેઠેલા હોઈએ છીએ. લગભગ ત્રણસો ચારસો પેસેન્જરો 
 
હોઈએ.
 
અલ્યા તારે તો  તાં  જંગલપાણી જવાની મુંબઈના માળાની જેમ લેન લાગતી હશે નઈ !
 
અલ્યા આપણી ભારતની રેલની જેમ ઉપરથી ફુવારા કરી અઈ નેચેની જનતાને પાવન
 
 કરતા હશો.
 
મેં કહ્યું ના કાકા એ બધું ડબ્બામાં ભરાઈ જાય અને પ્લેન નીચે આવે ત્યારે કાઢી લે.
 
અને ખાવામાં  ભજીયા દાળવડાં જલેબી ગાંઠીયા ને ફાફડા મળે છે કે નઈ !
 
કાકા પ્લેનમાં બધાની ડીશો તૈયાર હોય જેટલા માણસો એટલી ડીશો ઉડતાં જ ભરી લે.
 
અલ્યા તાં આકાશમાં પેલી રંભા અને અપ્સરા મળતી હશે જરાક ફરી આવું ત્યારે અહી
 
લેતો આવજે.
 
આ તારી લીલવા કાકીને એનો ઠસ્સો  ને રૂપ બતાવવા છે. અઈ સિનેમામાં જોઈ છે પણ
 
 રૂબરૂ જોવી છે !
 
અને પરભુ મળે તો પૂછી જોજે  મારા કાકીને લઈને એકાદ રંભા મારા કાકાને બદલાવી દો.
 
મેં કહ્યું કાકા ત્યાં રંભા અપ્સરા ના મળે પણ એમના જેવી જ દેખાવડી એર હોસ્તેટો ઘણી 
 
બધી હોય.
 
ગોરી કાળી શ્યામ વરણી ઘઉં વરણી એમ જાતજાતની એર હોસ્તેટો  જોવાની મળે.
 
તો ફરી આવું તારે એક અર હોતેત લેતો આવજો અઈ ખેતર બતાવીશ સનેમાં બતાવીશ
 
જાર ઘઉંનો પોંક ખવડાવીશ ને એવી મઝા કરાવીશ કે એ પલેનને ભૂલી ગાડામાં મઝા માણશે
 
હટકો= છે ને ગુજરાતી ગોખરું કાકો અનોખો !
 
 ગુજરાતીઓ વેપાર કરે છે જો એ રુકે તો દુનિયાના ઘણા બધા દેશોમાં મંદીનો વાયરો વાય.
 
============================================================================
 
સ્વપ્ન જેસરવાકર  

સોમનાથ મહાદેવ…કવિતા


   સોમનાથ  મહાદેવ…કવિતા

 

=================================================
 
મહા શિવરાત્રીનાં પાવન પર્વે  ગરવા  ગિરનારની તળેટીમાં
 
આવેલા ભવનાથ મહાદેવ મંદિરે મોટો મેળો ભરાય છે.
 
બાબા ભોલેનાથ શંકર દાદાની પૂજા થાય. તો દ્વાદશ લિંગના 
 
શ્ર્લોકમાં ” સૌરાષ્ટ્ર ના સોમનાથ દાદા ” પ્રથમ આવે છે.
 
આથી ” સોમનાથ   મહાદેવ ” કાવ્ય રચ્યું છે. )
 
===========================================
 
સોનાનું  શિખર શોભતું  સાગર  તો  લહેરાય
ન મંદિરમાં વસતા એ  ભોલે નાથ સદાય
નાથ ભોળો  દ્વાદશ લિંગમાં પ્રથમ  ગણાય
શે  કલ્યાણ  સૌનું એ કરતો  હરેકની સહાય.
 
હાદેવ એ જગનો,  દેવાધિદેવ તો  કહેવાય
હાર છે  હૈયાનો ભાઈ,  સદા  સૌરાષ્ટ્રે સોહાય
દેવ  છે દુનિયાનો સોમનાથ નામે  ઓળખાય
ચન સિદ્ધ કર્યું“સરદારે“સમગ્ર વિશ્વે વખણાય 
==========================================
 
‘ સ્વપ્ન  ’  જેસરવાકર 

જોજો અમારે પનારે પડતા… કાવ્ય


 
જોજો અમારે પનારે પડતા… કાવ્ય
============================  
 
કાઢી  પાસપોર્ટ પરલોકનો ચિત્રગુપ્તે મોકલી દીધો છે 
 
ને  યમરાજે પણ વિઝાનો સંદેશ મને પાઠવી દીધો છે
 
ઘર મારું રોજ ખોળે છે નિત્ય  મને પરલોક લઇ જવા
 
કદીક ભારતમાં તો ક્યાંક અમેરિકામાં મને શોધી રહ્યો 
 
નથી ખબર  યમરાજને કે છીએ અમારા નેતાઓ  જેવા
 
કોર્ટ ભાગેડુ જાહેર કરે તો પણ સમારંભમાં ખાઈએ મેવા
 
અમારા માટે તો  કોર્ટ પોલિસ કે ચુંટણી પંચ છે મગતરાં
 
આ બધાને ખિસ્સામાં રાખી ને માગીએ જમીન આગોતરા
 
આ બધા અમને રોજ જુએ ને જાણે તોય અમે ના ગણતા
 
યમરાજ ભૂલભુલામણીમાં પડશો જોજો અમારે પનારે પડતા 
 
============================================
સ્વપ્ન જેસરવાકર