Monthly Archives: માર્ચ 2012

મા ખોડલ આવે છે … ગરબો


 

મા ખોડલ આવે છે … ગરબો

==========================

      ચિત્ર માટે ગુગલનો આભાર

============================

ચૈત્રી નોરતાંના થયા  ચમકારા ને મા ખોડલ આવે છે

હે આવે છે રે ભાઈ આવે છે (૨)   મા ખોડલ આવે છે

મધુરું માડીનું મુખડું મલકતું ને હાથમાં ત્રિશુલ ચમકતું

હે દીધો છે ખમકારોને ભાઈ (૨) મા ખોડલ આવે છે

રંગબેરંગી ચુંદડી ચમકતી ને માની મુખાકૃતિ હસતી

હે  ઢોલના ધમકારે ભાઈ  (૨)  મા ખોડલ આવે છે

માડીનું ઝાંઝર ઝમકતું ને  એ ગગને જ ગાજતું

હે નવલી નવરાતો  ભાઈ (૨)  મા ખોડલ આવે છે

માટેલિયામાં  એ ઝૂમતા ને ગળધરામાં છે  ઘૂમતાં

હે રાજપરામાં રંગત ભાઈ (૨) મા ખોડલ  આવે છે

ગોવિંદ  આજ ગુણલા ગાતો ને હૈયેથી આવે હરખતો  

હે રૂમીઝુમી ઝુમજો ભાઈ (૨) મા ખોડલ   આવે છે

========================================

સ્વપ્ન જેસરવાકર

આઝાદીના દીવાના શહીદો…કાવ્ય


 

આઝાદીના દીવાના શહીદો…કાવ્ય
================================
 
 
૨૩ મી માર્ચ એટલે ભારતની આઝાદીના દીવાના એવા શહીદ વીરો
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમણે હસતા મુખે ફાંસીએ ચઢીને
આઝાદીના ઇતિહાસના પ્રકરણમાં શહાદત વીરોનું અનેરું સન્માન પામ્યા.
આવો આજે સહુ સાથે મળી તેમની શહાદતને યાદ કરીએ.
 
23 March Bhagat Singh, Rajguru & Sukhdev  are goin
           ચિત્ર માટે ગુગલનો આભાર
=================================
 
હતા અમે તો આઝાદીના એવા જ  દીવાના
 
દેશદાઝ કાજે લીધાં છે પ્રણ મરી ફીટવાના
 
આઝાદીની દુલ્હનને લોક હૈયે ઝુલાવવાના
 
અંગ્રેજી સલ્તનત કેરા જુલ્મો નહિ સહેવાના
 
હતો હું ભગત પણ નહિ ખ્વાબ પૂજાવાના
 
છું  સુખદેવ નથી દિવસો સુખ ભોગવવાના
 
છું રાજગુરુ પણ ઓરતા છે જંગે ચઢવાના
 
ખેલીશું જંગ એવો કે  સલ્તનતને ધ્રુજાવાના
 
ઇન્કિલાબ જિંદાબાદનો એક નારો ગજવનારા
 
વંદે માતરમના કોમી નારે શહીદી વહોરનારા
 
ભલે ભુલાવી દે અમને આજે સત્તા ભોગવનારા
 
અમ શહીદો જન માનસમાં હરદમ ધડકનારા
 
==============================
સ્વપ્ન જેસરવાકર

સદી આઈ હે આઈ હે સદી આઈ હે…કાવ્ય


સદી આઈ હે આઈ હે સદી આઈ હે…કાવ્ય=ગઝલ  
===================================
     ચિત્ર માટે ગુગલનો આભાર
દુનિયામાં ભારતીય ક્રિકેટને એક આગવી ઓળખ આપી
કીર્તિમાન સર કરી ભારતનું નામ રોશન કરનાર મહાન
ક્રિકેટર શ્રી સચિન તેંદુલકરને ખુબ ખુબ અભિનંદન
અને આ કાવ્ય શતકોના શતકના પ્રણેતા સચિનને અર્પણ
========================================
રાગ=ચિઠ્ઠી આઈ હે આઈ હે…..ફિલ્મ= નામ
=========================================
સદી આઈ હે આઈ હે સદી આઈ હે (૨)

બડે દિનોંકે બાદ  એક સાલકે બાદ સચિનકી સદી આઈ હે .

પહેલે જબ તું ખેલતા થા

સારા દેશ ઝૂમ ઉઠતા થા

આજ તુને કર દી આશ પૂરી

ઝૂમ ઉઠી જનતા આજ સારી

શતકો કા શતક તુને જમાયા સારે ભારતને શોર મચાયા…સદી આઈ હે.

જબ જબ તુ મેદાનમેં આતા

તાલીઓં સ્ટેડીયમ ગુંજ જાતા 

સારે દીવાને ઝૂમકે ગાતે

જબ બોલર ધુલાઇ પાતે

માસ્ટર બ્લાસ્ટરકી છબી ભુનાઈ હર દેશમેં સદી બનાઈ…સદી આઈ હે

દો હજાર ચોક્કે તુને જમાયે 

કિસીકે તુને છક્કે ભી  છુડાયે  

કિસીકો તો  તુ સપનેમેં આયા 

કિસીકો દિનમેં તારા  દિખાયા

વન ડે-ટેસ્ટમેં સો શતક લગાયા રનો કા પહાડ બનાયા…સદી આઈ હે.

આજ દુનિયામેં  એક હી હલ્લા 

ગરજ ઉઠા હે સચિનકા બલ્લા

કહીં જમકર મનાયી બૈશાખી 

કહીં ઉઠી પર્યુષણકી પાલખી

ક્રિસમસકી આઈ હે ખુશી હોલીકે રંગોમે જનતા ડૂબી…સદી આઈ હે.

કહીં કહીં ધૂમકે  ફટાકે  ગરજે 

કહીં આજ ફૂલ ગુલાલ  બરસે  

બનાયા હે રેકોર્ડ સબસે ન્યારા

ઉસ પર ફિરકા  તિરંગા પ્યારા 

સારે ભારતને  મિલકર આજ ઈદ ઓર દિવાલી  મનાઈ…સદી આઈ હે.  

======================================

સ્વપ્ના જેસરવાકર

 

ગોદડીયો ચોરો…. હૈયા વરાળ હારેલાની…


 ગોદડીયો ચોરો…. હૈયા વરાળ હારેલાની…

=================================================================

ગોદડીયો ચોરો જામ્યો હતો. મિત્રો દેશના રાજકીય પ્રવાહો અનુસરી ચર્ચાએ ચડેલા.

હું જરા પ્રાંતોના પ્રવાસે નીકળેલો એટલે મિત્રો વારંવાર ફોનથી પૂછતા કે ભાઈ અલ્યા

ગોદડીયા તારા વિના જામતું નથી જલ્દી પાછો આવી જા.

પંદર દિવસના વિરામ પછી હું પ્રવાસેથી પાછો ફર્યો છું. તો મિત્રો મને સાંભળવા ખુબ

આતુર હતા. કોદાળોજી કહે અલ્યા ક્યાંના પ્રવાસે ગયો હતો ?

મેં કહ્યું ભાઈઓ હું વારાણસીમાં સ્મશાન ગૃહે  બધા પક્ષોનું બેસણું હતું ત્યાં ખરખરો કરવા

ગયો હતો ત્યાં ગમગીની સાથે બધા એક બીજા પર કટાક્ષ પણ કરતા હતા.

मित्रो अब आगे जो हुआ था वो बात में आपको हिन्दीमे कहता हु !

चुनावमे हारी हुई सब पार्टीके नेता और कार्यक्रर बाजते गाजते उपस्थित हुए !

वही बीएसपी, कांग्रेस,भाजपा,राष्ट्रिय क्रांति दल,राष्ट्रिय लोकदल सब आये थे !

भाजपावाले कलराज मिश्रको देखकर मायावतीजी बोली………..

मायावतीजीने कहा  पूरी पार्टी सिमटकर रह गई फिर क्या  मुंह  लेकर आये हो ! 

मिश्राजी कहने लगे  बहनजी  हमारा और आपका ” कल मिश्र राज था “!

वही लालजी टंडन बोले बहनजी पहेले आप टीचर थी तो टी (चाय) चरती थी!

अब तो आप टॉप चर हो जानेके बाद सब चर जाती हो आजकल यूपीमें सारी

जनता कहती हे की आप सारे प्रदेशके पेसे चर (खा)  गई !

वही कांग्रेसके प्रमोद तिवारी बोले अगर आपने  बाबुको (बाबु कुशवाहा )  काबुमे रखा होता

और खुश रखके वाहा वाहा  करा होता तो ये नोबत न आती !

रीता बहुगुणा बोली हमारे पास राहुल बाबा हे उन्होंने पार्टीके लिए खूब जहेमत उठाई हे!

मायावतीकी पार्टीसे कोई बोला सही बात हे आपके पास राहु (राहुल) और भाजपा के पास

केतु (वरुण गाँधी ) दोनोंने आपको मुशीबतमें डाला !

 आप तो बहुगुणा गुनाजी हे और आपतो कहती थी की बहुमत जरुर आयेगा तो आपने

पहेले से मत को बहु गुना यानिकी डबल गिन लिया था !

आपकी पार्टी वाले कहते थे कांग्रेस को बहु मत दो ! अब  सोनियाजिको बहु नहीं मिलेंगी !

किसीसे कोई बातमे राय लेते हे जेसे की इस बारेमे आपकी क्या राय हे !

वो राय भी बरेली निकली और (खाने की  राइ)  राय बरेली साफ हो गया !

यानिकी राय जली हुई निकली !

किसी शब्दके आगे ” अ” लगाया जाय तो विरुधार्थी शब्द बन जाता हे !

जैसे विवेकी – अविवेकी , विचार -अविचार , प्रिय-अप्रिय

वैसे जो मीठी था वो अमेठी बन गया  मानो की खट्टा बन गया !

मायावती बोली हम सब कहते थे अखिलेश ( ना खिलेश ) पर मुलायमका लड़का पुरे  जोशमे

खिल गया !  ये मोगल लोग चले गए और एक आजमखान को छोड़ गये सारा मेरा किया

धरा उसीने बिगाड़ा हे !

वंही कल्याणसिंह बोले भाजपावाले आपके पास तो संजय था उसकी दुरनदेशिका क्या हुआ !

उतराखंडमें भुवन का चन्द्र भंडारी गया ! आप तो कहते थे खंडूरी जरुरी हे ! वोही भन्डाराइ गया !

भाजपावाले कहने लगे पंजाबमे हरे पीले नीले बादल छा गये वो हमारी जीत हे !

अजीतसिंह बोले भाई अब हम सब एक दुसरे को सधियारा दे और आगे बढे !

 और मुलायमको  एक   ” अ ” से छुटकारा मिल गया  लिया ! ………अमरसिंह !

फिर भी मुलायमके पास तिन  ” अ ” रह गये ! अखिलेश…अभिताभ…अनिल..!!!!!!

 

बात बातमे निवेदन करनेवाले अमरसिंहका मोर्चा मिट गया और अमरसिंह अमर हो गए !

 

 

હાટકો—   कमलको कचड़ा  पंजेको पट्का हाथीको दिया ज़टका  

              अखिलेश हाथमे आया हे उतर प्रदेशका ही मटका

              सायकिलकी निकली हे सवारी देख रही दुनिया सारी

જીતેલા ઉમેદવારો પણ માળીની દુકાને જઈને હાર માંગતા હોય છે !!!!!!!!!!!!!!!!!!!

=============================================

સ્વપ્ન જેસરવાકર

નરેન્દ્રએ ધૂણી ધખાવી …કાવ્ય


 

નરેન્દ્રએ ધૂણી ધખાવી …કાવ્ય
==========================================
 
 
==========================================
આદરણીય મિત્રો માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
દ્વારા દરેક જીલ્લામાં યોજાતા ” સદભાવના મિશન” અંતર્ગત
આણંદ જીલ્લામાં અક્ષર ફાર્મ ખાતે  ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ના
કાર્યક્રમમાં અમારા ગામના સ્વાતંત્ર્ય સેનાની આદરણીય  
શ્રી મહીજીકાકાને સાથે લઈને જવાનો લહાવો પ્રાપ્ત થયો.
તે જ દિવસે સવારે થોડા શબ્દો સ્ફૂર્યા ને કાગળ પર રેલાઈ
ગયા જે શબ્દોને કાર્યક્રમમાં લોક સંગીત પીરસતા ગાયકો દ્વારા
રજુ કરાયા  હતા તે કાવ્ય આપ સમક્ષ રજુ કરું છું. સાથે થોડા 
ફોટા તે પ્રસંગના રજુ કરું છું.
=============================================
ગરજી રહ્યો છે  ગિરનાર ને ગાજી ઉઠ્યું  છે ગુજરાત
 
સુવર્ણ કળશનાં સ્થાપન થકી બન્યું સુવર્ણ ગુજરાત
 
સદભાવના કેરો સંદેશ દઈને  જિલ્લે ઉપવાસ કીધા
 
સર્વેનો સાથ લઈને ગુજરાત વિકાસનાં પ્રણ   લીધાં
 
રણોત્સવ,પતંગોત્સવ પ્રેમે બિનનિવાસીને આવકાર્યા
 
ગુજરાતના વિકાસ સ્વપ્નને સાકાર કરવા તપ ધર્યાં
 
પ્રેમ પામી પ્રજાનો  ગરવા ગુજરાતની ગરિમા ગજાવી
 
તન મન ને વચન થકી નરેન્દ્રએ અનેરી ધૂણી ધખાવી.
 
========================================
સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ , અમેરિકા)
વતન- જેસરવા, તા.પેટલાદ. જીલ્લો.આણંદ

મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય


મેઘાણીજીનાં સ્મરણો  આવે….કાવ્ય 
========================== 
 
              ચિત્ર માટે ગુગલનો આભાર
મિત્રો નવમી માર્ચ એટલે ગુજરાતી સાહિત્યના કસુંબલ રંગના
 
રાજવી અને રાષ્ટ્રીય શાયરની પુણ્યતિથી આવો તેમને સાથે
 
મળી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
 
(આજે “ગોદડીયો ચોરો” પ્રસિદ્ધ  થશે નહિ તે બદલ દિલગીર છું)
 
=================================
 
મેઘાણીજીનાં  સ્મરણો આવે સહુના હૈયાને ભાવે
 
છે ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે
 
નામ છે ઝવેરચંદ જ  એવું કાર્ય પણ ઝવેરાત  જેવું
 
મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું
 
‘રક્ત ટપકતી ઝોળી’ લખી શહીદોને કેવા બિરદાવે
 
‘ચારણ કન્યા’ શીઘ્ર લખીને  સોરઠના શોર્યને સજાવે
 
મહાન સાહિત્યકાર જેણે ‘સૌરાષ્ટ્ર રસધાર’ને જગાવી 
 
‘કસુંબીના રંગે’ રંગી ગુજરાતી સાહિત્ય કથા સમજાવી
 
નવમી માર્ચે આવે પુણ્યતિથી એમની કેમ વિસરાય
 
સૈકાઓ વીતી જાય ને આવાં  રત્નો કદી ના ભૂલાય
 
============================
સ્વપ્ન જેસરવાકર

રંગાઈ ગયા છીએ રંગમાં…કાવ્ય


 

રંગાઈ ગયા છીએ રંગમાં…કાવ્ય

 

 

 

================================================

 

Colorful Fun Filled Wishes For  Holi.

 

  ચિત્ર માટે ગુગલનો આભાર.

 

===============================================

 

ગુજરાતી બ્લોગ જગતના આદરણીય  વડીલો,વહાલા મિત્રો,

 

 બહેનો, વાચક મિત્રો તેમજ ભવ્ય ભારતના જન જન માનવ

 

 સમુદાય ને હોળી – ધૂળેટીની રંગ ભરી શુભ કામના

 

 

 

===============================================

 

 

 

રંગાઈ ગયા છીએ રંગમાં અમે રંગાઈ ગયા ભાઈ  રંગમાં 

 

હોળીના અનેરા આ ઉત્સવમાં ને રંગો કેરા આ માહોલમાંરંગાઈ

 

મોટા  મહારથી  રૂપી લેખકો છે ગુજરાતી બ્લોગ જગતમાં

 

જુદા જુદા બ્લોગના નામો ગાજે છે આ બ્લોગ  જગતમાંરંગાઈ

 

ખજુરની જેમ મીઠાશ વેરે ક્યારેક ધાણી ચણા જેમ ફૂટે

 

પ્રકૃતિ વન વનરાજી ધરતી સાગર સાથે ઝૂમે  ગગનમાંરંગાઈ

 

ભાવોનું અનેરું ભાથું ભરીને વિહરે એક બીજાના બ્લોગમાં  

 

પ્રતિભાવ કેરી પિચકારી ભરી  છાંટીએ હરેકના ભવનમાંરંગાઈ

 

લાભની લાલાશ  ભરીએ ને પર્યાવરણ કેરી ભરી લીલાશ

 

ભાવનાની ભૂરાશ ને કર્મના કેસુડાને ભરીએ તન મનમાંરંગાઈ

 

રંગોના અનોખા પર્વની આપ સહુને છે ‘સ્વપ્ન’ની વધાઈ

 

લેખ કવિતા કાવ્યો ને ગઝલો સાથે ઘૂમો બ્લોગ ગગનમાંરંગાઈ

 

=================================================

 

સ્વપ્ન જેસરવાકર  

 

 

ગોદડીયો ચોરો… આખરે ઘોડાં ના દોડ્યાં


 

ગોદડીયો ચોરો… આખરે ઘોડાં ના દોડ્યાં

=================================================================

મિત્રો “ગોદડીયા ચોરા “નું  આ ચિત્ર મારા પરમ મિત્ર ને શિક્ષક એવા  “શિક્ષણ સરોવર “ના 

માલિક સુરત નિવાસી માનનીય શ્રી કિશોરભાઈએ એમની કલ્પનાના રંગોને પીંછીમાં ભીંજવી 

તૈયાર કરી મને મોકલાવ્યું છે તે બદલ હું અને ગોદડીયા ચોરાનાં પાત્રો તેમના ખુબ જ ઋણી છીએ .

 

 =====================================================================

ગોદડીયો ચોરો જામ્યો હતો. ચાની ચુસ્કીઓ સાથે ગરમ ડાબડાની રંગતે ચર્ચાઓ સાત 

સમન્દર ઓળંગી દેશ દેશાવરના સમાચારોએ પહોંચી હતી.  

નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનુ કચોલું ,કોદાળોજી, અઠા,બઠા સાથે ગોદડીયો ચર્ચાની ચકડોળે

ચઢ્યો હતો ત્યાં જ અમારો  એક મિત્ર ગોરધન ગઠો માથું ધુણાવતો ને કાંઈક બબડતો

આવી ચઢ્યો. તે કહે મારું ચાલે તો આ બધાને ઝાડે બાંધીને સોટીએ સટકારૂ .

કનુ કહે અલ્યા ગોડાધન આ કોને સટકરૂ એમ બબડે છે બબુચક.

જો કચોલા માથું ના ખાઈશ  આ આપણાં ઘોડાં ઓસ્ટ્રેલીયામાં ના દોડયાં એની વાત છે.

કોદાળો કહે અલ્યા ગોદડીયા તું શું કરે છે ? કાંઈક વિગતથી હમજાય બાપલીયા.!

મેં કહ્યું ભાઈઓ જુઓ આપના દેશમાં નાનાં નાના  ૨૫ જેટલા તબેલા  છે એ બધાય તબેલા

મળીને એક બહુ ચરી ચરીને ઈગો (બી.સી.સી આઈ) ધરાવતો મુંબઈમાં મોટો તબેલો છે.

 આ તબેલાના વ્યવસ્થાપકો પણ મારા વા’લા મઝાના છે એકે એક જડવા જેવા નંગ છે.

કોઈ પવાર નામનું પ્રાણી આખલા જેવું છે . તો શ્રી નિવાસ (લક્ષ્મીનો નિવાસ હોય ) અને

શ્રી કાન્ત ( લક્ષ્મી કાન્ત ) હોય,  જેની દાળ ના ગળે એવા દાલમિયા, ને જોતા મન ના

હરી લે તેવા હોય પણ કહેવાય મનોહર અને અલખ નિરંજન જેવા નિરંજન બાવા હોય

અને પાછુ આ બધાયમાં  એકાદ અપવાદ  સિવાય જિંદગીમાં બેટ પણ ના પકડ્યું હોય તેવા

ડફોળો આ તબેલાનો વહીવટ કરે છે .

આં  તબેલામાં ઘોડાંની જાત પ્રમાણે વિભાગો પાડવામાં આવે છે. એક , બે, ત્રણ ને ચાર

પહેલા વિભાગનાં ઘોડાંને એક કરોડ બીજા વિભાગનાં ઘોડાંને  ૭૫ લાખ ત્રીજા ને ચોથા

વિભાગનાં વછેરાં ૫૦ લાખ ને ૨૫ લાખના ચણા વર્ષે ચરી ખાય છે . ને વખતે દોડતાં નથી.

અલ્યા જે દેશનું રાષ્ટ્રીય ચિન્હ ત્રણ સિંહ નિશાની હોય તેનાં ઘોડાં પણ સિંહની ખુમારી જેવાં

હોવા જોઈએ પણ આ ઘોડાં જેટલા જાહેરાતમાં સ્ફૂર્તિ બતાવે છે એટલી ચપળતા ખરા સમયે

બતાવવામાં પાછાં પડે છે . એટલે કે એમને જાહેરાતના પૈસામાં રસ છે એટલો રસ દેશના

સ્વાભિમાનમાં નથી જણાતો.

પાંચ દિવસની દોડમાં ઘરડાં ઘોડાં  ને વછેરાં ટપૂક  ટપૂક દોડ્યાં કોઈક વછેરૂ દોડ્યું   કોઈ ના દોડ્યું.

એક દિવસની દોડમાં કોઈ દિવસ દોડ્યાં  કોઈક દિવસ ના પણ દોડ્યાં .

૧૨૦ દડામાં પણ ઘોડાં હાંફી ગયા. અલ્યા આ ભવ્ય ભારતની દેશદાઝ માટે તો દોડો.

અલ્યા  ઘોડાનો રંગ ઘઉં વર્ણો  હોય છે અલ્યા એ હણહણે તો ભલ ભલા ધ્રુજી જાય.

પણ તમે તો આ ધોળાં ગધેડાંથી પાછાં પડ્યાં. પેલો નાસીરહુસેન  ઘઉંવર્ણા પ્રદેશમાંથી જઈને

ધોળો ગધેડો બની ગયો ને આપણાં ઘોડાંને ગધેડાં કહ્યા. આ શબ્દો તો અલ્યા કાળજે વાગે છે ?.

હવે આવું જ દોડો તો પછી એ હાચું પડે ને ?

અલ્યા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાનાં ધોળા ગધેડાં આ તેજીલા તોખારને હરાવી ગયાં. અલ્યા લાખો

કરોડોના ચણા ખાવ છો તો વખત આવ્યે દેશની ઈજ્જત માટે તો દોડો.

અલ્યા તેજીલા તોખાર છો કે પછી ખચ્ચર છો ?

હમણાં એક દિવસની દોડમાં ઘોડાં ખરા રંગમાં આવ્યા ને જીત્યા ય ખરાં પણ આ ઘોડાં એક દોડમાં

જીતે પછી લગાતાર દશ પંદર દોડમાં હાંફી જઈને નાક વાઢે છે દેશનું એનું શું ?

હવે તો આ દોડ જોનાર પ્રેક્ષકોએ કૈક જોમ બતાવવું પડશે ને આ તબેલાના વહીવટ કરનારાઓને

શાનમાં સમજાવવા પડશે કે અમે આ બધું નિહાળીએ છીએ અને ટીકીટના પૈસા ચૂકવીએ છીએ

એટલે તમે અને આ ક્રિકેટરોને બધા તાગડધીન્ના કરવા મળે છે સમજ્યા ?

હાટકો==  ત્રણ ” ટ ”  હોય ત્યારે જ ક્રિકેટ કહેવાય એ આ બી.સી.સી.આઈના વહીવટદારોને ખબર છે ખરી?

              એમને આ ત્રણ ” ટ ” ની માહીતી છે…… બેટ ..વિકેટ ..હેલ્મેટ = ક્રિકેટ

===============================================================================

સ્વપ્ન જેસરવાકર