રંગાઈ ગયા છીએ રંગમાં…કાવ્ય


 

રંગાઈ ગયા છીએ રંગમાં…કાવ્ય

 

 

 

================================================

 

Colorful Fun Filled Wishes For Holi.

 

  ચિત્ર માટે ગુગલનો આભાર.

 

===============================================

 

ગુજરાતી બ્લોગ જગતના આદરણીય  વડીલો,વહાલા મિત્રો,

 

 બહેનો, વાચક મિત્રો તેમજ ભવ્ય ભારતના જન જન માનવ

 

 સમુદાય ને હોળી – ધૂળેટીની રંગ ભરી શુભ કામના

 

 

 

===============================================

 

 

 

રંગાઈ ગયા છીએ રંગમાં અમે રંગાઈ ગયા ભાઈ  રંગમાં 

 

હોળીના અનેરા આ ઉત્સવમાં ને રંગો કેરા આ માહોલમાંરંગાઈ

 

મોટા  મહારથી  રૂપી લેખકો છે ગુજરાતી બ્લોગ જગતમાં

 

જુદા જુદા બ્લોગના નામો ગાજે છે આ બ્લોગ  જગતમાંરંગાઈ

 

ખજુરની જેમ મીઠાશ વેરે ક્યારેક ધાણી ચણા જેમ ફૂટે

 

પ્રકૃતિ વન વનરાજી ધરતી સાગર સાથે ઝૂમે  ગગનમાંરંગાઈ

 

ભાવોનું અનેરું ભાથું ભરીને વિહરે એક બીજાના બ્લોગમાં  

 

પ્રતિભાવ કેરી પિચકારી ભરી  છાંટીએ હરેકના ભવનમાંરંગાઈ

 

લાભની લાલાશ  ભરીએ ને પર્યાવરણ કેરી ભરી લીલાશ

 

ભાવનાની ભૂરાશ ને કર્મના કેસુડાને ભરીએ તન મનમાંરંગાઈ

 

રંગોના અનોખા પર્વની આપ સહુને છે ‘સ્વપ્ન’ની વધાઈ

 

લેખ કવિતા કાવ્યો ને ગઝલો સાથે ઘૂમો બ્લોગ ગગનમાંરંગાઈ

 

=================================================

 

સ્વપ્ન જેસરવાકર  

 

 

Advertisements

8 thoughts on “રંગાઈ ગયા છીએ રંગમાં…કાવ્ય

  1. આદરણીય શ્રી અતુલભાઈ,
   આપ જેવા ભાવિકને હસ્તે મુઠી ગુલાલ મળ્યો એ જ મારું અહોભાગ્ય કહેવાય બાપલીયા.!
   આપનો પ્રેમ ભર્યો સંદેશ હું પામ્યો તે બદલ ખુબ ખુબ આભાર.

   Like

 1. ભાવનાની ભૂરાશ ને કર્મના કેસુડાને ભરીએ તન મનમાં…રંગાઈ

  રંગોના અનોખા પર્વની આપ સહુને છે ‘સ્વપ્ન’ની વધાઈ

  લેખ કવિતા કાવ્યો ને ગઝલો સાથે ઘૂમો બ્લોગ ગગનમાં…રંગાઈ
  …………………………………
  શ્રી ગોવિંદભાઈ
  હોળીની સુંદર ભાવના આપના કવનમાં રંગાઈ છે.
  આપને તથા પરિવારને હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. શ્રીમાન. ગોવિંદભાઈ

  ” રાધાને કૃષ્ણ હોળી રમે રે લોલ ”

  અસલ શરૂઆત ” ગોવિંદ – રાધા ” દ્વારા વૃંદાવનમાં

  હોળી રમતા. આપે સુંદર રચના બનાવી,

  બ્લોગ જગતને યાદ કરી આમતેમ ગુમતા કરી દીધા સાહેબ

  આપના રંગમાં અમે તો રંગાય ગયા.

  અંતે આપને અને આપના પરિવારને હોળીની ખુબ ખુબ શુભકામનાઓ.

  Like

 3. ગોવિંદભાઈ,
  લાભની લાલાશ ભરીએ ને પર્યાવરણ કેરી ભરી લીલાશ
  ભાવનાની ભૂરાશ ને કર્મના કેસુડાને ભરીએ તન મનમાં…રંગાઈ
  વાહ રંગોને શબ્દોમાં રંગ્યા ને શબ્દોને રંગમાં રંગવાની આપની કળા અનેરી છે.
  હોળીની આપને ખુબ શુભ કામના

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s