મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય


મેઘાણીજીનાં સ્મરણો  આવે….કાવ્ય 
========================== 
 
              ચિત્ર માટે ગુગલનો આભાર
મિત્રો નવમી માર્ચ એટલે ગુજરાતી સાહિત્યના કસુંબલ રંગના
 
રાજવી અને રાષ્ટ્રીય શાયરની પુણ્યતિથી આવો તેમને સાથે
 
મળી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
 
(આજે “ગોદડીયો ચોરો” પ્રસિદ્ધ  થશે નહિ તે બદલ દિલગીર છું)
 
=================================
 
મેઘાણીજીનાં  સ્મરણો આવે સહુના હૈયાને ભાવે
 
છે ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે
 
નામ છે ઝવેરચંદ જ  એવું કાર્ય પણ ઝવેરાત  જેવું
 
મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું
 
‘રક્ત ટપકતી ઝોળી’ લખી શહીદોને કેવા બિરદાવે
 
‘ચારણ કન્યા’ શીઘ્ર લખીને  સોરઠના શોર્યને સજાવે
 
મહાન સાહિત્યકાર જેણે ‘સૌરાષ્ટ્ર રસધાર’ને જગાવી 
 
‘કસુંબીના રંગે’ રંગી ગુજરાતી સાહિત્ય કથા સમજાવી
 
નવમી માર્ચે આવે પુણ્યતિથી એમની કેમ વિસરાય
 
સૈકાઓ વીતી જાય ને આવાં  રત્નો કદી ના ભૂલાય
 
============================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

14 thoughts on “મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય

 1. ગોવિંદભાઈ,

  આજકાલ આવા કાવ્યોની ઉણપ ચાલે છે.

  કસુબ્લ રંગના રાજવીને ખુબ યાદ કરી તેમની કૃતિઓ સમાવી છે.

  આહી ધાયલની વાત યાદ આવે છે….

  કોણ અહીં ભલાને પૂછે છે ……

  Like

 2. આજે ૧૨મી માર્ચે ગાંધીજીએ સ્વરાજ માટે પ્રતિજ્ઞા લઇ સાબરમતી આશ્રમ છોડ્યો હતો.
  તે દિનની યાદમા ખૂબ સુંદર કાવ્ય અને લેખ પ્રસ્તુતિ
  આજે હેમુ ગઢવી હૉલ. રાજકોટ મા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર નો ઉદઘાટન સમારંભ પૂ મોરારીબઆપૂને હસ્તે થયો

  તે કાર્યક્રમ હંમણા જ માણ્યો

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,

   ૧૨ મી માર્ચ દાંડીયાત્રા દિન અંગે આપે હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ માણ્યોતે જાણી આનંદ થયો.

   આ રીતે આ બાળક પર સ્નેહના ફૂલ વરસાવતા રહેશો એવી આશા સહ ખુબ જ આભાર.

   Like

 3. શ્રી ગોવિંદભાઈ
  આપની આ સ્મરણાંજલિ જેવી કવિતા અને સુશ્રી પ્રજ્ઞાબેનના વિશાળ
  વાંચનની મહામૂલી સામગ્રી ખૂબ જ પ્રભાવિત કરી ગઈ. આ વાત માર
  મનને અસર કરતાં મેં મારી બ્લોગ પોષ્ટમાં થોડાક અંશો સમાવ્યા છે,
  આપની લીંક આપી તો માફ કરશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
   આપે માફી કે ક્ષમા યાચના કરવાની ના હોય સાહેબ,
   અમારે ગુરુ દક્ષિણા ચુકવવાની હોય સમજ્યા
   આપના આશીર્વાદથી ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

   Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ,(આકાશદીપ)
   જેની હાકલથી દેશ દાઝના વિચારો જાગે ને શહીદોને શબ્દોથી
   બિરદાવે તેમજ ગુજરાતની લોક્બોલીને ઉજાગર કરે તેવા વિરલ
   વ્યક્તિત્વ ને કલમની શાહીમાંથી સોરઠી સાહિત્ય સતત વહ્યા
   કરે એવા મહાનુભાવની પુણ્ય તિથી નિમિતે આપનું મુકેલ કાવ્ય
   યથા યોગ્ય છે.

   Like

 4. સૈકાઓ વીતી જાય ને આવાં રત્નો કદી ના ભૂલાય.

  જ્યાં ચામુંડા માતાની કૃપા અવિરત વરસે છે …………

  Hindu Goddess Names with meanings, Names of Hindu Goddess with meanings……

  …..click on A…B…C….D

  http://www.nriol.com/babynames/hindu-goddess-names.asp
  Hindu Goddess Names with meanings, Names of Hindu Goddess with meanings

  Like

  1. આદર સાથે વંદનીય ગુજરાતી સંપ્રદાયો ,

   જ્યાં માં ચામુંડાની અવિરત કૃપા સદાય વરસતી હોય ત્યાં જ આવા અમુલ્ય રત્નો પાકે

   આપના આશીર્વાદ બરયા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 5. શ્રીમાન. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

  રાષ્ટ્રીય શાયરને શત શત પ્રણામ

  ” સુંદર રચના દ્વારા આપે સજાવેલ છે, સાહેબ ”

  સાચી વાત છે,

  ” સૈકાઓ વીતી જાય ને આવાં રત્નો કદી ના ભૂલાય.”

  Like

 6. જ્યાં ચામુંડા માતાની કૃપા અવિરત વરસે છે તેવા ચોટીલાના ડુંગરની તળેટીના ગામમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી પછી તો નેશનલ પર્સનાલિટી બની ગયા હતા. પરંતુ સૌરાષ્ટ્રને પોતાના કર્મ જ નહીં, શ્વાસમાં ભરીને જીવનાર આ લેખક, કવિ, પત્રકાર, અનુવાદકને રાજકોટ પ્રત્યે અપાર પ્રીતિ હતી. રાજકોટ સાથે તેમનાં અનેક સ્મરણો પણ છે.

  આત્મકથાનાત્મક લખાણ ‘હું પહાડનું બાળક’માં મેઘાણીએ લખ્યું છે ‘રાજકોટ જવું મને ગમે તેટલું બીજે કોઇ ઠેકાણ જવું નથી ગમતું આવા આકર્ષણનું સબળ કારણ છે રાજકોટ મારી બાલીઅવસ્થાની લીલાભૂમિ છે. બે થી આઠ વર્ષનો હું રાજકોટમાં થયેલો. શ્રીફળ લઇને સદરની તાલુકા સ્કૂલે હું પહેલવેલો ભણવા બેઠેલો. રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી. કેમ કે, રાજકોટની પૂર્વેનું એક પણ સ્મરણ મારી પાસે છે નહીં સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું’ રાજકોટ માટે આ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે કે, ગીરના નેસની વાતો દુનિયાને કહેનાર કે પછી ગોળમેજીમાં જતા ગાંધીજીને છેલ્લો કટોરો પીવાનું કહેનાર આ કવિ રાજકોટને આટલું મહત્વ આપે છે.

  રાજકોટમાં સદરમાં જે સ્કૂલને મેઘાણીભાઇનું નામ અપાયું છે ત્યાં તેઓ ભણતા હતા. અને અત્યારે જે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન છે ત્યાં બે ઓરડાંના મકાનમાં કાિળદાસ મેઘાણી અને તેનો પરિવાર રહેતો હતો. ઝવેરચંદભાઇના પિતા કાિળદાસ પોલીસમાં હતા. આજની ભાષામાં કહીએ તો મેઘાણી લાઇનબોય હતા! તેમના એક નાના ભાઇનું તાવને લીધે મૃત્યુ થયું તે પણ આ જ મકાનમાં એમ તો મેઘાણીએ જીમખાનાના મેદાન પર લાખાજીરાજ બાપુને ક્રિકેટ રમતા પણ જોયા હતા. કોનોટ હોલના સંભારણાં પણ તેમણે વ્યક્ત કર્યા છે. અને એ જ મેઘાણીભાઇએ સાહિત્યપરિષદના અધિવેશનમાં પ્રવચન રાજકોટમાં આપ્યું હતું. કસુંબીનો રંગના ગાયક હેમુ ગઢવી સાથે પણ મેઘાણીભાઇનો સાંગિતિક સંબંધ તો ખરો જ!

  મેઘાણીની પ્રસિધ્ધ નવલકથા છે, પ્રભુ પધાર્યા તેમાં બમૉનું આબેહુબ, તલસ્પર્શી વર્ણન છે અને મેઘાણીભાઇ ક્યારેય બમૉ ગયા ન હતા. જ્યારે તેમને વાચકોએ પૂછ્યું કે, બમૉ ગયા વગર આવું વર્ણન કેવી રીતે શક્ય બને ત્યારે બીજી આવૃત્તિમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમના સગાએ આ વિગતો આપી છે. અને તે સગા એટલે તેમનાં બનેવી ચુનીભાઇ પારેખ. ચુનીભાઇનો પરિવાર એટલે કે, ગુલાબભાઇ, નાનુભાઇ, દિનેશભાઇ પારેખ વર્ષોથી રાજકોટમાં મેઘાણીભાઇની સ્મૃતિ જીવંત રાખતી સાહિત્યસંગીતની પ્રવૃત્તિઓ પોતાના વ્યવસાય સાથે કરતાં આવ્યા છે. ચુનીભાઇના દીકરી ચંદાબેન પાસે પણ મેઘાણીભાઇના સ્મરણો છે.

  આખું સૌરાષ્ટ્ર આમ તો તેમની કર્મભૂમિ –

  સૌરાષ્ટ્રમાં ઉછરીને કલકતા ગયેલા ઝવેરચંદભાઇ પરત આવ્યા પછી આખા સૌરાષ્ટ્રને તેમણે કર્મભૂમિ બનાવી હતી. ગીરના નેસમાં જઇને ચારણો-બારોટો પાસેથી તેમણે કથાઓ મેળવી, સોરઠી સંતોના પ્રસંગો અને બહારવટિયાઓના પરાક્રમો આલેખ્યા તો આઝાદીની લડતને શબ્દો રૂપી શંખનો નાદ પણ આપ્યો. રાણપુરથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર રાજકોટમાં ફૂલછાબ બનીને આવ્યું. ત્યારપછી પણ સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરીને પત્રકારત્વ અને સાહિત્યમાં તેમણે આજીવન યોગદાન આવ્યું.

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,

   આપના દ્વારા રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીજી વિષે ખુબ અલભ્ય વિષયો વિષે જાણવા મળ્યું.

   આવો આશીર્વાદ ભર્યો સંદેશ એક જીવનનો લહાવો બની રહેશે.

   આપનો ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s