નરેન્દ્રએ ધૂણી ધખાવી …કાવ્ય


 

નરેન્દ્રએ ધૂણી ધખાવી …કાવ્ય
==========================================
 
 
==========================================
આદરણીય મિત્રો માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
દ્વારા દરેક જીલ્લામાં યોજાતા ” સદભાવના મિશન” અંતર્ગત
આણંદ જીલ્લામાં અક્ષર ફાર્મ ખાતે  ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ના
કાર્યક્રમમાં અમારા ગામના સ્વાતંત્ર્ય સેનાની આદરણીય  
શ્રી મહીજીકાકાને સાથે લઈને જવાનો લહાવો પ્રાપ્ત થયો.
તે જ દિવસે સવારે થોડા શબ્દો સ્ફૂર્યા ને કાગળ પર રેલાઈ
ગયા જે શબ્દોને કાર્યક્રમમાં લોક સંગીત પીરસતા ગાયકો દ્વારા
રજુ કરાયા  હતા તે કાવ્ય આપ સમક્ષ રજુ કરું છું. સાથે થોડા 
ફોટા તે પ્રસંગના રજુ કરું છું.
=============================================
ગરજી રહ્યો છે  ગિરનાર ને ગાજી ઉઠ્યું  છે ગુજરાત
 
સુવર્ણ કળશનાં સ્થાપન થકી બન્યું સુવર્ણ ગુજરાત
 
સદભાવના કેરો સંદેશ દઈને  જિલ્લે ઉપવાસ કીધા
 
સર્વેનો સાથ લઈને ગુજરાત વિકાસનાં પ્રણ   લીધાં
 
રણોત્સવ,પતંગોત્સવ પ્રેમે બિનનિવાસીને આવકાર્યા
 
ગુજરાતના વિકાસ સ્વપ્નને સાકાર કરવા તપ ધર્યાં
 
પ્રેમ પામી પ્રજાનો  ગરવા ગુજરાતની ગરિમા ગજાવી
 
તન મન ને વચન થકી નરેન્દ્રએ અનેરી ધૂણી ધખાવી.
 
========================================
સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ , અમેરિકા)
વતન- જેસરવા, તા.પેટલાદ. જીલ્લો.આણંદ

6 thoughts on “નરેન્દ્રએ ધૂણી ધખાવી …કાવ્ય

  1. ગોવિંદભાઈ,

    લ્યો બોલો ગોવિંદ નરેન્દ્રને મળ્યા!!!!

    સરસ ફોટા સાથે સરસ મુલાકાત ..સંભારણા તાજા થયા હશે?

    મુરબ્બી મહીજીકાકાને વંદન

    Like

  2. શ્રીમાન. ગોવિંદભાઈ

    આપ જેવા ગોવિંદભાઈ ( Govind = Gov. + Ind )

    ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નરેન્દ્રભાઈ મોદી

    સાહેબ સાથે વિતાવેલ પળો હંમેશા આપને અને આપણાં નેટ જગતના

    મિત્રોને યાદ રહેશે.

    આપના ફોટો જોઈને ખુબ જ આનંદ થયો.

    સાહેબ બીજુ કે સાથે મહીજી કાકાને જોઈને આનંદ થયો.

    Like

  3. ગોવિંદભાઈ,

    ખુબ સરસ અને હૈયામાંથી ઉદભવેલા શબ્દો સાથે એટલા જ સરસ ફોટા.

    મુખ્ય મંત્રીને મળ્યાનો અનેરો આનંદ છલકે છે મુખ પર આપના ચહેરા પર .

    અગત્યની એક વાત આપે શતાયુ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીને મુખ્ય મંત્રી સાથે મેળાપ કરાવ્યો એજ ગુજરાતની ગરિમા છે.

    રાષ્ટ્ર પ્રેમથી ભરપુર એવા આપે રાષ્ટ્ર ધ્વજનું પ્રતિક પણ આપ્યું.

    Like

Leave a reply to arvind જવાબ રદ કરો