આઝાદીના દીવાના શહીદો…કાવ્ય


 

આઝાદીના દીવાના શહીદો…કાવ્ય
================================
 
 
૨૩ મી માર્ચ એટલે ભારતની આઝાદીના દીવાના એવા શહીદ વીરો
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમણે હસતા મુખે ફાંસીએ ચઢીને
આઝાદીના ઇતિહાસના પ્રકરણમાં શહાદત વીરોનું અનેરું સન્માન પામ્યા.
આવો આજે સહુ સાથે મળી તેમની શહાદતને યાદ કરીએ.
 
23 March Bhagat Singh, Rajguru & Sukhdev  are goin
           ચિત્ર માટે ગુગલનો આભાર
=================================
 
હતા અમે તો આઝાદીના એવા જ  દીવાના
 
દેશદાઝ કાજે લીધાં છે પ્રણ મરી ફીટવાના
 
આઝાદીની દુલ્હનને લોક હૈયે ઝુલાવવાના
 
અંગ્રેજી સલ્તનત કેરા જુલ્મો નહિ સહેવાના
 
હતો હું ભગત પણ નહિ ખ્વાબ પૂજાવાના
 
છું  સુખદેવ નથી દિવસો સુખ ભોગવવાના
 
છું રાજગુરુ પણ ઓરતા છે જંગે ચઢવાના
 
ખેલીશું જંગ એવો કે  સલ્તનતને ધ્રુજાવાના
 
ઇન્કિલાબ જિંદાબાદનો એક નારો ગજવનારા
 
વંદે માતરમના કોમી નારે શહીદી વહોરનારા
 
ભલે ભુલાવી દે અમને આજે સત્તા ભોગવનારા
 
અમ શહીદો જન માનસમાં હરદમ ધડકનારા
 
==============================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

10 thoughts on “આઝાદીના દીવાના શહીદો…કાવ્ય

  1. આપે દેશ ભાવનાને બીરદાવતી, ભારત મૈયાના સપૂતોની શહિદીને ભવ્ય
    અંજલી આપતી સુંદર કવિતાથી મનને અહોભાવથી ભરી દીધું.
    શ્રી ગોવિન્દભાઈ આપને ખૂબખૂબ ધન્યવાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s