આતા અનમોલ નાણું છે…જન્મ દિનની શુભેચ્છાઓ


 
આતા અનમોલ નાણું છે…જન્મ દિનની શુભેચ્છાઓ
=================================

 
૧૫ એપ્રિલ એટલે જવામર્દ ને જોશીલા  તથા ખુદારી

 
ને ખુમારીનું અનોખું ઉદાહરણ એવા  આદરણીય વડીલ

શ્રી હિંમતલાલ જોશી (આત્તા) નો જન્મદિન.

===================================

 

આતા તો અમારા  છે જ અલબેલા

આતા અમારું એક નવલું ઘરેણું છે

નામ તો છે એમનું જ હિંમતલાલ 

અટક છે જોશી પણ ના  ટીપણું છે

ગરવા ગીરનાર તણા છે એ વાસી

બ્લોગ જગત કેરું અનમોલ નાણું છે

જીવન સંઘર્ષની વાતો ને મૂલવતા

અનુભવનું તો એ અનોખું અથાણું છે

વહાલપ કેરી વાતોથી આપે આશીર્વાદ

‘સ્વપ્ન’ને મન તો  મજાનું વસાણું છે

જિંદગીના ઝંઝાવતો સામે એ ઝઝુમતા
 
ખુદારી અને ખુમારીનું વહેતું ઝરણું છે

એરિઝોનાના ફિનિક્સમાં વસે બળીયો

એકાણુંમું વહી ગયું ને આજે બેઠું બાણું છે

=============================
સ્વપ્ન જેસરવાકર

 

28 thoughts on “આતા અનમોલ નાણું છે…જન્મ દિનની શુભેચ્છાઓ

  1. ભાઈ સ્વપ્ન જેસરવાર કર (પરાર્થે સમર્પણની ઉત્તમ ભાવનાવાળા યુવક )
    તમારી ખુબ પ્રગતિ થતી રહે એવા આશીર્વાદ
    તમે મારી કવિતા લખી, બહુ લોકોએ મારા ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ નો વરસાદ વરસાવ્યો .મને બહુ આનંદ વિભોર કરી દીધો .
    હવે મને એવું લાગે છે કે મારી “થોડી ગઈ અને બહોત રહી “વર્ષો પહેલાં એક ૫૫ વરસના ભાઈએ મને પોતાના વિષે એવું કીધેલું કે હિંમતભાઈ મારીતો હવે “બોત ગઈ અને થોડી રઈ “હવે ઘરડા થઈશુને ” મેં તેને કીધું કે (એ મારાથી ઘણી નાની ઉમરનો )તુને ઘડપણ આવ્યું હશે ,પણ મનેતો ઘડપણ આવવું પોસાય એમ નથી .મારેતો “પાશેરામાં પૂણી છે .”

    Like

    1. આદરણીય વડીલ શ્રી આતા
      આપના પ્રેરક પ્રસંગો ને દર્શાવવા એ અમારી એક અનેરી ફરજ કહેવાય
      આપનો આદર્શનીય પ્રતિભાવ રૂપી સંદેશ એક અનોખું પ્રેરક બળ પૂરું પડે છે.
      આપના આશીર્વાદ સરીખા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  2. પ્રિય ગોવિંદભાઈ,

    મુરબ્બી આતાજીને હાસ્ય દરબારમાં શુભેચ્છા આપી હતી.

    આજે તમારા બ્લોગ ઉપર આવતા જ એમના વિશેની

    તમારી ભાવ સભર કવિતા વાંચી .સરસ કાવ્ય રચના છે.

    આતા ખરેખર એક અજબ વ્યક્તિત્વ ધરાવે છે.ઉંમરને એમણે

    હંફાવી છે .આપણા માટે આતા તો એક પ્રેરણાસ્ત્રોત છે.

    આતાને ફરી ફરી જન્મદીવસની હાર્દીક શુભેચ્છાઓ…

    Like

  3. આતાને જન્મદિનની આદરસહઃ હાર્દિક વધાઈ.
    આ કાવ્ય ભલે આપે રચ્યું, પણ તેમાં સારાયે બ્લોગજગતની લાગણીનું પ્રતિબિંબ દેખાય છે.
    ગોવિંદભાઈ આપનો પણ આભાર.

    Like

  4. આદરણીય આતાજી.. સાદર પ્રણામ સાથે દાદાઈ જવામર્દીને ખૂબખૂબ શુભેચ્છાઓ. વિશ્વની અજાયબી જેવી ભારતીય સંસ્કૃતિના આ ધરોહર આપણી
    પ્રાચીન વડવાઈઓનું જાગતું પ્રતિક છે.શ્રી ગોવિંદભાઈ આપની આ ભાવભરેલી
    કવિતા અને આવી ઓળખાણ પ્રસાદી ધરતા શ્રી સુરેશભાઈ જોશી બંનેનો વિશેષ આભાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

      હા ખબર પડી ને ? આપે અને કનકભાઈએ ખુબ સરસ વિચાર રજુ કરી આતાના જન્મ દિનને ચાર ચાંદ લગાવી દીધા.

      આપના આશીવાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  5. શ્રી ગોવિંદભાઈ,

    આદરણીય શ્રી આતાને જન્મ દિનની ખુબ ખુબ શુભ કામના

    સાથે કવ્ય પંક્તિઓદ્વારા શુભેચ્છા આપવાની આ રીત ગમી

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.