ધરતી દિન…કાવ્ય


 

ધરતી દિન…કાવ્ય

======================================

 

મિત્રો આજે ૨૨ એપ્રિલ એટલે “અર્થ ડે” (ધરતી દિન)

જે ધરતી માતા આપને પાળે પોષે તેવી ધરતી માતાની

વંદના કરીએ.

==========================================

ઝીલો ઝીલો આજે સહુ કોઈ “ધરતી દિન” કેરો સાદ

આભાર માનીને  ધરતીનો  જગાવીએ  અનેરો નાદ

ઝીલે ભાર માનવ પશુ પક્ષી તણો ના કલેશ લગાર 

અર્પે ધન ધાન્ય જળ  ખનીજ તેલ ધાતુઓ અપાર

છાતી પર પર્વત ઝીલે ને ખળખળ ઝરણાં લગાતાર

વનરાજી વહેતી નદીઓ સાથે ઝીલે સમંદર કેરો ભાર

પૂજન અર્ચન કરી માનીએ  ધરતીનો ખુબ છે આભાર

આજે “ધરતી દિન” અનેરો સંદેશ પહોચાડીએ દ્વાર દ્વાર

========================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

8 thoughts on “ધરતી દિન…કાવ્ય

 1. પૂજન અર્ચન કરી માનીએ ધરતીનો ખુબ છે આભાર

  આજે “ધરતી દિન” અનેરો સંદેશ પહોચાડીએ દ્વાર દ્વાર
  HAPPY EARTH DAY to ALL.
  This is the Day for MOTHER (land)…& in May it will be the Mother’s Day.
  As we all will remember our Mothers (as the individual persons) may remember again our MOTHERLAND then ?
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog to read a Post on HEALTH.

  Like

 2. શ્રીમાન. ગોવિંદભાઈ

  આપે ધરતી માતાને યાદ કરી સુંદર રચના બનાવેલ છે.

  ” ધરતી એ એક સિનેમા ગૃહ છે,

  જીન્દગી એક ફિલ્મ છે,

  આપણે બધા નાના-મોટા એકટરો છીએ,

  ભગવાન તેના ડાયરેકટર છે.”

  Like

 3. જે ધરતી માતા આપને પાળે પોષે તેવી ધરતી માતાની
  વંદના કરીએ.

  આપને કે આપણને? – શું આપ ધરતી માતાના સંતાન નથી?

  ધરતી દિન ની ઉજવણીનો સંદેશ આપતું સુંદર કાવ્ય.

  ધરતી જે આકાશમાં વિહરે છે તે આકાશ દિન, જે સુર્ય ફરતી ફરે છે તે સૂર્ય દિન, જે ઓક્સીજન થી બધા શ્વસે છે તે વાયુ દિન, જે ઉર્જાથી બધાનો નિર્વાહ ચાલે છે તે અગ્નિ દિન ક્યારે આવે છે?

  Like

  1. આદરણીય શ્રી અતુલભાઈ તેમજ કવિતા બહેન
   આજ મારા આજ્ઞામાં મધુવનની ખુશ્બુ ફેલાઈ ગઈ.
   આપની વાત સાચી છે આપણને જોઈએ લખવામાં ભૂલ થઇ ગઈ છે તો માફ કરશો.
   આપના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ આભાર

   Like

 4. તમે ધરતી ને યાદ કરી સુંદર શબ્દો થી
  મારું પ્રકૃતિ કાવ્ય આ સાથે વાગોળવા મુકું છું.

  જોયો હતો અમે બાળપણે એક મોટો ડુંગર રે
  વડવાઓએ વસાવ્યું છે તેના ખોળે ઘર રે
  ખુંદતા તા ડુંગરા ને આરોગતાતા બોર રે
  ખેતર વચે લીલા પાક માં નાચે કેવા મોર રે
  કાન મહી કેવો ગુંજે છે કેવો મધમીઠો શોર રે
  ઉત્તરાયને ધાબા ઉપર કાપ્યો પતંગ રે
  હજી આંખમાં ઉભી છે વૃક્ષોની વણઝાર રે
  આકાશે માંડતી કેવી પત્થરોની ધાર રે
  ધરતીના ખોળામાં ખુંદી ઓઢી આભ ચાદર રે
  ઝરણામાંથી પીતાં કેવા નિર્મલ જળ રે
  મ્હાલે મંદ પવનની લહરો ને લીલેરું ઘાસ રે
  વેરે છે વહેવડાવે છે નિત્ય નિર્દોષ પ્યાર રે
  વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે
  આંસુ સારી પર્વત સમ કહે જગન ધીર રે

  Like

  1. આદરણીય જગદીશભાઈ,

   આપે મનમોહક શબ્દોથી જે પ્રાકૃતિક કાવ્ય રચ્યું છે કાબિલે તારીફ છે.

   સુદર રચના અને શબ્દો માટે ખુબ અભિનંદન.

   આપના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s