- ગોદડીયો ચોરો…પરમેશ્વરીય પરિષદ – ૨
- =============================================================
- ====
- સવારે નારદજીએ મને કહ્યું અલ્યા ગોદડીયા આપણે આ કાર્યક્રમનું સીધું પ્રસારણ
- કરવાનું છે.
- મેં કહ્યું વાંધો નહિ “બક બક “ ચેનલ દ્વારા સીધું પ્રસારણ કરાવી દઈશું .
- પછી મેં થોડા નિર્માતાનો સ્વર્ગમાં સંપર્ક કરી કેમેરા ઈત્યાદિની વ્યવસ્થા કરાવી દીધી.
- આકાશગંગામાં દોડધામ વધી ગઈ છે . સેવકો પરિષદને આખરી ઓપ આપવા જાતજાતના નુસખા
- અપનાવી રહ્યા છે. બેઠક વ્યવસ્થા માટે સોનાનાં સિંહાસનો મંગાવી સુંદર રીતે સજાવી તૈયાર કર્યા છે.
- બેઠક વ્યવસ્થાના પાછળના ભાગે ઇન્દ્રે પોતાનું મોટું ચિત્ર મુકાવેલ તેનો બધા વિરોધ કરી રહ્યા છે.
- પરમેશ્વરોને લાવવા માટે આખરે કોઈને ખોટું ના લાગે એટલે પુષ્પક વિમાન મોકલવાની નક્કી કર્યું.
- આખરે પરિષદના દિવસે બધાયની પધરામણી થઇ દરેકને સન્માન સાથે બ્રહ્માજીએ સુંદરઆયોજન
- સાથે આવકારી દરેકને પોતાના ઉતારે મોકલી દેવાયા ત્યાં તેમની ચા, નાસ્તા ને ભોજનની વ્યવસ્થા
- કરવામાં આવી. બધાય પરમેશ્વરો આ ઝાકમઝોળ જોઈ વિસ્મય પામ્યા .
- સુંદર સજાવેલ સભાખંડમાં વાતાનુકુલિત વાતાવરણમાં પરિષદની શરૂઆત કરવામાં આવી .
- બધાયની પધરામણી સમયે વાજિંત્રોના મંગલ સુર રેલાતા હતા ખુદ વિષ્ણુભાઈએ આવકાર આપ્યો.
- પહેલા તો ઇન્દ્ર આ સભામાં હાજર રહેવા બાબતે અનિર્ણિત હતા પણ દેવતા ગણના તેમના ટેકેદારો
- તરફથી ગુફતેગો કરીને હાજર રહેવા સમજાવ્યા જો હાજર નહિ રહો તો ગાદી છીનવાઈ જશે.
- સભાની શરૂઆત મા સરસ્વતી દેવીના વિભાગ તરફથી સુંદર સર્વ ધર્મીય પ્રાર્થનાથી થઇ .
- સમારંભના પ્રમુખ તરીકે વયોવૃદ્ધ બ્રહ્માજીની પસંદગી કરવામાં આવી ફૂલહારથી દરેકનું સ્વાગત કરાયું.
- આવકાર પ્રવચન કરવા ઇન્દ્ર ઉભા થયા તેમણે સુંદર મઝાનો ઝભ્ભો ઉપર બંડી અને પાઘડીપહેરી હતી.
- જોકે નકલ કરવામાં ઈન્દ્રજી ખુબ જ પાવરધા હતા.
- ઈન્દ્રજી એ લલકાર્યું .
- “તમારાં આજ અહી પગલાં થવાનાં ચમનમાં બધાને ખબર થઇ ગઈ છે.
- ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ને ફૂલોની નીચી નજર થઇ ગઈ છે “
- ઇન્દ્રે શેર શાયરીની આગવી અદામાં બધાયને આવકાર્યા સાથે પ્રસંગ જોયા વિના બસ ભાષણ ભરડવાનું
- ચાલુ કર્યું. જુઓ મેં આમ કર્યું મેં તેમ કર્યું પણ જયારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ઉપરવાળા આપતા
- નથી.
- વચ્ચે શંકરભાઈએ કહ્યું અલ્યા વાયડો થા મા. આતો સર્વ ધર્મીય પરિષદ છે .
- કાલે કારોબારીમાં પ્રશ્ન ઉઠાવજે ને ત્યાજ તારા નાટક વેડા કરજે સમજ્યો ?
- એટલે ઇન્દ્ર કરડાતી નજરે બ્રહ્માજી શંકર અને વિષ્ણુ તરફ જોતા રહ્યા ને બધાયે બેસાડી દીધા.
- ત્યાર બાદ અપ્સરાઓ અને ગાંધર્વ કિન્નરનું નાચ ગાન રજુ થયું બધાય સુંદર નાચગાન સાથે સુરાવલીના
- સુર સાંભળી અનહદ ભાવ વિભોર બની ગયા.
- મેનકા અને રંભા ને તૈયાર થઈને આવતા ખુબ વાર લાગી એટલે ઇન્દ્રને બ્રહ્માજીએ પૂછ્યું કેમ આટલી વાર?
- ઇન્દ્ર વીલું મોઢું કરીને કહે જ્યારથી દેવાનંદ અને શમ્મી કપૂર આવ્યા છે ત્યારથી એ બન્ને મોટા ભાગનો
- સમય એમની સાથે જ ગાળે છે .મેં પૂછ્યું તો કહે એ સ્ટાઇલીશ કલાકારો છે જુદા જુદા સ્ટેપ્સ શીખવે છે.
- આખરે રંભા અને મેનકાએ સુંદર નૃત્ય પેશ કર્યું. બધા વાહ વાહ પોકારી ગયા.
- પ્રથમ મહંમદભાઈએ (મહંમદ પયગંબર) હસતા હસતા કહ્યું કે આપની વ્યવસ્થા જોઇને ખુબ
- આનંદ થયો ખુબ ખુશી ઉપજી આ ઝાકમઝોળ જોઈ હું તો અચંબામા પડી ગયો છે
- .કેટલાક ફોટોગ્રાફ સાથે લઇ જવા છે.
- ઈશુ ભાઈ (ઈશુ ખ્રિસ્ત -જીસસ)એ પણ આગતા સ્વાગતાનાં ભરપેટ વખાણ કરી ફોટોગ્રાફ લઇ
- જવા કહ્યું .
- મહાવીરભાઈ અને ગૌતમભાઈએ પણ આગતા સ્વાગતથી ભાવ વિભોર થઇ ગયા હોવાની જણાવી ખુશ
- થયા
- બધાયે સમગ્ર કાર્યક્રમ ખુબ મજાથી માણ્યો ને બપોરનું લાંચ લેવા મા અન્નપુર્ણાના આશ્રમે પહોચ્યા .
- બાવન ભોગ અને છત્રીસ પકવાનનું અલભ્ય ભોજન માણી સર્વેના આનંદનો પર ના રહ્યો.
- બધાય પરમેશ્વરો પોતાના ફાળવેલ નિવાસસ્થાનોએ જઈ મીઠી મઝાની નિંદ્ર માણી
- સાંજના સમયે ફરી બધાની એક સભા મળી બધાએ નિખાલસપણે ખુબ ચર્ચા કરી જેનો સુર આમ હતો.
- બધાય પરમેશ્વરોની માગણી હતી કે જેમ ધરતી પર બધાય છુટથી એક બીજા દેશમાં જઈ શકે છે તેમ
- આપણે પણ એક બીજાના વિસ્તારમાં જઈ કૈક નવું જાણી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
- મહંમદભાઈ કહે વિષ્ણુભાઈ તમારે ત્યાં આ સોના ચાંદીનાં સિંહાસનો અને નાચગાન, ભોજન
- વ્યવસ્થાના જે વિભાગો પાડી કામ સોપ્યું છે એ વાત મને ખુબ ગમી તમે આવી અમુલ્ય વસ્તુઓ
- કેમની વસાવો છો ?
- વિષ્ણુભાઈ કહે જુઓ અમારા ધરતી પરના મંદિરોમાં બધા પુજારી અને ટ્રસ્ટી રૂપી એજન્ટોએ કબજો
- જમાવી દીધો છ
- જે જનતા પાસેથી દાન ભેટ સ્વીકારી લે છે જોકે એ પણ મારા વા’લા સોયે સો ટકા તો એ જ રાખી લે છે !
- અમને તો મોકલતા જ નથી અમારા મંદિરોને પણ હવે તો હાઈ ફાઈ સ્ટાઈલથી મોઘા પથ્થરો અને
- ઘુમ્મટ સોનાના બનાવે છે ને વાતાનુકુલિત પણ બનાવે છે. ઘણા મંદિરોમાં વેરો પણ લેવાય છે.
જોકે કેટલાક સાધુઓ બાવાઓ અને ગુરુઓ અવળા રવાડે ચડી ગયા છે એ પ્રજાને બરબાદ કરી
- રહ્યા છે. અરે મારા વા’લા ભોળી જનતાને કહે છે તમને શનિ , મંગલ, બુધ, ગુરુ વિગેરે નડે છે એમ
- કરીને જનતા પાસે નંગ માળા માદળિયા ને એવું એવું કરાવી પૈસા જ ઉઘરાવે છે.
- આ બધાય કાયમ અમારી પાસે જ રહેતા હોય છે એ કાંઈ નીચે જઈને જનતાને નડતા જ નથી .નડે છે તો
- નેતાઓ ,પ્રધાનો,અમલદારો ,વેપારીઓ અને કાળા બજારીઓ .જો જનતા એમના ” મતદાન “રૂપી નંગને
- સમય આવે યોગ્ય ઉમેદવારના ગળામાં જડે તો આ બધું કહેવાતું નડતર બંધ થઇ જાય
- જુઓ મંદીરમાં આરતી થાય ત્યારે ભોગ ધરાવે ઘીના દીવાથી આરતી થાય . ફળ ફૂલ ચઢાવે નાણાં રોકડ
- તો કોઈ સોનું ચાંદી ભેટમાં ધરાવે મારા બેટા એ જ રાખી લે છે.
- પણ પ્રોબ્લેમ એક જ છે એજ કે
- આપણો ધર્મ સાચો બીજાનો નકામો .એનું અપમાન કરો. એવી કામના ઘર કરી ગઈ છે
- મહમદભાઈ કહે એમ તો અમારેય મસ્જિદોમાં ઇમામો ને મુલ્લાઓએ કબજો જમાવી દીધો છે
- મારા વા’લા એ પણ વાત વાતમાં ફતવા બહાર પાડવામાંથી ઊંચા આવતા જ નથી .
- આમ ના પહેરાય. આમ ના થાય આમ કરશો તો ઇસ્લામનું અપમાન થશે.
- અધૂરામાં પાછા એય મંત્રેલું પાણી , ટુચકા દોર ધાગા કરવામાંથી ઊંચા આવતા જ નથી
- આના કરતા શિક્ષા અને આરોગ્ય વિષયો પર ધ્યાન આપે તો સમાજ ખુશહાલી અનુભવે
- મસ્જીદમા ફક્ત અગરબતી ને ફૂલો જ ચડાવે છે .અને એય પાછા ફક્ત શુક્રવારે જ આવે .
- એટલે અમને આવું જાહોજલાલી વાળું મળતું નથી
- બસ ક્યાંક ગીતા બાળે ક્યાંક બાઈબલ સળગાવે . ને બીજા સાથે લડે .
- ઈશુભાઈ કહે મારેય એજ પ્રોબ્લેમ છે આખું અઠવાડિયું મારા વા’લા મોજ મસ્તી કરે અને
- રવિવારે સુટ ચડાવીને ચર્ચમાં આવી જાય . ફાધર અને પાદરીઓ અને નન પણ મોજ શોખથી રહે છે.
- ભોગવિલાસમાંથી ઊંચા આવતા જ નથી. કોઈક વાર કેક ચડાવે છે.કે ફૂલ ગુચ્છા કે બલુન લાવે છે
- કોઈ વાર કુરાન અને ગીતા એવા ગ્રંથોનું અપમાન કરે છે
- જોકે અમેરિકામાં ઘણા મંદિરો ચર્ચ વેચાઈ જતા બને છે ત્યારે જુના ઘેર જાઉં ત્યારે મંદિરોનો અનુભવ
- મીઠ્ઠો થાય છે.
- મહાવીરભાઈ કહે મારેય સોનું ચાંદી ઘણાય છે ભક્તો ઘણુય ચડાવે છે આરસના દેરાસરો છે
- જાહોજલાલી છે. પણ મુનિઓ અને સાધ્વીઓ ઘણીવાર શર્મસાર કૃત્યો આચરે છે.
- દીક્ષા લીધેલા ઘણીવાર પાછા સંસારી બની જાય છે.
- જોકે અમારે વિષ્ણુભાઈના ધર્મ સાથે કોલોબ્રેશન હોઈ વાંધો આવતો નથી.
- ગૌતમભાઈ કહે મારી ગુફાઓ ઘણી છે જુઓને અફઘાનિસ્તાનમા ગુફાઓ તોડી પડી
- .
- મારો જન્મ હિન્દુસ્તાનમા થયો ને મારો ધર્મ ચાઈના, જાપાન કોરિયામા ફેલાયેલો છે.
- મારે તો ભાષાનો પ્રશ્ન છે !
- મારા વા’લા એવી ભાષા બોલે છે ચાઉ વાઉ કાઉ ગાઉ નાં ચ્હાય ચાય બોલે છે એ શું બોલે
- છે . એ મને પણ સમજ પડતી નથી. મારેય દુભાષિયો રાખવો રાખવો પડે છે .
- મહમદભાઈ કહે આ રામભાઈ સાથે મારે ઘણું બને. આ તો પેલા બાબરે અયોધ્યામાં બાબરી
- મસ્જીદ બનાવી પણ હું અને રામભાઈ રામચોકના ઓટલા પર ઘણીવાર મોડી રાત સુધી
- બેસીએ છીએ. એ મને વનની લંકાની યુદ્ધની વાતો સંભળાવે તો હું પણ એમને મક્કા મદીનાની વાતો
- સાંભળવું છું. એ મને કથામાં લઇ જાય. તો હું એમને લખનૌ કવાલી સાંભળવા લઇ જાઉં છું.
- આ કૃષ્ણભાઈ સાથે પણ ગોકુળમાં રાસલીલા જોવા જાઉં છું.
- અરે એ વાત છોડો આ શંકરભાઈ અને હું મહમદ પેલો ચાંદ અર્ધો અડધો વાપરીએ છીએ
- પણ કોઈ દિવસ લડતા નથી પણ ધરતી પર ચાંદ સુરજ અને બીજી વસ્તુઓ માટે રમખાણ
સર્જાઈ જાય છે.
- આમ ઘણીય ચર્ચાઓ થઇ રાત્રીનો સમય થયો એટલે પરીષદમાં ચર્ચા અધુરી રહી બધાય
- રાત્રી ભોજન લેવા ફરી પાછા મા અન્નપુર્ણાને દરબારે પહોચ્યા ને મસ્ત મસ્ત ભોજન લઇ
- ઉતારે પહોચી દિવસ બહારના કાર્યક્રમને વાગોળતા મીઠી નીંદર માણવા લાગ્યા.
- હવે પછીના દિવસે પરીષદમાં કેવી રજૂઆત થઇ હશે. તે વિચારો………
- હાટકો- એક રેખાના પ્રવેશથી કેટલાયની કૈક રેખાઓ ખેંચાઈ ગઈ !!!!!!!!!!!
- ================================================================
- સ્વપ્ન જેસરવાકર