ગરવા ગુજરાતી થઈને……( કવિતા )


  
ગરવા ગુજરાતી થઈને……( કવિતા )
=========================================================
 
( રાગ: નજરના જામ…… ( ફિલ્મ: અખંડ સૌભાગ્યવંતી )
 
=========================================================
 
 
ગરવા ગુજરાતી થઈને ચાલ્યા ક્યાં તમે
 
દિલને   ટકોરા દઈને  ચાલ્યા ક્યાં તમે.
 
 
 
ગુજરાત તો પાડે   પોકાર તમે ઉભા રહો
 
વાયબ્રન્ટના ખુલ્યાં છે દ્વાર  તમે ઉભા રહો
 
તમે ઉભા રહો તમે ઉભા રહો
 
ગરવા ગુજરાતમાં આવીને ચાલ્યા ક્યાં તમે.
 
 
મંદીનો માર ઝીલીને તમે આવ્યાં હતા
 
પીઝા પાસ્તા ને  તમે અપનાવ્યાં  હતા
 
બર્ગર  બરીટા તો ભાવ્યાં  હતા,  ભાવ્યાં હતા
 
ઘી  ગોળ  રોટલાને છોડીને ચાલ્યા  ક્યાં તમે.
 
 
કોલેસ્ટરના કકળાટે  તો કંટાળ્યા હતા
 
ટેન્શનના તાપે તમને તપાવ્યા  હતા
 
એટલે તો ગુજરાત આવ્યા હતા, આવ્યા હતા
 
લીલાછમ શાકભાજી છોડીને ચાલ્યા ક્યાં તમે.
 
 
આવ્યાં છો તો ગુજરાતની રંગત જાણો
 
ખીચડી ને ઊંધિયા કેરી  જયાફત માણો
 
ને રણોત્સવ કેરી સંગત માણો,  સંગત માણો
 
ગુજરાતના પતંગોત્સવની  વિરાસત માણો તમે.
 
===================================================
 
સ્વપ્ન જેસરવાકર 

Advertisements

10 thoughts on “ગરવા ગુજરાતી થઈને……( કવિતા )

 1. ગુજરાત સ્થાપના દિને- ગુજરાત ગૌરવ દિવસે તમારા આ સુંદર કાવ્યને વાંચવાની મજા માણી

  બર્ગર બરીટા તો ભાવ્યાં હતા, ભાવ્યાં હતા

  ઘી ગોળ રોટલાને છોડીને ચાલ્યા ક્યાં તમે.

  આ પક્તિઓ વાંચીને બાળપણમાં ગામમાં બાજરીના રોટલા સાથે ખાધેલ ઘરની ભેંસના દૂધમાંથી

  બનાવેલું ઘી અને ગોળના એ અનેરા આસ્વાદની યાદ તાજી થઇ ગઈ.પીઝાનો સ્વાદ એની આગળ તો

  ઝાંખો પડી જાય !

  Like

  1. આદરણીય વડીલ શ્રી વિનોદભાઈ,
   ખરી વાત છે ગામડાના તાજા દૂધ ઘી અને ગોળ સામે પીઝા તો શું બાવન પકવાન પણ ફિક્કા લાગે .
   આપના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. આવ્યાં છો તો ગુજરાતની રંગત જાણો

  ખીચડી ને ઊંધિયા કેરી જયાફત માણો

  ને રણોત્સવ કેરી સંગત માણો, સંગત માણો

  ગુજરાતના પતંગોત્સવની વિરાસત માણો તમે.
  …………………..
  ગુજરાતની લીલીછમ વાડીની વસંત લહેરાવી દીધી.
  ગુજરાત એટલે ભાઈલા ગુજરાત.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. ગુજરાત એટલે ધબકતું જીવન , ઉલ્લ્હાસ, આનંદ અને જીવન જીવવાની કળા
  પૈસા કમાય અને વાપરે પણ ખરા, હરવા ફરવા ના શોખીન એટલે ગુજરાતી
  નવલી નવરાત્રી એટલે ગુજરાત ની રાત અને એની ન થાય કઈ વાત.
  અહી કોઈ ની નથી જાત બાત કે ભાત. અહી સૌ સંપીલા અને નહિ ઝંપીલા
  જોમ જુસ્સો અને ગુસ્સો પણ ગુજરાત નોજ. ખાવા ને ખવડાવવાના શોખીન
  એટલે ગુજરાત. પહેલા ભારત ના લોકો અમેરિકા સરસ હતું એટલે જોવા જતા
  અને આજે ભારત ના લોકો ગુજરાત ને જોવા આવે છે. એક દિવસ એવો આવશે કે
  અમેરિકા ના રાષ્ટ્રપતિ ને ગુજરાત વિઝા નહિ આપે
  જય જય ગરવી ગુજરાત

  Like

  1. આદરણીય શ્રી જગદીશભાઈ,
   પ્રેમ સભર સંદેશ દ્વારા ગરવા ગુજરાતીની ઓળખ આપી તે બદલ ખુબ આભાર.
   ગુજરાત એટલે—–
   નરસિંહ મહેતાની કરતાલ, સ્વામીનારાયણનું વડતાલ, ગાંધીજીની હડતાલ અને નવરાત્રીના તાલીઓના તાલ

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s