સ્વમાન મોતે મરવું છે…કાવ્ય સ્વમાન મોતે મરવું છે…કાવ્ય


=================================


જન્મ્યો છું જગતમાં હું  પણ મારે ગુજરાતી બની રહેવું છે


જગતના ઝંઝાવાતો સામે  હિન્દુસ્તાની  બની  લડવું  છે


સ્વાર્થી જગતના પડકારો ને પોકારો પાડીને જ  કહેવું છે


માનવ થઈને જન્મ્યા જગતમાં માનવ  થઈને  મરવું  છે


ભ્રષ્ટાચારના ભોરીંગને હવે તો કિશન બનીને નાથવું  છે


ભારતના  મહામાનવનું  સ્વપ્ન  અદકેરું સાચું કરવું છે


બેફામ બની  જીવ્યો  જગમાં ને આઝાદ બની વિહરવું છે


ખોટું કોઈનું કરવું  નહીં હવે પ્રેમ બનીને જ પરવરવું  છે


નડવાનું નહિ કોઈને પણ ને સીધા રસ્તે  તો સંચરવું  છે


પરમાર્થ કેરો પત્થર બનીને હવે  લોક કલ્યાણ  કરવું  છે


‘સ્વપ્નો” સજાવીને અનમોલ જગ આકાશે  વિસ્તરવું  છે


ડોળ કરીને જીવવા કરતાં એક સ્વમાન મોતે મરવું   છે


 
======================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર 

Advertisements

6 thoughts on “સ્વમાન મોતે મરવું છે…કાવ્ય

 1. ડોળ કરીને જીવવા કરતાં એક સ્વમાન મોતે મરવું છે

  ‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું …

  ‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું પેટ્રોલ છે,

  પરંતુ ‘અભિમાન’ એ કાબ્યુંરેટરનો કચરો છે.

  માટે ‘સંતુલિત સમજપ્તની સર્વિસ રેગ્યુલર કરાવવી જોઇએ

  માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો ?

  વજ્ર સમું અણભેદ હ્રદય આ, શર સૌ પાછાં પામશો…

  રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મહેલ સ્વમાનના,

  શ્રધ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના !…

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન,

   આપના વિશાલ જ્ઞાન અને અનુભવોનું નિરૂપણ અમ જેવાને અમુલ્ય ખજાનો પૂરો પડે છે

   જેથી કરીને નવા વિષયો પર ઘણું જાણવાનું મળે છે.

   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. ‘સ્વપ્ન’ માનવતાનું ઓજસ પ્રગટાવતું. એકએક પંક્તિમાં જોમ છે અને
  શબ્દોમાં સંસ્કારની આગવી સુગંધ છે. ગેય અને લયસભર સુંદર કૃતિ
  બદલ ખૂબખૂબ અભિનંદન…શ્રી ગોવિંદભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)
   પ્રેમથી ભીંજવી અને રસ તરબોળ કરી દઈ પ્રેરક ઉત્સાહ ભરી દેતા આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s