Monthly Archives: જૂન 2012

ગોદડિયો ચોરો… બલિદાન દિવસ


 

ગોદડિયો ચોરો... બલિદાન દિવસ


=====================================================


ગોદડિયો ચોરો બરાબરનો જામ્યો છે પણ ચોમાસું બરાબર જામતું નથી . ધરતી પણ


તરસી રહી છે અને ધરતી પુત્રો આજ વરસશે કાલ વરસશે એમ હવામાન શાસ્ત્રીઓના


વર્તારે આશા રાખી ચાતક પક્ષીની જેમ વરસાદની રાહ જોઈ રહ્યા છે.


ગુજરાતમાં ચુંટણીનું વર્ષ હોઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષ અવનવા  કાર્યક્રમો આપીને


જનતા અને કાર્યકરોને ખો ખો રમાડી રહ્યા છે ને સત્તા રૂપી ટ્રોફી મેળવવા રમત રમે છે .


હું ધ્રુતરાષ્ટ્ર નારણ શંખ કનું કચોલું કોદાળો અઠ્ઠા બઠ્ઠા ગોરધન ગઠ્ઠો ને ભદો ભૂત પ્રણવ


ને સંગમા શાસ્ત્ર પુરાણ વાંચી રહ્યા હતા ત્યાં જ ત્રણ નવતર પ્રાણીઓનો પ્રવેશ કરે છે .


ભાઈલા અમે આ ચોરાની મહેમાનગતિ માણી શકીએ ? એમાંના એકે પ્રશ્ન કર્યો.


કોદાળો કહે શ્યોર શ્યોર વાય નોટ આપ બી મેમાનને ગતિ આપી હકેંગે .!


નારણ શંખ કહે ભાઈ ક્યાંથી આવો છો ? ને આપ કોણ છો ? શું કરો છો ?


એક કહે મારું નામ ચચુકા છે ( ચતુરભાઈ ચુથાભાઈ કાછીયા )


બીજો કહે મારું નામ મચુકા છે ( મથુરભાઈ ચુનીલાલ કાપડિયા )


મેં કહ્યું વાહ ભાઈ વાહ ચચુકા અને મચુકાની જોડી બરાબરની જામી કહેવાય અને દેખાવે


પણ બંને  ચચુકા ને મચુકા જેવા જ છો ! ઉપરથી છોતરા જેવા ને અંદરથી કડક લાકડા જેવા


બન્ને કહે અમે ભાજપ (ભાઈ જપ હવે ) કાર્યકરો છીએ .


પેલો ત્રીજો ભાઈ કહે મારું નામ પ્રાણભાઈ જીવનભાઈ ઘાલમેલીયા છે


બધા મને પ્રાણજીવન કહે છે . હું કોંગ્રેસનો કાર્યકર છું.


મેં કહ્યું વાહ ભાઈ વાહ એક નામમાં બે બે વિલન ! પાછા ઘાલમેલીયા ! જબરી અટક છે.


કનું કચોલું કહે અલ્યા અત્યારે ક્યાંથી પધારો છો.આ તમારો પક્ષીય મેળ કેમ  જામે છે ?


ચચુકો અને મચુકો કહે અમે બલિદાન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગયા હતા.


અમે જુદા જુદા પક્ષમાં પણ ભાઈબંધો એટલે સાંજે પોટલી (દારૂ) સાથે જ પીવાના ને .


ગોરધન ગઠ્ઠો કહે આ બલિદાન દિવસ એ વળી શું છે ?


ચચુકો ને મચુકો કહે એની તો અમનેય ખબર નથી.  બસ સાહેબ કહે કે વિરોધ કરો કે


ઉજવો એટલે અમારે વિરોધ કરવામાં લાગી જવાનું બસ મગજથી વિચારવાનું પણ નહિ .


મેં કહ્યું અલ્યા બબૂચકો ભારત આઝાદ થયું પછી આપણા દેશમાં આપણું રાજ થયું ને દેશનો


વહીવટ ભારતીય સંઘના બંધારણ મુજબ વડા પ્રધાન ને પ્રધાન મંડળ  કરે.


ભારતનાં બધા રાજ્યોમાં વહીવટી વડાને મુખ્ય પ્રધાન કહેવાય જયારે જમ્મુ કાશ્મીરના


વડાને વડા પ્રધાન કહેવાય તેમજ કાશ્મીરને અધિક મુખ્ય રાજ્યનો દરજ્જો અપાયો અને


કાયદાની અમુક  કલમો જુદી રાખી .


એ સમયે સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જી અને બીજા નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી


કેટલાય નવલોહિયા નેતા ગણને લઈને ભારતીય જનસંઘની ૧૯૫૨માં સ્થાપના કરી .


તેનું ચુંટણી પ્રતિક દીવો રાખવામાં આવ્યું .


સ્વ શ્યામાપ્રસાદ મુકરજીએ આખા દેશના રાજ્યોની માફક એક પ્રધાન (મુખ્ય પ્રધાન) અને


એક વિધાન (એક સરખા કાયદા) માટે ચળવળ ચલાવી અને કાશ્મીર ગયા.

જમ્મુમાં તેમની તેમની ધરપકડ કરવામાં આવી અને જમ્મુની જેલમાં ૧૯૫૩ના જુનની


૨૩ મી તારીખે તેમનું અસાધારણ સંજોગોમાં મૃત્યુ થયું એટલે ત્યારનો જનસંઘ એટલે આજનો


ભાજપ તે દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવે છે.


મચુકો અને ચચુકો કહે અલ્યા આ વાતની તો આપણને ખબર જ નથી !


મેં કહ્યું અત્યારના કેટલાય ભાજપી નેતાઓ કે ધારાસભ્યો કે સંસદ સભ્યોને આ જાણ છે જ નહિ !


બસ સાહેબે કહ્યું કે ઉજવવાનું એટલે ઉજવવાનું . પ્રજા પૂછે કે ભાઈ શું ઉજવો છો તો કહે ખબર નહિ .


ચચુકો કહે લ્યો કરો વાત આપણે તો હિસ્સો હિસ્સો કરતા સાહેબના આદેશ પર તૂટી પડીએ છીએ.


ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા સ્વ. શ્યામપ્રસાદ મુકરજીએ જયારે બલિદાન આપ્યું ત્યારે તમારા સાહેબ અઢી


કે ત્રણ વર્ષના હશે. ઘણા ભાજપીઓનો જન્મ ત્યાર પછી થયો હશે …બબૂચકો .


મચુકો કહે પણ એક વાત મારી સમજમાં આવી ગઈ એ વિચારવા જેવી છે !!!!!!!


એક પ્રધાન એક વિધાન કેરો સંદેશ બીજા રાજ્યોએ અપનાવ્યો કે નહિ એ ખબર નથી પણ આપણા


ગુજરાતમાં સાહેબે છેલ્લા દશ વર્ષથી “એક જ પ્રધાન અને એક જ વિધાન ” સરસ રીતે અપનાવ્યો છે !


પ્રધાન મંડળ ખરું પણ ખરા એક જ પ્રધાન એટલે આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી !


એક વિધાન એટલે કે તે જે બોલે કે કહે તે જ સાચું એટલે એક જ વિધાન થયું કે નહિ ?


લ્યો ચાલો  ભાજપમાં કોઈકે તો સ્વ. શ્યામાપ્રસાદ મુકરજીના સિધ્ધાંતને અપનાવ્યો તો ખરો ?


મચુકો કહે અલ્યા બલિદાન તો સ્વ. શ્યામાપ્રસાદ મુકરજીએ પોતાનું જ આપ્યું .


ચચુકો કહે આપણા સાહેબે તો કેટલાય બલિદાનો લીધા છે. એટલે એ બલિદાન આપવાના સિદ્ધાંતમાં નહિ


પણ બલિદાન લેવાના સિદ્ધાંતમાં માને છે.


જોયું નહિ કોઈ જ્યોતીષીએ કહ્યું કે ભાઈ તમને નડતર છે એટલે છેવટે ગયા મહીને જ ભાજપની કારોબારી


પ્રસંગે સંજય જોશીનું કારોબારીમાંથી અને પછી ભાજપના તમામ હોદ્દા પરથી બલિદાન લેવડાવ્યું .


છેલ્લા  દશ વર્ષમાં સંઘની ભગિની સંસ્થાઓ અને ભાજપમાં કેટલાયનાં રાજકીય બલિદાનો લીધા છે .


ત્યાં પ્રાણજીવન કહે અલ્યા જે બલિદાન લે એને બલિદાન દિવસ ઉજવવાનો હક્ક ખરો ?


મેં કહ્યું અલ્યા ચચુકા મચુકા ને પ્રાણજીવન જરા ટાઢા પડો ને મારી વાત સાંભળો .


ભાજપ અને કોંગ્રેસ બન્નેયનો ઈતિહાસ બલિદાન લેવામાં એક એકથી ચઢિયાતો છે


સ્વ. ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા તોફાનોમાં અને બીજા અનેક પ્રસંગે કોંગ્રેસે જનતાનાં ઘણાં


બલિદાનો લીધાં છે. ઘણાં રાજકીય બલિદાનો પણ લીધા છે .


જયારે ભાજપે રામ મંદિરના મુદ્દે જનતાના અને કારસેવકોનાં ઘણા બલિદાનો લીધા છે એટલે બન્નેમાંથી


કોઈને પણ બલિદાન દિવસ ઉજવવાનો હક્ક રહેતો જ નથી .


પેલું ગીત યાદ છે ને ……


 “જિસને પાપ ના કિયા હો જો પાપી ના હો …વો પહેલા પત્થર મારે “……..


ભાઈ બધા જ પક્ષો  રક્ત રંજિત ઇતિહાસથી ખરડાયેલા જ છે.


એટલે પક્ષના કોઈ કાર્યક્રમોનો આદેશ આવે ત્યારે પ્રસંગનું મહત્વ અને ઈતિહાસ જાણી સમજી પછી


કુદી પડવાનું ….હોંકે…….હિસ્સો હિસ્સો નહિ કરવાનું સમજ્યા .

સાટકો== દેશ ને રાષ્ટ્રપ્રેમ માટે બલિદાન આપનાર સેંકડો દેશપ્રેમીઓ મળી આવશે  .


               જયારે સત્તા ને ખુરશી માટે બલિદાન લેનારા હજારો નેતાઓ મળી આવશે .


================================================================


સ્વપ્ન જેસરવાકર

કટોકટી કલ ઓર આજ ….કાવ્ય


કટોકટી કલ ઓર આજ ….કાવ્ય

======================================================

મિત્રો ૨૫ જુન ગુરુવારે ૧૯૭૫ના રોજ સ્વ. વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી

દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવેલી. ઘણા મહાનુભાવોને રાતોરાત જેલના

હવાલે કરી દઈ ધરપકડ કવામાં આવેલી.
 
દર વર્ષે ભાજપ અને બીજા સંગઠનો દ્વારા વિરોધ દિન તરીકે આ દિવસની ઉજવણી

થાય છે ત્યારે આજના સંજોગોમાં પણ અઘોષિત કટોકટી જેવો જ વર્તાવ થાય છે

=========================================================

સરકાર વિરુદ્ધ ના બોલી શકો ના કોઈ ચર્ચાનો અવકાશ

મોટા મોટા મહારથીઓને પણ થયો કટોકટીનો આભાસ

યાદ આવે છે વીતેલા વર્ષોના કાળા દિવસોનો   માહોલ

ના કોઇ દાદ ફરિયાદ સરકાર ને  પોલીસનાં વાગે  ઢોલ

હર વર્ષે એ દિનને યાદ કરી વિરોધ પક્ષો મચાવે ધમાલ

આજ  દિને કેવા છે સંજોગો જુઓ ને આજના હાલ હવાલ

કોઈની ફરિયાદ ના સાંભળવી  સરકાર ચાલે હાથી ચાલ

ગુમ થાય બાળકો લુંટાય જનતા ને મહિલાઓ કેરાં ભાલ

સચિવાલયે છે પહેરા કાર્યકર્તાઓને નહિ ગણવાનો તોલ 

વિધાર્થી  જનતા ટળવળે બસો જાય મહોત્સવો કેરા મોલ

દિવસો ઘટ્યા વિધાનસભામાં ના પ્રશ્નો ચર્ચા કેરા બે બોલ

હાઇકોર્ટની ટકોરને નજર અંદાજ કરવાનો ખેલાયો છે ખેલ

વિચારો વર્ષો જૂની કટોકટીનો દર વર્ષે પિટાઈ રહ્યો  ઢોલ

જાગો વિચારો ને સમજો આત્મ નિરીક્ષણ કરી આંખો ખોલ

અમે પણ વેઠી છે યાતનાઓ કટોકટી કેરી ગયા છીએ જેલ

સત્ય હકીકતને આજ નિહાળીએ સત્તા કેરો કેવો વરવો ખેલ

============================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો …રાષ્ટ્રપતિ પુરાણ કથા …


ગોદડિયો ચોરો …રાષ્ટ્રપતિ પુરાણ કથા

================================================================

ગોદડિયા ચોરામાં બધાં પાત્રો રુમઝુમ કરતાં પ્રવેશી રહ્યાં છે . અલકમલકની વાતો જામી છે .વરસાદ આજ

આવું કાલ આવું એમ દસ્તક દઈ રહ્યો છે.

ધ્રુતરાષ્ટ્ર , નારણશંખ,કનું કચોલું , કોદાળોજી, ગોરધન ગઠ્ઠો , અઠ્ઠા , બઠ્ઠા સાથે ભદ્દા ભૂતની પધરામણી થઇ

ચુકી છે. કયારેક વાદળાં ક્યારેક સૂર્ય તો ક્યારેક ઝરમર અમી છાંટાની આપલે થઇ રહી છે . વીજળીના ઝબકાર

સાથે વાદળાંનો ગણગણાટ થઇ રહ્યો છે . બધાં વિચારે છે કે શું થશે ? વરસાદ પડશે કે નહિ.?

ત્યાજ કોદાળોજી કહે અલ્યા ગોદડિયાજી મહારાજ આજે કૈક અવનવી ભારતમાં સર્જાઈ રહેલા પ્રસંગોની હાસ્ય

 અને કટાક્ષથી ભરપુર અમૃતવાણી સાથેની નવીનતમ કથાનો પ્રારંભ કરો એવી આપને વિનંતી છે !

મેં કહ્યું વહાલા ભક્તજનો એવમ વાંચક મિત્રો આજે આપને ” રાષ્ટ્રપતિ પુરાણ ” એવી રસિક કથા સંભળાવું છું.

પોરાણિક કાલે ભરત ખંડે અંગ્રેજાસુર નામક પ્રજા રાજ્ય કરાની.તેવમ જોર જુલ્મી શાસનમ વર્તાનીને પ્રજા

આઝાદી કારણમ લડત આચર્યાની. મોહન નામક એક પોતડી ધારની લાકડી ટેકમ સત્યાગ્રહ નામક શસ્ત્ર

ધરાની . તબ અંગ્રેજાસુર હિન્દુસ્તાની છોડાની.ત્યાની પછચ્યાતાની કથા અહમ કહાની ………..

ભક્તજનો પૌરાણીક  ભારતમાં રાજાશાહીનો એક ભવ્ય જમાનો હતો. ઘણાય રાજાઓ પ્રજા વત્સલ ઉદાર અને

જનતા જનાર્દનના લાભ અને સમાજના પ્રશ્નો વિગતથી સમજી રાજ્ય ચલાવતા હતા.

પછી અંગ્રેજો આવ્યાને દેશ જાણે દહેજમાં મળ્યો હોય તેમ લુંટ ચલાવી બધું લુંટી ગયા ને મોહન નામના એક

દેખ્વે દુર્બળ ભારત માતાના દીકરાએ આ વેદના જાણી માણીને સત્યાગ્રહનું શાસ્ત્ર ઉગામી એમને ભગાડ્યા .

દેશમાં આઝાદીની ખુલ્લી હવા જામી પડી ને ઝભ્ભા ટોપી ને બંડીવાળા આધુનિક રાજાઓ કે જે પોતાને પાછા

સેવકો કહે છે એવા  રાજ્ય કરવા મચી પડ્યા.

અંગ્રેજોએ ગવર્નર જનરલ માટે જે ત્રણસો ઉપરાંત ઓરડાનું મકાન બનાવેલું  તે જ આપણું રાષ્ટ્રપતિ  ભવન.

૧૯૫૨ થી આ જાજરમાન ભવનમાં ઘણા વટવૃક્ષ રૂપી આંબા , લીમડા ,વડ પીપળ જેવા અનેરા ગુણ ધરાવતા

મહાનુભાવો બિરાજમાન થયા છે. તેમના દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિ , ભારતીય બંધારણ અને ભારતની

જનતાની  ખેવના રાખી ઈતિહાસને જ્વલંત બનાવ્યો છે .

વચ્ચે વચે સમયાન્તરે બાવળ ને ખેરી બાવળ અને થોર  જેવા ગુણો ધરાવતા કાંટાળા મહાનુભાવો પણ આ
 
ભવનના ય મહેમાન બન્યા છો .એમણે ભારતીય બંધારણ, ભારતીય સંસ્કૃતિ અને ભારતની  જનતાની પરવા

કર્યા વગર નિર્ણયો કર્યા છે એના કાંટા ભારતીય બંધારણ,  સંસ્કૃતિના સિદ્ધાંતો અને  જનતાને એવા વાગ્યા છે કે

હજુય  ઈતિહાસનાં સોનેરી પાનાં પીળાં ને કાળાંપડી ગયા છે કે એના ડાઘ હજુ જતા જ નથી.

તો મિસાઈલ્સ મેન જેવું બિરુદ પામેલા વૈજ્ઞાનિક પણ આ ભવનના મોંઘેરા મહેમાન  બની ચુક્યા છે.

એ  પોતાની સાદાઈ,  સિદ્ધિ,  કાર્યદક્ષતા અને બાલપ્રેમની  સુવાસ સર્વત્ર ફેલાવી ચુક્યા છે

હવે ગઠબંધન સરકારોની શક્યતાઓ વચ્ચે દરેક પક્ષો પોતાને મનગમતા ઉમેદવાર વિષે વિચારે છે.

હમણાં આ ભવનમાં જગ્યા ખાલી થવાની છે ત્યારે આ ભવનમાં બિરાજવા ઘણા મુરતિયાને કોડ જાગ્યા છે.

જેમ પત્નીઓ પોતાના પતિને ” વનસ્પતિ ” સમજે છે

એમ આ બધીય પક્ષ રૂપી પત્નીઓ પોતાને અનુકુળ પડે તેવા વનસ્પતિની શોધમાં છે

કારણ કે એમને અનુકુળ હોય એવી રાષ્ટ્ર વનસ્પતિ ગોઠવવા ફરે છે

જેથી એ ડાળખી  જેમની વાળવી હોય તેવી વાળી શકાયને પોતાની તરફેણમાં  ઝુકાવી શકાય

કોંગ્રેસ અને ઘટક દળો આ માટે પ્રણવ મુકરજીનું નામ નક્કી કરે છે .

જયારે ઘટક દળના સહયોગી મમતા બેનરજી કલામ સાહેબને પૂછ્યા વિના જ એમના નામની
 
માળા જપે છે. સીધાસાદા આદરણીય વ્યક્તિના નામે રાજકારણ રમે છે.

આ મમતાબેન વારંવાર પોતાનો કક્કો  ખરો  એમ જ કહ્યા કરે છે !

એમને મોહ મતા બેન કહેવા કે મોં મતા બેન કહેવા જોઈએ.

એ બોલવામાં મો ને પણ મતું મરાવે એવા છે

આ મુલાયમ નામથી મુલાયમ છે પણ જબરા પલટીબાજ કહેવાય . મમતાજીને બનાવી ગયા.

આ લાલુ  ફાલુ  કાલુ  માલુ એ બધાય ચઢતી નાવમાં ચડી બેસે એવા જ પાકા નમૂનાઓ છે .

પ્રણવબાબુ પણ ખરેખર એકે નવ જેવા છે .એક સાથે નવ  કામ કરી નવ પક્ષી વીંધે એવા છે.

હવે તો બરાબરની જામી પડી છે.

તું  (યુ)  પીએ    (યુપીએ)  બધી જાતના રસ ગટગટાવી  તેજતરાર થઇ ગયો છે.

એના દી આવશે  (એનડીએ ) કે નહિ એતો ભગવાન અને ભારતની જનતા જ જાણે ?

શિવસેનાવાળા એનડીએને ખરા સમયે જ લસતા મૂકી મનમાની કરે છે.

જો રાષ્ટ્રપતિ શબ્દ બદલવાનો થાય તો મારા વા’લા એ છત્રપતિ શબ્દ રખાવે એવા છે.

પેલા પી.એ  સંગ્મા હવે વટે ચઢ્યા છે કે બસ હવે તો હું ચૂંટણી લડવાનો જ !

સંગ્મા હવે તો તાલ લેતા જાય છે અને ગાતા જાય છે.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!…...

 

નામ છે મારું તો સંગ્મા ને લડવું મારે રાષ્ટ્રપતિના જંગમાં 

જોડાઈ જાવને મારા સંગમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં

રહ્યો પ્રધાન ને અધ્યક્ષ સાથે શોભ્યો છું હું અનેક સ્થાનમાં

જાવું  છે  હવે મોટા ભવનમાં  લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં

હતો હું જ  શરદના સંગમાં પણ એ ના રહ્યો મારા સંગમાં

પાર્ટી છોડી આવ્યો મેદાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં

એનડીએ ને છે આશા મારી કહું છું  લાલકૃષ્ણ કેરા કાનમાં

જોડાઈ જાવને મારી જાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં

વિનંતી છે મારી એટલી બધાને સંસદ ને વિધાનભવનમાં

મતું મારોને મને મતદાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં ...

ઇતિ શ્રી ભરત ખંડે ખેંચમ ખેંચા પક્ષે નામ પસંદગી પ્રકરણે  નિવેદનકારી  પ્રવક્તાએ  પોકારાની

ગોદડિયા મહારાજ મુખે  કહ્ન્તિ શ્રી રાષ્ટ્રપતિ પુરાણ કથા સમાપ્તમ ….

 

સાટકો== આ રાષ્ટ્રપતિ શબ્દ ખરેખર બદલી નાખવો જોઈએ એવું તમને લાગે છે.?

જો કોઈ સન્નારી આ પદ પર હોય ત્યારે રાષ્ટ્રપતિ શબ્દ કેવો વરવો લાગે છે ?

================================================================


સ્વપ્ન જેસરવાકર

ઓ મેરી ખુરશી મૈયા …કવ્વાલી


   

ઓ મેરી ખુરશી મૈયા …કવ્વાલી

==============================


 રાગ –-શિરડી વાલે સાંઈ બાબા આયા હે .

=============================


જમાનેમેં કહાં સબકો માંગી હુઈ ખુશી  મિલતી હે

વો લોગ ખુશનશીબ હોતે હે જિન્હેં ખુરશી મિલતી હે

તારિફ તેરી નીકલી કલમસે ઢલ ગઈ બનકે શબ્દ  કાગજ પે

બન ગઈ એક અનમોલ કહાની હોતી હે ચર્ચા સબકી જુબાની.

ઓ મેરી ખુરશી મૈયા તું પાર કર દે નૈયા

તું હે સબસે બડી તેરે લિયે યે દુનિયા લડી 

બડી હો યા છોટી પર તું લાગે સબસે મોટી

તું હો કોઈ મંત્રીકી યા  હો કોઈ ભી સંત્રીકી

તું મિલે તો હર ખુશી આયેં સ્વીસ બેન્ક્મે ખાતા ખુલવાયેં ….ઓ મેરી ખુરશી .

તેરે લિયે હોમ હવન કરવાયેં ભેટ સોગાદ ધરવાયેં

તુજકો પાતે ખુશી મિલે બેટે બેટીકી મુફ્ત શાદી હોલે

સાલા સાલીકા પરિવાર ઝૂમે ભાઈ ભતીજા મોટરમેં ઘૂમે

તેરી હે મહિમા અપરમ્પાર ચારે ઓર તેરા હો જયકાર

તું મિલે તો મિલે ખુશહાલી પલપલ હો જાય ઈદ ઓર દીવાલી…ઓ મેરી ખુરશી

=============================================


સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…નૃત્ય નાટિકા


ગોદડિયો  ચોરો…નૃત્ય નાટિકા

==============================================================

હમણાં રાષ્ટ્રપતિની ચુંટણીની મોસમ પૂરબહારમાં જામી છે. દરેક પક્ષો પોતાને મનગમતા

ઉમેદવાર માટે આગ્રહ રાખી વાટાઘાટો ચલાવી રહ્યા છે મીડિયા સામે આવી નિવેદનો કરે છે.

વડાપ્રધાન મનમોહનસિંહને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ચર્ચા વિચારણા કરવા બોલાવે છે

……… મનમોહનસિંહ પ્રવેશતાં જ કહે છે. બોલો મેડમજી મને શા માટે યાદ કર્યો ?

સોનિયાજી કહે મનમોહનજી આપ વડીલ છો અનુભવી છો આપને આ અંગે શું કરવા જેવું લાગે છે.?

આપ તો યુપીએના બધા પક્ષો મળી સરકાર ચલાવો છો ક્યારેક વિપક્ષોને પણ મળવાનું થાય છે ને ?

મનમોહનજી મરક મરક હસતાં દાઢમાંથી બોલે છે !!!!!!!!!!!!!!!

મેડમજી આ આઠ વર્ષથી આ વડા પ્રધાનના હોદ્દા પર છું . એમાં મને આપણા પક્ષે અને સહયોગી

પક્ષો તેમજ વિપક્ષોએ એટલો બધો નચાવ્યો છે કે………………………………..

 હું સર્વ નૃત્યોમાં સર્વ સંપન્ન થઇ ગયો છું .

જુઓ મારું નામ મનમોહન છે એટલે મોરલી વગાડવાનો મને પુરેપુરો હક્ક છે .

પણ મોરલી તો પેલા દેવરાજી વગાડતા જાય છે અને તેલ કંપનીઓ સાથે મળી ભાવ વધારતા

 જાય છે ને મુરલી બજાવતા જાય છે ને જનતા મારાં પૂતળાં બાળે છે

આપણા મનુભાઈ સંઘવી પર સીડીનો એવો અભિષેક થયો કે વિપક્ષોને જવાબ આપતાં આપતાં

જ મારે દિવસમાં દશ દશ વાર ભાંગડા નૃત્ય કરવાનું થયું એ કરતાં કરતા મારો દમ નીકળી ગયો.

આ ત્રણ વર્ષમાં આપની સરકારના પ્રધાનો દ્વારા એવા કારસ્થાન  થયા કે હવે તો કૌભાંડ નૃત્ય ને
 
કેમ ભુલાવવું એ માટે મારે ખુબ આલતુ ફાલતું ડાન્સ કરવા પડ્યા.

આપણા દિગ્ગીભાઈ એમને થોડાક દિવસે એવો સણકો ઉપડે છે કે એમના એક નિવેદને સરકાર ને

વિપક્ષ સાથે દેશમાં ધરતીકંપ આવી જાય છે ને મારે બોલ ડાન્સ કરવો પડે છે
 
એમ કપિલભાઈ, અમ્બિકાજી ને ચિદમ્બરમ પણ નિવેદનો દ્વારા મને નચાવે છે.

હું રહ્યો પંજાબી એટલે મને ભાંગડા નૃત્ય કરતા વધારે ફાવે .પણ બધાં નૃત્યો આવડી ગયાં

જુઓ આ મમતાજીએ મને બંગાળી નૃત્ય એટલી વાર કરાવ્યું કે એમાં હું પાવરધો થઇ ગયો.

આ દિનેશ ત્રિવેદી ગયા ને મુકુલ રોય આવ્યા તે રેલ્વે અકસ્માત ડાન્સ  કરાવે છે .

વિલાસરાવ , સુશીલ કુમાર ને અશોક ચવાણ સાથે બાલા સાહેબ ઠાકરે મને   લાવણી નૃત્ય

કરાવે છે. ક્યારેક ગોવિંદા  આલા રે નો સ્ટેપ ડાન્સ કરવો પડે છે

આ મુલાયમ ,અજીતસિંહ ને સલમાનભાઈ ખુરશીદે મને ભોજપુરી નૃત્ય કરતાં આબેહુબ


શીખવાડી દીધું.


નીતીશકુમાર , લાલુજી અને રામવિલાસ પાસવાને  મને બિહારી નૃત્ય શીખવાડી દીધું.

કરુણાનિધિ એ. રાજા. મારન અને જય લલીતાજીએ કથ્થક અને દક્ષિણનાં નૃત્યો શીખવ્યાં.

ગુજરાતના મુખ્ય મંત્રી એવો પાસો ફેંકે કે જે ચુકવવા આડા અવળા નમીને તાલ લેવા જ પડે .

એમાં ને એમાં મને ગુજરાતના ગરબા, દાંડિયા રાસ, ત્રણ તાલ , ચાર તાલ ને પંચોલા પણ બહુ

સરસ રીતે આવડી ગયાં.

વિરોધ પક્ષો સંસદમાં અને બહાર મને જુદા જુદા ડાન્સ અને નૃત્યો કરાવે છે.

પત્રકારો અને મીડિયા પણ એવા ગપગોળા ચલાવી  મને નૃત્ય કરાવે છે.

અન્ના હજારે એન્ડ કંપની ઉઠક બેસક કરાવી દંડ પિલાવે છે એ રીતે પહેલવાન પણ બની ગયો છું.

બાબા રામદેવ આણી મંડળી તો કાળાં નાણાં મુદ્દે જુદા જુદા યોગાસનો કરાવે છે.

મેડમ આ બાબા આપણા પૈસાને કાળું નાણું કહે છે તો પછી આફ્રિકાના નાણાંને શું કહેવાય ?

પછી તો ડોલર પાઉન્ડ ને યુરોને તો ધોળું નાણું કહેવાય ને ?

બાબા રામદેવજી આ નાણાંનું મને ના સમજાવશો હું અર્થશાસ્ત્રી છું ને એક વખત રીઝર્વ બેન્કનો

ગવર્નર પણ હતો . સમજ્યા . મને ખબર છે કાળું કે ધોળું કોને કહેવાય.?

આ પાકિસ્તાનવાળા મુશરફ ઝરદારી અને યુસુફ રઝા ગીલાનીજી સાથે ક્યારેક વાટાઘાટો કરી


એમાં ક્વાલી અને ગઝલ પણ આવડી ગઈ .


આ ઓબમાજી કેમરૂન અને પશ્ચિમના દેશોના વડા સાથે બ્રેક ડાન્સ અને ડિસ્કો સાથે ઘણા ડાન્સ પણ

શીખી ગયો છું.

ચીન જાપાન કોરિયા ને મ્યાનમારના નૃત્યો પણ આબાદ આવડી ગયા છે.

મેડમ આપના આશીર્વાદથી આ બધા ડાન્સ અને નૃત્યો મને આવડી ગયા છે હવે જો કોઈ પ્રોડ્યુસર

અને ડાયરેક્ટર મને ફિલ્મમાં લે તો તેમને બધી જ જાતના નૃત્યો એક જ વ્યક્તિ દ્વારા અજમાવી

શકાય અને નૃત્ય કોરિયોગ્રાફરની જરૂર પણ ના પડે.

જોકે મારો  અવાજ  તીણો છે પણ વાંધો નહિ આવે કેમ કે ગીતમાં તો પ્લેબેક સિંગર મળી રહે છે.

હવે તો જયાજી ,રેખાજી , હેમાજી સાથે સ્મૃતિ ઈરાનીજી અને રાજ બબ્બર પણ રાજ્ય સભામાં હોઈ

મને ઘણાં બધાં નૃત્યો ને જુદા જુદા ડાન્સ  શીખવા મળશે.

હા જુઓ હું ક્રિકેટમાં પણ હવે રસ લેવાનું ચાલુ કરીશ જેથી કીર્તિ આઝાદ અને નવજ્યોત સિદ્ધુ

જયારે ગુગલી બોલ જેવા વિચારો નાખશે ત્યારે મને અજહરુદીન ને સચિન તેન્દુલકર દ્વારા એ બોલ

કેમ ચૂકવવો એની ટીપ્સ પણ મળશે.

હે મેડમજી  હું તો આપનો આભારી છું કે મને આપે વડા પ્રધાન બનાવ્યો જેથી હું ભારતભરના દરેક

રાજયોનાં નૃત્યોમાં પારંગત થઇ ગયો.

સાટકો—–જીવનમાં સફળ થવું હોય તો ફક્ત સ્વાર્થ જ જોઈએ .

                 પણ સમર્થ અને સાર્થક થવું હોય તો સ્વમાન જોઈએ.

=====================================================================

સ્વપ્ન જેસરવાકર

બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય


બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય

==============================ચિત્ર માટે ગુગલ મહારાજનો ખુબ આભાર

========================

========================

પ્રેમ થયો પ્રેમ થયો ભાઈ પ્રેમ થયો

બધાનેય થાય છે એવો જ સેમ* થયો

ઉપરવાળાનો પણ ખુબ  રહેમ  થયો

સાથે મળી કામ કરવાનો ધરમ થયો

સત્તા મેળવવાનો પાયો પ્રથમ  થયો

પણ બાબલાને ખુરશીનો જ પ્રેમ થયો

કોઈ નડી પડશે એવો જ વહેમ  થયો

ક્યાંય એ ના જોઈએ કહેતો જેમ થયો

રીઝવવા રાજીનામાનો જ ગેમ થયો

ના ગુજરે  સરહદેથી એમ ગરમ થયો

કાર્યકરો ય વિચારે  કેવો કરમ  થયો

નાનાથી મોટો એ ભાઈ તું  કેમ થયો

નથી તું  મોટો એમનો જ  એમ થયો

શાને કાજે આટલો જ  બેશરમ  થયો

નાનીથી મોટી ખુરશી કેરો નેમ* થયો

દિલ્હી છે દૂર તને  શાનો ભરમ થયો

=============================


નેમ= ઈચ્છા , સેમ = સરખો


==============================


સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો…ભમરડાઓનું ભોપું આવ્યું રે !


 

ગોદડીયો ચોરો…ભમરડાઓનું ભોપું આવ્યું રે !

==============================================================

જાજરમાન સ્થળ પર એક સુંદર નાટિકા ભજવાઈ રહી છે. જે  ભમરડાઓ પોતાની જાતને જાતે

 જ નામાંકિત ગણે છે એવાઓનો સમૂહ જ્યાં બેસે છે તે આ નાટિકાનું સ્થળ છે.

ભોપુંનો અર્થ અહિયાં વાહન સમજવું. કેમ કે જુના સમયની મોટરોમાં ભોં …ભોં ભોં વાગે તેવાં

ભોપું યાનિકી હોર્ન આવતાં હતાં.

ભમરડો ગોળ ગોળ ફરે અને ઘણીવાર એક બાજુ ઘણીવાર બીજી બાજુ નમે એમ આ ભમરડાઓ
 
ઘણી વાર જરૂર હોય ત્યારે જનતા ભણી નમે નહિતર પાંચ વર્ષ સુધી એમનો પક્ષ એમની સરકાર
 
એમનું હાઈ કમાન્ડ એના ભણી જ નમે.

પછી ભલેને જનતાનું અહિત થતું હોય કે જનતાના લાભનો નિર્ણય ના હોય પણ એ સરકાર કે

પક્ષ અથવા હાઈ કમાન્ડની તરફેણમાં જ આ ભમરડો ઘુમરડી લેતો જાય ને ફરતો જાય.

હવે સમજી ગયા હશો કે આપણા દેશમાં ચૂંટાયેલા  ભમરડાઓ જ ખુબ નામચીન છે.!

હવે જરાક હોંકારો  ભણજો મારા બાપલીયા કે આ નાટિકા કેવી લાગી ???????????????

પડદો ખુલે છે સરસ મજાનો સેટ ગોઠવાયો છે . બધા પોત પોતાના ભોપું s (વાહનો) સાથે
 
પ્રવેશે છે

સંસદના ચોકીદારો અને પાર્કિગ વ્યવસ્થા જાળવનારા સાથે અલપ જલપ જામે છે.

પેટ્રોલના ભાવ વધી જવાથી આ મહાશયોએ પોતાની સરકારી કાર પોતાના પુત્ર પુત્રી કે

દીકરી જમાઈ અથવા સાળા સાળીઓને આપી દીધી છે જેથી એ જનતાના પૈસાથી લહેર કરે !

હવે સંસદમાં જવા માટે કેવા વાહનોનો ઉપયોગ કરે છે અને ત્યાં શું રંગત જામે છે એ માણો

ત્યાં જુદી જુદી જાતની છડી પોકારતા મહાનુભાવો પોતાના ભોપું (વાહન )સહીત પ્રવેશ કરે છે .


         ચિત્ર માટે ગુગલ મહારાજનો આભાર

=============================================================

સર્વ પ્રથમ મનમોહન આણી મંડળી પાડા પર બેસી પ્રવેશે છે ઘણા કોંગ્રેસીઓ પાડાઓ પર

બેસી મારા વા’લા આગળ જવા ધક્કા મુક્કી કરે છે એમની નજર મેઈન સીટ પર છે.

પાડા પર એટલે કે પાડાની જેમ આદર્શ સોસાયટી, કોમ્યુનીકેશન, ખેલોત્સવ અને પેટ્રોલમાં

પાડાની જેમ ઘણું બધું ચરી લીધું છે.

જેમ માનનીય શાહબુદીનભાઈ રાઠોડ કહે છે કે….

કોઈ દિ સાભળ્યું છે કે પાડો વગડામાં ચરવા ગયો ને ભેંસ માટે ચારો લેતો આવ્યો .

ના…ના..ના.. પાડા પોતે જ બધું ચરી જાય છે કોઈના માટે કશું જ ના છોડે.

દરેકના પંજાની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું છે . કોઈકે પૂછ્યું ભાઈ આ શું થયું ?

તો કોઈક અવળ ચંડો કહે ભાઈ આતો ભ્રષ્ટાચારના કાંટા વાગી રહ્યા છે બાકી કોઈક દિગ્ગી
 
બાબાના નિવેદનોથી પ્રજાએ પત્થર માર્યા એટલે હાથના  પંજામાંથી લોહી ટપકે છે.

બીજા લાલકૃષ્ણ આણી મંડળી ૧૯૮૯થી ચાલુ કરેલા જુના ઘસાઈ ગયેલા રથમાં પ્રવેશ કરે છે.

રથમાં ઘણા બધા આજુબાજુ ને ઉપર ચઢી ટીગળાઈ ગયા છે . ઘોડા પણ હાંફી ગયા છે .

રથના પૈડાઓ પણ હવે કિચુડ કિચુડ બોલે છે ઘણી જગ્યાએથી વાંકા ચુંકા થઇ ગયા છે.

રથ અને ઘોડા પણ વિચારતા હતા કે મારું વાલું જયારે સતારુપી ખુરશી મળે છે ત્યારે અમને

ભંગારમાં ફેકી દે છે ને પાછા સતા મેળવવા અમારો ઉપયોગ કરે છે !

રથ પર કમળ ગોઠવેલાં છે એની પાંદડીઓ અંદર જ  બેઠેલા વારંવાર તોડી નીચે ફેંકે છે .

બોલો કેવો યોગાનુયોગ કહેવાય જે ડાળી પર બેઠા હોય એ જ ડાળીને કાપવાની .

મૂર્ખાઓના  કાંઈ મહાસાગર ભરાતા હશે ખરા ? ના અહિયાં  ભરાય છે !

મુલાયમસિંહ એમની સાયકલ પર ઘંટડી વગાડતા વગાડતા આવી પહોચે છે

એમણે  હમણાં જ નવા વ્હીલ અને ઘંટડીઓ સાથે થોડું સુશોભન પણ કરાવ્યું છે

લાલુજી પણ હ્ટ ફટ કરતા કરતા ભેંસોનું ઝુંડ લઇ ઉપર લાલટેન મુકાવી આવી રહ્યા છે .

ભેંસોનો ચારો બધો એજ ચરી ગયેલા એટલે ભેંસો પણ સમય આવે સારો ચારો મળશે એ

આશાએ વાહન બનવા તૈયાર થઇ ગઈ.

અજીતસિંહ ખેડૂત એટલે એમણે બળદ ગાડું લઈને આવતા ડચકારા બોલાવવાનું શરુ કર્યું .

માયાવતીજી હાથીઓની ધરખમ ફોજ સાથે પ્રવેશ કરે છે. હાથીઓ બીજા બધાને જોઈને

ગાંડાતૂર બની જાય છે ગમે તે વસ્તુ ફંગોળવા લાગે છે. બધા પ્રાણીઓ ભયભીત બની જાય છે .

છેલ્લા પાંચ વર્ષોથી હાથીએ પ્રજાના એટલા બધા પૈસા હવામાં ફંગોળ્યા છે કે  રૂપિયા ઉંચે  ઉડીને

હાથીના શરીર પર એવા ચોંટી  ગયા  કે   હાથીના પૂતળાંની કિંમત  અબજોની થઇ ગઈ .

બોલો આપણા દેશમાં જ આવું બની શકે હોકે !

શરદ પવાર ચાલતા ચાલતા ગળે મોટા ઘડિયાળો લટકાવી એલાર્મની ચાવીઓ ભરી મોટેથી
 
મોટેથી ઘંટડીઓ વાગતા આવી પહોચે છે.

દ્રમુકવાળાનો સૂર્ય  રાજા ને મારન અને  ક્નીમોઝીથી ઝગમગી ઉઠ્યો છે એટલે ઉગતા સૂર્યના પૂઠા

બનાવી લઈને આવી ગયા .
 
અન્નાડીએમકે હમણાં બે પાંદડે  થઇ ગયા છે એટલે બે પાંદડાની ડાળખી લઈને આવી ગયા .

તૃણમુલવાળા મમત લઈને રંગબેરંગી પાંદડા લઈને આવી ગયા .

અકાલીદળ ત્રાજવાં લઈને ફરે છે કોને કેટલું આપવું ને કોનું કેટલું લઇ લેવું તેની ગણતરી સાથે ઝૂમે છે .

એવામાં શિવસેનાવાલા ધનુષ્ય બાણ યાનિકી તીર કામઠા લઇ બાળા સાહેબ  ઠાકરે ની જય બોલાવતા

પ્રવેશ કરે છે. મી મરાઠી માનુષ …મી મરાઠી માનુષ એમ હોંકારા દેકારા કરે છે .

હવે આ તો અસ્ત્ર શાસ્ત્ર ગણાય એટલે એને લઇ સંસદમાં પ્રવેશ ના કરાય એટલે પાર્કિંગવાળા એમને

ધનુષ્ય બાણ રથમાં મુકવા કહે છે. રથાવાળા મુકવા દેવાની ના પાડે છે .

શિવસેનાવાળા કહે છે અલ્યા બબૂચકો અમારો ટેકો મળે છે ત્યારે જ તમારો રથ આગળ વધે છે .

નહિતર રથના પૈડા ક્યારે  ફસકી પડેશે એ સમજાશે જ નહિ એટલે દોઢ ડાહ્યા થયા વિના અમે કહીએ

એમ કરો  સમજ્યા ?

માંઝી સટકેલ તો ઈધરુંન બાનાવલી અર્જુન માફિક બાન ચલાવન .

એલા અમારા ધનુષ્ય બાણ સાચવીને સરસ ઠંડકમાં મૂકજે નહિતર મુબઈ આવીશ ત્યારે તને

શિવસેનાના દરબારે ઉભો કરી દઈ ફટકારવામાં આવશે

હવે આ બધા વાહનો આવી પહોચે છે પછી પાર્કિંગ વ્યવસ્થાની જબરી રામાયણ થાય છે.

પાડા, ઘોડા, ભેંસો અને બળદો સંસદ ભવનની લોન ચરવા બેસી જાય છે .

પેલા બે પાંદડા અને રંગીન પાંદડીઓ જોઇને પશુઓ ખાવા માટે દોટમદોટ કરી મુકે છે

હાથી કોઈને ગાંઠતો નથી . બધાનો ખુડદો બોલાવવા આમતેમ  ઝૂમે છે

મુલાયમ કહે ભાઈ આ ગરમીમાં અમારે સાયકલો માટે ગરાજ જોઇશે નહિતર ધૂળ ઉડશે અને

પાછુ ટાયરમાં પંક્ચર પડી જશે .માંડ માંડ હમણાં જ સાયકલ રીપેર થઇ છે .

શરદજી કહે ભાઈ આ ઘડિયાળો પર કાચ બેલ્જીયમના છે અને થોડાક પર પ્લાસ્ટિક લગાવેલું છે

જો ગરમીમાં તાપ પડેતો તિરાડો પડી જાય એટલે વાતાનુકુલિત જગ્યામાં સાચવીને મુકો

હવે ચોકીદારો પણ મુઝવણમાં મુકાઈ ગયા .

સરસ મજાની લોન ઘોડાં બળદો ને પાડા ભેંસ ચરી જાય તો પર્યાવરણવાદીઓ હાકોટા પાડીને

ધમાલ મચાવે ને સરઘસ રેલીઓ કાઢે કે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે.

પાર્કીંગમાં કામ કરતા સેવકો એમ પણ  વિચારવા લાગ્યા કે………………

જો  આ ભેંસ , પાડા , બળદ અને ઘોડાને લાકડીથી કે દંડાથી હાંકી  કાઢીએ તો પાછાં

મેનકા ગાંધી મૂગાં પશુઓ પર અત્યાચારના પોકારો પાડી પોતે હજુ જાગૃત છે  ને

રાજકારણમાં સક્રિય છે એવી પ્રતીતિ ભારતીય જનતાને કરાવે.

એમની પીલીભીત ને ધોળાવીને કાયમ એ લીલી રાખવા માંગે છે

જેથી ભવિષ્યમાં પશુ પક્ષી પ્રેમીઓના મત મેળવે.

હવે તો આ બધા કર્મચારીઓ  કોનું સાંભળવું એજ પ્રશ્નમાં બઘવાઈ ગયા ને અંદરો અંદર વાત

કરવા લાગ્યા.

એક દોઢ ડાહ્યો કહે હવે આપણે પ્રણવ બાબુને કહી આ બધા માટે અલગ અલગ ગરાજ બનાવવાંપડશે.

પણ પ્રણવદા આ માટે  નાણાંની જોગવાઈ કરશે ખરા . કહેશે કે ભાઈ આ બજેટમાં કોઈ જોગવાઈ

થાય એવી શક્યતા જ નથી. આવતા બજેટમાં વાત !

હાટકો==

સાંસદ-ધારાસભ્ય અને બીજા પદાધિકારીઓને  ભમરા કરડતા મચી ગઈ નાસભાગ (એક સમાચાર)

લ્યો બોલો ભમરડાઓને ભમરા કરડયા.  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ચોક્કસ ચુંટણીમાં ભમરાઓને આપેલું વચન ભૂલી ગયા હશે !!!!!!!!!!!!!!!!!!!!!! 

=====================================================================

સ્વપ્ન જેસરવાકર

કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય


 

કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય

================================================

   આભાર ગુગલનો
==============================================

શંકર અને જેઠા કાયદા મંદિરમાં પેઠા

શંકરે કાઢ્યું આઈપોડ ને કર્યું છે લોડ

સાથમાં મળ્યા જેઠા બન્ને જોવા બેઠા

આવે ચિત્રો મજાનાં લુંટ્યા છે ખજાના

જોઈને  હસીનાઓ પાર નહી ખુશીનો

પત્રકારની નજર પડી ને ચર્ચા ચડી

વાત અધ્યક્ષ ઓફીસ નીકળી નોટીસ

આદેશ જમા આઈપોડ કાઢીએ એ તોડ

કરો એની ચકાસણી કોંગ્રેસની માંગણી

નથી એમાં જ ફિલ્મ શાને કરો  ચિલ્લમ

મળી કલીનચીટ ઘરની ધોળી છે ભીંત

સમજી  ગયા  શાણા ગોવિંદ ગાયે ગાણાં

=============================

સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો..પરમેશ્વરીય પરિષદ – ૩


ગોદડીયો ચોરો..પરમેશ્વરીય પરિષદ = 3

==============================================================

વિષ્ણુલોકમાં બધા આનંદમાં ઝૂમી  રહ્યા છે . મસ્ત મજાના ભોજન અને સુખ સુવિધા  માણી

દરેક  ખુબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે . દરેકને બ્રહ્મલોક શિવ લોક અન્ય દેવોના વિસ્તારની ખુબ

આનંદથી મુલાકાત  લીધી. સુખ સાહ્યબી જોઈ દરેક અચંબામાં પડી ગયા.

બીજા દિવસની પરિષદ માટે બધાય આવી પહોચ્યા આજે પણ રંભા ઉર્વશી અપ્સરાઓ વિગરેના

સુંદર નૃત્ય જોઇને સર્વેને આલ્હાદક  આનંદ ઉપજ્યો .

સભામાં દરેક પરમેશ્વરો પોત પોતાની વ્યથા અને બીજી અનેક વાતોની ચર્ચા કરી રહ્યા છે.

મહંમદભાઈ કહે  જ્યારથી સદામ હુસેન , ઓસામા બિન લાદેન અને ગદાફી આવ્યા છે ત્યારથી

વારંવાર બસ એક જ હઠ લઈને બેઠા છે બસ સિનીયર બુશને મળી કેટલીક ચોખવટો કરવી છે .

એમના લીધે જ અમારે અહી વહેલું આવવું પડ્યું છે ને બને તો બદલો લેવો છે.

પેલા જુલ્ફીકાર અલી ભુટ્ટો અને જિયા ઉલ હક તો વારંવાર બાથડે છે  છુટા પાડતાં દમ પડે છે.

ભુટ્ટો તો હજાર વર્ષ સુધી લડવાની વાત લઈને ઇન્દિરા ગાંધી અને મુજીબુર રહમાનને ખોળે છે.

ઈશુભાઈ કહે ભાઈ મારે ત્યાંય આવા જ પ્રોબ્લેમો ઉભા થાય છે .

પેલો ચર્ચિલ વારંવાર કહે છે મારે પેલા પોતડીવાળા ગાંધીને મળવું છે . મારા વા’લાએ એક જ

લાકડીથી અમારું ૧૯૦ વર્ષનું રાજ્ય હચમચાવી મુક્યું ને એની વાત લઈને અમે જે મલાઇ મલીદા
 
ઝાપટતા હતા એવા દુનિયાના ઘણા દેશોને એમને આઝાદીનો રસ્તો બતાવી દીધો અમારો તો

અમૃત ભરેલો પ્યાલો ઝુટવી દીધો.

આ પેલા કિસિંજર વાત વાતમાં કહે છે મારે મોરારજી દેસાઈને મળવું છે એમણે મારી પર ખોટો

કેસ ઠોકી દીધો હતો.?

પેલો  હિટલર અને સ્ટાલિન બંનેની તો આંખો જ વઢે છે .

પેલા કેનેડી ભાઈને ખાલી મુલાકાત  માટે જ લાલ ગુલાબવાળા જવાહરલાલને મળવું છે .

ગૌતમભાઈ કહે મારેય આ માઓ, તાઓ ને ખાઓ ને સાચવવા ખુબ મહેનત કરવી પડે છે.

વિષ્ણુભાઈ કહે તમે બધા આ એક બબ્બે જણથી ત્રાસી જાવ છો તો અમે શું કરતા હોઈશું.?

અમારે તો રાવણ , કંસ, જરાસંઘ, દુર્યોધન , શિશુપાલ ,દુશાસન,અને હજારો રાક્ષસો છે

હજુ તો રોજ રોજ એવા નઠારા લોકોની નવી આવક થતી જ જાય છે .

એટલે બધા એકી સાથે બોલી ઉઠ્યા તો આપ આ બધું કેવી રીતે હેન્ડલ કરો છો ?

વિષ્ણુભાઈ કહે …………………..” મારે પાસ હનુમાન હે”

અમારા  હનુમાન ગદા પછાડે એટલે બધાય ચડી ચુપ થઇ જાય

ત્યાં એમને જોઇને આ બધાની બહુ ફાટે !  એટલે સીધા સટ થઇ જાય

ત્યાં ચિત્રગુપ્તજીએ વચ્ચે કઈક કહેવા મંજુરી માગી તો બ્રહ્માજીએ મંજુરી આપી.

ત્યાં ચિત્રગુપ્તજી કહે ભાઈ અમારા માંય  હવે તો બહુ વંઠી ગયા છે

અમારા યમરાજ પાડો લઈને જાય તો કહે હું પાડા પર નહિ બેસું એના પર લાલ લાઈટ લગાવો .

અરે ચોપડામાં હું જોઇને પુછુ કે અલ્યા તારું નામ શું ?

તો કહે ચતુર મારે કહેવું પડે અલ્યા મથુર તું બહુ ચતુર થઇ ગયો લાગે છે ?

તો પાછો કહે તમે ક્યાં રેશન કાર્ડ કે પાન કાર્ડ માગીને ચકાસણી કરી છે ખરી કે હું જ મથુર છું.

હું તમને કોઈને નડતો જ નથી હું  તો  દર ચાર વર્ષે જ જાગું છું !

વિષ્ણુભાઈ કહે બોલો હવે કોઈને કૈક કહેવું છે ?

નારદ મુનિ કહે પિતાજી અને આપ સહુ આજ્ઞા આપો તો એક નવીન રજૂઆત કરું ?

બ્રહ્માજી અને સર્વ દેવ ગણ કહે આપ જરૂરથી આપની રજૂઆત કરી શકો છો?

નારદભાઈ કહે આપ સર્વેએ અમારી સ્વર્ગ લોકની નર્તકીઓનું નૃત્ય જોયું  બધા ખુબ ખુશ થયા .

ઈશુ ભાઈ આપ આવતા વર્ષે મેરેલીન મનરો અને હોલીવુડની બીજી એક્ટ્રેસોને સાથે લાવજો

અને મહંમદભાઈ આપ હુર નુર અને એરેબીયન નાઇટ્સવળી સુંદરીઓને સાથે લેતા આવજો .

બને તો પાકિસ્તાનવાળા  વિણા માલિકને પણ   બોલાવી રાખજો

આ તો હિન્દુસ્તાનમાંથી આવતા રંગીલા લોકો ઈગ્લીશ ફિલ્મો જોઇને અહી ચર્ચા કરે એ વાત મેં

સાંભળી લીધી એટલે મનેય વિચાર આવ્યો કે બોલીવુડમાં આટલી બધીય એક્ટ્રેસો છે તોય મારા

વા’લા ત્યાં

ઇંગ્લીશમાં શું  ભાળી ગયા હશે ?

અમે રાખી સાવંત પુનમ પાંડે એવી ઘણીને તેડાવી લઈશું .

જરૂરિયાત લાગશે તો ” સ્વર્ગ ડાન્સ ” નામનો શો શરુ કરીશું ?

ત્યાં બ્રહ્માજી કહે ચાલો હવે બીજી ચર્ચા આવતા વર્ષે કરીશું

બધાય ફરી પાછા મા અન્નપુર્ણા દરબારે જઈ ભાવતાં ભોજનિયાં લઇ ઉતારે પહોચ્યા .

બીજા દિવસે દરેકને ભેટ સોગાદ ઈત્યાદી ધરી પુષ્પક વિમાન દ્વારા વળાવી દીધા.

હાટકો-   આ પેટ્રોલ છે કે પછી પેટનો રોલ છે .

પેટ્રોલના ભાવ વધે એટલે ખાવા પીવાની ચીજો મોંઘી થઇ જાય અને પેટનો રોલ વળી જાય ને !

=================================================================

સ્વપ્ન જેસરવાકર