કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય


 

કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય

================================================

   આભાર ગુગલનો
==============================================

શંકર અને જેઠા કાયદા મંદિરમાં પેઠા

શંકરે કાઢ્યું આઈપોડ ને કર્યું છે લોડ

સાથમાં મળ્યા જેઠા બન્ને જોવા બેઠા

આવે ચિત્રો મજાનાં લુંટ્યા છે ખજાના

જોઈને  હસીનાઓ પાર નહી ખુશીનો

પત્રકારની નજર પડી ને ચર્ચા ચડી

વાત અધ્યક્ષ ઓફીસ નીકળી નોટીસ

આદેશ જમા આઈપોડ કાઢીએ એ તોડ

કરો એની ચકાસણી કોંગ્રેસની માંગણી

નથી એમાં જ ફિલ્મ શાને કરો  ચિલ્લમ

મળી કલીનચીટ ઘરની ધોળી છે ભીંત

સમજી  ગયા  શાણા ગોવિંદ ગાયે ગાણાં

=============================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

8 thoughts on “કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય

 1. કવિ હૃદય સંવેદનશીલ હોય અને પ્રસંગોના સ્પંદન વણાઈ જાય. આપની
  વેધક દૃષ્ટિ સચરાચર ફરતી રહે અને લહેરાતી રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. શ્રી ગોવિંદ કાકા,
  નૈતિકતાના મુલ્યોના ચીરા ઉડાવતી ઘટના પર વ્યંગ બાણોનાં તીર ખુબ સરસ છોડ્યા છે.

  Like

 3. Comment by P.K.Davda 1 hour ago

  વાહ ગોવિંદભાઇ ! તમારી ઝાપટમાંથી કોણ બચી શકે?

  Like

 4. આવુ જાણીને દુ;ખ થાય
  યક્ષ : કુળ, ચારિત્ર્ય, સ્વાધ્યાય અને વિદ્યા એમાંથી શા વડે બ્રાહ્મણત્વ મળે છે ?

  યુધિષ્ઠિર : હે યક્ષ ! સાંભળ. બ્રાહ્મણત્વમાં કુળ, સ્વાધ્યાય કે વિદ્યા કારણરૂપ નથી, ચારિત્ર્ય જ નિસંશય કારણરૂપ છે. આથી બ્રાહ્મણે ચારિત્ર્યનું જ યત્નપૂર્વક રક્ષણ કરવું જોઇએ. જ્યાં સુધી તે ચારિત્ર્યભ્રષ્ટ થતો નથી ત્યાં સુધી હીન થતો નથી. પણ જ્યાં તે ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય ત્યાં મૃતઃપાય બની જાય છે. અધ્યયન કરનારાઓ, અધ્યયન કરાવનારાઓ અને બીજા શાસ્ત્રવિચારકો એ સર્વે વ્યસનોને અધીન અજ્ઞાની છે. માત્ર જે ક્રિયાવાન શાસ્ત્રસંમત આચરણવાળો છે તે જ પંડિત છે. ચારે વેદોનું અધ્યયન કરનારો હોવા છતાં જો કોઇ દુરાચારી હોય તો તે શૂદ્ર કરતાં પણ નીચો છે. જે અગ્નિહોત્રપરાયણ અને જિતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ કહેવાય છે.

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન,
   સાચી વાત આવી વાત જાણીએ ત્યારે અવશ્ય દુખ થાય.
   આપની સમજાવવાની રીત અને બહોળું જ્ઞાન અમ જેવાને આશીર્વાદરૂપ બને છે.
   આપના આશીર્વાદ જેવા અનન્ય સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s