બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય


બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય

==============================ચિત્ર માટે ગુગલ મહારાજનો ખુબ આભાર

========================

========================

પ્રેમ થયો પ્રેમ થયો ભાઈ પ્રેમ થયો

બધાનેય થાય છે એવો જ સેમ* થયો

ઉપરવાળાનો પણ ખુબ  રહેમ  થયો

સાથે મળી કામ કરવાનો ધરમ થયો

સત્તા મેળવવાનો પાયો પ્રથમ  થયો

પણ બાબલાને ખુરશીનો જ પ્રેમ થયો

કોઈ નડી પડશે એવો જ વહેમ  થયો

ક્યાંય એ ના જોઈએ કહેતો જેમ થયો

રીઝવવા રાજીનામાનો જ ગેમ થયો

ના ગુજરે  સરહદેથી એમ ગરમ થયો

કાર્યકરો ય વિચારે  કેવો કરમ  થયો

નાનાથી મોટો એ ભાઈ તું  કેમ થયો

નથી તું  મોટો એમનો જ  એમ થયો

શાને કાજે આટલો જ  બેશરમ  થયો

નાનીથી મોટી ખુરશી કેરો નેમ* થયો

દિલ્હી છે દૂર તને  શાનો ભરમ થયો

=============================


નેમ= ઈચ્છા , સેમ = સરખો


==============================


સ્વપ્ન જેસરવાકર

Advertisements

18 thoughts on “બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય

 1. ભાઈશ્રી ગોવિંદભાઈ,
  કાવ્ય, રાજકારણની છાંટને બાજુએ રાખીએ તો સરસ છે,
  મારો રસ સામાન્ય રીતે માનવ મનના આભ્યાસમાં જ હોય. અને રાજકારણમાં રસ નથી ઍથી તટસ્થતાથી લખી શકાય.
  હું મોદી પ્રેમી નથી, ફેવર નથી કરવી પણ આજે રાજકારણમાં જ્ઞાતિવાદનું દુષણ આવે છે તે યોગ્ય નથી. મારા બ્લોગ –
  http://bestbonding.wordpress.com , સમાજના બે ‘કોમન’ ભાગ અને ‘બદલાવ’ પર થોડું લખેલ છે. આ જ્ઞાતિવાદ પર થોડી વાત કરવી છે. સમયના પ્રેસરમાં હમણા નહી, પણ આપની આ પોસ્ટની કોમેન્ટસ માં અઠવાડીયા પછી જરુર પાછા મળશું.
  બાકી કાવ્યની અભિવ્યક્તિ ખરેખર ગમી
  અભિનંદન !

  Like

  1. આદરણીય ડો. શ્રી જગદીશભાઈ,
   આપની વાત સાચી છે. રાજકારણમાં જાતિવાદી તત્વો થડા સમય માટે જ સફળ થયા છે
   પણ એના સાથે દેશને ઘણું નુકશાન થાય છે.
   મનેય કોઈ મુદ્દો મળે તો એને કેમ મમળાવવો અને કાવ્યમાં ઢાળવો એ જ મારો આશય હોય છે સાથે ખરી વાતને ખરી અને ખોટી વાતને ખોટી દર્શાવવી
   એ જ મારું સાચું કર્તવ્ય છે.
   આપના વિશાળ દિલના પ્રેમ ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   Like

 2. શ્રી ગોવિંદભાઈ,
  ભાઈ આ બાબલો બહુ હઠીલો કહેવાય ખરું ને ?
  શબ્દે શબ્દે કટાક્ષમય લય વાપર્યો છે..
  બરાબર ખંખેરણી કરી સત્યતા પૂર્ણ રજૂઆત કરી છે.
  નીડર બની નિર્ભીકતાથી રજૂઆત કરવા બદલ ખુબ અભિનંદન

  Like

 3. ગોવિંદભાઈ,
  શાનદાર જાનદાર અને અસરદાર કૃતિ રચી છે.
  કલમથી લાખો છો કે તલવારથી . નીડરતાથી સત્યપૂર્ણ વાત કહેવામાં તમારી છાતી છત્રીસની કહેવાય .
  ભલ ભલાની ખબર લઇ નાખો છો .

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s