કેટલાક નામોનો અર્થ… જાણવા જેવું .


કેટલાક નામોનો અર્થ… જાણવા જેવું .

====================================================================

( ૧ )  ડોક્ટર ( દાકતર )=  આ ભાઈ ડો   ( દો – બે ) બાજુથી કટર કરે એટલે કે કાપે .


(૧) ઓપરેશનમાં શરીરને કાપે


(૨) પૈસામાં પણ કાપે  એટલે ડો (દો ) કટર કહેવાય .

( ૨ )  વકીલ – એટર્ની  – આ ભાઈ પણ બે બાજુથી કાપે


(૧) વકીલ-  (વહ ) કીલ . કેસમાં હરાવે તો કીલ થવાય.  સજા  રૂપી કીલ


(૨)  પૈસામાં પણ કીલ કરે . જીતે કે હારે પણ પૈસા તો આપવાના


(૩) એટર્ની – એ ટર્ન ક્યારે મારે તે કહેવાય નહિ .


સામાવાળા વકીલ સાથે ખાનગીમાં  સમાધાન કરી લઇ આપણને હરાવે .

(૩)  એકટર-  એ પોતે નામ અને દામથી તરી જાય


(૧) સમાજને અને યુવાનોને ફેશન  કટર કરે


(૨) પોતાનો ઈગો સાચો કરવા ગમે તેમ વર્તન કરી સમાજ દેશને કટર કરે .


(૪) ઈજનેર – ઇજ એટલે એની નેર ( નહેર- છીડું- બારું ) કોઈ પણ પ્રોજેક્ટના પૈસા પ્રથમ


એની નેરમાં જ જાય .


( ગામડામાં બે ખેતરો વચ્ચે વાડ હોય તેમાં એકમાંથી બીજામાં જવા નાનું ઝાંખરામાં બારું


છીડું બનાવ્યું હોય તેને નેર કહેવાય.(૫) પ્રધાન =-  મંત્રી —-પારકાનું ધાન ખાઈને જીવનાર .


જનતાના પૈસાથી લીલા લહેર . જનતાને કાયદા કાનુન અને પૈસામાં મંત્રે તે .

 

(૬)આમ આદમી – સામાન્ય જનતા – આમ એટલે કેરી . કેરી જેવો આદમી .


જેમ કેરીનો રસ ચૂસી કે નીચોવી ગોટલાને છોડાં  ફેંકી દેવાય .


એવી જ રીતે મોઘવારી, ભાવવધારો, ભષ્ટાચાર અને ભાડાં ભથ્થાં રૂપી પૈસાથી નીચોવીને


સરકાર ( પ્રધાનો )  રસ ચૂસી ગોટલાની જેમ ફેંકી દઈ જનતાનાં કામ થતા નથી .


એટલે જ આમ આદમી હંમેશા પીસયેલો રહે છે.

========================================================================

સ્વપ્ન જેસરવાકર

 

Advertisements

10 thoughts on “કેટલાક નામોનો અર્થ… જાણવા જેવું .

  1. આદરણીય વડીલ શ્રી સુધીરભાઈ ,
   આપના પાવન પગલા અમ દ્વારે થયા અને કર કમળો દ્વરા સુંદર સંદેશનું લેખન થયું .
   આપના આશીર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

   Like

 1. ભાઈશ્રી ગોવિદભાઈ ( સ્વપ્ન )

  સાચે જ આપ તો શબ્દોના સ્વામી છો.

  શબ્દોના મણકા દ્વારા આપે તો

  શબ્દોનો હાર બનાવી દીધો

  ખુબ જ સરસ રસદાર રચના સાહેબ

  ” કોણ જાણે મને એમ થાય છે કે આપ ફોન કેમ કરતા નથી.”

  Like

 2. રમુજી શબ્દ રમત..
  હંમણા જ આતા સાથે આવી ચર્ચા થ ઇ
  ઔચિત્ય દ્વારા અર્થ નિયંત્રિત કરવા એક પહેલી જેવો શ્લોક જોઈએ
  युधिष्ठिरस्य या कन्या नकुलेन विवाहिता।
  माता सहदेवस्य सा कन्या वरदायिनी।। અર્થાત જે યુધિષ્ઠિર ની કન્યા છે.તેનો વિવાહ નકુલ સાથે થયો અને સહદેવની માં છે તે કન્યા અર્થાત માતા પાર્વતી વરદાન આપનાર છે.આમાં ઔચિત્ય ને કારણે યુધિષ્ઠિરનો અર્થ પર્વતરાજ હિમાલય,નકુલ નો અર્થ શિવ અને સહદેવનો અર્થ કાર્તિકેય છે.આ અર્થ ઔચિત્યથી આવ્યાં છે

  Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   આવી બધી અનેક રમતો રમવાનું સદભાગ્ય આપ જેવા વડીલોના આશીર્વાદને આભારી છે.
   આપના વિશાળ અનુભવ અને જ્ઞાન દ્વારા ઘણું જાણવા મળે છે
   આપના આશીર્વાદ સમ સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s