Monthly Archives: ઓગસ્ટ 2012

ગોદડિયો ચોરો… દિશા ને દશા


ગોદડિયો ચોરો… દિશા ને દશા

==========================================================

પવિત્ર અધિક માસમાં સમગ્ર ભારતભરમાં ધાર્મિક ક્રિયાઓ ચાલી રહી છે . મઠાધિપતિ

ને શાસ્ત્ર વિદાતાઓ તેમજ ધર્મગુરુઓ અનેક કથાનું રસપાન કરાવી રહ્યા છે.

મોટા મંડપો ને મંદિરમાં ધર્મના સંશયો ને સંદેશોનું રસાસ્વાદ ભર્યું આયોજન થઇ રહ્યું છે.

ક્યાંક વિરોધ ને વંટોળના  વાયરા ઘુમરાઈ રહ્યા છે.

ગોદડિયા ચોરામાં પણ દરબાર હકડે ઠઠ ભર્યો છે. શ્રોતાજનો માર્મિક પ્રવચનના આગ્રહી છે.

ત્યાં જ ૦૦૦૮ ગોદડિયા સ્વામીનું માર્મિક પ્રવચન શરુ થાય છે.

ભક્ત જનો એવમ મારા ચોરાના વક્ર દ્રષ્ટિ જનો આજનું પ્રવચન ખુબ માર્મિક છે.

આજના પ્રવચનનો મુદ્દો છે ” દિશા અને દશા “

હમણાં જ તાજા સમાચાર દ્વારા જાણવા મળ્યું છે કે એક રાજગુરુએ તેમના વડીલ રાજગુરુને

ઉપદેશાત્મક સંદેશ આપ્યો છે કે……..

” જો તમે ગુજરાતની દિશાને અનુસરો તો ભારતની દશા બદલાઈ જશે “

સાચી વાત કહી એ રાજગુરુએ જો તેઓ ગુજરાતની પદ્ધતિને અનુસરે તો દેશની તો ઠીક પણ

વડાપ્રધાન મનમોહનસિંહની દશા જરૂર સુધરી જાય .

મનમોહનજી બોલ્યા ” હે એકાત્મકવાદી અભિનેતા રાજ્યગુરુ આ દિશા ને દશા સવિસ્તાર સમજાવો”

એકાત્મવાદી અભિનીત રાજગુરુ બોલ્યા આપ કહો છો તો મારા અપનાવેલા નીચેના મુદ્દાઓનું પાલન
 
કરશો તો એ દિશા વડે આપની દશા જરૂર  બદલાઈ જશે માટે ધ્યાનથી સાંભળો……

આ માટે વડાપ્રધાન મનમોહનસિંહજીએ નીચેની બાબતો અનુસરવી પડે.

(૧) લોકસભા અને રાજ્યસભાનું સત્ર  ફક્ત બે દિવસ માટે બોલાવવું .

 

કેગનો રીપોર્ટ છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં જ ટેબલ પર મુકવો જેથી ચર્ચાનો 


અવકાશ  જ ના રહે.

 

(૨)  જો વધુ દિવસ સત્ર બોલાવવાની જરૂરિયાત હોય તો પ્રથમ કે બીજા દિવસે સમગ્ર

વિરોધ પક્ષને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાનો એટલે વિરોધ વગર જ કામ ચાલે .

(૩)પ્રશ્નોતરી માટે અગાઉથી કોટા સીસ્ટમ લાગુ કરી દેવી જેમાં સત્તા પક્ષના પાંચ સભ્યો હોય

અને વિરોધ પક્ષનો એક જ સભ્ય હોય . જેથી વિરોધ પક્ષ જનતાને સ્પર્શતા મુદ્દા ના ઉઠાવે.

(૪) સચિવાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ લોખંડી પહેરા સાથે ગોઠવવો જેથી લોકો વારંવાર

આવી પ્રજાને જરૂરી એવા મુદ્દા લઈને ના આવે .

(૫) દર વર્ષે લોકાર્પણ અને ખાત મહુર્ત તેમજ ઉદ્ઘાટનોનો ભવ્ય કાર્યક્રમ યોજવો .

દાત. લાલ કિલ્લાનું લોકાર્પણ,કુતુબ મીનારનું લોકાર્પણ, શહીદ સ્મારકનું લોકાર્પણ,એવી રીતે

રાજ ઘાટ, વિજય ઘાટ , શક્તિ ઘાટ એવા વર્ષો પહેલા બન્યા હોય તેવાનું લોકાર્પણ કરવું.

(૬) દર વર્ષે ગરીબ કલ્યાણ મેળા યોજવા અને લોકોને એવા  ચેક આપવા કે જે કોઈ બેંક પણ

સ્વીકારવા તૈયાર ના હોય .

(૭) મેળાઓ અને કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી કરવા કલેક્ટરો, ડી.ડી.ઓ મામલતદારો , શિક્ષકો

તલાટીઓ અને બીજા સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરવો. સરકારી બસો પણ વાપરવી.

(૮) સરકાર વિરુદ્ધ કોઈ પણ રજૂઆત કરવા રેલી કાઢે તો પરવાનગી ના આપવી .

(૯) પ્રજાજનો જો ખોવાયેલા બાળકો માટે રજૂઆત કરવા આવે તો તેમને સાંભળવાની તકલીફ

લેવી નહિ પરંતુ એમને ગિરફ્તાર કરાવી લેવાં.

(૧૦) ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવી ને ગોચર પણ વેચી દેવું .

જો જરૂર પડે તો અહીંથી અદાણી, અંબાણી ને તાતા જેવા ઉદ્યોગપતિઓ તમારી સેવામાં હાજર થશે.

(૧૧) ઉદ્યોગપતિઓના હેલીકોપ્ટરો અને વિમાનોમાં સતત ઉડ્યા જ કરવું.

(૧૨) કર્મચારીઓને પુરતો પગાર નહિ ચૂકવી પાંચ વર્ષ લટકાવી રાખવા .

(૧૩) લોકપાલ કે લોકાયુક્તની નિમણુક કરવાની ભૂલ કરવી જ નહિ.

(૧૪) ભ્રષ્ટાચારીઓને સતત બચાવતા રહેવું. જરૂર પડે તો માનીતા અધિકારીને તપાસ સોંપી દેવી.

(૧૬) કોર્ટના ચુકાદાઓને કાયમ પડકારવા .
.
(૧૭) કાર્યકરો અને ધારાસભ્યોને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ પછી ભૂલી જવા.

(૧૮) મનમોહનસિંહજી તમે કાયમ એક જ રંગની પાઘડી પહેરો છે તેને બદલે મારી જેમ જુદી જુદી

જાતની અને રંગની પાઘડી પહરો ને પ્રજાને પાઘડી પહેરાવો પણ ” પા – ઘડી ” ખબર ના લેવી .

(૧૯) દરેક જગ્યાએ પોતાના જ જુદા જુદા પોઝના ફોટા મુકાવવાનો આગ્રહ રાખવો .

જેમ હું વિવેકાનંદ, શિવાજી એવા ફોટા સાથે મારી સરખામણી કરવું છું તેમ ભારતના રત્નો સાથે

પોતાની સરખામણી કરાવવી . બીજું કે ફોટાની સાઈઝમાં પણ અસલ ફોટા કરતાં જરૂર  એકાદ બે

સેન્ટીમીટર આપણો ફોટો મોટો છપાવવો

બાળકોના દફતર, કીશાનોની કીટ્સ , રમત ગમતની કીટ્સ, વીજળીના કેલેન્ડર બધી જગ્યાએ

ફોટા મુક્વાવવા .બધી જગ્યાએ ગામ શહેર મહોલ્લામાં ફોટા હોવા જોઈએ.

હજુ તો દુષ્કાળમાં ઘાસ ચારાની ભારીઓ પર બાંધવાની દોરીમાં પણ ફોટા મુકવા કેવી રીતે એ

વિચારણા ચાલે છે જેથી મુગાં પશુઓ પણ મને ઓળખી શકે !!!!!

(૨૦) આપણને અનુકુળ હોય ને પગે લાગે તેવો પક્ષનો પ્રમુખ મુકવો એટલે પક્ષને સરકારમાં આપણું

વજન ને અવાજ રહે.

(૨૧) જયારે જેની જરૂર પડે તેનો ઉપયોગ કરી પછી તેને ફેંકી દેવો એજ રાજકીય દાવ રમવો.

(૨૨) રાજ્યના વડાને (રાજ્યપાલ)વારંવાર આમ છે તેમ છે નિવેદન કરવાં ને બીજા પાસે કરાવવાં.

(૨૩) હું કહું છું કે કેન્દ્ર અન્યાય કરે છે તો તમારે વિશ્વ અન્યાય કરે છે એમ વારંવાર રટવું.

(૨૪) વારંવાર કોન્ફરન્સથી દેશ પરદેશમાં ભાષણ કરવું જેથી લોકો આપણને જોઈ શકે પછી ભલે ને

દેશ કે રાજ્યની તિજોરી પર ખર્ચો પડે .

(૨૫) સત્ય બોલે કે આપણી વાત સાથે સંમત ના થાય તે અધિકરીઓને મહત્વ વગરની જગ્યાએ મુકવા.

(૨૬)આપણા વિરુધની સીડી કે પોસ્ટર આવે તો તરત જ પોલીસ સી.આઈ .ડી. કે આઈ.બી ને કામે

લગાડી  કોણે આ કાર્ય  કર્યું છે તે શોધવાની જવાબદારી સોપી દેવાની.

(૨૭) ગોવંશ કતલની સીડી બહાર પડે તો જોનાર વેચનાર કે વહેચનાર દોષિત ગણી પગલાં લેવાં પણ

કોઈની બનાવટી સીડી રાજ્યના કર્મચારીઓ બીજા રાજ્યોમાં જઈને વહેચે એ મહાન કાર્ય કહેવાય.

(૨૮ ) દારુણ દુષ્કાળની પરિસ્થિતિ હોય ને પશુધન ખેડૂતો બેહાલ બની ગયા હોય તેવા સંજોગોમાં પણ

વણથંભી વિકાસ યાત્રાના કાર્યક્રમો જાહોજલાલીથી કરવા.

(૨૯)આ ના જોઇએ, પેલો ના જોઈએ, એ હશે તો હું નહિ આવું એવું વારંવાર પક્ષના પ્રમુખને કહી કહીને

વિરોધીઓને હાંકી કઢાવવા જોઈએ. જેથી માર્ગના કાંટા દુર થાય.

(૩૦) આપ હમેશાં લાલ કિલ્લે જ ધ્વજ વંદન વિધિ કરો છે એના બદલે દરેક રાજ્યે કરવાનું રાખો જેથી

આખી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા રાજ્યોમાં ફરવાનો લાભ મળે અને ખર્ચા પાણી નીકળે.

(૩૧) જે વિસ્તારમાં આપણો સભ્ય ના ચુંટાયો  હોય ત્યાં તાલુકા કે જીલ્લા અધિકારી ધ્વજ વંદન વિધિ

કરે અને વિરોધી પક્ષને આ કાર્યમાંથી પણ બાકાત રાખવો .

(૩૨) છેલ્લે એ વાતનું સતત ધ્યાન રાખવું કે હું  જ  પક્ષ છું, હું જ સરકાર છું, હું જ હાઈ કમાન્ડ છું .

યત્ર તત્ર સર્વત્ર હું જ હું જ હું જ છું. મારા થકી સર્વ છે પણ હું સર્વ થકી નથી આ વાક્ય સદાયે મનમાં

રમતું રાખશો તો તમારી દશા બદલાઈ જશે.

” હે ગુજરાતની દિશાને અપનાવ મનમોહનજી  …ગુજરાતની દિશાને અપનાવ રે

દશા જરૂર બદલાઈ જશે રે ,તારી દશા જરૂર બદલાઈ જશે રે એમ ઉપદેશાત્મક કહે છે જી ” !!!!!!!!!!!!

સાટકો==

 “દર્દની આ રાત છે ને જનતાની વેદનાની આ વાત છે
 
 મતદારોનું ઋણ ભુલાવતી આ નેતાઓની તો જાત છે “

=======================================================================

સ્વપ્ન જેસરવાકર

મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય


મેઘાણીજીનાં સ્મરણો  આવે….કાવ્ય 

 

=================================


રંગ કસુંબલ આંખ કસુંબલ ને કસુંબલ છે વાણી


પાંચાલ ભૂમિનાએ પહાડોમાં જન્મ્યા છે મેઘાણી


ચોટીલાવાળી ચામુંડા માડી જગે તુજને વખાણી


દીધા છે તેં અનમોલ રતન કસુંબલ રંગ મેઘાણી

 

 

              ચિત્ર માટે ગુગલનો આભાર

મિત્રો ૨૮ ઓગસ્ટ  એટલે ગુજરાતી સાહિત્યના કસુંબલ રંગના

 

રાજવી અને રાષ્ટ્રીય શાયરનો જન્મ દિન ..

 

 

=================================

 

મેઘાણીજીનાં  સ્મરણો આવે સહુના હૈયાને ભાવે

 

ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે

 

નામ  ઝવેરચંદ જ  એવું કાર્ય પણ ઝવેરાત  જેવું

 

મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું

 

‘રક્ત ટપકતી ઝોળી’ લખી શહીદોને કેવા બિરદાવે

 

‘ચારણ કન્યા’ શીઘ્ર લખીને  સોરઠના શોર્યને સજાવે

 

મહાન સાહિત્યકાર જેણે ‘સૌરાષ્ટ્ર રસધાર’ને જગાવી 

 

‘કસુંબીના રંગે’ રંગી ગુજરાતી સાહિત્ય કથા સમજાવી

 

અઠ્યાવીસ ઓગસ્ટ  જન્મ દિન  એમનો  કેમ વિસરાય

 

વર્ષોને સૈકાઓ વીતી જાય  આવાં  રત્નો કદી ના ભૂલાય

 

============================

 

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો…આવી રીતે જઈશ !!!!!!!!!!


ગોદડિયો ચોરો…આવી રીતે જઈશ !!!!!!!!!!


======================================================

પરમ મિત્રો ને બહેનો મારા કોમ્પ્યુટરમાં કોઈ ખરાબી હોવાથી  આપના બ્લોગ પર આવી

શક્યો નથી કે પ્રતિભાવ દર્શાવી શક્યો નથી તો દિલથી માફી ચાહું છું.

થોડા લેખ ને કાવ્યો કેજ્યુલમાં મૂકી દીધા હોવાથી પ્રગટ થશે.

============================================================

શ્રાવણ માસના પવિત્ર તહેવારોની મોસમ જામી છે . શ્રધ્ધાળુઓ મનોકામના

અર્થે મંદિરનાં ચક્કર કાપી રહ્યા છે.ભગવાનને જાત જાતની વિનંતીનાં પત્રો

મોકલી જો કામ થઇ જશે તો વહેવાર કરી દઈશું એવા નેતાઓના જેવાં વચનો

આપી રહ્યા છે.

ગોદાડિયા ચોરામાં ભીડ ભાડ ઓછી હતી ઘણા પાત્રો પણ પ્રભુ દર્શન સાથે પોતાની

મનોકામનાના વિચારો પ્રદર્શિત કરવા ગયા હોય તેમ લાગતું હતું.

ઉપવાસી મોસમમાં અમે મગફળી ફોલવા સાથે રાજકીય સામાજિક અને ધાર્મિક

મગફળીઓ ફોલી ચર્ચાનો  આનંદ ઉઠાવી રહ્યા હતા.

ત્યાંજ કનું કચોલા સાથે કોદાળાજીની પધરામણી થઇ.

ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા બેય ખબુચિયા ક્યાં ગયા હતા.?

ક્ચોલું કહે અમે બન્ને ભોલેનાથ શંકરના દર્શને ગયા હતા.

નારણ શંખ કહે અલ્યા આટલા બધા મંદિરો છે તો શંકર દેવાલયે જ કેમ ગયા ?

કોદાળોકહે જુઓ “મહાદેવને ધંતૂરો ને બીલીપત્રથી કામ ચાલે”. આ બંને વસ્તુ  મફતમાં

મળે એટલે બીજા ફૂલ કે માળા ખરીદવા ના પડે.

 ” વગર મૂડીની પૂજા ને મફતમાં પ્રસાદ “

ગોરધન ગઠ્ઠો કહે અલ્યા તમે શંકર દાદા પાસે કઈ માગણી મૂકી ?

બન્ને જણા કહે હમણાં ગુજરાતી ફિલ્મ આવી છે ” કેવી રીતે જઈશ”

ગોદાડિયાને તો અમેરિકા જવા મળ્યું પણ ” મારો બેટો આપણને લઇ જવાનું વિચારતો નથી.”

એટલે અમે ભોલેનાથને વિનંતી કરી કે અમને પરદેશ જવા મળે એવું ચક્કર ચલાવો.

મેં કહ્યું અલ્યા થોડી ધીરજ ધરો. “આખી દુનિયા ટૂંક સમયમાં ગુજરાતમાં સમાઈ જવાની છે “

વિસાની કોઈ ઝંઝટ નહિ કે પ્લેન પકડવાની ચિંતા નહિ . બસમાં કે કારમાં પહોચી શકાય.

અઠ્ઠા બઠ્ઠાની જોડી ખુશ થતાં એક સાથે બોલી ઉઠી “ગોદડિયા એ કેવી રીતે “?

મેં કહ્યું જુઓ “આપણા ઉત્સાહી મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈને અમેરિકાવાળા વિસા આપતા નથી “

એમણે નક્કી કર્યું છે કે ” દુનિયા આખી ગુજરાતમાં જ વસાવી દેવાની ને અમેરિકાને બતાવી દેવાનું “

“ના વિસાકી  કોઈ ચિંતા ના ફિકર કોઈ અપમાનકી “

“જય બોલો મેરે નામકી ભાઈ જે બોલો નમો નામકી “

એટલે એ જે શહેરમાં જાંય છે એ શહેરને દુનિયાના કોઈ શહેર જેવું બનાવવાનું વચન આપે છે.

જો એ ” સુરતમાં જાંય તો કહે સુરતના શાંઘાઈ બનાવી દઈશું

જો એ  “પોરબંદર જાંય તો કહે પોરબંદરને પેરીસ બનાવી દઈશું.”

જો એ ” રાજકોટ જાંય તો કહે રાજકોટને રિયાધ બનાવી દઈશું “

એમ એ ” વડોદરા  ને વોશિંગટન બનાવી  દેશે “

 ” હિંમતનગરને હોંગકોંગ બનાવી દેશે “

” ગોધરાને ગુએના બનાવી દેશે “

” તારાપુર ને ટોકિયો બનાવી દેશે  “

“સુરેન્દ્રનગર ને એ સાન ફ્રાન્સિસ્કો બનાવી દેશે “

” અમરેલીને એ એથેન્સ બનાવી દેશે “

“અમદાવાદને એ ઓન્ટેરીઓ ( કેનેડા ) બનાવી દેશે “

નવા નગર ( જામનગર )ને ન્યુયોર્ક બનાવી દેશે”

આવા કેટલાય શહેરો ને “લંડન, શિકાગો, લોસ એન્જલસ, બેઇજિંગ,

બનાવી  દેશે .

“પણ આ બધા શહેરોમાં બોલાતી ભાષાના માણસો ક્યાંથી લાવી શું એ યક્ષ પ્રશ્ન ?”

એટલે ગુજરાતીઓએ કેવી રીતે જઈશ ? કેમનો જઈશ ? ની ચિંતા જ નહિ કરવાની .

જો ગુજરાતમાં જ આ બધા સ્થળો હોય પછી વિસા કે  મોંઘી હવાઈ સફરની ફિકર જ નહિ.

બસ જો ન્યુયોર્ક જવું છે તો કાર લઇ જામનગર ફરી આવવાનું એટલે પરદેશમાં ફર્યાનો

આનંદ લઇ શકાય એમ વડોદરા જઈએ તો વોશિંગટન ગયા એમ સમજવાનું !

બીજો એક ફાયદો એવો થાય કે ભાષાની ચિંતા જ  નહિ ગુજરાતી ભાષામાં જ વ્યવહાર .

મનગમતું ગુજરાતી ભોજન ભજિયાં ચટણી ને ગઠીયા પણ મળે.

પણ આ બધું ચુંટણી પછી જ શક્ય બનશે માટે પ્રદેશની પરિક્રમ્મા કરવા માંગતા ગરવા

ગુજરાતીઓએ રાહ જોવાની જરૂર છે.

સાટકો== ( સંસદ અને વિધાનસભામાં સભ્યોના વ્યવહાર અંગે )


શરમ વો હે જો શરમસે શરમાતી હે

યે તો ખુદ બેશરમ હે શરમ હી ઉન્હીસે શરમાતી હે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!


===================================================


સ્વપ્ન જેસરવાકર

લાખોપતિ રે સાજન બેઠું માંડવે …કાવ્ય


લાખોપતિ રે  સાજન બેઠું માંડવે …કાવ્ય

============================================

મિત્રો આજે અચાનક ” શિક્ષણ સરોવર” બ્લોગમાં ધુબાકો મારતાં

નજરે આવ્યું કે મુલાકાતીઓનો અંક લાખની સંખ્યા વટાવી ગયો છે .

તો મનમાં એક વિચાર સ્ફૂર્યો ચાલો તેમને શબ્દો થકી વધાવીએ .


shikshansarovar.wordpress.com

મારા મનમાં રમતા લગ્ન ગીતનો ઢાળ મળી ગયો


એ ઢાળે હું ઢળી ગયો ને શબ્દો સરી પડ્યા કે કાગળ પર રેલાઈ ગયા………..

કલમથી તો અમે બસ અબીલ ગુલાલ વેર્યા છે

 ને તન મન સાથે દિલમાં રંગોના ગુલાબ મહોર્યા છે

==================================================

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે

બ્લોગપતિ મહાજન આવ્યું આંગણે

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે … (૧)

બ્લોગ મંડળ કેરી અનેરી આભા

એવી શિક્ષણ સરોવરની ગાથા

લાખોપતિ રે  સાજન બેઠું માંડવે …(૨)

લેખ કાવ્યો ને વિચારોનું મામેરું

છે  શિક્ષણ કેરું માર્ગદર્શન ઘણેરું

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૩)

આજ પ્રેમે પધાર્યા  લાખો મુલાકાતી

શિક્ષણ સરોવરના  કિશોર અધિપતિ

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૪)

જેવી છે સુરતની  પ્રખ્યાત  ઘારી

શિક્ષણ પર્યાવરણની વાતો ન્યારી

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૫)

હજુ લાખો મુલાકાતીઓ જ  આવે

શિક્ષણ સરોવરને કરોડોમાં ઝુલાવે

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૬)

ભરપુર વિચાર સિધ્ધિઓનો મોટો

કિશોર તો  અડાજણનો ગલગોટો

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૭)

કલમ થકી અબીલ ગુલાલ છે વેર્યા

‘સ્વપ્ન” હૈયે ફૂલ ગુલાબનાં મહોર્યા

લાખોપતિ રે  સાજન બેઠું  માંડવે …(૮)

===============================


સ્વપ્ન જેસરવાકર

ત્રિરંગો અમારી શાન છે…કાવ્ય


ત્રિરંગો અમારી શાન છે…કાવ્ય

===============================================

સ્વાતંત્ર્ય ભારતના ૬૬ માં આઝાદ દિને સર્વે બ્લોગ મિત્રો  વાચકો

અને કરોડો ભારતવાસીઓને ………….

આઝાદ દિનની શુભ કામના

=================================================

          ગુગલ મહારાજનો  આભાર

==============================================================

ચમકતો દમકતો ને ફરકતો એ ત્રિરંગો અમારી શાન છે

જેની રક્ષા કાજે લાખો જુવાનોએ  દીધેલું  બલિદાન છે

ભારતના  ભાગ્ય  વિધાતા કેરું એ ઝળહળતું નિશાન છે

તારી છત્ર છાયામાં ખીલી ઉઠ્યાં ફળ ફૂલ ધન ધાન્ય છે

શહીદોએ વહોરેલી  શહાદતનું  કેરું અનન્ય  વરદાન છે

તારી રક્ષા કાજે ટાઢ તાપ વરસાદમાં હર એક જવાન છે

લાલ કિલ્લે ફર ફર ફરકતો રહે  હિન્દુસ્તાન કેરી જાન છે

એકતા અખંડિતતા લહેરાવીશું  ગગને  અમારું ગાન છે

નહિ નમશે નિશાન તારું  હર હિન્દુસ્તાનીનું  ગુમાન છે

વિશ્વ વિજય કરીશું જગમાં તું  યુવાનોનું સ્વાભિમાન  છે

=======================================

સ્વપ્ન જેસરવાકર

 

શિવ ની સમાધિ


આદરણીય વડીલ શ્રી કેદારસિંહજી જાડેજા દ્વારા ” શિવની સમાધિ ” નામની એક રચના મેઈલ

દ્વારા મળી છે તો આજે શ્રાવણ માસના સોમવારે ચાલો માણીએ એમની ભાવ ભરી રચના.

જો આપને રચના ગમે તો તેમની મેઈલ પર આપનો પ્રતિભાવ રૂપી સંદેશ મોકલવા કૃપા કરશોજી.

=================================================================


શિવ ની સમાધિ

=================================================================


         
              ગુગલ દેવનો આભાર

==================================================

મારી સરવે સમજ થી પરે,  આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે

દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે

કાર્તિક કેરી કીર્તિ સવાઈ,  નવખંડ નમનું કરે…

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને

ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે

સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે

“કેદાર” કહે ના ધરી છે  સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..

સાર:-મારા મકાનની સામે જે ભાઈનું મકાન છે, તેમણે ભગવાન શ્રી શિવની સમાધિ

અવસ્થામાં બેઠેલા ભોળાની સુંદર છબી લગાવી છે, મારા મકાનમાંથી નીકળતાંજ

મારી નજર તેના પર જાય અને હું આનંદ વિભોર બની જાઉં,  ભોળાની એ મુખ મુદ્રા

જોઈને મને આ ભજન બનાવવાની પ્રેરણા થઈ અને આ રચના બની ગઈ, મને એ વિચાર

આવતો કે આ દેવાધી દેવ મહાદેવ કોના ધ્યાન માં બેઠાં હશે ? એ કોની સમાધિ

ધરતા હશે ? એમનાથી મોટું તો કોઈ છે નહિ ?

એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેને

મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમે બે અને ત્રીજા શિવ, આ ત્રણ દેવોમાં

મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ

વિસાત માં ?)  મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં

એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર

આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં

આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને

દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ

લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો

શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે

ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં

શિવજી પ્રગટ થયા અને બન્નેનો મોટું કોણ ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ

તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને

ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર

જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં

બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.

એક પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે ખોટું છે.) જે

ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન,

જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર

રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે,  દેખાવ હાથી જેવો પણ

વાહન માં મુષક,  જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો,

રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.

બીજા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો

વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય

ના સેના પતી, એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની

પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી

કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા

પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા.

તેથી માતાએ તેમને પરણાવ્યા. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને

પરણેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં

એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો

નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી

રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની

વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી

સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને

કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે

નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની

ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ

બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે.

નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી

વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે

ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય

કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને

કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક

જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા

હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ

કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે

કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત

સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય,

અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું

કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે

કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે

ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન

ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ

ધ્યાન એ રાખે છે.

જય ભોળા નાથ.

માન્યવર,

મારા થકી અહીં જે કંઈ લખાય છે તે ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે

તેટલુંજ લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ

ને કોઈ કાર્ય કે માન્યતા સ્વીકારવી નહીં.

જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય તો આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ

કે ફેસ બુકના મિત્રોને જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને

Coment મોકલવા પણ મારા વતી વિનંતી કરજો, જેથી મને મારી ભૂલો અને

પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.

ધન્યવાદ.

રચયિતા:

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ.

૯૪૨૬૧ ૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com

===================================================================================

સંકલન= સ્વપ્ન જેસરવાકર

શ્રી કૃષ્ણ છંદ….


  

શ્રી કૃષ્ણ  છંદ….

================================================
=
=
=

પ્રિય મિત્રો ( વાંચકો ) છંદ લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.

ભૂલચૂક હોય તો માફ કરશો .આપ જેવા અનુભવી અને વિદ્વાન

લેખક મિત્રો અને વાંચકો જો આ છંદમાં યોગ્ય લાગે ત્યાં ફેરફાર

કારી શકશે .અને મને જણાવશે તો ફરીથી પ્રસિદ્ધ કરીશ.  આપના

અનમોલ અને મોઘેરા સૂચનો માટે અચૂક રાહ જોઈ આભારી થઈશ.

=====================================================================================

 ( ૧ )

જન્મ્યા જયારે , માઝમ રાત ત્યારે,  હર મંદિરે , ભીડ ભારી ,

ઉમંગ  આણી, મનદીરીયું શણગારી, જનમિયા  જયારે મોરારી;

દેવકી  દુલારા, વાસુદેવ પ્યારા, મહી માખણ , ખાધા   ચોરી ,

શ્રાવણ માસે , આઠમની રાતે,  પરગટ થયા  કૃષ્ણ મોરારી.

==================================================================================

( ૨ )

 

આકાશવાણીએ ચોંક્યો, કંસ કોપ્યો, રથ રોક્યો, છે લીલા ભારી,

કોટડી કાળી, ભયંકર ભયકારી, મુકીયા ચોકીદારો, છે હર  દ્વારી ;

બાળ જન્મીયાં, સાત હણીયાં , પાષણ  હૃદયે, ભરી ક્રુરતા  ભારી,

દેવકી દુલારા, વાસુદેવ વ્હાલા, મધરાતે અવતરીયા શ્રી મોરારી.

=======================================================================================

 ( ૩ )

યમુના કાળી,જળ ઉફાળી ,શેષ ફેણધારી, કાળી કામળી વસુદેવધારી,

ગોકુલકી ગલીયન, શ્યામ નિરખન, જશોદા ઘર  પધારે  ગિરધારી ;

પૂતના મારી , કંસ સંહારી,  માખણ ચોરી , લીલા કીધી અપરમપારી,

લાડ લડાવ્યા, રાસ રચાવ્યા , વસ્ત્ર હારી,  ગોવર્ધન  તોળ્યો ગિરધારી.

============================================================================================

 ( ૪ )

 

કાલીનાગ નાથી, સુદામા ભીડ ભાંગી,  પુત્ર  ગાંધારી,  ભારી કૌભાંડ કારી ,

ભીષ્મને ભાખી, વિદુર ભાજી ચાખી,  રહ્યા ન્યાયી  પક્ષે,  મોરપીંછ ધારી;

પાંડવ બંધુ,   દયાના  સિંધુ,  સારથિ બની ,   રથ  અર્જુન ગયા  હંકારી,

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ગીતા જ્ઞાન ઉચ્ચારી, ઉપદેશ દીધો જગને સુદર્શનધારી.

================================================================================================

( ૫)

સોરઠ વસિયા, જગ મન બસિયા, દ્વારિકાનો નાથ, સુંદર શિખરધારી

મુખડું મલકે, નરનારી હરખે, શોભા સારી, બાવન ગજ   ધજાના ધારી;

દ્વારકાના વાસી, ડાકોર ગયા નાશી, છે શોભા સારી,મોર મુકુટ ધારી,

ગોવિદ ગાવે, સ્વપ્ન સજાવે, બોલો જય રણછોડ, પ્રેમથી સહુ નરનારી.

 
====================================================================================================

સ્વપ્ન જેસરવાકર 

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં


 

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં

====================================================


           

         (  ગુગલ મહારાજનો ખુબ આભાર )


સહુ મિત્રોને નટખટ નંદલાલના પ્રાગટ્ય પ્રસંગના હાર્દિક વધામણાં

====================================================

હાં રે ગોકુળમાં આજ દિવાળી

પ્રગટ થયા છે વનમાળી રે ( ૨ ) ગોકુળમાં…. હાં રે ગોકુળમાં આજ દિવાળી.

હે ઘેર ઘેરથી ગોપીઓ આવે

મનગમતા એ સાજ  સજાવે

હેજી ભક્તો તારા ગુણલા ગાવે રે (૨)ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે નામ પાડ્યું છે ગાયોના ગોવાળા

સહુના હૈયે ઉછળે હરખના ઉચાળા

હેજી  નીરખવાને નંદલાલા રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ભક્તો અબીલ ગુલાલ  ઉડાડે

એતો મારગડે જ મટકી ફોડાવે

હેજી ગોરસ રસ ને રેલાવે  રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ત્યાં તો ભીડ ભરાય છે ભારી

એતો નંદરાયના દરબારે સારી

હેજી નંદ ભુવન ગાજે ત્યારે રે  ( ૨ ) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે પારણીયે ઝૂલે છે નંદ બિહારી

એને ઝુલાવે છે નંદજીની નારી

હેજી ગોવિંદ જાયે બલિહારી રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

 
=====================================================


સ્વપ્ન જેસરવાકર

શિવ વિવાહ


ગાંધીધામ (કચ્છ )થી મુરબ્બી શ્રી કેદારસિંહજી જાડેજા સાહેબનો મેલ મળ્યો


તેમના દ્વારા રચાયેલ ” શિવ વિવાહ ” પ્રસંગ રજુ કરું છું

 


=======================================================


તો માણો શ્રી કેદારસિંહજી જાડેજાની કૃતિ

 


=======================================================


    શિવ વિવાહ

 


===========================================================


   સાખી..

કર ત્રિશૂલ શશી શીશ,  ગલ મુંડન કી માલા

.કંઠ હલાહલ વિષ ભર્યો,બૈઠે જાકે હિમાલા…

ત્રિ નેત્ર સર્પ કંઠ,  ત્રિપુંડ ભાલ સોહાય .

સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય

=======================================================

પિનાકીન પરણવા ને આવ્યાં રે,

મોંઘેરા મહેમાન સાથમાં.

હિમાચલ હરખે ઘેરાયારે,

રહે નહી હૈયું હાથ માં…

જાન આવી ઝાંપે,  લોક સૌ ટાંપે.

મોંઘાં મૂલા મહેમાનો ને મળશું રે,

સામૈયાં કરશું સાથ માં…

આવે જે ઉમા ને વરવા,

હશે કોઈ ગુણિયલ ગરવા.

દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે,

અનેરાં જનની આશ માં…

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી,

શિવજી ની સૂરત ન્યારી.

માથે મોટી જટાયું વધારી રે,

વીંટાયો જાણે મૃગ ખાલ માં…

ભસ્મ છે લગાડી અંગે,

ફણીધર રાખ્યા સંગે.

ભેળા ભૂત કરે છે ભેંકારા રે,

ગોકીરો આખા ગામ માં…

બળદે સવારી કિધી,

ગાંજો ભાંગ પ્યાલી પિધી.

ભાગીરથી ભોળે શીશ પર લીધી રે,

સજાવ્યો સોમને સાથ માં…

ગળે મૂંડકા ની માળા,

કંઠે વિષ રાખ્યાં કાળા

ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે,

તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં…

ભૂંડા ભૂત નાચે,

રક્ત માં રાચે.

શિવજીના દેખી નયનો નાચે રે,

બેસાડે લઈ ને બાથ માં…

ભૂતડાને આનંદ આજે,

કરે નાદ અંબર ગાજે.

ડાકલા ને ડમરુ વગાડે રે,

રણશિંગા વાગે સાથ માં…

આવ્યા મૈયા સ્વાગત કરવા,

ભાળ્યા રૂપ શિવ ના વરવા.

ભામિની ના ભાવિ ને વિચારે રે,

સોંપુ કેમ શિવ ના હાથ માં…

નથી કોઈ માતા તેની,

નથી કોઈ બાંધવ બહેની.

નથી કોઈ પિતાજી ની ઓળખાણુ રે,

જનમ્યો છે જોગી કઈ જાત માં…

નથી કોઈ મહેલો બાંધ્યા,

નથી કોઈ સગપણ સાંધ્યા.

નથી કોઈ ઠરવાના ઠેકાણા રે,

રહે છે જઈને શ્મશાન માં…

સુખ શું ઉમાને આપે,

ભાળી જ્યાં કલેજાં કાંપે.

સંસારીની રીતો ને શું જાણે રે,

રહે જે ભૂત ની સાથ માં…

જાઓ સૌ જાઓ,

સ્વામી ને સમજાવો.

ઉમિયા અભાગી થઈ જાશે રે,

જાશે જો જોગી ની જાત માં…

નારદ વદે છે વાણી,

જોગી ને શક્યા નહી જાણી.

ત્રિલોક નો તારણ હારો રે,

આવ્યો છે આપના ધામ માં…

ત્રિપુરારિ તારણ હારો,

દેવાધિ દેવ છે ન્યારો.

નહી જન્મ મરણ કેરો જેને વારો રે,

અજન્મા શિવ પરમાત્મા…

ભામિની ભવાની તમારી,

શિવ કેરી શિવા પ્યારી.

કરો તમે વાતો કૈંક તો વિચારી રે,

સમજાવું શિવ રૂપ સાનમાં…

જાણ્યો શિવ મહિમા જ્યારે,

આવ્યો ઉર આનંદ ત્યારે.

દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે,

ઝુકાવ્યું શીશ શિવ માન માં….

શિવના સામૈયાં કીધાં,

મોતીડે વધાવી લીધાં.

હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે,
બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં,

શિવ સંગે ફેરા ફર્યા.

ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે,

શોભે છે શિવા શિવ સાથ માં…

આનંદ અનેરો આજે, હિલોળે હિમાળો ગાજે.

“કેદાર” ની કરુણતા એ કેવી રે,

ભળ્યો નહી ભૂત ની સાથ માં…

=====================================

રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.  ૯૪૨૬૧ ૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

આવી શ્રાવણ સવારી…કાવ્ય


આવી શ્રાવણ સવારી…કાવ્ય

==================================================

શ્રાવણ રુમઝુમ કરતો સળવળે ભક્તજનો ટોળે વળે

ગાજી ઉઠે મંદિર મહાલય ભાવિકો ઉમટે  શિવાલય


શિવ શિરે વહે જલધારા હરેક હૈયામાં હરખ ઉલાળા


ભજે ભોલેનાથ ભાવ ધરી જેને શિર જટે ગંગા ધરી

 
રક્ષાબંધન આવે અનેરું બહેની ઈચ્છે ભાઈનું ભલેરું


હરખની હેલી બહેનના હૈયે બાંધે રાખડી હાથ  ભૈયે

 

છઠ્ઠ સાતમ અને આઠમ વહેલો આવે મારો વાલમ


છે હૈયે હર્ષના હુલામણાં સહુ કરે નંદલાલ વધામણાં


અબાલ વૃદ્ધ માણે મેળા લે સહુ કોઈચકડોળે ઊછાળા


ગોવિંદ જાયે બલિહારી આવી પહોંચી શ્રાવણ સવારી

=============================================


સ્વપ્ન જેસરવાકર