ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં


 

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં

====================================================


           

         (  ગુગલ મહારાજનો ખુબ આભાર )


સહુ મિત્રોને નટખટ નંદલાલના પ્રાગટ્ય પ્રસંગના હાર્દિક વધામણાં

====================================================

હાં રે ગોકુળમાં આજ દિવાળી

પ્રગટ થયા છે વનમાળી રે ( ૨ ) ગોકુળમાં…. હાં રે ગોકુળમાં આજ દિવાળી.

હે ઘેર ઘેરથી ગોપીઓ આવે

મનગમતા એ સાજ  સજાવે

હેજી ભક્તો તારા ગુણલા ગાવે રે (૨)ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે નામ પાડ્યું છે ગાયોના ગોવાળા

સહુના હૈયે ઉછળે હરખના ઉચાળા

હેજી  નીરખવાને નંદલાલા રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ભક્તો અબીલ ગુલાલ  ઉડાડે

એતો મારગડે જ મટકી ફોડાવે

હેજી ગોરસ રસ ને રેલાવે  રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ત્યાં તો ભીડ ભરાય છે ભારી

એતો નંદરાયના દરબારે સારી

હેજી નંદ ભુવન ગાજે ત્યારે રે  ( ૨ ) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે પારણીયે ઝૂલે છે નંદ બિહારી

એને ઝુલાવે છે નંદજીની નારી

હેજી ગોવિંદ જાયે બલિહારી રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

 
=====================================================


સ્વપ્ન જેસરવાકર

Advertisements

8 thoughts on “ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  આપે તો સાચે જ આ રચનામા ભક્તિ રસ રેલાવી દેધો.

  આપનો શ્રીકૃષ્ણ પ્રતેનો પ્રેમ જ આવી સુંદર રચના લખવા માટે પ્રેરે છે,

  નાના ” ઈશાન ” ને ખુબ ખુબ મારા વતી રમાડજો સાહેબ,

  મારે તો કાજુ કતરી ( પેંડા ) જોઈએ.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s