શ્રી કૃષ્ણ છંદ….


  

શ્રી કૃષ્ણ  છંદ….

================================================
=
=
=

પ્રિય મિત્રો ( વાંચકો ) છંદ લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.

ભૂલચૂક હોય તો માફ કરશો .આપ જેવા અનુભવી અને વિદ્વાન

લેખક મિત્રો અને વાંચકો જો આ છંદમાં યોગ્ય લાગે ત્યાં ફેરફાર

કારી શકશે .અને મને જણાવશે તો ફરીથી પ્રસિદ્ધ કરીશ.  આપના

અનમોલ અને મોઘેરા સૂચનો માટે અચૂક રાહ જોઈ આભારી થઈશ.

=====================================================================================

 ( ૧ )

જન્મ્યા જયારે , માઝમ રાત ત્યારે,  હર મંદિરે , ભીડ ભારી ,

ઉમંગ  આણી, મનદીરીયું શણગારી, જનમિયા  જયારે મોરારી;

દેવકી  દુલારા, વાસુદેવ પ્યારા, મહી માખણ , ખાધા   ચોરી ,

શ્રાવણ માસે , આઠમની રાતે,  પરગટ થયા  કૃષ્ણ મોરારી.

==================================================================================

( ૨ )

 

આકાશવાણીએ ચોંક્યો, કંસ કોપ્યો, રથ રોક્યો, છે લીલા ભારી,

કોટડી કાળી, ભયંકર ભયકારી, મુકીયા ચોકીદારો, છે હર  દ્વારી ;

બાળ જન્મીયાં, સાત હણીયાં , પાષણ  હૃદયે, ભરી ક્રુરતા  ભારી,

દેવકી દુલારા, વાસુદેવ વ્હાલા, મધરાતે અવતરીયા શ્રી મોરારી.

=======================================================================================

 ( ૩ )

યમુના કાળી,જળ ઉફાળી ,શેષ ફેણધારી, કાળી કામળી વસુદેવધારી,

ગોકુલકી ગલીયન, શ્યામ નિરખન, જશોદા ઘર  પધારે  ગિરધારી ;

પૂતના મારી , કંસ સંહારી,  માખણ ચોરી , લીલા કીધી અપરમપારી,

લાડ લડાવ્યા, રાસ રચાવ્યા , વસ્ત્ર હારી,  ગોવર્ધન  તોળ્યો ગિરધારી.

============================================================================================

 ( ૪ )

 

કાલીનાગ નાથી, સુદામા ભીડ ભાંગી,  પુત્ર  ગાંધારી,  ભારી કૌભાંડ કારી ,

ભીષ્મને ભાખી, વિદુર ભાજી ચાખી,  રહ્યા ન્યાયી  પક્ષે,  મોરપીંછ ધારી;

પાંડવ બંધુ,   દયાના  સિંધુ,  સારથિ બની ,   રથ  અર્જુન ગયા  હંકારી,

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ગીતા જ્ઞાન ઉચ્ચારી, ઉપદેશ દીધો જગને સુદર્શનધારી.

================================================================================================

( ૫)

સોરઠ વસિયા, જગ મન બસિયા, દ્વારિકાનો નાથ, સુંદર શિખરધારી

મુખડું મલકે, નરનારી હરખે, શોભા સારી, બાવન ગજ   ધજાના ધારી;

દ્વારકાના વાસી, ડાકોર ગયા નાશી, છે શોભા સારી,મોર મુકુટ ધારી,

ગોવિદ ગાવે, સ્વપ્ન સજાવે, બોલો જય રણછોડ, પ્રેમથી સહુ નરનારી.

 
====================================================================================================

સ્વપ્ન જેસરવાકર 

Advertisements

14 thoughts on “શ્રી કૃષ્ણ છંદ….

    1. માનનીય શ્રી કિશોરભાઈ,
      શ્રી કૃષ્ણ અને રણછોડ એ ગુજરાતની અસ્મિતા છે. ઘરેણું છે
      આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
      કોમ્પ્યુટરમાં ખામી હોવાથી લોગ ઇન થઇ શકતો નહિ હોવાથી આભાર દર્શનમાં મોડો પડ્યો ચુ.
      તો દિલથી માફ કરવા વિનંતી છે.

      Like

  1. RE: શ્રી કૃષ્ણ છંદ….
    Hide Details

    FROM:

    Kaushik Amin

    TO:

    Govind Patel CA

    Message flagged
    Saturday, August 11, 2012 8:22 PM

    Nice One!!!!!

    Kaushik Amin
    Chairman, Gujarat Foundation Inc. USA.
    Writer and contributor for Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA) and other Gujarati News Papers of the USA and India.
    Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com, also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.
    201-936-4927
    kaushikamin@hotmail.com

    Like

  2. કાલીનાગ નાથી, સુદામા ભીડ ભાંગી, પુત્ર ગાંધારી, ભારી કૌભાંડ કારી ,

    ભીષ્મને ભાખી, વિદુર ભાજી ચાખી, રહ્યા ન્યાયી પક્ષે, મોરપીંછ ધારી;

    પાંડવ બંધુ, દયાના સિંધુ, સારથિ બની , રથ અર્જુન ગયા હંકારી,

    ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ગીતા જ્ઞાન ઉચ્ચારી, ઉપદેશ દીધો જગને સુદર્શનધારી.

    સરસ

    Like

    1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન
      પવિત્ર પવન શ્રાવણ માસમાં આપ સરીખા વડીલોના આશીર્વાદ થકી આવું કઈક નવીન લખવાની પ્રેરણા મળે છે.
      શ્રાવણ માસમાં આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)
      ભગવાન શ્રી કૃષ્ણના કર્યો, ગુણ, લીલા અને અન્ય ગુણોને લઇ કૃષ્ણ છંદ નામ આપ્યું છે.
      મને કોઈ રાગ કે છંદનું જ્ઞાન નથી આતો એક વખત મારા પોંત્ર પોત્રીને કૃષ્ણની વાર્તાઓ કહેતા જ વિચાર આવ્યો.
      તેમને પૂતના મારી કંસ સંહારી,સુદામની ભીડ ભાંગી વિદુર ભાજી ચાખી એમ સમજાવતો હતો
      અમેરિકામાં જન્મ અને ગુજરાતી બોલે પણ સમજે નહિ તેમાં કોપ્યો ચમક્યો જયારે ત્યારે એવા શબ્દોની સમજ આપતા
      આ લખવાની એક પ્રેરણા થઇ. આપ જેવા વડીલ શુભેચ્છકો મને આ બાબતે સમજ આપે તે જરૂરી છે.
      બસ આવી સૂચક ટકોર વારંવાર કરતા રહેશો એવી નમ્ર વિનંતી .
      આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

      Like

    1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
      ભગવાન શ્રી કૃષ્ણના કર્યો, ગુણ, લીલા અને અન્ય ગુણોને લઇ કૃષ્ણ છંદ નામ આપ્યું છે.
      મને કોઈ રાગ કે છંદનું જ્ઞાન નથી આતો એક વખત મારા પોંત્ર પોત્રીને કૃષ્ણની વાર્તાઓ કહેતા જ વિચાર આવ્યો.
      તેમને પૂતના મારી કંસ સંહારી,સુદામની ભીડ ભાંગી વિદુર ભાજી ચાખી એમ સમજાવતો હતો
      અમેરિકામાં જન્મ અને ગુજરાતી બોલે પણ સમજે નહિ તેમાં કોપ્યો ચમક્યો જયારે ત્યારે એવા શબ્દોની સમજ આપતા
      આ લખવાની એક પ્રેરણા થઇ. આપ જેવા વડીલ શુભેચ્છકો મને આ બાબતે સમજ આપે તે જરૂરી છે.
      બસ આવી સૂચક ટકોર વારંવાર કરતા રહેશો એવી નમ્ર વિનંતી .
      આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s