શિવ ની સમાધિ


આદરણીય વડીલ શ્રી કેદારસિંહજી જાડેજા દ્વારા ” શિવની સમાધિ ” નામની એક રચના મેઈલ

દ્વારા મળી છે તો આજે શ્રાવણ માસના સોમવારે ચાલો માણીએ એમની ભાવ ભરી રચના.

જો આપને રચના ગમે તો તેમની મેઈલ પર આપનો પ્રતિભાવ રૂપી સંદેશ મોકલવા કૃપા કરશોજી.

=================================================================


શિવ ની સમાધિ

=================================================================


         
              ગુગલ દેવનો આભાર

==================================================

મારી સરવે સમજ થી પરે,  આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે

દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે

કાર્તિક કેરી કીર્તિ સવાઈ,  નવખંડ નમનું કરે…

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને

ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે

સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે

“કેદાર” કહે ના ધરી છે  સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..

સાર:-મારા મકાનની સામે જે ભાઈનું મકાન છે, તેમણે ભગવાન શ્રી શિવની સમાધિ

અવસ્થામાં બેઠેલા ભોળાની સુંદર છબી લગાવી છે, મારા મકાનમાંથી નીકળતાંજ

મારી નજર તેના પર જાય અને હું આનંદ વિભોર બની જાઉં,  ભોળાની એ મુખ મુદ્રા

જોઈને મને આ ભજન બનાવવાની પ્રેરણા થઈ અને આ રચના બની ગઈ, મને એ વિચાર

આવતો કે આ દેવાધી દેવ મહાદેવ કોના ધ્યાન માં બેઠાં હશે ? એ કોની સમાધિ

ધરતા હશે ? એમનાથી મોટું તો કોઈ છે નહિ ?

એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેને

મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમે બે અને ત્રીજા શિવ, આ ત્રણ દેવોમાં

મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ

વિસાત માં ?)  મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં

એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર

આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં

આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને

દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ

લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો

શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે

ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં

શિવજી પ્રગટ થયા અને બન્નેનો મોટું કોણ ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ

તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને

ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર

જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં

બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.

એક પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે ખોટું છે.) જે

ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન,

જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર

રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે,  દેખાવ હાથી જેવો પણ

વાહન માં મુષક,  જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો,

રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.

બીજા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો

વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય

ના સેના પતી, એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની

પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી

કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા

પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા.

તેથી માતાએ તેમને પરણાવ્યા. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને

પરણેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં

એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો

નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી

રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની

વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી

સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને

કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે

નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની

ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ

બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે.

નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી

વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે

ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય

કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને

કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક

જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા

હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ

કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે

કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત

સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય,

અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું

કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે

કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે

ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન

ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ

ધ્યાન એ રાખે છે.

જય ભોળા નાથ.

માન્યવર,

મારા થકી અહીં જે કંઈ લખાય છે તે ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે

તેટલુંજ લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ

ને કોઈ કાર્ય કે માન્યતા સ્વીકારવી નહીં.

જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય તો આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ

કે ફેસ બુકના મિત્રોને જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને

Coment મોકલવા પણ મારા વતી વિનંતી કરજો, જેથી મને મારી ભૂલો અને

પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.

ધન્યવાદ.

રચયિતા:

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ.

૯૪૨૬૧ ૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com

===================================================================================

સંકલન= સ્વપ્ન જેસરવાકર

Advertisements

4 thoughts on “શિવ ની સમાધિ

 1. આદરણીયશ્રી.સ્વપ્નજી

  વાહ ભાઈ સુંદર રચના

  શિવ અને જેવનું મિલન એટલે જ સુંદર શિવરચના.

  એક એક વર્ણન અને પંક્તિઓ જાણે શિવ મહિમાને આંખો સામે

  દ્રશ્યમાન થાય છે.

  અભિનંદન

  Like

  1. માનનીય શ્રી કિશોરભાઈ,
   વડીલ શ્રી કેદાર્સિંહજીની આ અનન્ય રચના છે
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
   કોમ્પ્યુટરમાં ખામી હોવાથી લોગ ઇન થઇ શકતો નહિ હોવાથી આભાર દર્શનમાં મોડો પડ્યો ચુ.
   તો દિલથી માફ કરવા વિનંતી છે.

   Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન
   પવિત્ર પાવન શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિને આશીર્વાદ રૂપી ઝરમર જેવો પાવન સંદેશ મને પાવન કરી ગયો.
   શ્રાવણ માસમાં આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s