મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય


મેઘાણીજીનાં સ્મરણો  આવે….કાવ્ય 

 

=================================


રંગ કસુંબલ આંખ કસુંબલ ને કસુંબલ છે વાણી


પાંચાલ ભૂમિનાએ પહાડોમાં જન્મ્યા છે મેઘાણી


ચોટીલાવાળી ચામુંડા માડી જગે તુજને વખાણી


દીધા છે તેં અનમોલ રતન કસુંબલ રંગ મેઘાણી

 

 

              ચિત્ર માટે ગુગલનો આભાર

મિત્રો ૨૮ ઓગસ્ટ  એટલે ગુજરાતી સાહિત્યના કસુંબલ રંગના

 

રાજવી અને રાષ્ટ્રીય શાયરનો જન્મ દિન ..

 

 

=================================

 

મેઘાણીજીનાં  સ્મરણો આવે સહુના હૈયાને ભાવે

 

ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે

 

નામ  ઝવેરચંદ જ  એવું કાર્ય પણ ઝવેરાત  જેવું

 

મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું

 

‘રક્ત ટપકતી ઝોળી’ લખી શહીદોને કેવા બિરદાવે

 

‘ચારણ કન્યા’ શીઘ્ર લખીને  સોરઠના શોર્યને સજાવે

 

મહાન સાહિત્યકાર જેણે ‘સૌરાષ્ટ્ર રસધાર’ને જગાવી 

 

‘કસુંબીના રંગે’ રંગી ગુજરાતી સાહિત્ય કથા સમજાવી

 

અઠ્યાવીસ ઓગસ્ટ  જન્મ દિન  એમનો  કેમ વિસરાય

 

વર્ષોને સૈકાઓ વીતી જાય  આવાં  રત્નો કદી ના ભૂલાય

 

============================

 

સ્વપ્ન જેસરવાકર

 

Advertisements

6 thoughts on “મેઘાણીજીનાં સ્મરણો આવે….કાવ્ય

 1. શ્રીમાન. સ્વપ્નજી

  સુંદર રચના

  ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે

  નામ ઝવેરચંદ જ એવું કાર્ય પણ ઝવેરાત જેવું

  મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું

  Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   રાષ્ટ્રીય શાયર મેઘાણીજી ગુજરાતી સાહિત્ય જગતનું પરીજત્કનું મહેકતું ફૂલ છે.
   આપ જેવા વડીલોના આશીર્વાદ ફળે છે.
   આપના દ્વારા મળતો અનન્ય સહકાર જીવનમાં ક્યારેય નહિ ભૂલી શકાય
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
   કોમ્પ્યુટરમાં ખામી હોવાથી લોગ ઇન થઇ શકતો નહિ હોવાથી આભાર દર્શનમાં મોડો પડ્યો ચુ.
   તો દિલથી માફ કરવા વિનંતી છે.

   Like

 2. રાષ્ટ્રીય શાયરને કસુંબલ અંજલિ. સૌરાષ્ટ્રની આ રસધારાએ ભારતખંડે, આઝાદીના સંગ્રામ સાથે સૌની વીરતાને નવાજી. સુંદર લયબધ્ધ ગીત,
  મનમાં ગુંજતું રહેશે..અભિનંદન શ્રી ગોવિંદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ
   રાષ્ટ્રીય શાયર ગુજરાતનું એક સાહિત્ય જગતનું પારિજાતક ફૂલ છે.
   આપ જેવા વડીલોના આશીર્વાદ ફળે છે.
   આપના દ્વારા મળતો અનન્ય સહકાર જીવનમાં ક્યારેય નહિ ભૂલી શકાય
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
   કોમ્પ્યુટરમાં ખામી હોવાથી લોગ ઇન થઇ શકતો નહિ હોવાથી આભાર દર્શનમાં મોડો પડ્યો ચુ.
   તો દિલથી માફ કરવા વિનંતી છે.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s