ગોદડિયો ચોરો… દિશા ને દશા


ગોદડિયો ચોરો… દિશા ને દશા

==========================================================

પવિત્ર અધિક માસમાં સમગ્ર ભારતભરમાં ધાર્મિક ક્રિયાઓ ચાલી રહી છે . મઠાધિપતિ

ને શાસ્ત્ર વિદાતાઓ તેમજ ધર્મગુરુઓ અનેક કથાનું રસપાન કરાવી રહ્યા છે.

મોટા મંડપો ને મંદિરમાં ધર્મના સંશયો ને સંદેશોનું રસાસ્વાદ ભર્યું આયોજન થઇ રહ્યું છે.

ક્યાંક વિરોધ ને વંટોળના  વાયરા ઘુમરાઈ રહ્યા છે.

ગોદડિયા ચોરામાં પણ દરબાર હકડે ઠઠ ભર્યો છે. શ્રોતાજનો માર્મિક પ્રવચનના આગ્રહી છે.

ત્યાં જ ૦૦૦૮ ગોદડિયા સ્વામીનું માર્મિક પ્રવચન શરુ થાય છે.

ભક્ત જનો એવમ મારા ચોરાના વક્ર દ્રષ્ટિ જનો આજનું પ્રવચન ખુબ માર્મિક છે.

આજના પ્રવચનનો મુદ્દો છે ” દિશા અને દશા “

હમણાં જ તાજા સમાચાર દ્વારા જાણવા મળ્યું છે કે એક રાજગુરુએ તેમના વડીલ રાજગુરુને

ઉપદેશાત્મક સંદેશ આપ્યો છે કે……..

” જો તમે ગુજરાતની દિશાને અનુસરો તો ભારતની દશા બદલાઈ જશે “

સાચી વાત કહી એ રાજગુરુએ જો તેઓ ગુજરાતની પદ્ધતિને અનુસરે તો દેશની તો ઠીક પણ

વડાપ્રધાન મનમોહનસિંહની દશા જરૂર સુધરી જાય .

મનમોહનજી બોલ્યા ” હે એકાત્મકવાદી અભિનેતા રાજ્યગુરુ આ દિશા ને દશા સવિસ્તાર સમજાવો”

એકાત્મવાદી અભિનીત રાજગુરુ બોલ્યા આપ કહો છો તો મારા અપનાવેલા નીચેના મુદ્દાઓનું પાલન
 
કરશો તો એ દિશા વડે આપની દશા જરૂર  બદલાઈ જશે માટે ધ્યાનથી સાંભળો……

આ માટે વડાપ્રધાન મનમોહનસિંહજીએ નીચેની બાબતો અનુસરવી પડે.

(૧) લોકસભા અને રાજ્યસભાનું સત્ર  ફક્ત બે દિવસ માટે બોલાવવું .

 

કેગનો રીપોર્ટ છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં જ ટેબલ પર મુકવો જેથી ચર્ચાનો 


અવકાશ  જ ના રહે.

 

(૨)  જો વધુ દિવસ સત્ર બોલાવવાની જરૂરિયાત હોય તો પ્રથમ કે બીજા દિવસે સમગ્ર

વિરોધ પક્ષને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાનો એટલે વિરોધ વગર જ કામ ચાલે .

(૩)પ્રશ્નોતરી માટે અગાઉથી કોટા સીસ્ટમ લાગુ કરી દેવી જેમાં સત્તા પક્ષના પાંચ સભ્યો હોય

અને વિરોધ પક્ષનો એક જ સભ્ય હોય . જેથી વિરોધ પક્ષ જનતાને સ્પર્શતા મુદ્દા ના ઉઠાવે.

(૪) સચિવાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ લોખંડી પહેરા સાથે ગોઠવવો જેથી લોકો વારંવાર

આવી પ્રજાને જરૂરી એવા મુદ્દા લઈને ના આવે .

(૫) દર વર્ષે લોકાર્પણ અને ખાત મહુર્ત તેમજ ઉદ્ઘાટનોનો ભવ્ય કાર્યક્રમ યોજવો .

દાત. લાલ કિલ્લાનું લોકાર્પણ,કુતુબ મીનારનું લોકાર્પણ, શહીદ સ્મારકનું લોકાર્પણ,એવી રીતે

રાજ ઘાટ, વિજય ઘાટ , શક્તિ ઘાટ એવા વર્ષો પહેલા બન્યા હોય તેવાનું લોકાર્પણ કરવું.

(૬) દર વર્ષે ગરીબ કલ્યાણ મેળા યોજવા અને લોકોને એવા  ચેક આપવા કે જે કોઈ બેંક પણ

સ્વીકારવા તૈયાર ના હોય .

(૭) મેળાઓ અને કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી કરવા કલેક્ટરો, ડી.ડી.ઓ મામલતદારો , શિક્ષકો

તલાટીઓ અને બીજા સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરવો. સરકારી બસો પણ વાપરવી.

(૮) સરકાર વિરુદ્ધ કોઈ પણ રજૂઆત કરવા રેલી કાઢે તો પરવાનગી ના આપવી .

(૯) પ્રજાજનો જો ખોવાયેલા બાળકો માટે રજૂઆત કરવા આવે તો તેમને સાંભળવાની તકલીફ

લેવી નહિ પરંતુ એમને ગિરફ્તાર કરાવી લેવાં.

(૧૦) ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવી ને ગોચર પણ વેચી દેવું .

જો જરૂર પડે તો અહીંથી અદાણી, અંબાણી ને તાતા જેવા ઉદ્યોગપતિઓ તમારી સેવામાં હાજર થશે.

(૧૧) ઉદ્યોગપતિઓના હેલીકોપ્ટરો અને વિમાનોમાં સતત ઉડ્યા જ કરવું.

(૧૨) કર્મચારીઓને પુરતો પગાર નહિ ચૂકવી પાંચ વર્ષ લટકાવી રાખવા .

(૧૩) લોકપાલ કે લોકાયુક્તની નિમણુક કરવાની ભૂલ કરવી જ નહિ.

(૧૪) ભ્રષ્ટાચારીઓને સતત બચાવતા રહેવું. જરૂર પડે તો માનીતા અધિકારીને તપાસ સોંપી દેવી.

(૧૬) કોર્ટના ચુકાદાઓને કાયમ પડકારવા .
.
(૧૭) કાર્યકરો અને ધારાસભ્યોને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ પછી ભૂલી જવા.

(૧૮) મનમોહનસિંહજી તમે કાયમ એક જ રંગની પાઘડી પહેરો છે તેને બદલે મારી જેમ જુદી જુદી

જાતની અને રંગની પાઘડી પહરો ને પ્રજાને પાઘડી પહેરાવો પણ ” પા – ઘડી ” ખબર ના લેવી .

(૧૯) દરેક જગ્યાએ પોતાના જ જુદા જુદા પોઝના ફોટા મુકાવવાનો આગ્રહ રાખવો .

જેમ હું વિવેકાનંદ, શિવાજી એવા ફોટા સાથે મારી સરખામણી કરવું છું તેમ ભારતના રત્નો સાથે

પોતાની સરખામણી કરાવવી . બીજું કે ફોટાની સાઈઝમાં પણ અસલ ફોટા કરતાં જરૂર  એકાદ બે

સેન્ટીમીટર આપણો ફોટો મોટો છપાવવો

બાળકોના દફતર, કીશાનોની કીટ્સ , રમત ગમતની કીટ્સ, વીજળીના કેલેન્ડર બધી જગ્યાએ

ફોટા મુક્વાવવા .બધી જગ્યાએ ગામ શહેર મહોલ્લામાં ફોટા હોવા જોઈએ.

હજુ તો દુષ્કાળમાં ઘાસ ચારાની ભારીઓ પર બાંધવાની દોરીમાં પણ ફોટા મુકવા કેવી રીતે એ

વિચારણા ચાલે છે જેથી મુગાં પશુઓ પણ મને ઓળખી શકે !!!!!

(૨૦) આપણને અનુકુળ હોય ને પગે લાગે તેવો પક્ષનો પ્રમુખ મુકવો એટલે પક્ષને સરકારમાં આપણું

વજન ને અવાજ રહે.

(૨૧) જયારે જેની જરૂર પડે તેનો ઉપયોગ કરી પછી તેને ફેંકી દેવો એજ રાજકીય દાવ રમવો.

(૨૨) રાજ્યના વડાને (રાજ્યપાલ)વારંવાર આમ છે તેમ છે નિવેદન કરવાં ને બીજા પાસે કરાવવાં.

(૨૩) હું કહું છું કે કેન્દ્ર અન્યાય કરે છે તો તમારે વિશ્વ અન્યાય કરે છે એમ વારંવાર રટવું.

(૨૪) વારંવાર કોન્ફરન્સથી દેશ પરદેશમાં ભાષણ કરવું જેથી લોકો આપણને જોઈ શકે પછી ભલે ને

દેશ કે રાજ્યની તિજોરી પર ખર્ચો પડે .

(૨૫) સત્ય બોલે કે આપણી વાત સાથે સંમત ના થાય તે અધિકરીઓને મહત્વ વગરની જગ્યાએ મુકવા.

(૨૬)આપણા વિરુધની સીડી કે પોસ્ટર આવે તો તરત જ પોલીસ સી.આઈ .ડી. કે આઈ.બી ને કામે

લગાડી  કોણે આ કાર્ય  કર્યું છે તે શોધવાની જવાબદારી સોપી દેવાની.

(૨૭) ગોવંશ કતલની સીડી બહાર પડે તો જોનાર વેચનાર કે વહેચનાર દોષિત ગણી પગલાં લેવાં પણ

કોઈની બનાવટી સીડી રાજ્યના કર્મચારીઓ બીજા રાજ્યોમાં જઈને વહેચે એ મહાન કાર્ય કહેવાય.

(૨૮ ) દારુણ દુષ્કાળની પરિસ્થિતિ હોય ને પશુધન ખેડૂતો બેહાલ બની ગયા હોય તેવા સંજોગોમાં પણ

વણથંભી વિકાસ યાત્રાના કાર્યક્રમો જાહોજલાલીથી કરવા.

(૨૯)આ ના જોઇએ, પેલો ના જોઈએ, એ હશે તો હું નહિ આવું એવું વારંવાર પક્ષના પ્રમુખને કહી કહીને

વિરોધીઓને હાંકી કઢાવવા જોઈએ. જેથી માર્ગના કાંટા દુર થાય.

(૩૦) આપ હમેશાં લાલ કિલ્લે જ ધ્વજ વંદન વિધિ કરો છે એના બદલે દરેક રાજ્યે કરવાનું રાખો જેથી

આખી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા રાજ્યોમાં ફરવાનો લાભ મળે અને ખર્ચા પાણી નીકળે.

(૩૧) જે વિસ્તારમાં આપણો સભ્ય ના ચુંટાયો  હોય ત્યાં તાલુકા કે જીલ્લા અધિકારી ધ્વજ વંદન વિધિ

કરે અને વિરોધી પક્ષને આ કાર્યમાંથી પણ બાકાત રાખવો .

(૩૨) છેલ્લે એ વાતનું સતત ધ્યાન રાખવું કે હું  જ  પક્ષ છું, હું જ સરકાર છું, હું જ હાઈ કમાન્ડ છું .

યત્ર તત્ર સર્વત્ર હું જ હું જ હું જ છું. મારા થકી સર્વ છે પણ હું સર્વ થકી નથી આ વાક્ય સદાયે મનમાં

રમતું રાખશો તો તમારી દશા બદલાઈ જશે.

” હે ગુજરાતની દિશાને અપનાવ મનમોહનજી  …ગુજરાતની દિશાને અપનાવ રે

દશા જરૂર બદલાઈ જશે રે ,તારી દશા જરૂર બદલાઈ જશે રે એમ ઉપદેશાત્મક કહે છે જી ” !!!!!!!!!!!!

સાટકો==

 “દર્દની આ રાત છે ને જનતાની વેદનાની આ વાત છે
 
 મતદારોનું ઋણ ભુલાવતી આ નેતાઓની તો જાત છે “

=======================================================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

12 thoughts on “ગોદડિયો ચોરો… દિશા ને દશા

 1. Govindbhai,
  Aa Badhu Kem Yaad Rakhyu ?
  Kulle (32) Suchano Kahi Didha.
  Pan …..Maraa Manma Eka ja Savaal chhe…..ManmohanjiE kaaI lakhyu Ke Nahi ?
  Jo Ekalu Sambhalyu Ja Hoya to MOTO PROBLEM Chhe.
  Manmohanji Aaj Kaal BHULU Jaay Chhe..Koi kahe Emane pelo ALZIEMERE Ni BIMARI Chhe.
  Anyhow….Atleast you had told him ( and SoniajiNa Guptcharoe Nondha Lidhi ja hashe & vaat will reach NEW DELHI.
  After the NEWS reaches NEW DELHI, you must REPORT the REACTION there in the NEXT CHORO Meeting !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai….Hope to see you for the Post of 17th Sep…& the OLD ones too.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s