ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..


ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..  

 

સર્વે મિત્રો અને વાચક જનોને ગણેશોત્સવની શુભ કામના..

કોમ્પ્યુટરની ખામી હોઈ ઘણા સમયથી આના બ્લોગમાં આવી શક્યો નથી .

હજુ પણ પાંચ દશ મિનિટમાં બંધ થઇ જાય છે .

આપની ક્ષમા યાચના સહ….

================================

 ======================================

ગજાનન ગણપતિ દાદા    તમે પધારો જરૂર  હરેક  વરસે,  

 

અમારા પ્રતિનિધિઓ  પણ ,  પધારે   જરૂર  પાંચેક   વરસે .

 

તમે તો  અમારા  આરાધ્યદેવ   અને  છો  આપ  વિઘ્નહર્તા ,

 

આ તો  બની બેઠા  અમારા માલિકો, અને કાયમ દુઃખ દેતા.

===========================================

 

આપ કદીયે ના માગો કશુંયે   માનવ યથા શક્તિ ભોગ ધરતા,

 

અમારા  આખલાઓ  રોજ ખાતા, ને કોઈક વાર તો માગી લેતા.

 

આપને લાડુના  ભોગ ધરાવીએ તો,  પ્રસાદી  ભોગથી ખુશ થાતા,

 

આ  વિચક્ષણ પ્રાણીઓ  તો  નાણાં પ્રસાદ વગર સહેજ ના ધરાતા.

 

===========================================================================

આપ ના દર્શન બહાને તેઓ  પંડાલમાં  રોજ  આંટા  જરૂર   મારશે,

 

આવે  એ  આરતી પ્રસાદ ટાણે  માઈક લઈને પાછા ભાષણ ભરડશે.

 

તમારા સેવા  ગુણો તો બાજુ પર, પક્ષની વાહના ચમકારા ચમકાવશે,

 

પોતાની કે નેતાની  પ્રસંશા  કરતા સુત્રો  શોધી એમના બોર્ડ જ મુકાવશે.

=======================================================

આપની શોભા યાત્રામાં  ભક્ત જનો ઢોલ ત્રાંસા દુંદુભી વગાડી નાચે,

 

આમની મુલાકાત યાત્રામાં નાચે  ચમચાઓ, અને પ્રજાને પણ  નચાવે.

 

આપને  ધૂપ દીપ અબીલ ગુલાલ  ચઢે ને  ભક્ત જનો હાર  પહેરાવે,

 

આતો હાર ખરીદી લે ને પાછા ચમચાઓ  થકી  પ્રજા  દ્વારા  પોતે પહેરે.

=====================================================

 

હે ગજાનન ગણપતી દાદા સહુ નું રૂડું કરતા ને વિઘ્ન સૌ  હરતા,

 

આ સગવડિયા લોકો  જન સેવા એવા રૂપાળા નામે ખિસ્સાં ભરતા.

 

આપને દર્શને આવી શાંતિ મળે  આપ હર સમયે  જરૂરથી  મળતા.

 

કોઠા વીંધીએ પત્ની પટાવાળો અને પી.એ પછી જ પ્રધાન  મળતા.

================================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

14 thoughts on “ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આપની આ રચનામાં ભરોભાર્ આજના

  નેતાઓ પરની વેદના વાંચીને હૈયુ વેદના અનુભવે છે.

  પરંતુ આપણે નાના માણસો શું કરી શકીએ.

  સુંદર – અતિ સુંદર

  Like

 2. શ્રી ગોવિંદભાઈની વર્તમાન પરિસ્થિતિને વ્યંગમાં ઢાળવાનો કસબ લાજવાબ છે…

  આપને ગણેશોત્સવનાં અભિનંદન. આક્રોશ ની સુંદર રજુઆત

  ગણપતિદાદા તો લાડવા એક હાથે સ્વીકારે આજે તો સત્તાવાળાઓને તો બંને હાથમાં લાડવાની મજા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય વડીલ ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
   આપના દર્શન હાસ્ય દરબારે કર્યા . ખુબ આનંદ થયો.
   .
   ધન્યવાદ સાહેબ.
   કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
   પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
   ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

   Like

 3. Re: ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..
  Hide Details

  FROM:

  vinodbhai patel

  TO:

  Govind Patel

  Message flagged
  Thursday, September 20, 2012 6:33 AM

  આદરણીય ગોવિંદભાઈ,

  આપને પણ ગણેશોત્સવનાં અભિનંદન.

  આપની કાવ્ય-કટાક્ષ રચના માણી .વાંચવાની મજા આવી.પ્રાસ સરસ મળ્યો છે.

  આપને દર્શને આવી શાંતિ મળે, આપ હર સમયે જરૂરથી મળતા.
  કોઠા વીંધીએ પત્ની ,પટાવાળો,અને પી.એ પછી જ પ્રધાન મળતા.

  વિનોદભાઈ

  Like

 4. RE: ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..
  Hide Details

  FROM:

  Kaushik Amin

  TO:

  Govind Patel CA

  Message flagged
  Thursday, September 20, 2012 4:53 AM

  ગજાનન ગણપતિ દાદા , તમે પધારો જરૂર હરેક વરસે,

  અમારા પ્રતિનિધિઓ પણ , પધારે જરૂર પાંચેક વરસે .

  તમે તો અમારા આરાધ્યદેવ, અને છો આપ વિઘ્નહર્તા ,

  આ તો બની બેઠા અમારા માલિકો, અને કાયમ દુઃખ દેતા.( Vighna Karta)

  Kaushik Amin
  Chairman, Gujarat Foundation Inc. USA.

  Writer and contributor for Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA) and other Gujarati News Papers of the USA and India.
  Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com, also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.
  201-936-4927
  kaushikamin@hotmail.com

  Like

 5. શ્રી ગણેશને ફરીયાદ કરી…પ્રાર્થના કરૂં કે તમારી આ ફરીયાદ સાંભળે.

  તો….ભારતમાં ફરી “રામ રાજ્ય” આવવાની શક્યતા વધશે !>>>>ચંદ્રવદન
  Saras Govindbhai !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s