વર્ષોની વાર લાગે છે ….કાવ્ય


 

વર્ષોની વાર લાગે છે ….કાવ્ય

==============================================================                 

                                                 ગુગલનો આભાર


==============================================================

એક કવિ કવિતાને પૂછ્યું  કે તને કેમ લાગે છે


કવિતાએ કહ્યું હવે તો   અલંકારનો ભાર લાગે છે


ક્યાંક પ્રશ્નાર્થ ક્યાંક જોડણી ને ક્યાંક ચિન્હો


ક્યાંક ઢાળ ને ક્યાંક પ્રાસ જ  અસરદાર લાગે છે


કવિએ ફરી કવિતાને પૂછ્યું તું તો છે ખુશને


કવિતા કહે આજે પોપ ગીતોનો પ્યાર લાગે છે


નથી વાંચવી ગમતી એમને મને  કદીય પણ


ચટપટી વાતો ને ચિત્રો જોઈ એ ચિક્કાર લાગે છે


શીલાની જવાની ને મુન્ની ની બદનામીમાં


રાતદિવસ તો ચેનલોના કેવા ચમકાર લાગે છે


ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસારની કરે વાતો


જાય કવિ સંમેલનમાં તો ઊંઘના આસાર લાગે છે


નામી કવિઓની કવિતા લલકારે ભાષણમાં


કવિઓની વેદનાને સમજતાં વર્ષોની વાર લાગે છે


=========================================


સ્વપ્ન જેસરવાકર

 

Advertisements

10 thoughts on “વર્ષોની વાર લાગે છે ….કાવ્ય

 1. શ્રીમાન. સ્વપ્નજી

  કવિ અને કવિતાનો વાર્તાલાપ – આલપ વાંચીને મજા પડી ગઈ

  કાલે મારી સ્કુલના નોટિસ બોર્ડ પર મુકીશ…જરૂર મુકીશ.

  ” ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસારની કરે વાતો

  જાય કવિ સંમેલનમાં તો ઊંઘના આસાર લાગે છે

  નામી કવિઓની કવિતા લલકારે ભાષણમાં

  કવિઓની વેદનાને સમજતાં વર્ષોની વાર લાગે છે.”

  કેટલી ધરદાર પંક્તિઓ છે, વાહ કવિ…વાહ…!

  Like

 2. જાતજાતના ડાયરા તોય સદા વહાલા. પ્રજાભિમુખ લોકગીતો કેવાં મજાથી
  આજેય રમેછે. આપની આ વ્યંગભરી માર્મિક વાત મૂઠી ઉંચેરી છે…શ્રી ગોવિંદભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. વુદ્ધાશ્રમો મા-બાપ અને સંતાનો વચ્ચેની ખાઈની નિશાની તો છે જ, પણ એ ખાઈ કેવળ સ્વાર્થજન્ય કારણોને લીધે ન હોય, જુદી જીવનપ્રણાલી, જુદી વિચારધારાને લીધે પણ હોય.

  Like

 4. એક કવિ કવિતાને પૂછ્યું કે તને કેમ લાગે છે
  કવિતાએ કહ્યું હવે તો અલંકારનો ભાર લાગે છે
  ક્યાંક પ્રશ્નાર્થ ક્યાંક જોડણી ને ક્યાંક ચિન્હો
  ક્યાંક ઢાળ ને ક્યાંક પ્રાસ જ અસરદાર લાગે છે
  કટાક્ષમા ગૂઢ વાત કહી…
  યાદ આવે કવિ રઈશ મનીઆરની વાતો

  હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.

  Like

  1. આદરણીય વડીલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન,
   આપના ઉમદા વિચારો સાથે અન્ય કવિ મિત્રો ના ઉન્નત ભાવો સાથે આપની આગવી પ્રતિબધ્ધતા ભરી
   વાતોને નત મસ્તકે શત શત સલામ,
   આપના શુભ સદેશ દ્વારા અનંત અને અનોખી વાતો જાણવા મળે છે.
   આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 5. નામી કવિઓની કવિતા લલકારે ભાષણમાં
  કવિઓની વેદનાને સમજતાં વર્ષોની વાર લાગે છે !
  વાહ… સ_રસ રચના,

  સમય સમયપર સરસ રચના કરે “ગોવિંદ”
  દરેક પંક્તિઓમાં પ્રગટ દિલનાં ભાવ લાગે છે !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s